________________
પ્રસ્તાવના
પ્રાચીન ચરિત્ર-ગ્રન્થોમાં એવા અજેય રાજાઓ કે રણયોદ્ધાઓની વાત વાંચવા મળે કે, કોઈ મંત્ર વગેરેના પ્રભાવે તે જ્યારે સંગ્રામે ચડે ત્યારે જીતીને જ આવે. તેમાં પ્રભાવ પેલા મંત્ર વગેરેનો હોય. સ્યાદ્વાદ પણ આવો એક વિજય-મંત્ર છે. સ્યાદ્વાદી સદા અને સર્વત્ર અજેય છે. સ્યાદ્વાદ એ સમ્યવાદ છે, સંવાદ છે. કદાગ્રહના જ્વરનો ઉપચાર કરતી જડીબુટ્ટી છે, એકાન્તવાદના વિષનું મારણ છે. સત્યના શિખરે પહોંચાડનારો સાચો ભોમિયો છે. સ્યાદ્વાદશૈલી એ સચોટ પ્રતિપાદન શૈલી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનના પ્રારંભમાં જ સિદ્ધિ: સ્યાદાવત્ || સૂત્ર મૂકીને સમગ્ર વ્યાકરણશાસ્ત્રની આધારશિલા રૂપે સ્યાદ્વાદને ગોઠવે છે. પૂ. શ્રી સમન્તભદ્રાચાર્ય મહારાજા નયને સુનયની સુવર્ણદીક્ષા આપી ઇષ્ટફળના પ્રસાધક બનાવતા સુવર્ણરસ તરીકે સ્યાદ્વાદને ઓળખાવે છે.
નયવાદ, નિક્ષેપવાદ, સપ્તભંગી વગેરે સ્યાદ્વાદના ભવ્ય ખજાનાનાં અણમોલ ઘરેણાં છે. વિશાળ શ્રુતસાહિત્યમાં જૈનદર્શનના આ અણમોલ સિદ્ધાન્તો ઉપર પુષ્કળ પ્રકાશ પથરાયેલો છે. દાર્શનિક પદાર્થોનો વિચાર કરીએ તો શ્રી તત્ત્વાર્થસૂત્રના પંચમ અધ્યાયની વૃત્તિ વગેરે વિવિધ ગ્રન્થોમાં અનેકાન્તવાદનું તલસ્પર્શી નિરૂપણ મળે છે. સમ્મતિ તર્ક, અનેકાન્ત જયપતાકા, અનેકાન્તવ્યવસ્થા વગેરે ટોચના દાર્શનિક ગ્રન્થો અનેકાન્તવાદ પરની સર્ચલાઈટ જેવા છે. નય રહસ્ય, નયોપદેશ વગેરે ગ્રન્થોમાં સાત નયોની વિસ્તૃત ચર્ચા દ્વારા સુસ્પષ્ટ નયબોધ પીરસવામાં આવ્યો છે. નિક્ષેપવાદ અંગે જૈન તર્કભાષા આદિ અનેક ગ્રન્થોમાં પર્યાપ્ત નિરૂપણ છે. સપ્તભંગીનું નિરૂપણ પણ અનેક ગ્રન્થોમાં થયેલું છે. શ્રી વાદિદેવસૂરિ પ્રણીત પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ગ્રન્થના ચતુર્થ પરિચ્છેદમાં સપ્તભંગીનું નિરૂપણ છે. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org