Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 402
________________ તરંગલાલા દાનપ્રવૃત્તિ સુંદર ભવનનાં દ્વાર પર મૂકેલા જળ ભરેલા સુવર્ણ કળશે જાણે કે દાનેશ્વરીઓની મેં માગ્યું દાન આપવાની શ્રદ્ધાની ઘોષણા કરી રહ્યા હતા. (૪૭૦). લેકે યથેચ્છ નું, કન્યા, ગાય, ભક્ષ્ય, વસ્ત્ર, ભૂમિ, શયન, આસન અને ભોજનનું દાન દેતા હતા. (૪૭). બાપુજી અને અમ્માએ ચૈત્યવંદન કરીને વિવિધ સગુણ અને સપ્રવૃત્તિવાળા સાધુઓને દાન દીધું.(૪૭૨). નવ કેટિએ કરીને શુદ્ધ, દસ પ્રકારના ઉદ્દગમદોષોથી મુક્ત, સોળ પ્રકારના ઉત્પાદનદેષાથી રહિત, એવું વસ્ત્ર, પાન, ભજન, શયન, આસન, રહેઠાણ, પાત્ર વગેરેનું પુણ્યકારક પુષ્કળ દાન અમે સુચરિતોને દીધું. (૪૭૩-૭૪). જિનમંદિરોમાં પણ હે ગૃહસ્વામિની, અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ અને રૂપાનું અમે દાન કર્યું, જેથી પરલોકમાં તેનું મોટું ફળ મળે. (૪૭૫). જે કાંઈ દાન દેવામાં આવે છે–પછી તે શુભહોય કે અશુભતેને કદી પણ નાશ થતો નથી: શુભ દાનથી પુણ્ય થાય છે, તે અશુભથી પા૫ (૪૭૬). વિવિધ ગુણ અને યોગથી યુક્ત, વિપુલ તપ અને સંયમવાળા સુપાત્રોને શ્રદ્ધા, સરકાર અને વિનયથી યુક્ત થઈને આપવામાં આવેલું અહિંસક દાન અનેક ફળવાળું શ્રેય ઉત્પન્ન કરે છે. તેને પરિણામે ઉત્તમ મનુષ્યભવથી શોભતા ઊંચા કુળમાં જન્મ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. (૪૭૭-૭૮). આ કારણે અમે તપસ્વી, નિયમશીલ અને દર્શનધારીઓને દાન દીધું. સુપાત્રને આપેલું દાન સંસારમાંથી મુકિત અપાવે છે. (૪૭૯). હિંસાકારી, ચેર, અસત્યવાદી અને વ્યભિચારીઓને જે કાંઈ અહિંસક દાન પણ આપવામાં આવે છે તેથી અનિષ્ટ ફળ મળે છે. (૪૮૦). અમે અનુકંપાથી પ્રેરાઈને, ઉપસ્થિત થયેલા સેંકડે બ્રાહ્મણ, દીનદુ:ખિયાઓ અને માગણને દાન દીધું. (૪૮૧), લેકીએ તે શરદપૂનમને દિવસે અનેક દુષ્કર નિયમ પાવ્યા, ચાર દિવસના ઉપવાસ કર્યા, દાનવૃત્તિવાળા થયા, અને એમ અત્યંત ધર્મપ્રવણ બન્યા. (૪૮૨). * સૂર્યાસ્ત એ પ્રમાણે હું નગરીમાં થતી વિવિધ ચેષ્ટાઓ જોઈ રહી હતી, ત્યાં તો પિતાની મિજાળને સંકેલી લે સૂરજ અસ્તાચળ પર ઊતરવા લાગે. (૪૮૩). પૂર્વ દિશારૂપી પ્રેયસીને પરિપૂર્ણ ઉપભોગથી થાકેલો અને ફીકી પડેલી કાંતિવાળો સૂરજ પશ્ચિમ દિશારૂપી સુંદરીના વક્ષસ્થળ પર ઢળી પડ્યો. (૪૮૪). ગગનતળમાં ભ્રમણ કરીને શ્રમિત થયેલે સુરજ શુદ્ધ સુવર્ણના દેરડી જેવા પિતાના રમિથી ભૂમિતળ પર જાણે કે ઊતર્યો. (૪૮૫). સૂરજ આથમતાં, તિમિરે કલંકિત કરેલી શ્યામા(=રાત્રી)એ સમગ્ર જીવલોકને શ્યામતા અપીં. (૪૮૬). * * * * - Si

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427