________________
તરંગલોલા
આત્મકથા કહેવાની આને વિનંતી અને તેને સ્વીકાર
તે પછી તેના રૂપથી વિમિત બનેલી ગૃહિણી, ધર્મકથામાં વચ્ચે પડેલો આંતર ધ્યાનમાં રાખીને, સંયમ અને નિયમમાં તત્પર એવી તે આર્યાને હાથ જોડી કહેવા લાગી (૬૯), ‘વારુ, ધર્મકથા તો મેં સાંભળી. હવે તે કૃપા કરીને આ બીજુ પણ કહી સંભળાવ. હે ભગવતી, મારા પર કૃપા કરીને હું જે કહું છું તે સાંભળજે. (૭૦).
આજે મારાં નયને તો તારું રૂપ જોઈને ધન્ય બની ગયાં, પણ તમારી ઉત્પત્તિકથા સાંભળવા આ મારા કાન ઝંખી રહ્યા છે. (૭૧). કયું નામ ધરાવતા પિતાને માટે તું અમીદ્રષ્ટિ સમી હતી, અને જેમ કોસ્તુભમણિ હરિનું, તેમ તું તેનું હૃદય આનંદિત કરતી હતી? (૭૨). નિર્મળ સ્નાની જનની સમી જગવંદ્ય તારી જનનીના કયા નામાક્ષર હતા? (૭૩). આર્યા, તમે પિતાને ઘરે તેમ જ પતિને ઘરે કેવું સુખ ભોગવ્યું ? અથવા તે શા દુઃખે આ અતિ દુષ્કર પ્રત્રજ્યા લીધી ? (૭૪)–આ બધું હું ક્રમશઃ જાણવા ઇચ્છું છું. પણ આમાં અગમમાં ગમન કરવાને દોષ રખે થાય. (૭૫). લોકેમાં કહેવત છે કે નારીરત્નનું, નદીનું તેમ જ સાધુનું મૂળ ન જોધવું (૭૬). વળી ધાર્મિક જનનો પરિભાવ કરે ઉચિત નથી એ પણ હું જાણું છું ને છતાં પણ તારા રૂપથી ચકિત થઈને કુતૂહલથી તને પૂછું છું.” (૭). એ પ્રમાણે કહેવાતાં આ બેલી, ગૃહિણી, એ બધું કહેવું કઠિન મનાયું છે. એ અનર્થદંડનું સેવન કરવું અમારે માટે ઉચિત નથી. ઘરવાસમાં ભગવેલાં સુખો, પૂર્વનાં કૃત્યો અને ક્રીડાઓ, પાપયુક્ત હેઈને તેમને મનમાં લાવવાં પણ યોગ્ય નથી, તે પાણીથી કહેવાની તો વાત જ કેવી ? (૭૯). છતાં પણ તે સંસાર પ્રત્યે જુગુપ્સા જન્માવી શકે તેમ હોવાથી, હું રાગદ્વેષથી મુક્ત રહી મધ્યસ્થભાવે તે કહીશ, તો તમે મારા કર્મવિપાકનું ફળ સાંભળો. ( ૮૦ ),
એ પ્રમાણે તેણે કહ્યું એટલે તે ગૃહિણી તથા અન્ય રમણીઓ રાજી રાજી થઈ ગઈ અને શ્રવણાતુર બનીને તે સૌએ આર્યાને વંદન કર્યા. (૮૧). આ રીતે તેમના પૂછવાથી તે શ્રમણી તે બધી સ્ત્રીઓને પોતાના પૂર્વભવનાં કર્મના વિપાકરૂપ બધી કથા કહેવા લાગી. (૮૨). ઋદ્ધિ અને ગૌરવ રહિત થઈને, ધર્મમાં જ દષ્ટિ રાખીને, મધ્યથળાવે, પ્રત્યક્ષ સરસ્વતી સમી આર્યા આ પ્રમાણે બાલી (૮૩): હે ગૃહિણી, જે કાંઈ મેં અનુભવ્યું છે, જે કાંઈ મેં સાંળળ્યું છે અને જે કાંઈ મને સાંભરે છે તેમાંથી થોડુંક પસંદ કરીને હું સંક્ષેપમાં વર્ણવું છું, તે તું સાંભળ. (૮૪). જ્યાં સુધી ખરાબને ખરાબ અને સારાને સારું કહીએ—યથાર્થ વાત કરીએ ત્યાં સુધી તેમાં નિંદા કે પ્રશંસાને દેષ) આવતો નથી. (૮૫).
-
-