________________
તરંગલા
ઉજાણુએ જવાને પ્રસ્તાવ
તે વેળા અમ્માએ પિતાજીને વિનંતી કરી, “બેટીએ વર્ણવેલુ એ સપ્તપણે વૃક્ષ જેવાનું મને ભારે કુતૂહળ છે.” (૧૭૩). પિતાજીએ કહ્યું. “બહુ સારું. તું સૌ સ્વજનો સાથે તે જોવા જજે, અને ત્યાંના સરેવરમાં કાલે તારી પુત્રવધૂઓ સાથે નાન પણ કરજે.” (૧૭૪). પિતાજીએ ત્યાં જ ઘરના મોટેરાઓને અને કારભારીઓને આજ્ઞા દીધી, કાલે ઉદ્યાનમાં નાનજન કરવા માટેની તૈયારીઓ કરજો. (૧૭૫). સુશોભિત વસ્ત્રો અને ગંધમાલ્ય પણ તૈયાર રાખજો–મહિલાઓ ત્યાંના સરોવરમાં નાન કરવા જશે.”(૧૬).
હે ગૃહસ્વામિની, ધાત્રીઓએ, સખીઓએ તથા મારી બધી ભાઈઓએ મને એકદમ અભિનંદનોથી ઘેરી લીધી.(૧૭૭). પછી ધાત્રીએ મને કહ્યું, “બેટા, તારું ભોજન આ તૈયાર છે, તો જમવા બેસી જા. નહીં તે ભોજનળા વીતી જશે.(૧૭૮). બેટા, ભજનવેળા થતાં જે જમી ન લે તેને જઠરાગ્નિ બળતણ વિનાના અગ્નિની જેમ બુઝાઈ જાય છે.(૧૭૯). કહ્યું છે કે જઠરાગ્નિ જે બુઝાઈ જાય તો વર્ણ, રૂપ, સુકુમારતા, કાંતિ અને બળના નાશ કરે.....(૧૮૦). તો ચાલ બેટા, જમી લે, જેથી કરીને વેળા વીતી જવાથી થતો કોઈ દેવ તને ન લાગે. એ પ્રમાણે લાગણીથી મને કહ્યું. (૧૮૧) એટલે તેણે કહ્યા પ્રમાણે ઉચિત વેળા જાળવીને, મેં વર્ણ, ગંધ, રસ આદિ સર્વગુણસંપન શાલિનું ભજન કર્યું.
કેવી હતી એ શાલિ ? બરાબર ખેડેલી અને દૂધે સીંચેલા કક્યારાઓમાં વાવેલી, ત્રણ વાર ઉખેડીને ચોપેલી, યોગ્ય રીતે વૃદ્ધિ પામીને પુષ્ટ થયેલી, લણેલી, મસળેલી, છડેલી, ચંદ્ર અને દૂધ જેવા વેત વાનવાળી, પોચી, ગાઢ નિગ્ધતા વાળી, ગુણ નષ્ટ ન થાય તે રીતે રાંધેલી, વરાળ નીકળે તેવી ફળફળતી, સુગંધી ઘીથી તર કરેલી અને ચટણ, પાનક વગેરેથી યુક્ત. (૧૮૨–૧૮૫). હે ગૃહસ્વામિની, પછી મને બીજા પાત્રમાં હાથ ધોવરાવ્યા અને સુગંધી લૌમ વસ્ત્રથી મારા હાથ લૂછળ્યા. (૧૮૬). પછી ભેજન..માટે, પરિવારના શણગાર રૂપ મેં હાથપગના શણગાર સજવાના હેતુથી (૩) ઘી અને તેલને સ્પર્શ કરે (2) (૧૮૭). કાલે તો ઉજાણીએ જઈશું એમ જાણીને ઘરની યુવતીઓનાં મુખ પર અંતરના ઉમંગની ઘેષણા કરતું હાસ્ય છવાઈ ગયું. (૧૮૮). ત્યાં તો જેમાં સમાપ્ત થઈ છે દિનભરની પ્રવૃત્તિ, પ્રાપ્ત થઈ છે ચક્ષુને વિવય-નિવૃત્તિ, જેને લઈને થતી કર્મથી નિવૃત્તિ ને નિદ્રાની ઉત્પત્તિ, એવી આવી પહોંચી રાત્રી, (૧૮૯). અંધારાને ફેડત દીપક પાસે રાખી શિયનમાં હું સૂતી ને મારી એ ચાંદનીચીતરેલી રાત્રી સુખે વીતી. (૧૯૦).