________________
૧૪
હાથમાં લઈને અજ્ઞાત તત્ત્વોની ગુફામાં પહોંચીને અદ્ભૂત તત્ત્વોને હાથવગાં કરે છે.
પંદરમી ગાથામાં સપ્તભંગીના સાતમા ભંગનું નિરૂપણ થયા પછી ગ્રન્થકાર પ્રશ્ન ઊઠાવે છે : સપ્તભંગીગત “અવાચ્ય” શબ્દના સ્થાને શાસ્ત્રપ્રસિદ્ધ “અનભિલાપ્ય’ શબ્દનો ઉપયોગ કરવામાં શું બાધ ? શાસ્ત્રનિર્દિષ્ટ અનંતાનંત અનભિલાપ્ય પદાર્થોના રાશિમાં આ “અવાચ્ય પણ ભળી જાય ને ? આ પ્રશ્નના પ્રસ્થાન કેન્દ્રથી શરૂ થઈ એક અનુપ્રેક્ષા યાત્રા. આ અનુપ્રેક્ષાના કેટલાય નિષ્કર્ષો સ્મૃતિની દાબડીમાં કેદ કરી લેવા જેવા છે : * “અનભિલાપ્ય પદ અનભિલાપ્યપદવાચ્યત્વને સૂચવે છે અને
“અવાચ્ય પદ સર્વપદવાણ્યત્વાભાવને સૂચવે છે, માટે એ બે સમાનાર્થક
નથી. + અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદથી અભિલાપ્ય જ ન હોય તે અનભિલાખ. * સંકેતિતપદઅભિલાષ્યત્વ એ જ વાસ્તવિક અભિલાપ્યત્વ છે. * અર્થક્રિયાકારિત્વ પોતે અર્થપર્યાય નથી, પણ જે ધર્મને કારણે પદાર્થમાં
અર્થક્રિયાકારિત્વ આવે છે તે ધર્મ અર્થપર્યાય છે. અનભિલાપ્યતા આપણી અક્ષમતાના કારણે છે, જ્યારે અવાચ્યતા શબ્દની અક્ષમતાના કારણે છે.
ગ્રન્થના ૧૬મા શ્લોકથી નવી ચર્ચાયાત્રાનું પ્રયાણ શરૂ થાય છે. સમ્મતિમાં વ્યંજનપર્યાયના બે જ ભંગ અને અર્થપર્યાયના સાત ભંગ જણાવ્યા છે. તત્ત્વચિંતનશીલ પ્રજ્ઞાને આ ગાથાથી એક નવી દિશા મળી.
વ્યંજન પર્યાયના બે ભંગ અને અર્થપર્યાયના સાત ભંગ, આવો ભેદ શા માટે ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર મેળવવા ગ્રન્થકારશ્રીએ વ્યંજનપર્યાય અને અર્થપર્યાય વચ્ચેનો ભેદ પરખવા પ્રયાસ આદર્યો અને અદ્ભુત નિષ્કર્ષો સંપ્રાપ્ત થયા. વ્યંજનપર્યાય અને અર્થપર્યાયની સચોટ અને સમુચિત વ્યાખ્યાઓ ઉઘડી. ઘટાદિપદવાણ્યતા તે વ્યંજનપર્યાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org