Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 424
________________ તરંગલા એ પ્રમાણે સાંભળીને હિમપાતથી કરમાયેલી નલિનીની જેમ મા સોહાગ ન થવું, હૃદય શોકથી સળગી ઊઠવું અને તે જ ક્ષણે મારી બધી કાંતિ વિલાઈ ગઈ. (૫૩). શકને આવેગ કાંઈક શમતાં, આંસુ નીગળતી આંખ, હે ગૃહસ્વામિન, મેં ચેકીને રડતાં રડતાં આ વચને કહ્યાં (૬૫૪) જે કામદેવના બાણથી આક્રત થયેલ તે માટે પ્રિયતમ પ્રાણાગ કરશે તો હું પણ આવતી નહીં રહું તે આવશે તે જ હું જ. (૬ ૫૫. જે પાનમાં રહીને પણ હું તેની પાછળ મૃત્યુને ભેટી તો હવે તે ગુણવંતના વિના હું કઈ રીતે જીવની રહું? (૫૬). તો, સારસિકા, તું એ મારા નાથની પાસે મારી પત્ર લઈને જ અને મારાં આ વચનો તેને કહેજે' (૬૫૭). એ પ્રમાણે કહીને મેં પ્રવેદે બીજી આંગળીવાળા હાથે પ્રેમથી પ્રેરિત અને પ્રચુર ચાટુ વચનેવાળો પત્ર ભૂર્જ પત્ર પર લખે. (૫૮). સનાળા અંગમર્દનની માટીથી(!) મુદ્રિત કરીને તિલકલાંતિ તે લેખ, થોડા રાખે અને ઝાઝા અર્થવાળો મેં દાસીના હાથમાં આપ્યો (૫૯), અને કહ્યું, “સારસિકા, તું મારા પ્રિયતમને પ્રેમને અનુરોધ કરનારા અને હૃદયના આલંબન રૂપ આ મારાં વચનો કહેજે (૬૦): ગંગાજળમાં રમનારી જે તારી પૂર્વજન્મની ભાર્યા હતી તે ચક્રવાક શ્રેષ્ઠીની પુત્રી રૂપે જન્મી છે. (૧), તને શોધી કાઢવા માટે તેણે આ ચિત્રપટ્ટ પ્રદર્શિત કર્યા હતા. તે સ્વામી, તારી ભાળ મળી તેથી ખરેખર તેની કામના સફળ થઈ. (૬૬૨). “હે પરલોકના પ્રવાસી, મારા હૃદયભવનના વાસી, યશસ્વી, તને ખોળતી તારી પાછળ મરણને ભેટીને હું પણ અહીં આવી. (૬૩). જે ચક્રવાક ભવમાં જે પ્રેમસંબંધ હતો, તે હજી તું ધરી રહ્યો હોય તે હે વીર, મારા જીવિત માટે મને તું હસ્તાલંબન આપ. (૬૬૪). પક્ષીભવમાં આપણા વચ્ચે જે સેંકડે સુખની પ્રાણ સમે સ્વભાવગત અનુરાગ હતો, જે રમણત્રમણ હતાં, તે તું સંભારજે.' (૬૫). મારા બધા સુખના મૂળ સમા પ્રિયતમની પાસે જતી તેને મેં વ્યથિત હદયે આ તેમ જ એ પ્રકારનાં બીજાં વચન કહ્યાં. (૬). વળી કહ્યું, “સખી, તું તેની સાથે સુરતસુખને ઉદય કરનાર માટે સમાગમ, સાથી, દાનથી કે જેથી પણ કરાવજે. (૭). મારું કહેલું ને અણકહેલું, સંદેશા તરીકે આપેલું અને ન આપેલું, જે કાંઈ મારુ હિતકર હોય તે બધું તું તેને કહેજે.' (ક૬૮). એ પ્રમાણે કહેવાઈ રહેતાં, હે ગૃહસ્વામિની, તે ચેટી મારા હૃદયને સાથે લઈને મારા સ્થિર કીર્તિવાળા પ્રિયતમની પાસે પડી. (૬૯).

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427