________________
તરંગલાલા
પર્વતશિખરના આરેહણથી કન્યાને ઉત્તમ રૂપગુણવાળો પતિ મળે. જ્યારે બીજાઓને ધનલાભ થાય (પર૧). એટલે હે પુત્રી, એક અઠવાડિયામાં તને એ અતિશય આનંદ પ્રસંગ આવશે, વળી એમ પણ સચવાય છે કે પતિવિયેગે તારે રડવાનું પણ થશે. (૫૨).
તરંગવતીની ચિતા
આ સાંભળીને મારા મનમાં થયું ? જો બીજો કોઈ પુરુષ પતિ તરીકે મને મળશે તો મારી જીવવાની ઈચ્છા નથી. જેને હું ચિંતવન કરી રહી છું, તેના વિના મને અહીં બેગ ભેગવવામાં શો રસ ?'.(પર૩). મને એ પ્રમાણે ચિંતા થવા લાગી. પરંતુ વડિલોની સમક્ષ મેં મારા આકારનું ગોપન કર્યું–રખેને મારું અંતર્ગત રહસ્ય પ્રકટ થઈ જાય. (૫૪) એ સારસિકા પછી ન આવે ત્યાં સુધી તે હું પ્રાણ ધારણ કરીશ. તેની પાસેથી વૃત્તાંત સાંભળીને તે પછી મારાથી થઈ શકશે. તે હું કરીશ” એમ મેં વિચાર્યું. (પર ૫). બાબાપુજીએ મને અભિનંદન આપીને મારે સત્કાર કર્યો. મેં પથારીએથી ઊઠીને મેં સિદ્ધોને વાંદ્યા. (૫૨૬). આચન કરીને અને રાત્રીના અતીચારની નિંદા કરીને, હાથપગ અને મેં જોઈને અને ગુરુવંદના કરીને, હે ગૃહસ્વામિની હું પરિચારકે વિના એકલી જ, સાગરના જેવા “સચિત્ત' (૧. જળચર પ્રાણીવાળા, ૨. ચિત્રવાળા) મણિકાંચન અને રત્નથી શોભતા, અને વિશાળ હતાળ (અગાશી) પર ચઢી. (પર૭-ર૮). હે ગૃહસ્વામિની. સંકલ્પવિકલ્પ કરતી અને એકાગ્રચિત્તે તે ચક્રવાકને હૃદયમાં ધરતી હું ત્યાં ઊભી રહી, (૫૯).
ત્યાં તો પર્વકાળને ઉભાવક, રતાશ પડતા સ્નિગ્ધ અને વિસ્તીર્ણ બિંબવાળે, કિંશુકવર, જગતના સહસરશિમ દીપ, સૂર્ય, જીવલેકને મસણ કુંકુમના દ્રવથી લીંપતો અને કમળસમૂહને વિકસાવ ઊગે .(૫૩૦-૫૩૧).
સારસિકાનું પ્રત્યાગમન
તેટલામાં ભાવી નેહભાવભરી દષ્ટિ વડે મને જોતી હોય તેમ, પ્રયાસની સફળતાના સંતેષથી હસતા વદન કમળ વાળી, મધુર વિનય ને મધુર વચનની ખાણ સમી સારસિકા શિર પર અંજલિ રચીને મારી પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી. (૫૩૨ –૫૩૩). વાદળરહિત અને અંધકાર વિનાશક એવા સંપૂર્ણ શરચંદ્ર સમા મુખથી શોભતા, લાંબા સમયથી ખોવાયેલા અને તારા મનમાં રમી રહેલા એ તારા પ્રિયતમને મેં જોયો. (૫૩૪). સિંહગર્જનાથી ભયસ્ત બનેલી બાલ હરિણીના જેવાં નેત્ર વાળી હે સખી, તું હવે આશ્વાસન લે અને તેની સાથે આનંદપૂર્વક રહીને કામગની કામના પુરી કર. (૫૩૫). એ પ્રમાણે બેલતી તેને હું સંતાથી આંખ બીડી દઈને, રોમાંચિત થઈને, એકા એક હૃદયપૂર્વક ગાઢપણે ભેટી પડી. (૫૩૬).