________________ બે રસ્તા બાહલ દેશમાં એક ઘોડો હતો. તેનું દમન કરવા માટે આગલી રાતે તેને અધિવાસિત કર્યો. સવારે તેની ઉપર લગામ મૂકાઈ. તેણે સ્વયં લગામ લીધી. રાજા સ્વયં ઘોડા પર ચડ્યો. ત્યારે ઘોડાને પકડવાની જરૂર ન પડી. રાજા ઈચ્છા મુજબ ઘોડા ઉપર ફર્યો. પછી ઘોડા પરથી ઊતરીને રાજાએ આહારાદિ આપીને તેની સારસંભાળ કરી. તે યોગ્ય હોવાથી રાજા રોજ તેની ઉપર બેસીને ફરવા જાય છે. તે ઘોડાને પરાણે ચલાવવો પડતો નથી. મગધ દેશમાં એક ઘોડો હતો. તેનું દમન કરવા માટે આગલી રાતે તેને અધિવાસિત કર્યો. તેણે તેની માતાને પૂછ્યું, “આ શું કરે છે ?' માતાએ કહ્યું, “આવતી કાલે રાજા તારા પર બેસીને ફરશે. તું જાતે જ લગામ લઈને રાજાને ખુશ કરજે.' તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ આહાર વગેરેથી તેની સાર-સંભાળ કરી. ઘોડાએ માતાને વાત કરી. માતાએ કહ્યું, “આ તારા વિનયગુણનું ફળ છે. આવતી કાલે તું લગામ લેતો નહીં અને રાજાને ફેરવતો નહીં.” તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ તેને ચાબુકથી મારીને પરાણે લગામ લેવડાવી. રાજાએ તેને ચાબુક મારીને ફેરવ્યો. રાજાએ તેને આહાર વગેરે ન આપ્યા. ઘોડાએ માતાને વાત કરી. માતાએ કહ્યું, “આ તારા અવિનયનું ફળ છે. મેં તને બે રસ્તા બતાવ્યા. તને જે ગમે તે રસ્તો સ્વીકાર.” - ઘોડાએ પહેલો રસ્તો (વિનયનો) સ્વીકાર્યો અને તે સુખી થયો. - આપણી પાસે પણ બે રસ્તા છે - વિનયનો અને અવિનયનો. વિનયનો રસ્તો મોક્ષે લઈ જાય છે. અવિનયનો રસ્તો સંસારમાં રખડાવે છે. રસ્તાની પસંદગી આપણે કરવાની છે. જેવો રસ્તો પકડીશું તેવા સ્થાને પહોંચીશું. અનાદિકાળથી અવિનયનો રસ્તો પકડ્યો. તેથી સંસારમાં રખડતા રહ્યા. હવે વિનયનો રસ્તો પકડીએ, જેથી જલદી મોક્ષે જઈએ. ...104... બે રસ્તા