________________
તરંગલા
તરંગવતીને જન્મ, બચપણ, તારુણ્ય
તરંગવતીનો જન્મ
હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રની પછી માનતાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. (૧૦૨). કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા (3) સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપનદર્શન પૂર્વક ભારે જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. (૧૦૩). મિત્રો અને બાંધને, કહે છે કે અત્યંત આનંદ થયે અને મારાં માતાપિતાએ વધામણી કરી. (૧૦૪). યથાક્રમે મારું બધું જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈઓએ મારું નામ પાડયું (૧૦૫)–જળસમૂહે સભર (?), અને ભંગુર તરંગે વ્યાપ્ત એવી યમુનાએ, માનતાથી (પ્રસન્ન થઈને) આ દીધી, તેથી આનું નામ “તરંગવતી” હે.” (૧૦૬).
અચપણ
કહે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊંધી થઈ જતી. (૧૦૭). તે પછી કહે છે કે અંકધાત્રી અને ક્ષીરધાત્રીએ એક વાર રમાડતા રમાડતાં મને વિવિધ મણિમય છાબંધ બેય પર પેટે ખસતાં શીખવ્યું.(૧૦૮). હે ગૃહિણી, મારા માટે કહે છે કે રમકડાંમાં સેનાની ખંજરી અને વગાડવાના ઘૂઘરા ને સોનાના ઘણા લખેટા (3) હતા. (૧૦૯). હંમેશાં પ્રસન્ન અને હસમુખી,
અહીં, અહીં આવ (એમ બોલતા) ભાઈઓના ખેાળામાં ખેલતી હું, કહે છે કે વારંવાર ખિલખિલ હસી ઊઠતી. (૧૧૦). લેકેના અનુકરણમાં કહે છે કે હું આંખ અને હાથથી ચેષ્ટાઓ કરતી અને મને બોલાવતાં ત્યારે હું અસ્પષ્ટ, મધુરા ઉદ્દગાર કાઢતી. (૧૧૧) માતાપિતા, ભાઈઓ અને સ્વજનના એક ખેાળામાંથી બીજા ખોળામાં ઊંચકી લેવાતી હું થોડાક સમય જતાં ડગલાં માંડવા લાગી. (૧૧૨). વણસમયે અસ્પષ્ટ અને મધુર તાતા” એમ બેલતી હું બાંધવોની પ્રીતિને કહે છે કે વધુ ગાઢ કરતી હતી. (૧૧૩). ચૂડાકર્મને સંસ્કાર ઊજવાઈ જતાં, હું દાસીઓના જૂથથી વીંટળાઈ યથેચ્છ હરતીફરતી એમ લોકેએ મને કહ્યું છે (?) (૧૧૪). સોનાની ઢીંગલીઓથી ને રેતીના ઘોલક કરીને હું રમતી (અને એમ) સહિયરોના સાથમાં મેં બાળક્રીડા માણી. (૧૧૫). વિદ્યાભ્યાસ
પછી ગર્ભાવસ્થાથી આઠમે વરસે મારે માટે ચાર પ્રકારની બુદ્ધિવાળા, કળાવિશારદ, અને ધીર પ્રકૃતિના આચાર્યો લાવવામાં આવ્યા. (૧૧૬). (તેમની પાસેથી) મેં લેખન, ગણિત, રૂપકર્મ, આલેખ્ય, ગીત, વાદ્ય, નાટય, પત્રછેદ્ય, પુષ્કરગત–(એ કળાઓ) ક્રમશ: ગ્રહણ કરી. (૧૧૭). મેં પુષ્પપરીક્ષામાં તથા ગંધયુક્તિમાં નિપુણતા પ્રાપ્ત કરી. (આમ) કાળક્રમે મેં વિવિધ લલિતકળાઓ ગ્રહણ કરી. (૧૧૮). અમારા કુળધર્મ શ્રાવકધર્મને અનુસરતા મારા પિતાજીએ અમૃતતુલ્ય જિનમતમાં મને તેમની કન્યાને નિપુણ કરી (૧૧૯).