________________ છે. બહુ ઓછા પ્રસંગોમાં તે RAC ની ટિકિટ લે છે. cancellation તો ક્યારેક જ કરાવવાનું થાય છે. ધર્મક્ષેત્રે તે માણસ મોટા ભાગે ધર્મને cancel કરી નાંખે છે. બહુ ઓછા પ્રસંગોમાં તે ધર્મને RAC માં રાખે છે. ક્યારેક જ તે ધર્મનું રિઝર્વેશન કરાવે છે. આમ સંસારના ક્ષેત્રે માણસનું વલણ જુદું છે અને ધર્મક્ષેત્રે માણસનું વલણ જુદું છે. તેથી જ તેનો સંસાર હયોભર્યો છે અને ધર્મ સુકાયેલો છે. જો હવે વલણ બદલી નાખવામાં આવે, એટલે કે સંસારના ક્ષેત્રનું વલણ ધર્મક્ષેત્રમાં લગાવી દેવાય અને ધર્મક્ષેત્રનું વલણ સંસારક્ષેત્રમાં લગાવી દેવાય તો માણસનો ધર્મ હયોભર્યો થઈ જાય અને તેનો સંસાર સુકાઈ જાય. સંસારના ક્ષેત્રનું વલણ આ રીતે બદલીએ - (1) બહારગામ જવાની ટિકિટ પહેલા કેન્સલ કરાવવી. સંસારના કાર્યો પણ બને ત્યાં સુધી પહેલા કેન્સલ કરવા. * (ર) બહુ ઓછી ટિકિટો RAC માં લેવી. બહુ ઓછા સાંસારિક કાર્યો RAC માં રાખવા. (3) જવું જ પડે તેવા કોઈક જ પ્રસંગમાં ટિકિટ રીઝર્વ કરાવવી. ન છૂટકે કરવું પડે તેવાં કોઈક જ સાંસારિક કાર્યનું રિઝર્વેશન કરાવવું. આમ કરવાથી સાંસારિક કાર્યો ધીમે ધીમે ઘટતા જશે. ધર્મક્ષેત્રનું વલણ આ રીતે બદલીએ - (1) જે ધર્મ કરવાની ભાવના થાય તેનું તરત રિઝર્વેશન કરાવી લેવું, એટલે કે તે ધર્મ કરવાનું નક્કી કરી લેવું. (2) બહુ ઓછા ધર્મકાર્યોને RAC માં રાખવા. કાળ, ક્ષેત્ર, સંયોગો પ્રતિકૂળ હોય તો જ ધર્મકાર્યને RAC માં રાખવું. તેનું પણ વહેલી તકે reservation કરાવી લેવું. (3) ન જ થઈ શકે એવું અતિ મુશ્કેલ કોઈક ધર્મકાર્ય જ કેન્સલ કરવું. આમ કરવાથી ધર્મ ધીમે ધીમે પુષ્ટ થશે. જે દિવસે ધર્મ સો ટકા પુષ્ટ થશે અને સંસાર સો ટકા સુકાશે તે દિવસે આપણો મોક્ષ થઈ જશે. * * * * * ...88... Reservation, RAC, Cancellation