________________
વિ.આ. ભાષ્યનવ્યોઽર્થ:
६९
་
तच्चैवं- शशशृङ्गादेरसतो निषेधो नास्तीत्यत्रोक्तं तद्विधिस्तु नैव सम्भवतीति सर्वजनप्रतीतिसिद्धम् । ततश्चास्तिनास्तीतिद्वयोरसम्भवात् पारिशेषन्यायादवाच्यत्वमेवानन्यगत्या मन्तव्यम् । तथाहि चरणादौ शशीयत्वं स्वधर्मः शृङ्गत्वञ्च परधर्मः [ यद्वा ( मृग ) शृङ्गे शृङ्गत्वं स्वधर्मः शशीयत्वञ्च परधर्मः ] अनयोः स्वपरधर्मयोर्युगपद्विवक्षायां शशशृङ्गमस्ति न वा ? इत्युत्तिष्ठति प्रश्ने 'स्यादवाच्य एव 'इत्येवोत्तरं
પણ આ જ રીતે પ્રમાણભૂત ઠરી શકે છે. એટલે કે કાલ્પનિક પીતશંખને ઉદ્દેશીને નાસ્તિત્વનું વિધાન છે એમ માનીને આવા વચનપ્રયોગોની સંગતિ થઈ શકે છે. પીપળ પાન ખરંતા હસતી કુંપલિયા, અમ વીતી તુમ વીતશે ધીરી બાપુડિયા....વગેરેમાં પીળા પાન-તાજા લીલાં પાન વચ્ચેનો સંવાદ એ કાલ્પનિક ઉદાહરણ છે (કારણકે પાંદડા વચ્ચે વાર્તાલાપ શક્ય નથી.) આવા કાલ્પનિક ઉદાહરણ પણ અન્યને અનિત્યતા વગેરેનો બોધ આપવા માટે હોવાથી વ્યવહારથી પ્રમાણભૂત મનાય છે (કારણકે અભિપ્રેત બોધ આપવાનું કાર્ય કરી શકે છે). એમ કાલ્પનિક શશશૃંગ વગેરે પણ, આવો કોઈ પદાર્થ ત્રણે કાળમાં ક્યાંય પણ સંભવતો નથી એવો બોધ આપતા હોવાથી વ્યવહારથી પ્રમાણભૂત છે (નયરહસ્યનો અધિકાર પૂર્ણ થયો..)
શંકા આમ નયરહસ્યને અનુસરીને, રાષ્ટ્ર, નાસ્તિ વગેરેને વ્યવહારથી જ પ્રમાણ માનશો તો મહાભાષ્યના=વિશેષાવશ્યકભાષ્યના ‘અસનો નિષેધ હોતો નથી' વગેરે (૧૫૭૪મી ગાથા) વચનનો વિરોધ થશે. કારણકે ત્યાં આવા વચનના પ્રામાણ્યની સંગતિ કરી દેખાડી છે. વળી ‘વ્યવહારથી' એવો શબ્દ ત્યાં વાપર્યો નથી, માટે જણાય છે કે એ પારમાર્થિક પ્રામાણ્ય છે.
સમાધાન- અહો કેવી ભ્રમણામાં રાચો છો? એ ભાષ્યમાં તો, હરણિયા વગેરેના પ્રસિદ્ધ અને સત્ એવા જ શૃંગનો (કે એના સંબંધનો) સસલામાં જે અભાવ હોય છે એને જણાવનાર તરીકે એ વચનને પ્રમાણભૂત જણાવેલ છે, નહીં કે શશશૃંગાત્મક અસત્ પદાર્થનો જે અભાવ, એને જણાવનાર તરીકે. એને જણાવનાર તરીકે તો આવું વચન વ્યવહારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org