________________
प्रथमो भङ्गः मादयो ये भावापेक्षा धर्मास्तस्मिन्न वर्तन्ते ते तस्य 'पर'धर्माः ।।
__एवञ्चास्मद्विचारणाधीनोऽधिकृतो घटो मृन्मयोऽमदावादजो भूमिस्थः शिशिरजो ग्रीष्मकालीनो रक्तो वृत्तो लघुर्मुदुस्पर्शवान् सुगन्धी च वर्तते । ततश्च मृन्मयत्वादयोऽत्र प्रक्रमे 'स्व'रूपत्वेन विवक्ष्यन्ते सुवर्णमयत्वादयश्च 'पर'रूपत्वेनेति । एतच्च प्रक्रमसमाप्तिं यावन्न विस्मर्तव्यम् ।।३॥ अथ सप्तानां भङ्गानां निरूपणं प्रारभ्यते । तत्र सर्वप्रथमं स्यादस्त्येवेत्याकारकं प्रथमं भङ्गं बिभणिषुराह स्वद्रव्येत्यादि
વાપીયાપણું એ “પર”રૂપ. વળી હાલ એ ભોંય પર છે, પણ વેદિકા પર નથી. તો ભુમિસ્થત્વ એ “સ્વરૂપ અને વેદિકાસ્થત્વ એ “પર”રૂપ. એમ ઘરની અંદર હોય તો ગૃહાન્તર્વર્તિત્વ એ “સ્વરૂપ અને ગૃહબાહ્યત્વ એ પરરૂપ. આમ ક્ષેત્રકૃત ધર્મો વિચારવા.
(૩) કાળ : ક્ષેત્રની જેમ કાળનો પણ શિષ્ટપુરુષોમાં બે પ્રકારે વ્યવહાર થાય છે. ઉત્પત્તિકાળ અને સ્થિતિકાળ.... ધારો કે અધિકૃત ઘડો શિશિરઋતુમાં બનાવાયેલો છે તો શિશિરજત્વ એ “સ્વરૂપ અને ગ્રીષ્મજત્વ એ “પર”રૂપ. એમ અત્યારે એ ગ્રીષ્મકાળમાં રહ્યો છે, પણ વર્ષાકાળમાં નથી રહ્યો.... તો ગ્રીષ્મકાલીનત્વ એ સ્વરૂપ, વર્ષાકાલીનત્વ એ પરરૂપ...આમ અમુકમા સજન્યત્વ, અમુકતિથિજન્યત્વ, અમુક નક્ષત્રજન્યત્વ...વગેરે અપેક્ષાએ પણ સ્વ-પરરૂપ જાણવા.
() ભાવ - દ્રવ્યાદિ ત્રણની અપેક્ષા સિવાયના જે કોઈ ધર્મો હોય છે તે બધા ભાવાપેક્ષ ધર્મો કહેવાય છે. ધારો કે વિવક્ષિત ઘડો રક્ત છે, વૃત્ત છે, લઘુ છે, લીસી સપાટીવાળો છે, સુગંધી છે. તો રક્તત્વ, વૃત્તત્વ, લધુત્વ, લીસી સપાટીવાળાપણું...સુગંધિત્વ...આ બધા એના ભાવકૃત સ્વરૂપ બનશે ને તેથી શ્યામત્વ, ચોરસત્વ, બૃહત્ત્વ, કર્કશસપાટીવાળાપણું, દુર્ગધિત્વ વગેરે પરરૂપ બનશે.
આપણો વિચારણાધીન ઘડો.... મૃન્મય, અમદાવાદી, ભૂમિસ્થ, શિશિરજ, ગ્રીષ્મકાલીન, રક્ત, વૃત્ત, લઘુ, લીસી સપાટીવાળો અને સુગંધી છે. અર્થાત્ આવા ઘડા અંગે આપણે આખી સપ્તભંગીનો વિચાર કરવો છે. એટલે સર્વત્ર મૃત્મયત્વ, અમદાવાદીત્વ..વગેરે “સ્વરૂપ તરીકે લેવાશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org