________________
૧૨
શાસ્ત્રપરિકર્મિત અને ન્યાયપરિણત પ્રજ્ઞાથી પરિવરેલા માર્ગસ્થ ક્ષયોપશમના સહારે અનુપ્રેક્ષાની યાત્રાએ ઉપડ્યા અને અન્યત્ર અપ્રાપ્ત અદ્ભુત રહસ્યોના સુવર્ણશિખરે જઈ પહોંચ્યા. આમ જોઈએ તો આ ગ્રન્થ એક બાય-પ્રોડક્ટ છે. લખવા બેઠા હતા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું વિવેચન. ચોથી ઢાળનું વિવેચન કરતા પ્રશ્ન સ્ફૂર્યો. સપ્તભંગીની ભંગસંખ્યા સાત જ કેમ ?
સમ્મતિતર્કના પ્રથમકાંડની ૪૧મી ગાથામાં જણાવ્યું છે કે, અર્થપર્યાયના સાત ભંગ હોય છે પણ વ્યંજનપર્યાયના તો સ્વાસ્યેવ અને સ્વાનાસ્યેવ એવા બે જ ભંગ હોય છે. આ પંક્તિ ઉપર ઊહાપોહ ચાલ્યો. આવું કેમ ? અને તે પ્રશ્નનો પ્રત્યુત્તર મેળવવા તેઓશ્રીએ અનુપ્રેક્ષા-સ્વાધ્યાયના મહાસાગરમાં ડૂબકીઓ લગાવી અને જે રત્નો જડ્યા તે અત્યારે આ સપ્તભંગી-વિંશિકા નામની મંજૂષામાં પ્રદર્શિત છે. રાસના સપ્તભંગી વિષયક વિવેચનને અલગ ગ્રન્થનો દરજ્જો આપ્યો. ૨૦ સંસ્કૃત ગાથામાં સપ્તભંગીના સંપૂર્ણ વિષયને ગ્રન્થસ્થ કર્યો. તેના ઉપર સ્વોપજ્ઞ ટાકા રચી અને ગૂર્જર વિવેચન સહિત આ ગ્રન્થ હવે શ્રીસંઘનાં કરકમલમાં શોભી ઊઠશે. આ ગ્રન્થમાં અનુપ્રેક્ષાની દિશા અભિનવ છે પણ શૈલી પરંપરાગત છે.
આ ગ્રન્થની ત્રણ વિશેષતાઓ ઊડીને આંખે વળગે છે : ૧. વિસ્તાર ૨. ઊંડાણ ૩. ઊંચાઈ
૧. વિસ્તાર ઃ સપ્તભંગીના સ્વરૂપનું વિસ્તૃત અને સરળ સ્પષ્ટીકરણ એ ગ્રન્થની પહેલી વિશેષતા. સપ્તભંગીના સાતેય ભંગને સરળ કરતા કરતા એટલા બધા ખોલી દીધા છે કે અધ્યેતાને આ બધા ભંગનો અભંગ બોધ થયા વગર ન રહે ! કોઈ શંકા, સંદિગ્ધતા કે ગૂંચ રહે જ નહિ તેવું વિશદ અને વિસ્તૃત સ્પષ્ટીકરણ છે. સ્થાને સ્થાને શંકા ઊઠાવતા જાય અને તેનું તર્કપુરસ્કર સચોટ સમાધાન કરતા જાય. જ્યાં આવશ્યક જણાય ત્યાં શાસ્ત્રપંક્તિનું પીઠબળ પૂરતા જાય અને, કેટલાય સ્થળોમાં તો શંકા સમાધાનનો લાંબો સીલસીલો ચાલે. પ્રશ્નોત્તરની વિરાટ અટવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org