Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 414
________________ તરંગલો જુઓ આ શાળના કણસલાના સુંદર કેસર જેવા ચળકતા કેસરી શરીરવાળે. તે ભોળો પકડી શીકારીના બાણથી કમ્મરે વીંધાયેલો અહીં દેખાડવો છે. (૫૭). અને આ પ્રતિમણે વ્યાકુળ અને કરૂણુ દશાવાળી, શાળના કણસલા જેવી કાંતિવાળી અને પડતી ઉલ્કાની જેમ શરીરને પડતું મૂકતી ચક્રવાકી આલેખી છે. (૫૭૨). મરણ પામેલા આ ચક્રવાકને નદીઠ દા દેતા શીકારીએ, જુઓ, તેને નામશેષ બનાવી દીધો. (૫૭૭). તો અહીં શકાશ્મથી બળતા કરણ દશામાં આવી પડેલી ચક્રવાકી પતિના પંથને અનુસરતી અગ્નિમાં પ્રવેશ કરતી આલેખા છે. (૫૭૪). કેવું મનહર ચિત્ર છે ! શરદપૂનમની સર્ષ દર્શનીય વસ્તુઓનું આ સર્વ ને છે, પરંતુ આ ચિત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે જણાય તેવું નથી. (૫). તરણની મૂછ પૂર્વભવસ્મરણ કુતૂહળથી ઘેરાઈને મિત્રોને બતાવતાં બતાવતાં આટલે સુધીનું ચિત્રમાંનું ચરિત્ર જોઈને તે એકાએક મૂર્ણિત થઈ ગયો. (૫૭૬). મજબૂત દોરડાનો બંધ છૂટતાં નીચે પડતા દરની જેમ તે એકદમ, વિરલ પ્રેક્ષકોને કારણે ના બનેલા ધરણીતા પર ધબ દઈને પડયો. પછ9). તેના મિત્રો બાજુમાં જ હોવા છતાં, ચિત્રકને જોવામાં તેમનું ધ્યાન ગેટલું તેમને તેના પડવાની તરત જાણ ન થઈ. (૫૭૮). નિચેષ્ટ બનેલા તેને તેઓએ લેધ્યમય યામૂર્તિના જેમ ઊંચકા, અને લાવીને એક બાજુએ હવાવાળા સ્થાનમાં મૂકો. (૫૭૯). ચિત્રપદને જોઈને જ એ પડી ગયો છે એવું તેઓ સમજી ગયા. હું પણ તેનું પડવાનું કારણ શું છે તે જાણવાને ત્યાં જઈ પહોચી. (૫૮૦). મારું હૃદય પણ એકાએક સંતાપને ભાવ અનુભવતું પ્રસન્ન બની ગયું : લાભાલાભ અને શુભાશુભની પ્રાપ્તિનું આ નિમિત્ત હોય છે. (૫૮૧). હું વિચારવા લાગી, “આ જો પેલા ચક્રવાક જ હોય તો કેવું સારું ! તે આ શેઠની પુત્રી પર ખરેખર માટે અનુમધુ થાય. શેકસમુદ્રમાં ડૂબતી, હાથીની સંસમાં સુંદર ઉવાળી તે બાલાને, તે આ ગુણનના નિધિ સો વર પ્રાપ્ત થાય.” (૫૮૨–૫૮૩). હું એ પ્રમાણે વિચારતી હતી. તેટલામાં પલાળી તેના મિત્રોએ આસનવાસના કરી. ગદ્દગદ કંઠે કરુણ રુદન કરતા તે આ પ્રમાણે બોલવા લાગ્યો. (૫૮૮). “કુચિર કુકમના જેવો વાન ધરતી, સ્નિગ્ધ શ્યામ નેત્રવાળી, મદનબાણે પડનારી, રે મારી સુપ્રિય સહચરી! તું ક્યાં છે? (૫૮૫). ગંગાના તરંગ પર વિહતી, પ્રેમની મંજૂષા સમી મારી ચક્રવાકી, તારા વિના ઉકટ દુઃખ હું કેમ ધારણ કરી શકીશ (૫૮૬).

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427