________________
(૧૮) સપ્તભંગી ગ્રન્થ તરીકેનું બધું લખાણ મુનિરાજશ્રી ગુણવંતવિજયજીએ સંશોધિત કર્યું છે... એ બદલ આ બધા મહાત્માઓને ખૂબ ખૂબ ધન્યવાદ.
પ્રસ્તુત ગ્રન્થને સંસ્કૃત પ્રસ્તાવના દ્વારા અલંકૃત કરનારા પં. પ્રવર શ્રી રશ્મિરત્નવિજયજી ગણિવરને તથા ગુજરાતી પ્રસ્તાવના દ્વારા અલંકૃત કરનારા મુનિરાજશ્રી મુક્તિવલ્લભવિજયજી ગણિવરને ખૂબ ખૂબ ધન્યવાદ.
સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા., વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર અનુપમ પરિણતિધારક ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સા., અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મ.સા., શ્રી સૂરિમંત્ર આરાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક સ્વ. પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ. સા. વાસ્તવિક રીતે શાસ્ત્રાનુસારી એવો નિર્મળ બોધ અને નિર્દોષ સંયમ... જે આજના કાળમાં અતિ-અતિ દુર્લભ બનેલ છે, એનો અનુપમ આદર્શ આપનાર આ સુવિહિત ગુરુપરંપરાને નતમસ્તકે વંદના કરું .
સ્વદ્રવ્યાદિની વિરક્ષાવાળી સાત જિજ્ઞાસાઓ, એના ઉત્તરરૂપ સાત ભંગ, અર્થપર્યાય અંગે સાત જ અને વ્યંજનપર્યાય અંગે બે જ ભંગની વાત, વ્યંજનપર્યાય એટલે ઘટકુંભાદિપદવાણ્યતા.. આટલી પૂર્વાચાર્યોની વાતો આ આખા ગ્રન્થનો આધાર છે. આ આધારભૂત વાતોની સંગતિ –કારણો વગેરે શોધવા માટે ચાલેલી અનુપ્રેક્ષાથી આ ગ્રન્થ નિર્માણ થયેલો છે. એટલે સાવ સ્વકલ્પનાશિલ્પનિર્મિત ન હોવા છતાં ઘણી જ ઘણી વાતો વર્તમાનમાં ઉપલબ્ધ કોઈ જ ગ્રન્થમાં જોવા ન મળતી હોય એવી અપૂર્વ છે જ, કેટલીક વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રન્થગત વાતો કરતાં થોડી અલગ પ્રકારની પણ લાગે એવી પણ પૂર્ણ શક્યતા છે. પણ એટલા માત્રથી એને અસત્ય માની લેવાનો નિર્ણય ન કરી લેવાની સર્વેને વિનંતી છે. મેં દરેક વાતમાં તર્કપૂર્ણ રજુઆત કરી છે એને સૂક્ષ્મતાથી ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવાની ખાસ ભલામણ છે. અનભિલાપ્ય-અવાચ્ય પદની જે વિચારણા પ્રસ્તુત કરી છે એ વિચારણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org