________________
3 ગ્રન્થકારનો મનોરથ
ચાર નિક્ષેપે રે સાત નવે કરી રે, માંહિ વળી સપ્તભંગી વિખ્યાત રે, કુમતિજનના મદ મોડાય. વીર ! તારી દેશના રે.
કરુણાસાગર વીતરાગ સર્વજ્ઞ શ્રી વિરપ્રભુના વચનોની લોકોત્તર વિશેષતા એટલે નિક્ષેપ, નય અને સપ્તભંગી. આમાં, સપ્તભંગી અંગે બહુ જ મહત્ત્વની વાત સમર્થ તાર્કિક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે શ્રી સમ્મતિતર્ક પ્રકરણમાં જણાવી છે કે અર્થપર્યાય અંગે સાત ભંગ હોય છે અને વ્યંજનપર્યાય અંગે (વિધિ-નિષેધરૂપ) પ્રથમ બે જ ભંગ હોય છે.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રન્થનું વિવેચન કરતી વખતે સમ્મતિતર્કની આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે ખૂબ વિચાર કર્યો. અર્થપર્યાય અંગે અન્યૂનાધિકપણે સાત ભંગ સંભવે છે, તો વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ કેમ ? વ્યંજનપર્યાયનું સ્વરૂપ કેવું હોય તો બે જ ભંગ સંભવે ? વળી ત્રીજો વગેરે ભંગ ન સંભવવામાં કારણ શું ? આ અંગે ખૂબ મંથન કર્યું.. અને દેવ-ગુરુની બારે ખાંગે વરસતી કૃપાના પ્રભાવે જે ફુરણાઓ થઈ તે અત્યંત તર્કપૂર્ણ લાગવાથી વિચાર આવ્યો કે સપ્તભંગીના આ અધિકારને એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ પ્રકાશિત કરવો. એટલે એ મુજબ લખાણ ફરીથી કર્યું. એ લખાણ પૂર્ણ થવા પર વિચાર આવ્યો કે આનું સંસ્કૃત લખાણ પણ તૈયાર કરવું જોઈએ. એટલે વીસ શ્લોક અને તેના પર સ્વોપજ્ઞ સંસ્કૃતવૃત્તિરૂપ આ ગ્રન્થ આ રીતે તૈયાર થયો છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રન્થના વિવેચન તરીકે આ અધિકારને પં. શ્રી અજિતશેખરવિજયજીએ તથા મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજીએ કાળજીપૂર્વક સંશોધિત કર્યો છે. તથા સંસ્કૃતવૃત્તિ-ગુજરાતી વિવેચન સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org