________________ પહેલા કોણ - શાસન કે સંસાર ? પદ્ધ વાતાવ. ગિરિરાજની સેવા માટે 3-3 દિવસ આવીને ગિરિસેવાનો લાભ લેવા ભારતભરમાંથી યુવાનો આવે છે. એક યુવાનને પણ આવી ભાવના થઈ. તેણે ફોર્મ ભરીને મોકલ્યું. તેનું ફોર્મ પાસ થયું. પેઢીનો કાગળ આવ્યો. કાગળમાં 3 દિવસોની તારીખો લખી હતી. જોગાનુજોગ બન્યું એવું કે યુવાનના લગ્ન જે દિવસે નક્કી થયેલા તેના બીજા જ દિવસથી ગિરિસેવા શરૂ થતી હતી. તેથી લગ્નના દિવસે રાતે જ ઘરેથી નીકળીને તેણે પાલિતાણા પહોંચી જવું પડે. યુવાને પેઢીવાળાને તારીખો આગળ-પાછળ કરવાનું જણાવ્યું. પેઢીવાળાએ જણાવ્યું કે એ શક્ય નથી. હવે યુવાન પાસે બે જ વિકલ્પો હતા - કાં તો ગિરિસેવા જતી કરીને પહેલી રાત પત્ની સાથે વિતાવે અથવા તો પત્નીને છોડી પહેલી રાત ગિરિસેવા માટે વિતાવે. યુવાનના હૃદયમાં તીર્થભક્તિ કૂટી ફૂટીને ભરી હતી. તીર્થસેવાના અવસરને તે આવી પડેલું અણગમતું કામ કે જવાબદારી નહોતો સમજતો પણ પોતાની ફરજ અને પોતાનો લાભ માનતો હતો. તેથી એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેણે લગ્નની પહેલી રાતે ગિરિસેવા માટે જવાનો નિર્ણય કરી લીધો. લગ્ન થયા અને તે રાતે તે પાલીતાણા પહોંચી ગયો. ભાવથી તેણે ગિરિસેવા કરી. તે એમ વિચારી શક્યો હોત કે, “બીજા ઘણા જનારા છે, હું નહીં જાઉં તો શું વાંધો આવશે ?' અથવા, “આ વરસે જવાનું રહેવા દઉં, આવતા વરસે જઈશ.' પણ તેણે આવો વિચાર ન કર્યો, કેમકે આવા વિચારો એ બહાના છે. તેણે એમ જ વિચાર્યું, “જો હું નહીં જાઉં તો હું લાભથી વંચિત રહીશ. ઘરે રહીશ તો પાપ બાંધીશ. ગિરિસેવા માટે જઈશ તો નિર્જરા થશે. સંસારના પહેલા કોણ - શાસન કે સંસાર ? ...91...