Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 396
________________ તરગલાલા વૈદરાજનું આગમન અમ્માની સલાહથી વૈદ્યને ખેાલાવ્યા. તે વિવેકમુદ્ધિવાળા અને પેાતાની વિદ્યાના ગુણે આખા નગરમાં પ્રખ્યાત હતા; ઉત્તમકુળમાં જન્મેલા, ગંભીર સ્વભાવના અને ચારિત્રવાન હતા; શાસ્ત્રના જાણકાર હતા, અને તેને હાથ શુભ, કલ્યાણકારી અને હળવા હા (૪૨૩–૪૨૪). બધા પ્રકારની વ્યાધિએના લક્ષણ, નિદાન અને નિગ્રહમાં તથા તેમતેને લગતા પ્રયાગવિધિમાં કુશળ એવા તે વૈદ્ય નિરાંતે આસન પર બેસીને મને વિગતે પૃષ્ઠ પરછ કરવા લાગ્યા (૪૨૫) : મને કહે, તને વધારે કષ્ટ શેનાથી થાય છે—નાવથી કે માથાના દુઃખાવાથી ? તુ... વિશ્વાસ રાખ, આ ઘડીએ જ તારું બધું ? હું દૂર કરી દઇશ. (૪ર૬). તે ગઈ કાલે ભાનમાં શુ` શુ` લીધું હતું ? તને ખાધેલું બરાબર પચ્યું હતું ? તારી રાત કેવી રીતે ગઈ, આંખાતે ખીડી દેતી ઊંધ બરાબર આવી હતી ? ' (૪૨૭). એટલે સારસિકાએ મે' જે કાંઈ રાત્રે આહાર કર્યાં હતા તે, તથા પૂર્વ જન્મના સ્મરણુ સિવાયની ઉજાણીએ ગયાની વાત કહી જણાવી. (૪૨૮). એ પ્રમાણે પૂછીને અને મને જોઈતપાસીને વસ્તુસ્થિતિને મ પામી જઈ વૈદ્ય કહેવા લાગ્યા, ' આ કન્યાને કશા વૈગ નથી. વરતા પ્રકાર ૫૫ લેકાને જમ્યા પછી તરત આવતા જ્વર કફજવર હાય, પાચન થતાં જે જવર આવે તે પિત્તજવર અને પાચન થઈ ગયા પછી આવતા જ્વર તે વાતજ્વર હાય, (૪૩૦). આ ત્રણેય વેળાએ જે વર આવે તે સન્નિપાત-જ્વર હાય, જેમાં ઘણા પ્રબળ દોષો રહેલા હોવાનું જાણવું. અથવા તા જેમાં ઉક્ત ત્રણેય પ્રકારના જ્વરના દોષ અને લક્ષણા વરતાય તેને સન્નિપાત-જવર જાણવા. (૪૩૧-૪૩૨). વળી દડ, ચાક્ષુક, શસ્ત્ર, પથ્થર વગેરેના પ્રહારને લીધે, ઝાડ પરથી પડવાથી કે ધકકેલાવાથી—એવા કોઈ વિશિષ્ટ કારણે ઉત્પન્ન થતા જ્વરને પ્રાગ'તુક જ્વર જાણવા. (૪૩૩). આ વામાંથી એકેયનું લક્ષણ મને અહીં દેખાતું નથી. માટે તમે નિશ્ચિંત રહેા, આ કન્યાનુ` શરીર તદ્દન સ્વરથ છે, (૪૩૪), લાગે છે કે તમારી પુત્રી ઉદ્યાનમાં ભ્રમણ કરીને અને વાહનની અથડામણુથી થાકી ગઈ છે. આ શારીરિક પરિશ્રમ છે।કરીને જાણે કે જવર હોય એવા લાગે છે. (૪૩૫). અથવા તે પછી ભારે શેક કે ડરને લીધે આને કરશે. ચિત્તવિકાર થયા હાય, જેથી કરીને આ બ્રેકરી ખિન્ન બની ગઈ હાય. આમાં બીજુ કશુ કારણ નથી.' (૪૩૬). એ પ્રમાણે અમ્માને તથા બાપુને કારણે તથા દલીલાથી સમજાવીને, સન્માનપૂર્વક વિદાય કરાયેલા વૈદ્ય અમારે ઘેરથી ગયા. (૪૩૭).

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427