________________
૧૧
યશોવિજયજી મહારાજાએ સપ્તભંગી-નયપ્રદીપના પ્રથમ સર્ગમાં સપ્તભંગી પર પ્રકાશ પાથર્યો છે.
રત્નાકરાવતારિકામાં જિનસ્તવનના માધ્યમથી સપ્તભંગીનો મહિમા કરતા ગ્રન્થકાર ઉચ્ચારે છે :
निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभंगी यया । जल्पन् जल्परणाङ्गणे विजयते वादी विपक्षं क्षणात् ।।
હે પ્રભુ ! સપ્તભંગીનું કેવું અમોઘ શસ્ત્ર તેં હાથમાં આપી દીધું! આ શસ્ત્ર લઈને જે વાદમાં ઉતરે છે તે ક્ષણમાં તો વિપક્ષને પરાસ્ત કરીને વિજયની વરમાળાને વરે છે.
જિજ્ઞાસાના પ્રકાર સાત છે. આ સાતથી વધારે પ્રકારની જિજ્ઞાસા કોઈને જાગે નહિ અને સાતથી ઓછા પ્રશ્નો પૂછવા દ્વારા વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો પરિચય થાય નહિ. સર્વ ક્ષેત્રમાં ત્રણે કાળના કોઈપણ જિજ્ઞાસુને ઉઠતી કોઈપણ જિજ્ઞાસાનો પ્રત્યુત્તર સપ્તભંગીમાં સમાવિષ્ટ જ હોય !
આ સપ્તભંગીનું પ્રત્યેક ભંગપદ પ્રારંભે ‘સ્વાત્' અવ્યયથી અને અંતે ‘’ અવ્યયથી અલંકૃત છે ! પ્રત્યેક ભંગપદમાં પણ સ્યાદ્વાદ કેવો ઝળકે છે !
સપ્તભંગીના પદાર્થ-વૈભવ ઉપર એક રહસ્યખોજી વિદ્વાન્ પૂ. આચાર્ય ભગવંતની તાત્ત્વિક અને તાર્કિક પ્રજ્ઞા અનુપ્રેક્ષાનું ઊંડાણ ખેડે છે ત્યારે નીપજે છે એક અણમોલ કૃતિ : સપ્તભંગી વિંશિકા.
પ્રસ્તુત ગ્રંથમાં સપ્તભંગીના સાત ભંગનું માત્ર સ્વરૂપ-દર્શન જ નથી, વિશેષ વિચાર-વિમર્શ છે. અન્ય ગ્રન્થોમાં જે નિરૂપણ મળે છે, માત્ર તેનું શબ્દભેદે અવતરણ જ નથી, અપૂર્વ અને નવીન ઉન્મેષો પણ છે. છતાં સંપૂર્ણ વિચાર-વિમર્શ સપ્તભંગીના શાસ્ત્રોક્ત સ્વરૂપને સંપૂર્ણ સાપેક્ષ રહીને કરાયો છે. આ ગ્રન્થમાં રજૂ થયેલી કેટલીક વિચારણા અભિનવ છે છતાં યુક્તિસંગત છે.
ગ્રન્થકાર પૂ. આ. દે. શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org