________________
૧૯
વધુ આગળ ધપાવવા ગીતાર્થ મહાત્માઓને વિનંતી છે. ખૂબ સાવધાની રાખીને, પૂર્વાપર અનુસંધાનપૂર્વક તર્કપૂર્ણ વિવરણ કર્યું છે... અનેક વિદ્વાન મહાત્માઓ પાસે સંશોધન કરાવ્યું છે. છતાં છદ્મસ્થતાદિવશાત્ જો પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા કરતાં કાંઈ પણ વિપરીત નિરૂપણ આમાં આવ્યું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં દેવા પૂર્વક ગીતાર્થ બહુશ્રુતોને એનું સંશોધન કરવાની વિનંતી કરું છું.
‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'નું વિવેચન પણ અવગાહવાની વિનંતી સાથે આ ગ્રન્થનું અધ્યયન કરીને, સપ્તભંગીનો વિશદબોધ પામી પ્રભુશાસન પર ઓવારી જવા દ્વારા સમ્યગ્દર્શનને નિર્મળ કરી મોક્ષમાર્ગે હરણફાળ ભરવાની વિનંતી...
ગુરુપાદપદ્મરેણુ અભયશેખર
સંશોધક મહાત્માઓના ઉદ્ગારો ઃ
* દરેક પદાર્થ તર્કબદ્ધ શૈલિથી ખૂબ સુંદર રીતે ખોલ્યા છે. ને વિશેષમાં તો જૈનજગત્તે આમાંની ઘણી વાત પહેલાં કદી વિચારી નહીં હોય એવી પ્રાયઃ લાગશે.
-
* અતિસૂક્ષ્મતાથી વિવેચ્યું છે. ગજબ કરી છે આપશ્રીએ... ખૂબ જ સચોટ તર્કપુષ્ટ વિવેચન છે. નવી જ દિશા ખોલનારું છે એ વિશેષ. મેટરનું લખાણ ખાસ્સું ઊંડાણવાળું અને વળી સાવ નવી જ ભાતનું હોવાથી ૨-૩ વખત ધ્યાનથી વાંચી લઈએ પછી પદાર્થ પરિચિત બને.
Jain Education International
ખરેખર આપશ્રીએ ગજબની કમાલ કરી છે. એક તો વિષય ગહન, એમાં પણ વણખેડાયેલા પદાર્થો, પૂર્વગ્રન્થોમાંથી દિગ્દર્શન પણ ઓછું મળે. તેમાં નવો જ આવિષ્કાર લાવતી તર્કપુષ્ટ અનુપ્રેક્ષા રજુ કરીને ખરેખર નવસર્જન કર્યું છે. સપ્તભંગી ને વ્યંજન-અર્થપર્યાયના પદાર્થો જાણે અપર્યાપ્તાવસ્થામાંથી હવે પર્યાપ્તાવસ્થામાં આવ્યા તેવું
For Private & Personal Use Only
www.jainelibrary.org