________________
श्रीसप्तभङ्गीविंशिका - १८
घटादिपदादुपस्थित्यभावप्रसङ्गात् । अतो घटपदवाच्यत्वादीनामपि पर्यायत्वं मन्तव्यं, अर्थधर्मस्य पर्यायत्वनियमात् । एते च पर्याया घटे किमर्थक्रियाकारित्वं सम्पादयन्तीति यद्वैतेषां पर्यायाणां प्रभावाद् घटः कस्य प्रयोजनविशेषस्य सम्पादनसामर्थ्यं प्राप्नोतीति प्रश् न किञ्चिदित्येवोत्तरं प्राप्यते । ततश्च यत एतेषां न कश्चिदर्थः प्रयोजनमित्यर्थस्ततस्तेषां नार्थपर्यायत्वम् । ननु कम्बुग्रीवादिमति पदार्थे घटपदवाच्यत्वं यतो वर्ततेऽत एव स 'घट' इति पदेनोल्लिख्यते श्रोतुश्च तं शब्दं श्रुत्वा तस्योपस्थितिर्भवतीति न तस्य सर्वथा निष्प्रयोजनत्वम् । ततश्च तस्यार्थपर्यायत्वं किं निषिध्यते ? इति चेत् ? सत्यं, घटपदवाच्यत्वं यतो वर्ततेऽत एव स कम्बुग्रीवादिमान् पदार्थो घटशब्देन व्यज्यते । ततश्च यतः स घटपदवाच्यताख्यः पर्यायः घटमभिव्यनक्ति घटस्य व्यञ्जनं करोतीति यावदत एव व्यञ्जनपर्याय उच्यते,
११६
હવે, કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં જેમ ઘટપણું છે. અથવા અધિકૃત ઘટમાં જેમ રક્તત્વાદિ ધર્મો છે. એમ, ઘટપદવાચ્યતા, રક્તપદવાચ્યતા વગેરે ધર્મો પણ છે. અને જે કોઈ ધર્મ રહ્યા હોય તે પર્યાયરૂપ હોય જ છે. એટલે કે આ ઘટપદવાચ્યતા, રક્તપદવાચ્યતા વગેરે પણ અધિકૃત ઘડાના પર્યાયરૂપ છે જ. પણ આ બધા ધર્મોથી ઘડામાં કયું અર્થક્રિયાકારિત્વ આવે છે? અર્થાત્ આ તે તે વાચ્યતારૂપ ધર્મ હોવાના કારણે ઘડો ક્યા અર્થને=પ્રયોજનને સારવાનું સામર્થ્ય પામે છે? એ જો વિચારવામાં આવે તો જણાય છે કે એના કારણે ઘડો કોઈ જ પ્રયોજન
સારી શકતો નથી... અર્થાત્ એ ધર્મો અર્થ=પ્રયોજનવાળા નથી. માટે આ ધર્મોને અર્થપર્યાય કહી શકાતા નથી.
શંકા- ઘટપદવાચ્યતા છે, માટે ‘ઘટ' એવા શબ્દથી કંબુગ્રીવાદિમાન્ પદાર્થનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને એ શબ્દ સાંભળીને એ પદાર્થનો બોધ થઈ શકે છે. એટલે આ દૃષ્ટિએ એ પર્યાય પણ સાવ નિષ્પ્રયોજન નથી જ, સપ્રયોજન જ છે. તો એને પણ અર્થપર્યાય જ કહેવો જોઈએ ને.
સમાધાન- તમારી વાત સાચી છે. ઘટપદવાચ્યતા છે માટે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org