Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 420
________________ તરંગલાલા સારસિકાને વૃત્તાંતની સમાપ્તિ તે પછી તેને વીંટી વળીને તેઓ ઘર તરફ જવા ઊપડવાતેનું કુળ એકસ જાણવા માટે હું પણ તેની પાછળ પાછળ ગઈ. (૨૧). તે પોતાના મિત્રો સાથે એક ઊંચા, વિશાળ, પૃથ્વી પર રહેલા ઉત્તમ વિમાન સમા, સર્વોત્તમ પ્રાસાદમાં પ્રવે. (૨૨). ત્યાં તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ ક્રમે કરીને બરાબર જાણી લઈને, મારું કામ પાર પડતાં હું ત્યાંથી સવર પાછી ફરી. (૨૩). આકાશની કેર પરના પ્રદેશમાંથી પ્રલ, તારા અને નક્ષત્ર અદશ્ય થતાં તે ચૂંટી લીધેલાં કમળવાળા ને સુકાઈ ગયેલા તળાવ સમું લાગતું હતું. (૨૪). બંધુજીવક, જાસૂદ અને કેસુડાના જેવા વર્ણને, જીવલેજો..... આકાશને અશ્વ, સૂરજ ઊગે. (૨૫). હું પણ તને પ્રિય સમાચાર પહેચાડવા ઉત્સુક બનીને અહીં આવી પહોંચી. સુંદરી, અત્યારે સૂર્યે ચારેય દિશાઓને સેનેરા બનાવી દીધી છે. (૨૬). આ પ્રમાણે મેં જે રીતે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું તે તને કહ્યું. સુંદરી, તું મારા કહેવામાં વિશ્વાસ રાખજે, હું તારા ચરણની કૃપાના સોગંદ ખાઉં છું”. (૬૨૭). ચેટીએ વાત પૂરી કે તરત જ મેં તેને કહ્યું, “તું મને તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ કહે, (૧૨૮). એટલે સારસિકા બેલી, સુંદરી, સ્વામિની, એ બાલચંદ્ર સમે પ્રિયદર્શન તરુણ જેને પુત્ર છે તે ઉન્નત કુલ, શીલ અને ગુણવાળા સાર્થવાહનું નામ ધનદેવ છે, પોતાની વેપારી પ્રવૃત્તિથી તેણે સમસ્ત સાગરને નિસાર બનાવ્યું છે, પૃથ્વીને રનરહિત કરી છે. હિમાલયમાં માત્ર પથ્થરો જ બાકી રાખ્યા છે; તેણે કરાવેલાં સભા, પરબ, આરામ, તળાવ, વાવ અને કૂવાઓથી આખા દેશની તથા પરદેશની ભૂમિનાં ગામે શોભે છે. તે સાગરની મેખલાવાળી સમસ્ત પૃથ્વમાં ભ્રમણ કરે છે. (૬૨-૬૩૨). શત્રુએના બાધક, પિતાના કુળના યશવર્ધક, વિવિધ ગુણના ધારક, શુરવીર સાર્થવાહને તે પુત્ર છે.” (૬૩૩), સુંદરી, રૂપમાં કામદેવ સમા,.... જેવા નિત્ય સુંદર તે તરુણનું નામ પદ્યદેવ છે. .” (૩૪). હું ચેટીને વેદનકમળની સામે જોઈ જ રહી; પ્રેમની પ્યાસી એવી મેં તેના તે વચનામૃતને મારા કર્ણપુટ વડે પીધું. (૬૩૫). મેં સારસિકોને કહ્યું, તારા ધન્ય ભાગ્ય કે તે મારા પ્રિયતમને જોયું અને તેની વાણી સાંભળી. (૩૬).

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427