________________ હોજમાં મડદું એક જગ્યાએ એક મોટો હોજ હતો. તેમાં ઘણું પાણી હતું. પણ એ ગંધાતું હતું. તેથી લોકોએ બધું પાણી ખાલી કરી નાખ્યું અને નવું પાણી ભર્યું. છતાં રોજનું પાણી ગંધાતું હતું. લોકોએ બીજી વાર હોજનું પાણી ખાલી કરીને નવું પાણી ભર્યું. પણ હોજનું પાણી પૂર્વેની જેમ જ ગંધાતું હતું. લોકોને આશ્ચર્ય થયું, “હોજમાં નવું ચોખ્ખું પાણી ભરીએ છીએ છતાં કેમ ગંધાય છે ?' . લોકોએ ત્રીજી વાર હોજનું પાણી ખાલી કરીને નવું પાણી ભર્યું. પણ હોજનું પાણી તો પૂર્વેની જેમ જ ગંધાતું હતું. લોકોને કંઈ સમજણ પડતી ન હતી. પાણી ગંધાવાનું કારણ મળતું ન હતું. ગામમાં એક અનુભવી વૃદ્ધ કાકા હતા. ' તેમણે કહ્યું કે, “હીજનું પાણી ખાલી કરો.” લોકોએ કહ્યું કે, “ત્રણવાર તો પાણી ખાલી કર્યું. હજી કેટલીવાર પાણી ખાલી કરીશું. વળી પાણી ખાલી કરવાથી અને નવું પાણી ભરવાથી પાણીની ગંધ જતી પણ નથી.” વૃદ્ધ કાકાએ કહ્યું, “હવે પાણીની ગંધ જતી રહેશે. હું કહું એમ કરો.” કાકાની વાત માનીને લોકોએ ચોથી વાર હોજ ખાલી કર્યો. કાકાએ ખાલી હોજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. હોજમાં એક જગ્યાએ એક મડદું પડ્યું હતું. તેની ગંધ ચારે બાજુ પસરતી હતું. કાકાની નજરમાં મડદું આવ્યું. કાકાએ લોકોને કહીને મડદું બહાર કઢાવ્યું. હોજનું શુદ્ધિકરણ કરાવ્યું. તેમાં નવું પાણી ભરાવ્યું. હવે પાણીમાં વાસ આવતી ન હતી. મડદાના કારણે વાસ આવતી હતી. મડદું બહાર જવાથી વાસ જતી રહી હતી. હોજ = જીવ પાણી = ગુણો મડદું = રાગ-દ્વેષ વૃદ્ધ કાકા = ગુરુદેવ હોજમાં મડદું ..96..