________________
अवकारादेरर्थः भावात् सर्वथाऽस्तित्वाभावः सर्वथाऽस्तित्वस्यायोग एवेति यावत्, न तथाऽधिकृते घटे, तत्र सुवर्णमयत्वादिनाऽस्तित्वस्यासम्बन्धेऽपि मृन्मयत्वादिनाऽस्तित्वस्य सम्बन्धस्य विद्यमानत्वात् । एवञ्चैवकारेणास्तिવસ્થાન્તાયો : =સર્વથા સમ્બન્યો વ્યવચ્છિન્ન ..
अस्तिकारोऽस्तित्वं ख्यापयति । नन्वस्तित्वमिति कोऽर्थः ? अर्थक्रियाकारित्वमिति गृहाण । नन्वर्थक्रियाकारित्वमिति कोऽर्थः ? विवक्षितप्रयोजनसम्पादकत्वमिति जानीहि । ततश्च मृन्मयस्य वस्तुनो जलशीतीकरणानि यानि यानि प्रयोजनानि तत्सम्पादनसमर्थोऽयमधिकृतो घट इत्यर्थं ख्यापयत्ययमस्तीतिशब्दः ।
कथञ्चिन्नास्तित्वस्याक्षेपणं स्यात्कारस्यार्थः । अयमाशयः
આમાં ત્રણ અંશ છે- સ્યાત્, અસ્તિ અને એવ = “જકાર. આમાં એવકાર જે છે તે અસ્તિ = છે એવા ક્રિયાપદ સાથે જોડાયેલો હોવાથી અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ કરે છે. આશય એ છે કે આકાશકુસુમમાં મૃત્મયત્વેન તો અસ્તિત્વ નથી. સુવર્ણમયત્વેન પણ અસ્તિત્વ નથી... અમદાવાદીત્વેન તો અસ્તિત્વ નથી. વાપીયાત્વેન પણ અસ્તિત્વ નથી. એમ વૃત્તત્વ વગેરે ધર્મરૂપે પણ અસ્તિત્વ નથી.. આમ કોઈપણ ધર્મને નજરમાં રાખીને વિચારવામાં આવે તો અસ્તિત્વ છે જ નહીં. આને અસ્તિત્વનો અત્યંત અયોગ કહેવાય છે... પણ પ્રસ્તુત ઘટમાં આવું નથી. એમાં ભલે સુવર્ણમયત્વાદિ ધર્મોથી અસ્તિત્વ નથી.. પણ મૃત્મયત્વ વગેરે ધર્મોથી તો અસ્તિત્વ છે જ. એટલે કે એ રૂપે એમાં અસ્તિત્વનો યોગ છે, અયોગ નથી. માટે અસ્તિત્વનો અત્યન્ત અયોગ નથી. એવકાર આ રીતે અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ કરે છે.
- “અસ્તિ' શબ્દ અસ્તિત્વને જણાવે છે. અસ્તિત્વ એટલે અર્થક્રિયાકારિત્વ.. અર્થક્રિયાકારિત્વ એટલે તે તે પ્રયોજન સારવાપણું... તે તે ક્રિયા કરી આપવાપણું. મૃન્મયપદાર્થ પાણીને ઠારવું વગેરે જે જે પ્રયોજન સારી આપે છે તે પ્રસ્તુત ઘડો પણ સારી આપે છે... એવું આ “અસ્તિ' શબ્દ જણાવે છે.
હવે ‘સ્યાત્' પદની વિચારણા... “અતિ એવ’ આટલા શબ્દોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org