Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 416
________________ તરંગલાલા પ્રેમ અને ગુણની પતાકા સમી, મને અનુસરવાને સદા તત્પર, મારે માટે સદા અત્યંત માનનીય, હે સુતનુ, તું અરેરે ભારે ખાતર કેમ મરણને શરણ થઈ' (૫૮). એ પ્રમાણે વિલાપ કરતે, આંસુથી ખરડાયેલા વદનવાળે, તે લાજ તજી દઈને, દુ:ખથી પોતાનું સર્વાગ............... (૫૮૮). “અરે ! આ શું ! તારું ચિત્તભ્રમ થઈ ગયું છે કે શું?' એ પ્રમાણે બે લતા મિત્રોએ તેને “આવું જંગધડા વિનાનું ન બેલ' એવું કહીને ધમકાવે, એટલે તેણે કહ્યું (૮૯) : મિત્ર, મારું ચિત્ત ભમી નથી ગયું.' “તો પછી તું આમ પ્રલાપ કેમ કરે છે તેઓએ કહ્યું. એટલે તે બે લે, સાંભળો અને મારી એ ગુપ્ત વાત મનમાં રાખજે. (પ). આ ચિત્રપટ્ટમાં જે ચક્રવાકને પ્રેમવત્તાંત આલેખેલે છે તે સર્વ મેં જ મારા ચક્રવાક તરીકેના પૂર્વજન્મમાં અનુભવ્યું છે.” (પ૯૧). “તે આ કઈ રીતે અનુભવ્યું છે?' એ પ્રમાણે તે તારા પ્રિયતમના મિત્રોએ પૂછયું, એટલે તેણે કહ્યું, “બે પૂર્વજન્મમાં અનુભવ્યાનું મને મરણ થયું છે. અને વિસ્મિત મુખે સામે બેઠેલા તે મિત્રોને, તે મને જે કહ્યો હતો તે જ પિતાને અનુભવવૃત્તાંત, રડતાં રડતાં અને તે જ ગુણોનું વર્ણન કરતાં કરતાં તેણે કહ્યો. (૫૯૨-૫૯૩). તે વેળા શીકારીના બાણને પ્રહારે હું જ્યારે નિષ્ણાણ બની ગમે ત્યારે મારી પાછળ પ્રેમને કારણે મૃત્યુને ભેટેલી તે ચક્રવાકીને ચિત્રપટ્ટમાં જઈને મારા હૃદયરૂપી વનમાં દાવાગ્નિ સમે શોક એકદમ સળગી ઊઠશે. (૫૯૪-૫૯૫). એટલે અનુરાગરૂપી વનમાં પ્રગટેલા પ્રિયવિરહના કરુણ દુઃખે મન વ્યથિત થતાં હું કઈ રીતે પડી ગમે તે જાણતો નથી. (૫૯૬). આ પ્રમાણે, ચિત્ર જોતાં સાંભરી આવેલું તે બધું ભારે દુઃખ જે રીતે મેં અનુભવેલું તે ટૂંકમાં મેં કહ્યું. (૫૭). હવે પ્રતિજ્ઞા કરી છે કે તેના પ્રત્યેના પ્રેમને કારણે મારે બીજી કોઈ સ્ત્રીની મનથી પણ દહી ન કરવી. (૫૯૮). જે છે સુંદરીની સાથે મારે કોઈ પણ રીતે સમાગમ થશે, તે જ હું માનવજીવનના કામોની અભિલાષા રાખીશ. (૫૯૯). માટે તમે જાઓ, જઈ ને પૂછો, આ ચિત્રપટ કેસે આલેખ્યું છે એની દેખભાળ કરનાર કોઈક અહીં' હશે જ. (૦૧), ચિત્રકારે પોતાના જ અનુભવને આલેખન કરીને અહીં પ્રદર્શિત કર્યું છે, અનેક એંધાણીઓ પરથી હું જાણું છું કે આ ચિત્ર કલ્પિત નથી. (૦૧). મેં પૂર્વે પક્ષીના ભાવમાં તેની સાથે જે અનુભવ્યું હતું, તે તેના વિના બીજું કોઈ આલેખી ન જ શકે. (૨).

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427