________________
તરંગલાલા
ગંગા તેના આગમનથી ડરતી હોય તેમ, ઊઠેલા જમ્બર કલોલને મિષે જાણે કે દૂર ખસી જવા લાગી. (૩૨૨). પાણી પી પીને પછી..ધરામાં ઊતરીને તેમાં નિમગ્ન થતો તે સુંદર લાગતો હતો. (૩૨૩). ટૂંઢ વડે તે ચારે દિશાઓમાં અને પોતાની પીઠ પર જળ ઉડાડતો જાણે કે મલિન જળને સ્વચ્છ કરવાની આતુરતાથી ધરાને ઉલેચી નાખવા તે ઇચ્છતા હોય તેમ લાગતું હતું. (૩૨૪). હે સખી! સૂકને જળથી ભરીને તે જળની ધાર ઉડાડતા. તે અગ્રભાગથી ઝરતા નિર્ઝરવાળા ગિરિશિખર સમે શોભતા હતા. (૩૨૫). તે સુંઢ ઊંચી કરતો ત્યારે તેનું રાતા તાળવા, જીભ અને હેઠવાળું મુખ, શુદ્ધ અંજનના ગિરિમાં હિંગળકની ખાણની ગર્તા જેવું શોભતું હતું. (૦ર૬). જળમાં મજજન કરતાં, જળ પ્રવાહને અનેક રીતે ડખોળતા અને જળ પીતાં તેણે અમારા સહિત અનેક પક્ષીઓને ઉડાડા. (૩૨૭). દૂર ઊડી ગયા છતાં અમારો ભય જતો ન હતો. (૩ર૧). નાહીને શાતા અનુભવ હાથી પિતાની ઇચ્છા અનુસાર પાણીની બહાર નીકળ્યો.
તે વેળા પ્રાણીઓને (મારીને) પોતાનો જીવનનિર્વાહ ચલાવતો એવો એક વ્યાધ ત્યાં આવી પહોંચે. (૩૨૯). તે જુવાનજોધ હતો; જંગલી ફૂલોની માળા તેણે મરતક પર વીંટી હતી; હાથમાં ધનુષ્યબાણ સાથે તે કાળદંડ ધારણ કરેલા યમરાજ સમો લાગતો હતો (૩૩૦); તેના અડવાણા પગ થાંભલા જેવા હતા; પગના નખ ભાંગેલા અને આડાઅવળા હતા; પગની આંગળીઓ ઊપસેલા હાડકવાળી અને મેળ વગરની હતી (૩૩૧); સાથળ ઊપસેલાં હતાં, છાતી ખૂબ વિશાળ હતી; બાહુ વારંવાર ધનુષ્ય ખેંચવાના મહાવરાથી કઠોર બનેલા હતા (૩૩૨); દાઢીમૂછ રતાશ પડતાં અને વધેલાં હતાં; મોટું ઉગ્ર હતું; આંખે પીંગળી અને રાખેડી હતી; દાઢ લાંબી, વળેલી, ફાટેલી અને પીળાશ પડતી ભૂખરી હતી; ખભા પ્રચંડ હતા (૩૩૩); ચામડી પવન અને તાપના મારથી કાળી અને કકર્શ બનેલી હતી; વાણી કઠોર હતી; આવો પક્ષીઓના કાળ સમે તે કૃતાંત ત્યાં આવી લાગે, (૩૩૪). તેના ખભે તુંબડું લટકાવેલું હતું. તેણે ભયાનક વ્યાઘ્રચર્મ પહેર્યું હતું, જે કાળા કાજળથી કાબરચીતરે કરેલા પીળા વસ્ત્ર જેવું લાગતું હતું. (૩૩૫).
પેલે હાથીને જોઈને તે વ્યાધ, હાથી પહોંચી ન શકે તેવા સ્થાને નદીકાંઠે ઊગેલા એક પ્રચંડ થડવાળા વિશાળ વૃક્ષ પાસે પહોંચ્યો. (૩૩૬). ખભા પાસે ધનુષ્યને ગોઠવી નજરને તીરછી કરી તે દુષ્ટ પેલા જંગલી હાથીને મારવા માટે ધનુષ્યની પણછ પર બાણ સર્યું.(૩૩૭),