________________
તરંગલાલા
અમે પણ મુખ્ય દ્વાર પાસે એક અનુપમ રંગમંડપ ર– અમારા વીસભવનના કર્ણપૂર સ, રાજમાર્ગના બાજુબંધ સમ. (૪૮૭). તેની એક બાજુએ, હે ગૃહસ્વામિની, વિશાળ વેદિક બનાવી, ઉપર રત્નકંબલને ચંદર બાંધીને ત્યાં મારું પેલું ચિત્રપટ ઊભું કરવામાં આવ્યું. (૪૮૮).
સારસિકાને સોંપેલી દેખરેખ
ત્યાં ચિત્રરથાને, મેં મારા પ્રિયતમની શોધ માટે મારા પ્રતિનિધિ લેખે, મારી વિશ્વાસ પાત્ર, સ્નેહપાત્ર અને ઉપકારકારી ચેટીને મૂકી. (૪૮૯). મધુર, પરિપૂર્ણ, પ્રસ્તુત, પ્રભાવશાળી અને રસિક વચનો અને ભાવની જાણકાર સારસિકાને, હે ગૃહસ્વામિની, મેં આ પ્રમાણે કહ્યું (૪૯), “આકાર, ઈગિત અને ભાવ દ્વારા તું અને હૃદયગત અર્થ જાણી શકે છે. તે મારા પ્રાણને ખાતર આટલું તું તારા હૃદયમાં ધારણ કરજે. (૪૯૧). જે મારે એ પ્રિયતમ આ નગરીમાં અવતર્યો હશે તે તેને આ ચિત્રપટ જોઈને પોતાના પૂર્વભવનું સ્મરણ થશે. (૪૯૨ ). જેણે પોતાની પ્રિયા સાથે જે સુખદુઃખ અનુભવ્યું હોય તે તેના વિયોગે જોવામાં આવતાં તે ઉત્કંઠિત થતું હોય છે. (૪૯૩). વળી જગતમાં, માણસનો ઊંડામાં ઊંડે. હૃદયગત પ્રિય કે અપ્રિય ગૂઢાર્થ પ્રકટ પણે ન કહેવાયા છતાં પણ, તેની અખેના ભાવથી સૂચિત થઈ જાય છે. (૪૯૪). ચિત્તમાં ઉગ્ર ભાવ હોય ત્યારે દૃષ્ટિ પણ તીખી હોય છે. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે દષ્ટિ નિર્મળ, ભવેત હોય છે. લજિજત થયેલાની દષ્ટિ પાછી વળેલી હોય છે. તે વીતરાગની દષ્ટિ મધ્યસ્થભાવવાળી હોય છે. (૪૯૫). જેણે ભોગમાં અંતરાય પડ્યાનું દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે માણસ પારકું દુ:ખ જોઈને પણ અનુકંપાવાન અને દીન બને છે. (૪૯૬). અને લોકોમાં પણ એવી કહેતી છે કે પૂર્વભવનું મરણ થતાં, જે અત્યંત દારુણ સ્વભાવને હેય તેને પણ મૂછ આવે છે. (૪૯૭).
પ્રિયતમની ઓળખને પ્રસ્તાવ
પરંતુ એનું હૃદય તે સ્વભાવે જ વત્સલ અને મૃદુ છે, એટલે તે આ ચિત્રપટ જોતાં, પોતે જે અનુભવેલું તે જ આ દુઃખ છે એમ જાણીને મૂછિત થઈ જશે (૪૯૮), અને એકાએક તેનું હૃદય શેકાકુળ અને આંખો ભીની થઈ જશે. તે ખરી હકીકત જાણવાને આતુર થઈને આ ચિત્રપટ બનાવનારને વિશે પૂછપરછ કરશે (૪૯૯). તેને જોઈને તું, પરલેકથી ભ્રષ્ટ થઈને મનુષ્યોનિમાં અવતરેલા મારા પ્રાણનાથ ચક્રવાક તરીકે તેને ઓળખી લેજે. (૫૦૦). તેનું નામ, ગુણ, વાન, રૂપ અને વેશભૂષા બરાબર જાણી લઈને તું જો કાલે મને કહીશ તે તો હું જીવી જઈશ. (૫૦૧). તો, હે સખી, મારા હૃદયને શોક નષ્ટ થશે અને હું કામગ ભોગવતી તેની સાથે સુરતસુખ માણીશ. (૫૦૨). પરંતુ જે મારા અ૯પ પુણે તે મારે નાથ તારે હાથ નહીં આવે તે સખી, હું જિનસાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગનું શરણ લઈશ. (૫૦૩).