________________
તરંગલોલા
હવે બાધ બાણ સાંધીને અણિમાં અગ્નિ પ્રગટાછે અને “તને સ્વર્ગ મળશે એમ મોટે
અવાજે ઘોષણું કરી. (૩૭૧). ધુમાડા વાળા અને જવાળાથી પ્રકાશતા તે અનિને પ્રિયતમની ઉપર જોઈને, જેમ દાવાનળે વન સળગી ઊઠે, તેમ હું એકદમ શેકથી સળગી ઊઠી. (૩૭૨). કૃતાંતે પાડેલી આફતથી હું સંતપ્ત બનીને મારી નિરાધાર જાત પર રોવા લાગી, અને વિલાપ કરતી હદયથી પ્રિયતમને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી (૩૭૩) :
દહનવેળાને વિલાપ
સરોવર, સરિતા, વાવ, જળતર, તળાવ, સમુદ્રને નવાણમાં ઉલ્લાસથી જેણે રમણ માથું તે તું આ દારુણ આગ શું સહી શકીશ? (૩૭૪) આ પવબળે આમતેમ ઘૂમતી જ્વાલાવલીથી પ્રકાશતો અગ્નિ અને બાળી રહ્યો છે તેથી હે કાન્ત, મારા અંગે પણ બળું બળું થઈ રહ્યાં છે. (૩૭૫). જેમાં તે મને પ્રિયતમના સોગમાંથી આમ વિયોગ કરાવીને હવે લકાના સુખદુ:ખની પારકી પંચાતને રસિય કુતાંત ભલે ધરાતે. (૩૭૬). લેખંડનું બનેલું મારું હૈયું તારી આવી વિપત્તિ જેવા છતાં ફાટી ન પડયું, તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે. (૩૭૭). પ્રિયતમને પડખે રહીને આવી આગ મારાથી સે વાર પણ સહેવાય, પણ આ પ્રિયરિગનું દુ:ખ મારાથી સરું જતું નથી. (૩૭૮).
સહગમન
એ પ્રમાણે વિલાપ કરતાં કરતાં અતિશય શોકથી ઉત્તેજિત થઈને સ્ત્રી-સહજ સાહસવૃત્તિથી મારા મનમાં મરવાનો વિચાર આવ્યો. (૩૭૯). અને તે સાથે જ હું નીચે ઊતરી અને પ્રિયના અંગના સંસર્ગથી શીતળ એવી આગમાં, પહેલાં હું હૃદયથી પડી હતી, તે હવે મારા શરીરથી પડી. (૩૮૦). આમ જેને પ્રિયતમના શરીરનો સંપર્ક હતો તેવા, મારા કંઠના જેવા કુંકવણું અગ્નિમાં, મેં જેમ મધુકરી. અશોકપુપના ગુરૂછ પર ઝંપલાવે, તેમ ઝંપલાવ્યું. (૩૮૧). ઘુરઘુરરાટ કરીને સળગતો સોના જેવી પિંગળી શિખાવાળા અગ્નિ મારા શરીરને બળતો હોવા છતાં, પ્રિયતમના દુ:ખથી પીડાતી હોવાથી મને કશું લાગ્યું નહીં. (૩૮૨). એ પ્રમાણે, હે સારસિકા, પહેલાં મૃત્યુ પામેલા મારા પ્રિયતમના શોકાગ્નિની જવાળાએ સળગેલા તે અગ્નિમાં હું બળી મરી. (૩૮૩).
વૃત્તાંતની સમાપ્તિ
એ પ્રમાણે હે ગૃહસ્વામિની, પ્રિયતમના અને મારા મરણને વૃત્તાંત કહેતાં કહેતાં પ્રગટેલા દુ:ખને લીધે હું મૂછિત થઈને ઢળી પડી. (૩૮૪). પાછી ભાનમાં આવતાં, મન અને હૃદયથી વ્યાકુળ બની મેં ધીરે ધીરે સારસિકાને કહ્યું (૩૮૫): તે વેળા મૃત્યુ પામીને પછી હું આ કૌશાંબી નગરીમાં સર્વગુણસંપન્ન શ્રેષ્ઠીને ઘરમાં જન્મી. (૩૮૬). આ જળતરંગમાં શરદના અંગ સમાં, રથાંગ(કચક્ર)જેવા નામવાળાને(ચક્રવાતે જોઈને, હે સખી, મને તીવ્ર ઉકંપ પ્રગટવો. (૩૮૭). ચંક્રવાકોનાં યુગલ જોવામાં હું તલ્લીન હતી, ત્યારે એકાએક મારા