________________
नयरहस्याधिकारः
६७
पीतशङ्ख-चतुरिन्द्रियदेव-शशशृङ्गादेर्व्यवहारतः प्रामाण्यमभ्युपगम्यैव तस्य नास्तीत्युत्तरस्य प्रामाण्यस्वीकारात् । तदुक्तं न्यायविशारदैर्महोपाध्यायैर्नयरहस्ये-सदुपरागेणासत्यपि विशिष्टे वैज्ञानिकसम्बन्धविशेषरूपतद्व्यवहारोपपत्तेः शशशृङ्गमस्ति न वेति जिज्ञासुप्रश्ने शशशृङ्गं नास्तीत्येवाभिधातुं युक्तत्वात्, आनुपूर्वीभेदादुद्देश्यसिद्धेः । इत्थमेव पीतः शङ्खो नास्तीत्यादेरपि प्रामाण्योपपत्तेः । काल्पनिकस्याप्यर्थस्य परप्रतिबोधार्थतया कल्पिताहरणादिवद् व्यवहारतः प्रामाण्यादिति ।
नन्वेवं 'असओ णथि णिसेहो...' इत्यादिमहाभाष्यवचनविरोधः, तत्र शशशृङ्गं नास्तीत्यादिवचनप्रयोगप्रामाण्यस्योपपादितत्वात्,
ઉભરેલા પીતશંખ-ચઉરિન્દ્રિયદેવ-શશશૃંગ વગેરેને વ્યવહારથી પ્રમાણ માનીને જ તે “પીતશંખ નથી” વગેરે ઉત્તરને પ્રમાણ મનાય છે. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે નયરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે – વિશિષ્ટ પદાર્થ અસત્ હોય તો પણ સત્ પદાર્થના ઉપરાગથી એક ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિકસંબંધરૂપ તેનો વ્યવહાર સંગત છે. [આશય એ છે કે શશ અને શૃંગ વચ્ચે વાસ્તવિક સંબંધ છે નહીં. તેથી શૃંગવિશિષ્ટશશરૂપ કે શશીયત્વવિશિષ્ટ શૃંગરૂપ વિશિષ્ટ પદાર્થ અસત્ છે. તો પણ શશ અને શૃંગ એ બન્ને સ્વતંત્ર તો સત્ છે જ. એ બન્નેના ઉપરાગવાળું (છાયાવાળું) “શશ: ” આવું જ્ઞાન થઈ શકે છે. ને તેથી આ એ ક જ્ઞાનની વિષયતા એ બો માં આવી જવાથી એકજ્ઞાનવિષયવસ્વરૂપ વૈજ્ઞાનિકસંબંધથી શશશૃંગવિશિષ્ટ બની શકે છે, ને એ રીતે એનો વ્યવહાર થઈ શકે છે. અથવા પોતાના જ્ઞાનમાં શશ અને (મૃગીય) શંગ ઉપસ્થિત થયેલા છે. એ બન્નેને જ્ઞાતા પોતાની કલ્પનાથી ભેગા કરીને સસલાના માથા પર શિંગડું હોય એવી કલ્પના કરે છે. શશશૃંગ' શબ્દ પરથી આવી કલ્પના થવી અશક્ય નથી. પણ આ માત્ર કલ્પના જ છે, વાસ્તવિક આવો કોઈ પદાર્થ હોતો નથી. આવી કલ્પનાસ્વરૂપ જ્ઞાનમાં ભાસતો બે વચ્ચેનો સંબંધ એ વૈજ્ઞાનિકસંબંધવિશેષ તરીકે અહીં અભિપ્રેત છે.] આવા સંબંધના કારણે કાલ્પનિક શશશૃંગનો વ્યવહાર થઈ શકતો હોવાથી, જિજ્ઞાસુએ જ્યારે “શશશુ હોય કે નહીં?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org