________________
તરંગલાલા
તેનું તપથી કૃશ અને પાંડુર વદન તેના સભર લાવણ્યને લીધે, ધવલ અબ્રસંપુટમાંથી બહાર નીકળેલા પૂનમના ચંદ્રને ઉપહાસ કરે છે. (૩૩). પાતળા, વળાંક વાળા, જોડાયેલા અને વળેલા, રૂપાળી બૂટવાળા, પૂરેપૂરા લક્ષણયુક્ત તેના કાન આભૂષણરહિત હોવા છતાં સંપન્ન (?) છે. (૩૪). ઉત્તરીયમાંથી બહાર નીકળેલૈં તેનો નિરાભરણ હાઇ ફીણમાંથી બહાર નીકળેલ નાળવાળા, વાંકા વળેલા કમળનું વિડંબન કરી રહ્યો છે.” (૩૫).
ગૃહસ્વામિનીને વિસ્મયભાવ
વિસ્મિત થયેલી તે સ્ત્રીઓના શ્રમણીની રૂપપ્રશંસાના ઉદ્ગારોથી તે ગૃહની મર્યાદાળ સમી ગૃહિણી તે વેળા બહાર આવી. (૩૬). તેને સ્વર ગંભીર અને મીઠે હતો...સર્વાગે પ્રશસ્ત...(૨); તેણે થોડાંક પણ મૂલ્યવાન આભરણું પહેર્યા હતાં અને તે દુકુલને ઉત્તરાસંગ કરેલું હતું. (૩૭).
અભિજાત સૌંદર્યવાળી તે આને ચેલીઓની સાથે પિતાના ઘરના આંગણાને ઘડીક સોહામણો કરતી નિહાળીને તે પ્રસન્ન થઈ. (૩૮). નિર્મળ ચીવર ધારણ કરેલી તે આર્યા, જાણે કે તે મંથન કરેલા સિંધુમાંથી બહાર આવેલી અને તેથી ફીણથી આવૃત એવી લક્ષ્મી હોય તેમ તેણે વિસ્મિત ચિત્તે વંદના કરી. (૩૯). ચેલીઓને પણ વિનયપૂર્વક પ્રણામ કરીને ગૃહિણી તે આર્યાનું ચંદ્રમાની કાંતિ ધરતું મુખ આશ્ચર્ય ચકિત નેત્રે એક ક્ષણે જોઈ રહી; કાળી કીકીવાળી આંખોને લીધે, તે મુખ, પૂર્ણ વિકસિત અને વચ્ચે રહેલા બ્રમરયુગલવાળા કમળ સમું શોભતું હતું. (૪૦-૪૧). કોમળ હાથ અને ચરણવાળી, લક્ષ્મી સમી તે આર્યાને એકાએક જોઈને તે ગૃહિણી આમ વિચારવા લાગી (૪૨) :
મેં આના જેવી સુંદરીને સ્વપ્નમાં કે શિલ્પમાં કે ચિત્રમાં કે કથાઓમાં નથી જોઈ કે નથી કદી સાંભળી. (૪૩). લોવર્ણથી ઘડેલી આ તે કઈ સૌભાગ્યમંજરી હશે. અથવા તો રૂપગુણથી યુક્ત એવી ચંદ્રની સ્ત્રી જ અહીં પધારી છે ! (૪૪). શું પ્રજાપતિએ બધી ઉરામ તરુણીઓના રૂપ અને ગુણને સારભાગ લઈને પિતાની પૂરી કળાથી આ સુંદરીનું નિર્માણ કર્યું હશે ? જે મુંડિત અવસ્થામાં પણ તેનું આવું લાવણ્ય હોય, તો અહ ! ગાઈભાવમાં તે તેની રૂપશ્રી કેવી હશે ! (૪૬). તેનાં આભૂષણ વિનાનાં અને બળથી મલિન અંગે પર પણ જ્યાં મારી દષ્ટિ કરી છે ત્યાંથી તે ખસી જ શકતી નથી ! (૪૭). પ્રત્યેક અંગમાં, આ અતિશય રૂપાળું છે” એવા ભાવથી ચૂંટી રહેતી, જેવાની લાલસાવાળી મારી અનિમિષ દષ્ટિ મેં ક્યાય પણ સ્થિર ન કરી. (૪૮). આર્યાના અસામાન્ય કાંતિવાળા અને મનને પ્રસન્નતાથી ભરી દેતા રૂપનો તો અપ્સરાઓને પણ મનોરથ થાય ! (૪૯). મને લાગે છે કે દાનના ગુણથી આકર્ષાઈને સાક્ષાત ભગવતી લક્ષ્મી જ કમળવન તજી, સાધ્વીનો વેશ ધરીને મારે ઘરે પધારી છે. (૫૦).