________________ વર્ગીકરણથી ગૂંચવણ દૂર એક નગરમાં એક શેઠ રહેતો હતો. તેની પાસે ઘણી બધી ગાયો હતી. તે ગાયોને સાચવવા તેણે ઘણા બધા ગોવાળો રાખ્યા હતા. ગોવાળો પોતાને સોંપાયેલી ગાયો ઓળખી શકતા નહીં. તેથી પરસ્પર ઝઘડતા. શેઠને ખબર પડી. ઝઘડાનું નિવારણ કરવા શેઠે ગાયોના રંગ પ્રમાણે તેમનું જુદું જુદું વર્ગીકરણ કર્યું. પછી એક એક વર્ણની ગાય એક એક ગોવાળને આપી દીધી. તેથી ગાયો બરાબર સચવાવા લાગી અને ગોવાળોનો પરસ્પરનો ઝઘડો શાંત થઈ ગયો. ગાયો = પુદ્ગલાસ્તિકાયની વર્ગણાઓ શેઠ = તીર્થકર ગોવાળો = શિષ્યો ઝઘડો = ગૂંચવણ પુદ્ગલાસ્તિકાયની અનેક પ્રકારની વર્ગણાઓ છે. તે સમજવી મુશ્કેલ બને છે. શિષ્યો ગૂંચવણમાં પડી જાય છે. તેથી તીર્થંકરપ્રભુએ તે વર્ગણાઓનું જુદું જુદું વર્ગીકરણ કર્યું છે. તેથી શિષ્યોને તે વર્ગણાઓ સમજવી સહેલી પડે છે. તેમના મનની ગૂંચવણો ઉકેલાઈ જાય છે. આપણા જીવનમાં આપણે અનેક પ્રકારની આરાધના કરવાની છે. તેથી આપણે ઘણીવાર મૂંઝાઈ જતા હોઈએ છીએ કે, મારે સ્વાધ્યાય કરવો કે વૈયાવચ્ચ કરવી ? મારે આરાધના કરવી કે પ્રભાવના કરવી ? મારે મૌન રાખવું કે ઉપદેશ આપવો ? મારે પૂજા કરવી કે સામાયિક કરવું ? મારે જાપ કરવો કે ધ્યાન કરવું ? મારે ભણવાનું કે ભણાવવાનું ?' આવી મૂંઝવણો થાય ત્યારે આપણે ગૂંચવાઈ જઈએ છીએ. પણ જો .102.. વર્ગીકરણથી ગૂંચવણ દૂર