Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 418
________________ જા તરંગલેલા ચિત્રકારની ઓળખ એ પ્રમાણે સાંભળીને, હે સુંદરી, હું ચિત્રપટની પાસે સરકી ગઈ, જેથી તેઓ જે કાંઈ પૂછવા આવે, તો હું તેમને કહું. (૬ ૬૪). દીવાને સંકોવાના કામમાં રોકાયેલી હોઉં તે રીતે હું પૂળાછ કરવા આવનારનું ધ્યાન રાખતી બેઠી હતી. (૦૬). એટલામાં વ્યાકુળ દષ્ટિવાળે તેમાંને એક જણ આવી પહોંચ્યો અને તેણે મને પૂછ્યું, “આ ચિત્રપટ આલેખીને આખી નગરીને કોણે વિસ્મિત કરી છે?' (૬૦૫). મેં તેને કહ્યું, “ ભદ્ર, એનું આલેખન શ્રેષ્ઠીની કન્યા તરંગવતીએ કર્યું છે. તેણે અમુક આશયને અનુરૂપ ચિત્ર કર્યું છે. એ કલ્પિત નથી.” (૬૦૬). એ પ્રમાણે ચિત્રને ખરા મર્મની પણ મેળવીને તે જ્યાં તારે પ્રિયતમ હતો ત્યાં પાછો આવ્યો. (૬૦૭). હું પણ તેની પાછળ પાછળ ગઈ અને એક બાજુ રહીને એક ચિત્તે તેમનાં વચન સાંભળવા લાગી. (૬૦૮). એટલે પેલો તસણ ત્યાં જઈને હસતો હસતો ઉપહાસના સ્વરમાં બોલ્યો, “પદ્મદેવ, બચ્ચા, તું ડર નહીં, તારા પર ગેરી પ્રસન્ન થઈ છે. તે છે વૃષભસેન શ્રેષ્ઠીની પુત્રી નામે તરંગવતી. કહે છે કે તેણે પોતાના ચિત્તના અભિપ્રાયને અનુરૂપ ચિત્ર દોર્યું છે, તેણે કશું નથી કલ્પિત નથી આલેખ્યું; એ બધું, કહે છે કે પહેલાં ખરેખર બનેલું. મારા પૂછવાથી તેની દાસીએ પ્રત્યુત્તરમાં મને એ પ્રમાણે કહ્યું' (૬૦૯-૬૧૧). એ વચન સાંભળીને તારા પ્રિયતમનું વદન પ્રફુલ્લ કમળ જેવું આનંદિત બની ગયું (૧૨), અને તેણે કહ્યું, 'હવે મારા જીવવાની આશા છે. તે એ શ્રેષ્ઠીની પુત્રી જે અહીં પુનર્જન્મ પામેલી ચક્રવાકી છે. (૧૩). હવે આ બાબતમાં શું કરવું ? શ્રેષ્ઠી ધનના મદે ગર્વિત છે, એટલે તેની કુંવરીને વરવા જે જે વર આવે છે તેમને તે નકારે છે. (૧૪). વધુ કરુણ તો એ છે કે એ બાળાનું દર્શન પણ સાંપડે તેમ નથી—કેઈ અપૂર્વ દર્શનીય વસ્તુની જેમ તેનું દર્શન દુર્લભ છે () (૧૫). એટલે એક જણે કહ્યું, “એની પ્રવૃત્તિ શી છે તે તે આપણે જોયું જાણ્યું. તે જે વસ્તુનું અતિત્વ છે તેને મેળવવાને ઉપાય પણ હોય છે. ક્રમે ક્રમે તારું કામ સિદ્ધ થવાનું જ, (૧૬). અને શેઠની પાસે કેન્યાનું સાચું નાખવા જવામાં તો કશો દોષ નથી. તે અમે જઈને મારું નાખીશું : કહેવત છે કે કન્યા એટલે તેમાં સૌની. (૬૧૭), અને જો શ્રેષ્ઠી કન્યા આપવાની ના પાડશે તો અમે તેને ત્યાં જઈને બળાત્કારે તેને ઉપાડી લાવીશું; તારું હિત કરવા અમે ચેર થઈને તેનું હરણ કરી લાવીશું,' (૧૮). એવું બેલાતાં તારા પ્રિયતમે કહ્યું, તેને ખાતર, અનેક પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલા કુલીનતા, શીલની જાળવણી વગેરે ગુણોને લેપ ન કરશે. (૧૯). જે શ્રેષ્ઠી મારી બધી ઘરસંપત્તિના બદલામાં પણ કન્યા નહીં આપે, તે ભલે હું પ્રાણત્યાગ કરીશ, પણ એવું અનુચિત તે નહીં" જ આચ. (૬૨૦). "

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427