________________ જો આચાર્યમહારાજ આલોચના કરનાર શિષ્યને બરાબર સમજાવીને, મધુર હિતવચનો કહીને પ્રેરણા કરે તો શિષ્યના જીવનમાંથી તે દોષ નીકળી જાય અને ફરી તે તેના જીવનમાં ન પેસે. આમ શિષ્યનું જીવન દોષમુક્ત બને, સુવિશુદ્ધ બને અને ગુણોથી સમૃદ્ધ બને. તેમાં નિમિત્ત બનવાથી ગુરુને પણ લાભ થાય. ટૂંકમાં, ગુરુની અનાવડતને લીધે આલોચના કરનાર શિષ્યની વિશુદ્ધિ ન થાય. ગુરુની આવડતથી આલોચના કરનાર શિષ્યની પરિપૂર્ણ વિશુદ્ધિ થાય. માટે ગુરુના માથે મોટી જવાબદારી છે. જો તે તેને બરાબર નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને લાભ થાય. જો તે તેને બરાબર ન નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને નુકસાન થાય. * * * * * ગોશાળાત્તિ ગોશાળાએ પ્રભુવીરની ભક્તિ તો કરી ન હતી, ઊલટું તેના લીધે ભગવાનને ઘણીવાર હેરાન થવું પડ્યું હતું. ગોશાળા પર જ્યારે જ્યારે તકલીફ આવતી ત્યારે ત્યારે તે તેમાંથી બચવા માટે પ્રભુનો આશરો લેતો. આપણામાં આવી ગોશાળાવૃત્તિ તો નથી ને ? આપણે દેવગુરુની ભક્તિ તો કરતા નથી, ઊલટું તેમના આશાતના અને અવિનય કરીએ છીએ. જ્યારે જ્યારે આપણી ઉપર તકલીફ આવે છે ત્યારે ત્યારે તેને દૂર કરવા આપણે દેવ-ગુરુનો આશરો લઈએ છીએ. આ પણ ગોશાળાવૃત્તિ જ છે ને ? તો પછી આપણામાં અને ગોશાળામાં ફરક શું ? ફરક એટલો કે એ ગોશાળાને દુનિયા ગોશાળા તરીકે ઓળખે છે. જ્યારે આપણને દુનિયા ધર્માત્મા તરીકે ઓળખે છે. આપણી અંદર રહેલા ગોશાળાને દુનિયા ઓળખતી નથી. ગોશાળાવૃત્તિ