________________
श्रीसप्तभङ्गीविंशिका-४
लेखवानेक एव प्रश्नः पृष्टो भवेत्तदापि स्यादस्त्येवेत्ययमेवोत्तरप्रकार इति । एवमेव 'स्व'धर्मत्रयचतुष्टयादिविषयेऽपि ज्ञेयम् । प्रश्नास्तु त्रिचतुरादयः पृथक्पृथक् पृष्टाः स्युरेक एव वाऽखण्डः पृष्टः स्यादुत्तरं तु सर्वत्र स्यादस्त्येवेत्येव ।
१४
वस्तुनोऽपाराणि सर्वाणि 'स्व'रूपाणि संकलय्य प्रश्नस्योत्थापनं त्वशक्यप्रायमेव । अतो यादृशी जिज्ञासा तामनुसृत्य प्रश्न उत्तिष्ठति । तत्र द्रव्य - क्षेत्राद्यपेक्षाणां चतुर्विधानां 'स्व'धर्माणामुल्लेखस्यापि सम्भवो त्रयाणां द्वयोरेकस्यैव वा स्वधर्मस्योल्लेखस्यापि सम्भवः । उत्तरं तु सर्वत्र स्यादस्त्येवेति ।
પ્રમાણ જ ન રહે. વળી એક જ વારના ઉત્તરથી જિજ્ઞાસુની જિજ્ઞાસા સંતોષાઈ જતી હોય તો અનેકવાર બોલવાનું ગૌરવ પણ શા માટે? આશય એ છે કે આવા બે ‘સ્વ’રૂપના ઉલ્લેખવાળા પ્રશ્નના જવાબમાં ઘટ: સ્વાસ્થેવ રહો મૃયજ્જ... અથવા घटः स्यादस्त्येव रक्तमृन्मयः આટલા જવાબથી જ જિજ્ઞાસુની જિજ્ઞાસા પરિપૂર્ણ રીતે સંતોષાઈ જાય છે... પછી બે વાર સ્ત્રાવસ્ત્યવ-સ્થાવસ્યેવ એમ કહેવું એ નાહકનું ગૌરવ હોવાથી દોષરૂપ છે.
એટલે એ પણ જણાય છે કે આવા બે અલગ-અલગ પ્રશ્નના બદલે ઘડો રક્તસૃન્મય છે? આવો એક જ અખંડ પ્રશ્ન પૂછાયો હોય તો પણ સ્વાસ્યેવ આ જ જવાબ હોય છે... એમ બેના બદલે ત્રણચાર-પાંચ વગેરે ગમે એટલે ‘સ્વ’રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય. જેમકેઘડો મૃત્મય-અમદાવાદી-ભૂમિસ્થ-શિશિરજ-રક્ત છે ? જવાબ स्यादત્યેવ.... આ જ હોય છે.
કોઈપણ વસ્તુના ‘સ્વ’રૂપ તો સેંકડો હજારો હોય છે. એ બધાને જ સાંકળીને પ્રશ્ન પૂછવો એ શક્ય નથી. એટલે જેવી-જેટલી જિજ્ઞાસા હોય એ પ્રમાણે પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ... એ ચારે પણ સંકળાયેલા હોય શકે... ચારમાંથી કોઈપણ ત્રણ જ સંકળાયેલા હોય એવું પણ બની શકે... ક્યારેક કોઈપણ બે જ કે કોઈપણ એક જ સંકળાયેલ હોય એવું પણ બની શકે.... પણ દરેક વખતે જવાબ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org