________________
धर्माणां स्वरूपांशत्वम्
पर्यायाः । यद्यपि मृदो घटापेक्षया द्रव्यत्वं, न तु पर्यायत्वं, तथापि मृन्मयत्वस्य घटधर्मतया पर्यायत्वं प्रयोजनविशेषसम्पादकतया चार्थपर्यायत्वमत्रोक्तमिति ध्येयम् । ये त्वर्थपर्यायभिन्ना व्यञ्जनपर्यायाः सन्ति तानग्रे विचारयिष्यामः ।
अथ प्रस्तुतं घटं पुनः प्रस्तुमः । घटे द्रव्यापेक्षा ये मृन्मयत्वादयो धर्मास्तेषां घटस्य 'स्व'रूपत्वेऽपि न परिपूर्णस्वरूपत्वमपि तु परिपूर्णस्वरूपस्यैकांशत्वमेव, वृत्तत्वादीनामन्येषामपाराणां धर्माणां घटस्वरूपघटकत्वात् ।
एवं घटेऽर्थक्रियाकारित्वविशेषसम्पादका अमदावादजत्वभूमिस्थत्वादयो ये क्षेत्रापेक्षा धर्मास्तेऽप्यर्थपर्यायत्वमादाय तत्स्वरूप
(અલબત્ ઘડાની અપેક્ષાએ ‘માટી’ એ દ્રવ્ય છે... પર્યાય નથી... પણ મૃન્મયત્વ એ ઘડામાં રહેલ હોવાથી એનો ધર્મ છે. ને એ પણ અમુક પ્રયોજન સારનાર છે... માટે અર્થપર્યાય તરીકે એનો અહીં ઉલ્લેખ કરેલો છે, એ જાણવું.)
२७
(જે અર્થપર્યાયરૂપ નથી હોતા એવા પણ વ્યંજનપર્યારૂપ જે ધર્મો પદાર્થોમાં હોય છે એની વાત આપણે આગળ કરીશું.)
હવે ઘડા અંગેની વિચારણાને આગળ ચલાવીએ....
ઘડો કયા દ્રવ્યથી બનેલો છે? અર્થાત્ એ મૃન્મય છે? સુવર્ણમય છે? પિત્તળમય છે? આમાંનું જે હોય એ ઘડાનું ‘સ્વ’રૂપ છે. પણ પરિપૂર્ણ ‘સ્વ’રૂપ નથી. કારણકે ઘડાના તો આવા અનેક ‘સ્વ’રૂપ છે. એટલે મૃત્મયત્વ વગેરે અધિકૃત ઘડાના પરિપૂર્ણ ‘સ્વ'રૂપનો એક અંશ છે.
એમ ઘડાનું કયું ક્ષેત્ર છે? ઉત્પત્તિક્ષેત્ર અને સ્થિતિક્ષેત્ર.... આ પણ એક-એક અંશ છે. જેમ ઉત્પત્તિક્ષેત્રના કારણે આવતા અમદાવાદીપણું... વાપીયાપણું... વગેરે ‘સ્વ’રૂપ હોય છે એમ સ્થિતિક્ષેત્રના કારણે આવતા ધર્મપણ અર્થપર્યાયરૂપ બનીને ‘સ્વ’રૂપ બનતા હોય છે. જેમકે ગુજરાત-મહારાષ્ટ્રમાં અમદાવાદી ઘડો પાણીને ઠંડું કરીને શાતાપ્રદ બને
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org