________________ હર્મન યાકોબી નથી. અને, સૌથી વિશેષ તો, આપણે જો આ પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો, આપણને આ વાચનાઓના મૂળ વિશે કેટલાંક મહત્ત્વનાં ઇન્વિતો પ્રાપ્ત થાય છે. વધારાના શ્લોકોને આપણે વત્તા + ના ચિહ્નથી બતાવીએ તો આપણને એવું કલ્પવાની ફરજ પડે છે કે સીની પુનર્રચના કરનારે બીના શ્લોકોને ઉમેર્યા છે, અથવા તેમાં ન મળતા શ્લોકોને બાદ રાખ્યા છે. શ્લોકોના ક્રમમાં પરિવર્તન એક બીજી ધારણા પર ભાર મૂકે છે અને તે એ છે કે સીની જેમ બી પણ પાઠનો એક સ્વતંત્ર દસ્તાવેજ છે, અને જે મુખ્યત્વે મૌખિક પરંપરાથી જાળવવામાં આવેલો. સ્મૃતિમાં સચવાયેલા શ્લોકોનો ક્રમ સહેલાઈથી ફરી જાય અને આ પ્રક્રિયામાં એ અસાધારણ નથી કે બીજી પંક્તિ પહેલી તરીકે આવે અને બે પંક્તિઓની વચ્ચે બીજો શ્લોક આવી જાય, દીર્ઘ ખંડો વિશે પણ આવું બન્યું છે. વેબરે આ પ્રમાણેનો મત રજૂ કર્યો છે જે વધુ ચોક્કસાઈભરી ચિકિત્સા માંગી લે છે. કારણ કે આપણે જોઈશું કે આ બાબતો, પહેલી દષ્ટિએ જેટલી દેખાય છે એટલી સરળ નથી. આપણે યથાર્થ પરિસ્થિતનો તાગ મેળવવા સમાન શ્લોકો દ્વારા દર્શાવાતા પહેલા પ્રકારના પરિવર્તનને આપણી નજર સમક્ષ રાખવું જોઈશે. એ એક સર્વસાધારણ મત છે કે, સી મૂળ પાઠ આપે છે. હૉલ નોંધે છે કે બંગાળી વાચના એ “આધુનિક વિકૃતિ' છે, અને “પ્રક્ષિપ્ત છે (વિલ્સનના વિષ્ણુપુરાણના અનુવાદ-૨.૧૯૦ અને ૩-૩૧૭ની તેમની આવૃત્તિમાં)* તાજેતરમાં બોટલીક પણ આ વિશે પોતાનો નિર્ણય આપે છે. “મહાકાવ્યની વિલક્ષણતાઓ આર્ષરૂપો નથી પણ પુનરચનાઓ છે, અને પરિણામે પુરાતન ભાષાનું મારીમચડીને કરેલું તે અનુકરણ છે એમ માની શકાય નહીં. એટલે જે તે વાચના, અહીં બંગાળી વાચના, આવાં પ્રકારનાં લક્ષણો ઓછાં ધરાવતી હોય, તે વધુ પ્રાચીનતાનો દાવો કરી શકે નહીં એવું સ્વીકારવાની ફરજ પડે છે. બંગાળી વાચના પહેલી નજરે વિચિત્ર અને કઢંગી જણાતી આ વિલક્ષણતાઓ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે તે મેં બે ઉદાહરણોથી દર્શાવ્યું છે. બોમ્બે આવૃત્તિનો ૪-૫૬-૨૧મો શ્લોક આમ છે. इच्छेयं गिरिदुर्गाच्च भवद्भिरवतारितुम् भने समुद्र नेतुं इच्छामि भवद्भिर्वरुणालयम् / 4.58.33 બંગાળી વાચનાને વિકૃત રીતે રજૂ કરનારને કર્મણિ અર્થમાં તુમન્ત પ્રયોગ રુચ્યો નહીં અને પરિણામે તેણે કેટલાંક એવાં પરિવર્તનો પ્રસ્તુત કર્યા કે જેને કારણે ૪-૫૬૨૯મો શ્લોક આ પ્રમાણે વંચાય છે. इच्छेयमस्माद् गिर्यग्राद भवद्भिरवतारणम्