Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 394
________________ તરંગલીલા પક પ્રિયાંમલન ઉજાણીએ થી પ્રત્યાગમન પછી વાવને કાંઠે બેઠેલી અને સ્નાન, શણગાર વગેરે કરવામાં ચીપચી અમ્માને જોઈને હું તેની પાસે ગઈ. (૪૦૪). ભૂંસાઈ ગયેલી બિંદીવાળું, સહેજસાજ બચેલા આંજણ યુક્ત રાતાં નયનવાળું, ખિન્ન બનેલું ને પ્રભાતકાળના ચંદ્ર સમું કર્યું એવું મારું વદન જોઈને વિષાદ પામતી અમ્માએ કહ્યું, “બેટા, ઉદ્યાનમાં ભમવાના થાકથી તું કરમાયેલી ઉત્પલમાળાના જેવી ભાહીન બની ગઈ કે શું?' (૪૦૫-૦૬). એટલે પ્રિયતમના વિયોગે દુખી, સર્વસ્વ હરાઈ ગ્યું હોય તેવી હું આંસુ ભરેલી આંખે બેલા, “મારું ના દુ:ખે છે.” (૪૦૭). “ બેટા, તું નગરમાં પાછી જા,” “મારાથી એક ડગલું પણ દઈ શકાય તેમ નથી. મને દુઃખના નિધાન સમો તાવ ચડવો છે.' (૦૮). એ વચન સાંભળીને અત્યંત ખિન બનેલી મારી વત્સલ માતાએ કહ્યું, “તું વર્થ થાય તે પ્રમાણે કરીશું. (૪૦૯). હું પણ નગરીમાં ન આવું, તે આવી દુર્દશામાં તને એકલી કેમ મૂકું ? મારી પુત્રી આમ કુળની.. (૪૧૦). એ પ્રમાણે કહીને પુત્રી પ્રત્યેના અતિશય સ્નેહવાળી અમ્માએ શયનવાળું એક ઉત્તમ વાહન મારે માટે જોડાવ્યું. (૧૧). પછી પેલી મહિલાઓને તેણે કહ્યું, “તમે સૌ સ્નાનશણગાર કરી, ભજન પતાવીને વેળાસર પાછી આવી જજે, હે, ભારે જરા નગરમાં જવાનું છે, કાંઈક તાકીદનું અનિવાર્ય કામ છે, પણ તમે કશી ચિંતા ન કરશો.’ એ પ્રમાણે તે બધાને સારું લાગે તેમ કહ્યું. (૪૧૩) ઉજાણીના આનંદેત્સવમાં સ્ત્રીઓને કશે અંતરાય ન પડે એ દષ્ટિએ અમ્માએ પોતાનું નગરીમાં પાછા ફરવાનું ખરું કારણ ન કહ્યું. (૪૧૪). સાથેના સૌ રક્ષક, દેખરેખ રાખનારા વૃદ્ધો અને કંચુકી ઓને પોતપોતાના કાર્યમાં બરાબર સાવધ રહેવાનું કહીને, થોડાક પરિવારને અને અનુભવી પરિચારકોને સાથે લઈને તે વાહનમાં બેસીને અમ્મા મારી સાથે નગરીમાં આવી. (૪૧૫--- ૧૬). વાસભવનમાં તળાઈવાળા..(૪૧૭). ગળાના હાર ફેંકી દઈને...કાનનું કુંડળયુગલ... (૪૧૮). એટલે અમ્માએ કહ્યું, “તરંગવતીના શરીરમાં તાડ છે. માથે પણ વસ્થ નથી. એટલે ત્યાં તેને વધુ રહેવાનું ગોઠયું નહીં.' (૧૯). જેના નિમિત્તે હું ઉદ્યાનમાં ગઈ, તે સપ્તપર્ણનું વૃક્ષ સરોવરની સમીપમાં ઊગેલું અને ફૂલથી ઢંકાઈ ગયેલું મેં જોયું. (૪૨). સો સ્ત્રીઓને ઉદ્યાનમાં રમણભ્રમણ કરવામાં કશું વિન ન થાય એ હેતુથી મેં મારા પાછા ચાલી આવવાનું સાચું કારણ તેમને નથી જણાવ્યું.' (૨૧). એ વચન સાંભળીને મારા પર પુત્રો કરતાં પણ વધુ સનેહબંધવાળા બાપુજી અધિક વ્યાકુળ અને દુઃખી થયા. (૪૨).

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427