________________
व्यञ्जनपर्यायाणामभिव्यञ्जनम्
११९
'कम्बुग्रीवादिमान् पदार्थोऽद्यप्रभृति पट इति पदेनोच्यतामिति सङ्केतं कुर्यात् तदा घटेऽद्ययावद्योग्यतयावस्थितः पट पदवाच्यत्वाख्यो व्यञ्जनपर्यायो व्यक्तीभवति । अत एवेतः प्रभृति पटशब्देन तस्योलेखः स्यात् श्रोता च तच्छ्रुत्वा घटं बोधयेत् । अर्थपर्यायस्तु नैवंविधो भवति । वस्तुनः स्वरूपपरिवर्तनेन विना नैकस्यापि नूतनस्यार्थ - पर्यायस्योत्पत्तिः स्यात् । घटेऽग्निना पाकेन विना रक्तत्वपर्यायस्यासम्भव एव । ननु घटो विनश्य कपालीभवति । तदनन्तरमेव कपालपदवाच्यत्वाख्यः पर्यायो व्यक्तीभवतीति व्यञ्जनपर्यायार्थमपि वस्तुनः स्वरूपपरिवर्तनमावश्यकमेवेति चेत् ? न, घटस्य कपालीभवनार्थमेव विनष्टत्वात् न तु तद्व्यञ्जनपर्यायार्थं नाशेन विनापि सङ्केतान्तरकरणेन कपालपदवाच्यत्वाख्यस्य तद्व्यञ्जनपर्यायस्य
પદાર્થના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર ન થાય ને છતાં યોગ્યતારૂપે રહેલો વ્યંજનપર્યાય વ્યક્તરૂપે બની શકે છે... જેમકે ઘડો એવો ને એવો જ રહ્યો હોવા છતાં કોઈ જો એવો સંકેત કરે કે આ પદાર્થને હવેથી ‘પટ' કહેવો... તો એમાં પટપદવાચ્યતા નામનો વ્યંજનપર્યાય, જે હાલ સુધી યોગ્યતારૂપે હતો, તે વ્યક્ત બની જાય છે અને તેથી હવે ‘પટ' શબ્દ બોલવા દ્વારા એનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને ‘પટ' શબ્દ સાંભળવા દ્વારા એનો બોધ થઈ શકે છે. અર્થપર્યાય માટે આવું હોતું નથી. વસ્તુનું સ્વરૂપ બદલાયા વિના એમાં નવા અર્થપર્યાય પેદા થઈ શકતા નથી. પાક આપીને ઘડાના કણ-કણ પક્વ થાય નહીં ત્યાં સુધી રક્તપર્યાય આવી શકતો નથી.
શંકા- ઘડો ફૂટીને ઠીકરારૂપ બની જાય પછી જ એમાં ‘કપાલ’ પદવાચ્યતા આવે છે... એટલે વ્યંજનપર્યાયને પેદા થવા માટે પણ વસ્તુસ્વરૂપમાં ફરેફાર આવશ્યક છે જ ને?
સમાધાન- કપાલપદવાચ્યતા મેળવવા માટે ઘડાને ફૂટવાની જરૂર નથી.. કપાલરૂપ બનવા માટે જ ઘડો તો ફૂટે છે... બાકી ઘડો અખંડ હોય ને એવો સંકેત કરવામાં આવે કે હવેથી આને ‘કપાલ' કહેવો.. તો એમાં કપાલપદવાચ્યતા વિના વિરોધ આવી જ શકે છે. એટલે નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org