________________
તરંગલીલા વિરહાવસ્થાની વ્યથા
પછી ભારે શેકથી તપ્ત હૃદયવાળી અને દુ:ખાતે બનેલી મને અમ્માએ સોગંદ દઈને બપોરે જમાડી. (૪૩૮). ઉજાણીએથી પાછી ફરેલી પેલી મહિલાઓ પણ સ્નાન, શણગાર, ભોજન ને આનંદપ્રમોદના અનેક પ્રસંગે વર્ણવા લાગી. (૩૯). નીલરંગી શયનમાં અશરણ બનીને સૂતાં, નિદ્રારહિત આંખોએ મારી એ રાગી કેમેય કરીને વીતી. (૪૪૦). કહે છે કે આગલે દિવસે મને જોઈને જે મદનનાં બાણથી વીંધાઈ ગયા હતા, તેમના જેઓ વડીલ હતા તે સેંકડે પુરુષો બાપુજી પાસે મારું માથું કરવા આવેલા. (૪૪૧), પરંતુ ઉમેદવારો રૂપાળા હોવા છતાં, શીલ, વત, નિયમ અને ઉપવાસને ગુણેમાં તે બધા મારા સમેવડ ન હોવાથી, હે શેઠાણું, તેમને બાપુજીએ અસ્વીકાર કર્યો. (૪૪૨). એને લગતી વાત અને ગુણકીર્તનના પ્રસંગમાં વારંવાર નિર્દેશ પામતો મારે પ્રિયતમ જ મારી આંખ માં પાણી રૂપે ઊતરી આવ્યા કરતો હતો. (૪૪૩). પહેલાંના એ મારા દેહસંબંધનું વારંવાર સંસ્મરણ કરતી એવી મારા ઉપર જાણે કે ક્રોધે ભરાઈનેરિસાઈને મારી ભોજનરૂચિ ચાલી ગઈ (૪૪૪). હે, ગૃહસ્વામિની, હું દુ:ખી દુ:ખી હોઈને, સ્નાન અને શણગાર મને ઝેર જેવા લાગતાં; પણ, વડીલે અને કુટુંબીજનોથી ભારે હૃદયભાવ છુપાવવા, હું તે નીરસપણે કયે જતી. (૪૪૫) જે મનેરથરૂપી તરંગો મારા જીવિતમાં પ્રસરેલા ન હોત, તો હું તેના સંગથી વિમુક્ત રહીને એક ક્ષણ પણ જીવી ન શકત. (૪૪૬). સ્વરપણે બ્રમણ કરતે, કામદેવના બાણ જેવો, સંતરછંદની સૌરભવાળો, સુખી લેકેને શાતા આપતો, ઋતુને લીધે પ્રચંડ એવો પવન મને પીડતો હતો. (૪૪૭). કંદર્પના બાણની વર્ષા થતાં જેમને કામવરને સંનિપાત થઈ આવ્યા છે, તેવા, તિમિરની પ્રતિમા સમાં (2) લેકેને ચંદ્ર એક ક્ષણ પણ રુચતો નથી. (૪૮). કુમુદવનને અમૃતવૃષ્ટિ સમી. અત્યંત પરિતૃપ્તિ કરતી શીતલ સ્ના પણ ઉષ્ણ હોય તેમ મારા અંગને દઝાડતી હતી. (૪૪૯). હે ગૃહરવામિની, વિષયસુખની તૃપ્તિ કરવતા પાંચ પ્રકારના ઇષ્ટ ઈદ્રિયાર્થી, મારા પ્રિયતમ વિના મને શેક ઉપજાવતા હતા. (૪૫૦). તે વેળા મેં પ્રિયતમને પામવા માટે, સર્વે મરથ પૂરા કરનાર એકસે ને આઠ આયંબિલ કરવાનો સંકલ્પ કર્યો. (૪૫૧). સર્વે દુઃખનું વિનાશક અને સર્વે સુખનું ઉત્પાદક એવું એ વ્રત કરવા માટે, મારું મન રાજી રાખતા વડીલોએ મને સંમતિ આપી. (૪૫૨). હું આયંબિલ ત્રત કરવાથી દુબળી પડી ગઈ હોવાનું મારા સ્વજને અને પરિજનોએ માન્યું; કામદેવના બાણથી હું શોષાઈને કૃશ બની ગઈ હોવાનું તેઓ ન કળી શકયા. (૪૫૩).