________________
२०
श्रीसप्तभङ्गीविंशिका-६ तत्सामर्थ्यमप्यमदावादजत्वं सम्पादयति । जलशीतीकरणसामर्थ्यरूपं नूतनत्वपर्यायमपहाय यत्शीघ्रं तत्सामर्थ्याभावरूपप्राचीनत्वपर्यायगमनं (रीढा थई जवें-इति भाषायां) तत्राप्यमदावादजत्वस्य प्रभावः । तथा जलस्य यच्छीघ्रं शीतीकरणं तत्र नूतनत्वधर्मस्यापि सहकारः । एवं हस्त-वस्त्रादीनां स्पर्शमात्रेण रक्तीकरणे तथा ईषदाघातेऽपि विनशने नूतनत्वधर्मस्य प्रभावः । तद्विपरीतस्य प्राचीनत्वधर्मस्य तु तद्विपरीतमेवार्थक्रियाकारित्वं ज्ञेयम् । प्राचीनो घटो स्वगन्धेन न जलमावासयति, नूतनस्त्वावासयतीत्यादिकमप्यत्रानुसन्धेयम् । पाकवशाद्रक्तीभूतस्य घटस्य भागे कस्मिंश्चित् पाकाधिक्याच्छ्यामत्वं जातम् । अत्यल्पदेशावच्छिन्नमपि तत् श्यामत्वं जलस्य शीतीकरणादौ घटकार्ये स्वप्रभावं दर्शयत्येव, अस्माभिः स बुध्येत न वेत्यन्यदेतत् । વૃત્ત છે. માટે એનાથી વર્તુળ દોરી શકાય છે. એને ગબડાવી શકાય છે. ઘડો અમદાવાદી છે. માટે વજનમાં હલકો હોય છે (તેથી વહનમાં સરળતા-કષ્ટદ્દાસ કરે છે), ને પાણીને જલ્દી ઠારે છે . (એમ જલ્દી રીઢા થઈ જવું, જલ્દીથી ફૂટી જવું.... આ બધો પણ એના અમદાવાદીપણાંનો પ્રભાવ છે...) ઘડો જૂનો થાય છે એટલે કે રીઢો થાય છે. તો એ પાણીને ઠરવા દેતો નથી... અર્થાત્ કંઈક ઊંચા ઉષ્ણતામાનને અપેક્ષાએ દીર્ધકાળ જાળવી રાખવાનું એ કામ કરે છે.... વધારે રીઢો થાય તો ઠરેલા પાણીને પણ પાછું ગરમ કરવાનું કામ કરે છે... સામાન્ય ટક્કર લાગે તો એની સામે ટકી રહેવાનું કામ કરે છે. (નવો ઘડો સામાન્ય ટક્કરથી પણ ફૂટી જાય છે...) ઘડાનું નવાપણું કપડાંને રંગ લગાડવો...પાણીને જલ્દી ઠારવુંપોતાની સુગંધ ભેળવવી. વગેરે કામ કરે છે. ઘડાનું નાનુ-મોટું પરિણામ એવા ઓછાવધારે પાણીને ધારી રાખવાનું કામ કરે છે... પાક આપતી વખતે આખો ઘડો લાલ થઈ ગયો. પણ અમુક જગ્યાએ વધારે પાક થવાથી કાળો ડાઘ પડી ગયો છે... આટલો આ કાળો ભાગ પણ પાણીને ઠારવા વગેરે કાર્યમાં પોતાનો ચોક્કસ ભાગ ભજવતો જ હોય છે... ભલે આપણે એની નોંધ લઈ શકીએ કે નહીં. એ એક અલગ વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org