Page #1
--------------------------------------------------------------------------
________________ แนะ 22:22:25:2: \\\\\\\\\ 200ะ મુનિ રબોધિવિજય lll การเต \ IS IS THE 1 it! - - - - * - *
Page #2
--------------------------------------------------------------------------
________________ સૂરિપ્રેમ-સ્વર્ગારોહણઅર્ધશતાબ્દી-ત્યાગ-બ્રહ્મવર્ષ (વિ.સં.૨૦૨૪-વિ.સં.૨૦૭૪) નિમિત્તે ભાવભર્યું ભેટયું અંદર 11) * પ્રેરક * પરમપૂજ્ય વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા * લેખક-સંકલક * પરમપૂજ્ય શ્રીસીમધરજિનોપાસક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીસ્ટારજી મહારાજાના શિષ્યરત્ન મનિ રત્નબૌધિવિજય પ્રકાશક શ્રેષ્ઠીવર્ય સુશ્રાવકશ્રી રામજીભાઈ વેલજીભાઈ ગાલા ના મુલુંડ, મુંબઈ.
Page #3
--------------------------------------------------------------------------
________________ ( પ્રાપ્તિસ્થાન ) શ્રી રામજીભાઈ વેલજીભાઈ ગાલા 4, પાર્ક યુ, પી.કે. રોડ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ 080. ફોન : 25681714 સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી શ્રુતસદન પ્રેમકુંજ', તુલસીબાગ સોસાયટી રોડ, આનંદમંગલ કોપ્લેક્ષ II ની બાજુમાં, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬. મો. 9824032436, 9974587879 શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાલા હીરા જૈન સોસાયટી, સિદ્ધાચલ બંગ્લોઝ, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ મો. 9426585904 શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪ર૬૫ (ઉ.ગુ.) ફોન : 02766-231603 મો. 9909468572, 7878868515 ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સર્વોદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર(પ.), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : 25005837, મો. 9820595049 શ્રી અક્ષયભાઈ જે. શાહ 506, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન મંદિરની સામે, સર્વોદયનગર, મુલુંડ (પ.), મુંબઈ-૪૦૦૦૮૦. ફોન : 25674780, મો. 9594555505 વીર સંવત 2544 વિ.સં. 2074 ઈ. સન્ 2018 નકલ H 1,000 કિંમત : રૂા. ૫૦/ટાઈપસેટીંગ : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. મો. 9909424860 મુટુક : બાલારામ ઓફસેટ, અમદાવાદ, મો.૯૮૯૮૦૩૪૮૯૯
Page #4
--------------------------------------------------------------------------
________________ 0 6 :00 9: - દિવ્ય વંદના શ્રી પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પરમપૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પરમપૂજય સમતાસાગર પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજા આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના. - ભ૨ાય હી પરમપૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો.
Page #5
--------------------------------------------------------------------------
________________ છે usiels12 “મંદિર' નામના આ પુસ્તકને આજે અમે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રકાશિત કરીએ છીએ. પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે આ મંદિરનું સર્જન કર્યું છે. મંદિરમાં વિવિધ કોતરણીઓ હોય છે. તેમ આ મંદિરમાં વિવિધ લેખો છે. આ લેખો શાસ્ત્રવાંચન, ઉપદેશશ્રવણ, પ્રસંગનિરીક્ષણ, સ્વાનુભવ વગેરરૂપી દહીંને ચિંતનમનનરૂપી રવૈયાથી મચ્યા પછી નીકળેલા નવનીત જેવા છે. મુનિરાજશ્રીએ સાદી અને સરળ ભાષામાં ખૂબ ઊંચા તત્ત્વોની વાત આ પુસ્તકમાં કરી છે. ટોનિક વાપરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આ પુસ્તક એક આધ્યાત્મિક ટોનિક છે. તેને વાંચવાથી આત્મા શક્તિશાળી બને છે. શરીરની માવજત આપણે ઘણી કરીએ છીએ. ચાલો, આજથી આ પુસ્તક વાંચીને આપણે આત્માની માવજત શરૂ કરીએ. વિ.સં. 2074, ફા.સુ.૬, બુધવાર, તા. 21-2-2018 ના દિવસે મુનિરાજશ્રીને ગણિ-પન્યાસ-પદ-પ્રદાન થશે અને વિ.સં. 2074, ફા.સુ. 7, ગુરુવાર, તા. રરર-ર૦૧૮ ના દિવસે મુનિરાજશ્રીને વર્ધમાનતપની ૧૦૦મી ઓળીનું પારણું થશે. આ બન્ને પ્રસંગોની ઉજવણીના એક ભાગ રૂપે પ્રકાશિત થનારા મુનિરાજશ્રી દ્વારા લિખિત અગ્યાર પુસ્તકોમાંનું આ પાંચમું પુસ્તક છે. તે અગ્યાર પુસ્તકોના નામો આ પ્રમાણે છે - (1) એડ્રેસ (2) સિગ્નલ (3) થેલી (4) દ્વાર (5) મંદિર (6) કેડી (7) સોપાન (8) સુગંધ (9) કલ્યાણકમહિમા (10) અંદર ઊતરીએ (11) ભાવના ભાવીએ માણસ મંદિરને બહારથી જોઈને ખુશ થઈ જતો નથી. તે મંદિરની અંદર પેસીને સૂક્ષ્મદૃષ્ટિથી મંદિરની કલાકૃતિઓ, શિલ્પો, અન્ય વિશેષતાઓ વગેરેને જુવે છે. આ મંદિર'ને હાથમાં લઈને ઉપરછલ્લુ જોઈને સંતોષ ન માનવો. આ મંદિરની અંદરના લેખોને સૂક્ષ્મદૃષ્ટિથી વાંચવા, સૂક્ષ્મપ્રજ્ઞાથી વિચારવા અને એમનામાંથી મળતાં બોધ, સાર, પ્રેરણા વગેરે રૂપી ટાંકણા દ્વારા આત્મારૂપી પથ્થરમાંથી પરમાત્મારૂપી શિલ્પ ઘડવું. આમ કરવાથી મુનિરાજશ્રીએ આ પુસ્તકના સર્જનમાં આપણી માટે કરેલી મહેનત સફળ થશે. સહુ કોઈ આ પુસ્તક વાંચીને પોતાના ભંગાર જીવનનો શૃંગાર કરે એ જ એક શુભભાવના. આવા અનેક સત્કાર્યોની સુગંધથી અમે અમારા જીવનઉદ્યાનને સુવાસિત બનાવીએ એવી કૃપા વરસાવવા પરમપિતા પરમાત્માને વિનંતિ. લિ. શ્રેષ્ઠીવર્ય સુશ્રાવકશ્રી રામજીભાઈ વેલજીભાઈ ગાલા
Page #6
--------------------------------------------------------------------------
________________ ર મંદિર જેફ મંદિર એક પવિત્ર સ્થાન છે. તેમાં પરમાત્માનો વાસ હોય છે. બહારની દુનિયા કલુષિત હોય છે. બહાર ક્રોધની જ્વાળાઓ સળગતી હોય છે. મંદિરમાં ક્ષમાનીરની વૃષ્ટિ થતી હોય છે. બહાર અભિમાનના સર્પો પરેશાન કરે છે. મંદિરમાં નમ્રતાનો ગાર્ડીમન્ન તે સર્ષોથી આપણું રક્ષણ કરે છે. બહાર માયારાક્ષસી બધાનો કોળિયો કરે છે. મંદિરમાં સરળતાદેવી આપણા યોગક્ષેમ કરે છે. બહાર લોભતૃષ્ણા સતત આપણને પજવે છે. મંદિરમાં સંતોષજલ આપણને તૃપ્ત કરી દે છે. બહાર અશુભ વિચારો, અશુભ વચનો અને અશુભ વર્તનો ચાલતાં હોય છે. મંદિરમાં શુભ વિચારો, શુભ વચનો અને શુભ વર્તનોનું સામ્રાજ્ય હોય છે. મંદિરમાં પરમાત્મા બિરાજમાન હોવાથી તેમના ગુણો પ્રસારિત થાય છે. મંદિરનું વાતાવરણ શુભ હોય છે. બહાર દુષ્ટ તત્ત્વોનો વાસ હોવાથી દોષોનું પ્રસારણ ચાલુ હોય છે. બહારનું વાતાવરણ અશુભ હોય છે. મંદિરમાં પ્રવેશનારને શુભ તત્ત્વોના અસર અને અનુભવ થાય છે. પ્રસ્તુત પુસ્તક પણ એક મંદિર છે. તેમાં પરમાત્માની વાણીનો વાસ છે. તેમાં ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ વગેરે ગુણોના લાભોનો ઉપદેશ છે. તેમાં શુભ વિચાર-વચન-વર્તન કરવાની પ્રેરણા છે. તેમાં ગુણોનું પ્રસારણ ચાલુ છે. આ પુસ્તકના વાંચનથી આપણું માનસિક વાતાવરણ પવિત્ર અને શુભ બને છે, આપણું મન શુભ ભાવોથી તરબતર થઈ જાય છે, આપણા મુખથી શુભ વચનોના ફૂલો ખરે છે અને આપણી કાયા શુભ વર્તનથી ભાવિત બને છે. આ પુસ્તકના વાંચનથી શુભ તત્ત્વોના અસર અને અનુભવ આપણને થાય છે. જેમ માણસ દરરોજ મંદિરે જાય છે અને પ્રભુના આશીર્વાદ પામે છે તેમ દરરોજ આ પુસ્તક વાંચવું અને એમાંથી પ્રભુની પ્રેરણાઓ ઝીલવી. વાંચન, શ્રવણ, અવલોકન, ચિંતન, મનન, અનુભવ દ્વારા જે પદાર્થો
Page #7
--------------------------------------------------------------------------
________________ મને સ્ફર્યા તે મેં મારા શબ્દોની સીમેંટથી આ મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યા છે. સહુને તેમના વાંચનનો લાભ લેવાની આગ્રહભરી વિનંતિ. આ મંદિર'ના વારંવાર વાંચનથી આપણા હૃદય અને જીવનને મંદિર જેવા બનાવવા પ્રયત્ન કરવા. દયાસિંધુ દેવાધિદેવની અમીદષ્ટિ અને અજ્ઞાનાંધકારનાશક ગુરુદેવશ્રી પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કૃપાવૃષ્ટિથી જ આ પુસ્તક લખાયું છે. તે વંદનીયોના ચરણોમાં અનંતશઃ વંદના. છદ્મસ્થપણાને લીધે આ પુસ્તકમાં પ્રભુઆજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું “મિચ્છામિ દુક્કડ' આપું અને વિદ્વાનોને તેનું સંશોધન કરવા ભલામણ કરું છું. આ મંદિરના વાંચન દ્વારા મુક્તિમંદિરમાં આપણી પ્રતિષ્ઠા થાય એવી શુભકામના. પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો ચરણસેવક મુનિ રત્નબોધિવિજય મહા સુદ 5 (૨પમી દીક્ષાતિથિ), વિ.સં.૨૦૭૪, પંકજ સોસાયટી, અમદાવાદ, N
Page #8
--------------------------------------------------------------------------
________________ ...2 વિષયાનુક્રમ ક્રમ વિષય પાના નં. ક્રમ વિષય પાના નં. 1 સાધના ....... ...... 1 24 મોટામાં નાનું સમાઈ જાય .... 21 ર સાત્વિક..... | 25 સમતા ................................ 22 3 મૈથુનની ભયંકરતા ર૬ શરીર કેદખાનું છે..... .......... 4 કચરાપેટી .... | ર૭ બુદ્ધિશાળી પરણે નહીં .... 5 હાથ હલાવે તો પેટ ભરાય........ 3 28 વિદ્વાનો એદંપર્યપ્રિય હોય છે..... 25 આલોચના કરનાર ઠપકાપાત્ર કે 29 છોડી દેવામાં મજા છે ............ પ્રોત્સાહનપાત્ર ?. 30 વધુ કષ્ટદાયક કોણ ? ............. 7 ગુરુની જવાબદારી ....................... | 31 વધુ નિર્જરા.......... 8 ગોશાળાવૃત્તિ......................... 7 | 32 સંકલ્પ કરે તેને સિદ્ધિ વરે ........ 32 9 દર્દી પ્રમાણે દવા ..................... 33 દવા જેવું પ્રાયશ્ચિત્ત. .... 33 10 લાચારી, દોષ, વિરાધકભાવ ....9 34 નંદિપેણ મુનિ જેવી વૈયાવચ્ચ 11 આલોચના-પ્રાયશ્ચિત્તનું મહત્ત્વ... 10 | કરનારા આજે પણ છે ................ 34 12 ક્રોધ-સમતા ... ................ 11 | 35 આપણે વફાદાર કે બેવફા ? ... 35 13 મેલ પ્રમાણે પાણી. ................ 36 ક્ષમાશ્રમણ.. ................... 36 14 દોષ છૂપાવવો નહીં, દોષ 37 ધર્મ ફિક્કો લાગે કે મીઠો ? .... 37 જયણાપૂર્વક સેવવો..................... 38 થી તીખાશને મારે ................. 15 ગાડા પ્રમાણે ભાર ..................... 15 | 39 પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી 16 અનવસ્થા ટાળવા પ્રાયશ્ચિત્ત....૧૬ | મ.ની જીવનઝરમર..................... 39 17 સારા બનવું 17 | 40 મૂર્ખાઈ... તેના સ્વરૂપ બની જાવ............... 41 પ્રતિબંધકને અપનાવો, 19 લાચારી................................. ઉત્તેજકને છોડો.. ............... 20 ગુરુને છોડવા નહીં .............. ૪ર દુષ્કર-દુષ્કર . ................ ...... 57 21 ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત.......... 18 [43 હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ 58 22 પ્રાયશ્ચિત્ત માફ ...........................19 | 44 ભોજન = દવા, ભાડું ............. 61 23 આલોચના તરત કરવી............... 20|45 નેગેટિવ પોલ.......................... : .......... : * 18
Page #9
--------------------------------------------------------------------------
________________ ...... 93 ક્રમ વિષય પાના નં | ક્રમ વિષય પાના નં. 46 બધાને શુદ્ધ કરનારો પ૯ Reservation, RAC, પોતે અશુદ્ધ .... Cancellation ....... ...... .... 87 47 પ્રભુની માન્યતા 60 છડી તો દાદાની જ પ્રમાણે ચાલવું..................... 69ii પોકારીશ.................................... 89 48 સિમકાર્ડને સાચવો ................. 61 ચારિત્ર શા માટે લેવાનું ? .... 49 વિદેશમાં કંદમૂળત્યાગ ... પહેલા કોણ - 50 તિજોરીની કાળજી રાખો શાસન કે સંસાર ? ............ 51 નિયમ નાનો, લાભ મોટો......... 74| 63 ક્રોધનું ભયંકર ફળ .... પર ગુણાનુરાગ-દોષાનુવાદ 64 પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ ....... .... પ૩ લગ્નવિધિના રહસ્યો ................ 65 કોણ છે આ હરામજાદી ?....... પ૪ લાઈટ ડિમ કરવાથી A66 હોજમાં મડદું... અકસ્માત અટકે 67 આરાધનાનું પ્લાનિંગ.. .... દસમાંથી કોઈપણ 68 બંધન એજ મુક્તિ ...................... આઠ તપાસો દ્રવ્યાલોચના નહીં, પણ પ૬ નવકારશીમાં તો વિશિષ્ટ ભાવાલોચના કરો. .... - 100 આઈટમો જ ખવાય ......... 70 વર્ગીકરણથી ગૂંચવણ દૂર .... 102 પ૭ એક લેકચરથી 95% માર્ક ..........85 | 71 પચ્ચખાણના બે વિષય............ 103 58 વિવિધતા ક્યાં ? .................. T૭ર બે રસ્તા.... ....................... 104 94
Page #10
--------------------------------------------------------------------------
________________ સાધના સાધના એટલે દ્ર (1) અધૂરામાંથી પૂરા બનવું. (2) અપૂર્ણમાંથી પૂર્ણ બનવું. (3) આત્મામાંથી પરમાત્મા બનવું. (4) જીવમાંથી શિવ બનવું. (5) સંસારીમાંથી સિદ્ધ બનવું. (6) શરીરમાંથી અશરીરી બનવું. (7) આહારીમાંથી અણાહારી બનવું. (8) ભોગીમાંથી યોગી બનવું. (9) રાગીમાંથી વૈરાગી બનવું, વીતરાગી બનવું. (10) અજ્ઞાનીમાંથી જ્ઞાની બનવું. સાધના એટલે દ્ર (1) આપણા દોષોને દૂર કરવા. (2) આપણી ઊણપોને પૂરવી (3) આપણી ભૂલોને સુધારવી. (4) આપણી ખામીઓને પૂરવી. (5) આપણી ત્રુટીઓને સાંધવી. . (6) આપણી અધૂરાશને પૂરવી. સાત્વિક શરીર સાથ ન આપે ત્યારે પાપ ન કરો એમાં બહુ મોટી વાત નથી. શરીર સાથ આપે ત્યારે પાપ ન કરો તો સાત્વિક કહેવાઓ. સાધના; સાત્વિક ...1...
Page #11
--------------------------------------------------------------------------
________________ મૈથુનની ભયંકરતા सयसहस्सनारीणं, पोर्ट फाडेइ निग्घिणो / सत्तट्ठमासिए गब्भे, तडप्फडन्ते निकिन्तइ // 1 // ता तस्स जत्तियं पावं, तत्ति चेव चउगुणं / इक्कइत्थीपसंगेणं, साहू बंधइ मेहुणे // 2 // જે ક્રૂર માણસ એક લાખ ગર્ભવતી નારીઓના પેટને ફાડીને તેમાં રહેલા સાત-આઠ મહિનાના તરફડતા ગર્ભોને મારી નાંખે છે, તેના કરતા ચારગણું પાપ સાધુને એક સ્ત્રીની સાથે મૈથુન કરવામાં લાગે છે. साहुणीए सहस्सगुणं, मेहुणेक्वंसि सेविए / कोडीगुणं बिइज्जेणं, तइए बोही विणस्सइ // 3 // સાધ્વીની સાથે એક વાર મૈથુન સેવવામાં સાધુને તેના કરતા હજારગણું પાપ લાગે છે, બીજી વાર મૈથુન સેવવામાં કરોડગણું પાપ લાગે છે અને ત્રીજી વાર મૈથુન સેવવામાં સમ્યક્ત નાશ પામે છે. आजम्मेणं तु जं पावं, बंधिज्जा मच्छबंधओ / वयभंग काउमणस्स, तं चेवऽट्टगुणं भवे // માછીમાર પોતાના સંપૂર્ણ જીવનમાં જે પાપ કરે તેના કરતા આઠગણું પાપ વ્રતનો ભંગ કરવા ઈચ્છતા સાધુને લાગે. * * * * * કચરાપેટી કચરાપેટીમાં ગંદગી હોય છે. તેથી તે માણસને ગમતી નથી. આપણા શરીરમાં પણ સાત ધાતુઓ, ચામડી, આંતરડા વગેરેની ગંદગી ભરેલી છે. તો પછી એ શરીર ઉપર પ્રીતિ શા માટે કરવી ? મૈથુનની ભયંકરતા; કચરાપેટી
Page #12
--------------------------------------------------------------------------
________________ હાથ હલાવે તો પેટ ભરાયા એક ગરીબ માણસે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ ! મને ભોજન આપો.' બીજા દિવસે તેની સામે ભોજનની થાળી હાજર થઈ ગઈ. પણ તે માણસ ખાતો નથી. કોઈએ તેને પૂછયું, “ભાઈ ! ભોજનની થાળી પડી છે, કેમ ખાતો નથી ?' ગરીબ બોલ્યો, “કોઈ ખવડાવે તો ખાઉં.” ભાઈએ કહ્યું, “કોઈ ખવડાવે નહીં, આપણે જાતે જ ખાવું પડે.” ગરીબ ન માન્યો. થોડા સમય પછી ભાઈએ કહ્યું, “અલ્યા ! ખાઈ લે, નહીંતર મરી જઈશ.” છતાં ગરીબ ન માન્યો. છેવટે ભાઈએ તેને યુક્તિ બતાવી, “તું ભોજન તરફ હાથ લંબાવવા પ્રયત્ન કર. તું હાથ હલાવ, પણ તારા હાથ ભોજન સુધી પહોંચતા નથી એવો દેખાવ કર. તેથી લોકો સમજશે કે, “આને ખાવું છે, પણ હાથ પહોંચતો નથી.” તેથી કોઈકને દયા આવશે અને તને ખવડાવશે.' ગરીબે તેમ કર્યું. એક પરગજુ માણસને દયા આવી. તેણે તેને ખવડાવ્યું. ગરીબને ભોજન મળી ગયેલું. પણ હાથ હલાવ્યા વિના એ ભોજન એના પેટમાં ન ગયું. તેમ આપણને પણ આરાધનાની બધી સામગ્રી મળી ગઈ છે. હવે જો આપણે આરાધના કરીશું તો પુણ્યનું ભાથું બંધાશે. જો એમ જ બેસી રહ્યા તો આપણે ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં રવાના થવું પડશે. ભોજન મળવા છતાં ભૂખ્યો રહે એ દયાપાત્ર છે. આરાધનાની સામગ્રી મળવા છતાં આરાધનાથી વંચિત રહે તે તો વધુ દયાપાત્ર છે. આપણે આવા દયાપાત્ર બનવાનું નથી. માટે મળેલી આરાધનાની સામગ્રીને સાર્થક કરીએ અને ભરપૂર આરાધના કરીએ. * * * * * હાથ હલાવે તો પેટ ભરાયા
Page #13
--------------------------------------------------------------------------
________________ આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ? એક રાજા હતો. દુશ્મન રાજાએ તેના પર ચડાઈ કરી. આ રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી, યુદ્ધ કરીને તે રાજાને હરાવો.” સૈનિકો ગયા. યુદ્ધ થયું. પણ સૈનિકો તે દુશ્મન રાજાના પ્રહારો સામે હારી ગયા અને પાછા આવ્યા. રાજા પાસે આવીને તેમણે હકીકત જણાવી. તે સાંભળીને રાજા ગુસ્સે થયો. તે બોલ્યો, ‘તમે મારો પગાર ખાઓ છો અને દુશ્મન સામે હારી જાઓ છો. આ કેમ ચાલે ?' આમ રાજાના અપમાનજનક શબ્દો સાંભળીને સૈનિકોને ગુસ્સો આવ્યો. તેમણે તે રાજાને બાંધીને દુશ્મન રાજાને સોંપ્યો. બીજો એક રાજા હતો. દુશ્મન રાજાએ તેના પર ચડાઈ કરી. રાજાની આજ્ઞાથી સૈનિકો લડવા ગયા. પણ હારીને પાછા આવ્યા. રાજાએ વાત જાણી. રાજાએ તેમને ઉતારી ન પાડ્યા. તેમનો ઊધડો ન લીધો. તેમને ઠપકો ન આપ્યો. તેમના પર તે ગુસ્સે ન થયો. પણ તેણે તેમને પ્રોત્સાહન આપ્યું. પૂર્વે તે સૈનિકોએ કરેલા પરાક્રમોની પ્રશંસા કરીને તેણે તેમને પાણી ચડાવ્યું. આમ રાજાના પ્રોત્સાહનથી તેમનો ઉત્સાહ વધી ગયો. તેથી ઘા લાગ્યા હોવા છતાં અને એક વાર હાર્યા હોવા છતાં તેઓ બમણા ઉત્સાહથી ફરી લડવા ગયા અને દુશ્મન રાજાને હરાવીને તેમણે વિજય મેળવ્યો. - ટૂંકમાં, પહેલા રાજાએ સૈનિકોને ઠપકો આપીને પોતાની ઉપર આફતને નોતરી. બીજા રાજાએ સૈનિકોને પ્રોત્સાહન આપીને હારેલી બાજીને જીતમાં પલટાવી. ઉપનય - રાજા = આચાર્ય સૈનિકો = શિષ્યો દુશ્મન રાજા = મોહરાજા હારવું = અતિચાર લાગવા ..4... આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ?
Page #14
--------------------------------------------------------------------------
________________ જીતવું = પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું. એક આચાર્ય મહારાજના શિષ્યોએ ક્યારેક કોઈ દોષ સેવ્યો. તેમણે ગુરુજીને તે વાત જણાવી. ગુરુએ તેમને ઠપકો આપ્યો, “સાધુપણામાં આવા દોષો સેવો છો. લાજશરમ છે કે નહીં ? આ તમને શોભતું નથી.' આમ ગુરુએ કઠોર શબ્દોથી ઠપકો આપ્યો એટલે શિષ્યોનું મન ભાંગી ગયું. કેટલાકે સંયમ છોડી દીધું. કેટલાકે પ્રાયશ્ચિત્ત કરવાનું માંડી વાળ્યું. કેટલાકે ગુરુ સાથે ઝઘડો કર્યો. કેટલાકે ગુરુને લાકડીથી માર્યા. કેટલાકે ગુરુને મારી નાંખ્યાં. આમ ગુરુને શિષ્યોને સમજાવતા ન આવડ્યું. તેમણે આપેલા ઠપકાથી શિષ્યો વિફર્યા. તેથી ગુરુ પર આફત આવી અને શિષ્યો પણ વિરાધક થયા. બીજા આચાર્યમહારાજના શિષ્યોએ કોઈ દોષ સેવીને ગુરુ પાસે આલોચના કરી. ગુરુએ તેમણે પૂર્વે કરેલી આરાધનાઓની અનુમોદના કરી અને વર્તમાનમાં સેવેલો દોષ ફરી ન સેવવાની મીઠી ટકોર કરી. આમ ગુરુની મધુર હિતશિક્ષાથી શિષ્યોનો ઉત્સાહ વધ્યો. તેમણે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત શીધ્ર પૂર્ણ કર્યું. અને ફરી દોષ ન લાગે તેની કાળજીપૂર્વક આરાધના કરવા લાગ્યા. આમ ગુરુની હોંશિયારીભરી હિતશિક્ષાથી શિષ્યો પણ આરાધક બન્યા અને ગુરુ પણ આબાદ થયા. ટૂંકમાં, પહેલા આચાર્યમહારાજના ઠપકાથી શિષ્યોએ પ્રાયશ્ચિત્ત ન કર્યું. જ્યારે બીજા આચાર્યમહારાજની સમજાવટથી શિષ્યોએ પ્રાયશ્ચિત્ત કર્યું અને આરાધક થયાં. માટે આલોચના કરનારને ઠપકો ન આપવો પણ તેનો ઉત્સાહ વધે અને તે સંપૂર્ણ આલોચના કરે અને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ થાય તેવી પ્રેરણા તેને કરવી. * * * * * આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ?
Page #15
--------------------------------------------------------------------------
________________ ગુરુની જવાબદારી એક ખેડૂતે ખેતરમાં ડાંગર વાવી. ખેતરની ચારે તરફ તેણે વાડ કરી. વાડમાં તેણે એક બારણું કર્યું. એક વાર એક બળદ બારણાથી ખેતરમાં પેઠો અને ડાંગર ખાવા લાગ્યો. ખેડૂતે આવીને જોયું. તેને ગુસ્સો આવ્યો. તેણે બારણું બંધ કર્યું. પછી લાકડીથી અને પથ્થરોથી બળદને મારવા લાગ્યો. બારણું બંધ હોવાથી બળદ બહાર નીકળી શક્યો નહીં. તેથી લાકડી અને પથ્થરોના પ્રહારોથી બચવા ખેતરની અંદર જ આમતેમ ભમવા લાગ્યો. તેથી આખું ખેતર ખેદાન-મેદાન થઈ ગયું. આમ આ ખેડૂતને બળદને હંકારતા ન આવડ્યું તો તેનું આખું ખેતર નષ્ટ થઈ ગયું. બીજા એક ખેડૂતે ખેતરમાં ડાંગર વાવી. તેણે પણ વાડ અને બારણું કર્યા. તેના ખેતરમાં પણ બળદ પેઠો અને ડાંગર ખાવા લાગ્યો. તે જોઈને ખેડૂતે બુદ્ધિ વાપરી. તે એકબાજુ ઊભો રહીને અવાજ કરવા લાગ્યો. તેથી બળદ ડર્યો. તેથી તે બારણેથી ભાગ્યો. ભાગતાં તે બળદને ખેડૂતે ઢેફાલાકડી વગેરેથી માર્યો. આમ હોંશિયારીપૂર્વક તેણે બળદને બહાર કાઢ્યો તો તેનું ખેતર બચી ગયું. ટૂંકમાં, પહેલા ખેડૂતને બળદને બહાર કાઢતા ન આવડ્યું. તો તેનું ખેતર નષ્ટ થયું. બીજા ખેડૂતે કુનેહથી બળદને બહાર કાઢ્યો તો તેનું ખેતર આબાદ બચી ગયું. ઉપનય - ખેડૂત = આચાર્ય મહારાજ ખેતર = શિષ્યો બળદ = દોષો જો આચાર્યમહારાજ આલોચના કરનાર શિષ્યને ઠપકો આપે છે તો શિષ્યના જીવનમાંથી તે દોષ નીકળવાની બદલે બીજા અનેક દોષો એના જીવનમાં આવી જાય અને તેથી શિષ્ય પાયમાલ થઈ જાય. તેમાં નિમિત્ત બનવાથી ગુરુ પણ દોષિત બને. ...... ગુરુની જવાબદારી
Page #16
--------------------------------------------------------------------------
________________ જો આચાર્યમહારાજ આલોચના કરનાર શિષ્યને બરાબર સમજાવીને, મધુર હિતવચનો કહીને પ્રેરણા કરે તો શિષ્યના જીવનમાંથી તે દોષ નીકળી જાય અને ફરી તે તેના જીવનમાં ન પેસે. આમ શિષ્યનું જીવન દોષમુક્ત બને, સુવિશુદ્ધ બને અને ગુણોથી સમૃદ્ધ બને. તેમાં નિમિત્ત બનવાથી ગુરુને પણ લાભ થાય. ટૂંકમાં, ગુરુની અનાવડતને લીધે આલોચના કરનાર શિષ્યની વિશુદ્ધિ ન થાય. ગુરુની આવડતથી આલોચના કરનાર શિષ્યની પરિપૂર્ણ વિશુદ્ધિ થાય. માટે ગુરુના માથે મોટી જવાબદારી છે. જો તે તેને બરાબર નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને લાભ થાય. જો તે તેને બરાબર ન નીભાવે તો તેમને અને શિષ્યોને બન્નેને નુકસાન થાય. * * * * * ગોશાળાત્તિ ગોશાળાએ પ્રભુવીરની ભક્તિ તો કરી ન હતી, ઊલટું તેના લીધે ભગવાનને ઘણીવાર હેરાન થવું પડ્યું હતું. ગોશાળા પર જ્યારે જ્યારે તકલીફ આવતી ત્યારે ત્યારે તે તેમાંથી બચવા માટે પ્રભુનો આશરો લેતો. આપણામાં આવી ગોશાળાવૃત્તિ તો નથી ને ? આપણે દેવગુરુની ભક્તિ તો કરતા નથી, ઊલટું તેમના આશાતના અને અવિનય કરીએ છીએ. જ્યારે જ્યારે આપણી ઉપર તકલીફ આવે છે ત્યારે ત્યારે તેને દૂર કરવા આપણે દેવ-ગુરુનો આશરો લઈએ છીએ. આ પણ ગોશાળાવૃત્તિ જ છે ને ? તો પછી આપણામાં અને ગોશાળામાં ફરક શું ? ફરક એટલો કે એ ગોશાળાને દુનિયા ગોશાળા તરીકે ઓળખે છે. જ્યારે આપણને દુનિયા ધર્માત્મા તરીકે ઓળખે છે. આપણી અંદર રહેલા ગોશાળાને દુનિયા ઓળખતી નથી. ગોશાળાવૃત્તિ
Page #17
--------------------------------------------------------------------------
________________ દર્દી પ્રમાણે દવા શરીરથી બળવાન મનુષ્ય જ્યારે માંદો પડે છે ત્યારે ડોક્ટર તેને heavy dose આપે છે. થોડી પીડા થાય એવી પણ તેની ચિકિત્સા કરે છે. આનું કારણ એ છે કે રોગી સશક્ત છે, સહન કરી શકે તેમ છે. તેથી ભારે ઉપચાર પણ તેની ઉપર કરી શકાય છે. શરીરથી ઢીલો મનુષ્ય જ્યારે માંદો પડે છે ત્યારે ડોક્ટર તેને mild dose આપે છે. તેને પીડા ન થાય તેવી રીતે તેની ચિકિત્સા કરે છે. આનું કારણ એ છે કે રોગી અશક્ત છે, તેનું શરીર ભારે ઉપચારોને સહન કરી શકે તેમ નથી. તેથી તેના ઉપચાર તેવી રીતે કરવા પડે કે તેને પીડા ન થાય અને તેનો રોગ પણ દૂર થઈ જાય. ઉપનય : આલોચના કરનાર જો શારીરિક - માનસિક રીતે સશક્ત હોય તો તેને પ્રાયશ્ચિત્તમાં કઠોર તપ પણ અપાય, તેને ભારે પ્રાયશ્ચિત્ત પણ અપાય. આનું કારણ એ છે કે તે ભારે કે કઠોર પ્રાયશ્ચિત્તને વહન કરવા સમર્થ છે. જો આલોચના કરનાર શારીરિક-માનસિક રીતે ઢીલો હોય તો તેને પ્રાયશ્ચિત્તમાં અલ્પ તપ અપાય, તેને હલકુ પ્રાયશ્ચિત્ત અપાય. આનું કારણ એ છે કે તે ભારે પ્રાયશ્ચિત્ત વહન કરવા સમર્થ નથી. ડોક્ટરનો આશય દર્દીને નીરોગી કરવાનો હોય છે. તે બધા દર્દીઓને એકસરખી દવા આપતો નથી. સરખા રોગમાં પણ તે દર્દીની ક્ષમતા પ્રમાણે તેને દવા આપે છે. તે દર્દીઓમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત કરતો નથી. દર્દીની ક્ષમતા મુજબ તેને દવા આપીને તે તેને નીરોગી કરે છે. જો ડોક્ટર સશક્ત દર્દીને mild dose આપે તો તેની તેને અસર જ ન થાય. તેથી તેનો રોગ દૂર ન થાય. જો ડોક્ટર અશક્ત દર્દીને heavy dose આપે તો તે તેને જીરવી ન શકે. તેથી તેને reaction આવે અને તેનો રોગ વધી જાય. માટે ડોક્ટર દર્દીની અવસ્થા વિચારીને તે મુજબ તેને દવા આપે, બધાને એકસરખી કે વિપરીત દવા ન આપે. 8... દર્દી પ્રમાણે દવા
Page #18
--------------------------------------------------------------------------
________________ ગુરુનો આશય શિષ્યને વિશુદ્ધ કરવાનો હોય છે. તેઓ બધા શિષ્યોને એકસરખું પ્રાયશ્ચિત્ત આપતા નથી. સરખા દોષમાં પણ તેઓ શિષ્યોની ક્ષમતા પ્રમાણે તેમને પ્રાયશ્ચિત્ત આપે છે. તેમાં તેમને શિષ્યો પ્રત્યે કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી હોતો. શિષ્યોની યોગ્યતા પ્રમાણે તેમને પ્રાયશ્ચિત્ત આપીને તેઓ તેમને વિશુદ્ધ કરે છે. - જો ગુરુ સશક્ત શિષ્યોને મંદ પ્રાયશ્ચિત્ત આપે તો તેનાથી તેમને અસર જ ન થવાથી તેમની વિશુદ્ધિ જ ન થાય. જો ગુરુ અશક્ત શિષ્યોને ભારે પ્રાયશ્ચિત્ત આપે તો તેઓ તે વહન ન કરી શકવાથી તેમના ભાવ તૂટી જાય અને વધુ દોષો સેવવા લાગે. તેથી વિશુદ્ધ થવાની બદલે તેઓ વધુ મલિન થાય. માટે શિષ્યની યોગ્યતા વિચારીને ગુરુ તેને તે મુજબ પ્રાયશ્ચિત્ત આપે, બધાને એકસરખું કે વિપરીત પ્રાયશ્ચિત્ત ન આપે. - આ હકીકતને બરાબર સમજીને ગુરુ જ્યારે ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપે ત્યારે ગુરુને પક્ષપાતી ન માનવા, તેમના પ્રત્યે અસદ્ભાવ ન કરવો, પણ વિશુદ્ધિ કરાવનારા હોવાથી તેમને ઉપકારી માનવા. લાચારી, દોષ, વિરાધભાવ ખાવું એ લાચારી છે, વધુ ખાવું તે દોષ છે, વારંવાર વધુ ખાવું તે વિરાધભાવ છે. સૂવું એ લાચારી છે, વધુ સૂવું તે દોષ છે, વારંવાર વધુ સૂવું તે વિરાધકભાવ છે. બોલવું એ લાચારી છે, વધુ બોલવું તે દોષ છે, વારંવાર વધુ બોલવું તે વિરાધકભાવ છે. એમ બધે સમજવું. લાચારી, દોષ, વિરાધકભાવ
Page #19
--------------------------------------------------------------------------
________________ આલોચના-પ્રાયશ્ચિત્તનું મહત્ત્વ ગાડામાં અમુક અંગો મુખ્ય હોય છે અને અમુક અંગો ગૌણ હોય છે. મુખ્ય અંગો અને ગૌણ અંગો બન્નેથી યુક્ત એવું ગાડું ભારને ઊંચકવા સમર્થ બને છે. જો ગાડાનું કોઈ મુખ્ય અંગ ભાંગી ગયું હોય તો તે ગાડું ભાર ઊંચકી શકતું નથી. તે આખુ ગાડું ભાંગી જાય છે. જો ગાડાનું કોઈ ગૌણ અંગ ભાંગી ગયું હોય તો પણ તે ગાડું ભાર ઊંચકી શકે છે. જો તે ગૌણ અંગને ઠીક કરવામાં ન આવે તો ધીમે ધીમે બીજા ગૌણ અંગો પણ ભાંગી જતા એક દિવસ તે ગાડું નકામું બની જાય છે. | કોઈ મંડપ ઉપર મોટી શિલા નાંખવામાં આવે તો તે મંડપ તૂટી જાય છે. જો તે મંડપ ઉપર થોડા સરસવના દાણા નાંખવામાં આવે તો તે મંડપ તૂટતો નથી. જો તે દાણા કાઢવામાં ન આવે અને નવા નવા દાણા તેની ઉપર નાંખવામાં આવે તો એક દિવસ દાણાનું ઘણું વજન વધવાના કારણે મંડપ તૂટી જાય. ઉપનય - ગાડું = સાધુ મુખ્ય અંગો = મૂળગુણો ગૌણ અંગો = ઉત્તરગુણો ભાર = ચારિત્ર ભાર ઊંચકવો = ચારિત્ર પાળવું મૂળગુણો અને ઉત્તરગુણોથી યુક્ત સાધુ ચારિત્રનો ભાર ઊંચકવા સમર્થ બને છે. જો તેનો કોઈ મૂળગુણ ભાંગી જાય તો તેના બીજા મૂળગુણો પણ ભાગી જતાં તે સાધુ ચારિત્રને પાળવા સમર્થ બનતો નથી. જો તેનો કોઈ ઉત્તરગુણ ભાંગી જાય તો પણ તે ચારિત્ર પાળવા સમર્થ બને છે. આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા તે સાધુ તે ઉત્તરગુણને સમારી દે છે. જો તે સાધુ આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરે તો ધીમે ધીમે તેના બીજા પણ ઉત્તરગુણો ભાંગી જાય છે. એમ થતાં એક દિવસ તે સાધુના સર્વ મૂળગુણો અને ઉત્તરગુણો સર્વથા ભાંગી જવાથી તે ચારિત્ર પાળવા સમર્થ બનતો નથી. ..10... આલોચના-પ્રાયશ્ચિત્તનું મહત્ત્વ
Page #20
--------------------------------------------------------------------------
________________ મંડપ = ચારિત્ર મોટી શિલા = મૂળગુણોનો ઘાત સરસવના દાણા = ઉત્તરગુણોના અતિચારો જો મૂળગુણો અને ઉત્તરગુણો અખંડ હોય તો ચારિત્ર પાળી શકાય છે. જો મૂળગુણોનો ઘાત થાય તો ચારિત્ર ભાંગી જાય છે. જો ઉત્તરગુણોનો ઘાત થાય તો ચારિત્ર ભાંગી જતું નથી. તેનું આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા સમારકામ કરવું જરૂરી છે. આલોચના-પ્રાયશ્ચિત્ત કરવાથી ચારિત્ર પાછું પહેલાની જેમ વિશુદ્ધ થઈ જાય છે. જો આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરાય તો ધીમે ધીમે અતિચારો વધી જવાથી ચારિત્રનો મંડપ તૂટી જાય છે. ટૂંકમાં, મૂળગુણોના ઘાતથી ચારિત્રનો સંપૂર્ણપણે નાશ થાય છે. દોષોઅતિચારો લાગવાથી ચારિત્રનો નાશ થતો નથી, પણ તેની મલિનતા થાય છે. તેને આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ કરી દેવાય તો ચારિત્ર સુવિશુદ્ધ થઈ જાય. જો આલોચના-પ્રાયશ્ચિત્ત ન કરાય તો દોષો-અતિચારોની મલિનતા વધતી જાય. તેથી એક દિવસ ચારિત્ર નાશ પામે. વર્તમાનમાં ચારિત્રમાં દોષો-અતિચારો તો લાગ્યા જ કરે છે. સંપૂર્ણ નિરતિચાર ચારિત્ર પાળવું હાલ મુશ્કેલ છે. તેથી જો વારંવાર આલોચનાપ્રાયશ્ચિત્ત કરતા રહીએ તો ચારિત્ર નિર્મળ રહે. માટે, આલોચના-પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ ન કરવો, પણ તેમાં સતત જાગૃતિ રાખવી. અવસરે અવસરે આલોચનાપ્રાયશ્ચિત્ત કરીને આત્મા પર લાગેલ દોષો-અતિચારોની ગંદગીને દૂર કરતા રહેવી. * * * * * ક્રોધ-સમતા ક્રોધે ક્રોડ પૂરવ તણું સંજમ ફળ જાય. સમતાએ ક્રોડ પૂરવ તણું સંજમ ફળ થાય. ક્રોધ-સમતા
Page #21
--------------------------------------------------------------------------
________________ મેલ પ્રમાણે પાણી કોઈ કપડું થોડું જ મેલું હોય તો તે ઘરમાં જ પાણીના એક જ ઘડાથી ચોખ્ખું થઈ જાય છે. વધુ મેલું કપડું પાણીના બે ઘડાથી ચોખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના ત્રણ ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના ચાર ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના પાંચ ઘડાથી ચોખ્ખું થાય છે. તેનાથી પણ વધુ મેલું કપડું પાણીના છ ઘડાથી ચોખ્ખું થાય છે. જે કપડામાં મેલ એકદમ જામ થઈ ગયો હોય તેને ચોખ્ખું કરવા ઘરમાંથી નીકળીને તળાવ, નદી વગેરેના કિનારે જઈને તેને સાબુ લગાવવો પડે, તેને ખૂબ ઘસવું પડે, ધોકા મારવા પડે, પથ્થર પર તેને પછાડવું પડે. આમ કરવાથી તે કપડું ચોખ્ખું થાય છે. આમ મેલા કપડા અનેક પ્રકારનાં હોય છે. કપડામાં જેવો મેલ હોય તેને ચોખ્ખું કરવા તેવા ઉપાયો અજમાવવા પડે. કપડું ઓછું મેલું હોય તો તેને ચોખ્ખું કરવા ઓછા પાણી અને ઓછી મહેનત જોઈએ. જેમ જેમ મેલ વધે તેમ તેમ તેને ચોખ્ખું કરવા વધુ પાણી અને વધુ મહેનત જોઈએ. કપડા ધોનારનો તો એક જ આશય હોય છે - કપડું શુદ્ધ કરવાનો. જેટલા પાણી અને જેટલી મહેનતથી કપડું શુદ્ધ થાય તેટલા પાણી અને તેટલી મહેનતનો તે ઉપયોગ કરે છે. તેને કપડાઓ ઉપર કોઈ પક્ષપાત નથી. ઉપનય - કપડું = સાધુ (આલોચના કરનાર) મેલ = દોષ પાણી, મહેનત = પ્રાયશ્ચિત્ત ચોખ્ખાઈ = શુદ્ધિ કોઈ સાધુએ અલ્પ દોષ સેવ્યો હોય તો તેની શુદ્ધિ અલ્પ તપથી થાય. કોઈ સાધુએ વધુ દોષ સેવ્યો હોય તો તેની શુદ્ધિ વધુ તપથી થાય. તેના કરતા વધુ દોષ સેવ્યો હોય તો છેદ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. ...12... મેલ પ્રમાણે પાણી
Page #22
--------------------------------------------------------------------------
________________ તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો મૂલ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. તેના કરતા પણ વધુ દોષ સેવ્યો હોય તો પારાંચિત પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય. ઓછા દોષની શુદ્ધિ અલ્પ પ્રાયશ્ચિત્તથી થાય છે. વધુ દોષની શુદ્ધિ વધુ પ્રાયશ્ચિત્તથી થાય છે. જેમ જેમ દોષ મોટો હોય તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ આવે. પ્રાયશ્ચિત્ત આપનારનો આશય એક જ હોય છે - આલોચના કરનારની શુદ્ધિ કરવી. જેટલા પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થાય તેટલું પ્રાયશ્ચિત્ત તે તેને આપે. તેમાં તેમને આલોચના કરનાર ઉપર કોઈ પક્ષપાત હોતો નથી. વળી, મેલ થોડો હોય કે ઘણો હોય પણ જો તે એકદમ ચોટેલો હોય તો તેને દૂર કરવા ઘણું પાણી જોઈએ અને મેલ થોડો હોય કે ઘણો હોય પણ જો તે ચોટેલો ન હોય, ઉપરછલ્લો જ હોય તો તેને દૂર કરવા થોડું જ પાણી જોઈએ. તેમ દોષ નાનો હોય કે મોટો હોય પણ જો તેનો પસ્તાવો ન હોય તો તેની શુદ્ધિ માટે મોટું પ્રાયશ્ચિત્ત આવે અને દોષ નાનો હોય કે મોટો હોય પણ તેનો પારાવાર પસ્તાવો હોય તો તેની શુદ્ધિ માટે નાનું પ્રાયશ્ચિત્ત આવે. ટૂંકમાં, જેમ જેમ દોષ વધુ તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ. જેમ જેમ દોષ અલ્પ તેમ તેમ પ્રાયશ્ચિત્ત અલ્પ. જેમ જેમ પસ્તાવો વધુ તેમ તેમ પ્રાયશ્ચિત્ત અલ્પ. - જેમ જેમ પસ્તાવો અલ્પ તેમ તેમ પ્રાયશ્ચિત્ત વધુ. માટે પહેલા નંબરમાં તો દોષ સેવવો જ નહીં. કદાચ દોષ સેવવો પડે તો ઓછામાં ઓછો દોષ સેવવો અને તે પણ તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક સેવવો કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી આપણી શુદ્ધિ થઈ જાય. મેલ પ્રમાણે પાણી ...13...
Page #23
--------------------------------------------------------------------------
________________ દોષ છુપાવવો નહીં, દોષ જયણપૂર્વક સેવવો એક વાણિયાને એક નિધાન મળ્યું. તેણે કોઈને તે જણાવ્યું નહીં. બીજા કોઈ માણસને તેની ખબર પડી. તેણે રાજાને જણાવ્યું. રાજા વાણિયા પર ગુસ્સે થયો. તેણે વાણિયાને દંડ કર્યો અને તેનું નિધાન લઈ લીધું. - એક બ્રાહ્મણને એક નિધાન મળ્યું. તેણે રાજાને જણાવ્યું. રાજા નિધાન જોવા આવ્યા. રાજાએ નિધાનની હકીકત પૂછી. બ્રાહ્મણે બધુ સાચું કહી દીધું. રાજા ખુશ થયો. તેણે બ્રાહ્મણનો સત્કાર કર્યો અને તેનું નિધાન તેને આપી દીધું. ઉપનય : (1) જે દોષ સેવીને ગુરુને જણાવતો નથી, એટલે કે આલોચના-પ્રાયશ્ચિત્ત લેતો નથી તેને કર્મરાજા પછી મોટો દંડ આપે છે અને નિધાન સમાન તેના ગુણો હરી લે છે. જે દોષ સેવીને ગુરુ પાસે તેના આલોચના-પ્રાયશ્ચિત્ત લે છે તેને કર્મરાજા કોઈ દંડ આપતો નથી અને નિધાન સમાન તેના ગુણો અકબંધ રહે છે. (2) જે કારણે દોષ સેવે છે અને તે પણ જયણાપૂર્વક દોષ સેવે છે, એટલે કે જરૂર પૂરતો ઓછામાં ઓછો દોષ સેવે છે તેને ગુરુ વિશેષ પ્રાયશ્ચિત્ત આપતા નથી. તેનું બધું પ્રાયશ્ચિત્ત માફ થઈ જાય છે. જે વિના કારણે દોષ સેવે છે અને જે કારણે જયણા વિના દોષ સેવે છે એટલે કે બેફામ (જરૂર કરતા વધુ) દોષને સેવે છે તેને ગુરુ વધુ પ્રાયશ્ચિત્ત આપે છે. માટે (1) દોષ સેવીને ક્યારેય ગુરુથી છુપાવવો નહીં. ખુલ્લા હૃદયે ગુરુને બધુ કહી દેવું. તેમાં જ એકાંતે કલ્યાણ છે. (2) વળી દોષ સેવવો પડે ત્યારે પણ જયણાપૂર્વક દોષ સેવવો, બેફામ નહીં, જરૂર પડે ત્યારે જ અને જરૂર પૂરતો જ દોષ સેવવો, કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી આપણી વિશુદ્ધિ થઈ જાય. * * * * * ..14... દોષ છુપાવવો નહીં, દોષ જયણાપૂર્વક સેવવો
Page #24
--------------------------------------------------------------------------
________________ ગાડા પ્રમાણે ભાર ગાડા ચાર પ્રકારના હોય છે - (1) ગાડું મજબૂત હોય, બળદ સશક્ત હોય, (ર) ગાડું મજબૂત હોય, બળદ નબળા હોય. (3) ગાડું નબળું હોય, બળદ સશક્ત હોય. (4) ગાડું નબળું હોય, બળદ નબળા હોય. પહેલા ગાડામાં પૂરેપૂરો ભાર નંખાય છે. બીજા ગાડામાં બળદો ખેચી શકે તેટલો ભાર નંખાય છે. ત્રીજા ગાડામાં ગાડું ખમી શકે તેટલો ભાર નંખાય છે. ચોથા ગાડામાં બળદો ખેંચી શકે અને ગાડુ ખમી શકે તેટલો ભાર નંખાય છે. જીવો પણ ચાર પ્રકારના હોય છે - (1) સંઘયણ મજબૂત હોય, ઘીરજ મજબૂત હોય. (2) સંઘયણ મજબૂત હોય, ધીરજ ઓછી હોય. (3) સંઘયણ નબળું હોય, ધીરજ મજબૂત હોય. (4) સંઘયણ નબળું હોય, ધીરજ ઓછી હોય. સંઘયણ = શારીરિક શક્તિ. ધીરજ = માનસિક સ્વસ્થતા. પહેલા જીવને પૂરેપૂરું પ્રાયશ્ચિત્ત અપાય છે. બીજા જીવને તેની ધીરજ ટકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. ત્રીજા જીવને તેનું શરીર ખમી શકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. ચોથા જીવને તેની માનસિક સ્વસ્થતા ટકે અને તેનું શરીર ખમી શકે તેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે. આમ જીવની યોગ્યતા મુજબ તેને પ્રાયશ્ચિત્ત અપાય છે. માટે ક્યારેક બીજા કરતા ઓછું-વધું પ્રાયશ્ચિત્ત મળ્યું હોય તો “ગુરુ પક્ષપાતી છે એમ ન વિચારવું, પણ ગુરુએ સમજી-વિચારીને બરાબર પ્રાયશ્ચિત્ત આપ્યું છે એમ વિચારી મનમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા-સમર્પણ અકબંધ રાખવા. ગાડા પ્રમાણે ભાર ...15...
Page #25
--------------------------------------------------------------------------
________________ અનવસ્થા ટાળવા પ્રાયશ્ચિત્ત એક રાજા પર દુશ્મન રાજાએ આક્રમણ કર્યું. આ રાજાએ ત્રણ નગરોમાં પોતાના ત્રણ સુભટો મોકલ્યા અને તેમને કહ્યું કે, “નગરોની રક્ષા કરજો.” તે ત્રણે 1-1- નગરમાં રહ્યા. દુશ્મન રાજાએ નગરોને ઘેરો ઘાલ્યો. તેથી નગરમાં ભોજન-સામગ્રી ખૂટી ગઈ. તેથી તેમણે રાજાના કોઠારમાંથી 3030 ઘડા અનાજ લીધું. પછી દુશ્મન રાજાને હરાવીને તેઓ રાજા પાસે આવ્યા અને બધી વાત કરી. રાજા ખુશ થયો. અનાજ લીધાની વાત કરી. રાજાએ વિચાર્યું, ‘જો કે આમણે દુશ્મન રાજાને જીતવા માટે અનાજ લીધું હતું, એટલે એમનો ગુનો નથી. છતાં જો એમને દંડ નહીં આપું તો તેઓ વારંવાર પૂછ્યા વિના અનાજ લેતા થઈ જશે. વળી તેમને જોઈને બીજા પણ શીખશે.” | માટે તેમને અને બીજાને અનાજ લેવાનો ભય લાગે એટલે રાજાએ તેમને દંડ આપ્યો, ‘તમે 10-10 ઘડા અનાજ મને આપો. બાકીના ર૦ ઘડા અનાજ માફ કર્યા.' ઉપનય - રાજા = ગુરુ સુભટ = સાધુ કોઠાર = છ કાયના જીવો દુશ્મન રાજાની ચડાઈ = ઉપદ્રવ, દુકાળ વગેરે. ઉપદ્રવ, દુકાળ વગેરે આપત્તિઓમાં સાધુઓ છ કાયના જીવોની હિંસારૂપ દોષ સેવીને તેમાંથી પાર ઊતરે છે. ત્યારે ગુરુ વિચારે, “જો કે કારણે દોષ સેવ્યો હોવાથી આ સાધુઓ દંડપાત્ર નથી, છતાં જો દંડ નહીં અપાય તો તેઓ વારંવાર વિના કારણે, જયણા વિના, પ્રમાદથી દોષો સેવવા લાગશે. વળી, તેમને જોઈને બીજા પણ શીખશે. માટે તેમને અને બીજાને ફરી દોષો સેવતા ભય લાગે એટલા માટે તેમને પ્રાયશ્ચિત્ત આપવું જરૂરી છે.” ...16... અનવસ્થા ટાળવા પ્રાયશ્ચિત્ત
Page #26
--------------------------------------------------------------------------
________________ આમ વિચારી ગુરુ તેમને પ્રાયશ્ચિત્ત આપે. તે પણ ઘણું માફ કરીને થોડું આપે. આમ અનવસ્થાને અટકાવવા માટે ગુરુ કારણે દોષ સેવનારને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપે. * * * * * સારા બનવું રોગીને સાજા દેખાવામાં રસ નથી હોતો, તેને તો સાજા થવું છે. તેમ આપણે પણ સારા દેખાવાની ઈચ્છા ન રાખવી, સારા બનવા પ્રયત્ન કરવા. તેના સ્વરૂપ બની જાવ જેના વિચારો કરો, જેનું ધ્યાન ધરો, આંશિક રીતે તેના સ્વરૂપ બની જાવ. બીજાના દોષો વિચારો, તેનું ધ્યાન કરો તો આંશિક રીતે તેના સ્વરૂપ બની જાવ. લાચારી જેની સિદ્ધભગવંતોને જરૂર ન હોય અને જેના વિના આપણું જીવન ન ચાલે તે આપણી લાચારી છે, કર્મની આપણા ઉપર શિરજોરી છે. ગુરુને છોડવા નહીં एयारिसो खलु गुरू, कुलवहुणाएण णेव मोत्तव्यो / / एयस्स उ आणाए, जइणा धम्ममि जइअव्वं // 94 // - धर्मपरीक्षा પતિ તિરસ્કાર કરે તો પણ કુલવધૂ તે પતિને છોડતી નથી. તેમ ઉચિત ગુણવાળા ગુરુ તિરસ્કાર કરે તો પણ સુશિષ્ય તેમને છોડે નહીં. સાધુએ ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞા પ્રમાણે ધર્મમાં યત્ન કરવો જોઈએ. સારા બનવું; તેના સ્વરૂપ બની જાવ; લાચારી; ગુરુને છોડવા નહીં
Page #27
--------------------------------------------------------------------------
________________ ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પાંચ વાણિયાઓ સરખા ભાગે વેપાર કરે છે. તેમને 15 ગધેડાનો લાભ થયો. તે ગધેડાઓ ઓછી-વધુ ભાર ઊંચકતા હોવાથી તેમની કિંમત ઓછી-વધુ હતી. તેથી તે પાંચ વાણિયાઓ તે 15 ગધેડાઓના સરખા ભાગ કરી શકતા ન હતા. તેથી તેઓ ઝઘડવા લાગ્યા. તેથી તેઓ એક બુદ્ધિમાન માણસ પાસે ગયા. તેણે તેમને ગધેડાઓની કિંમત પૂછી. તેમણે તે કહી. તે બુદ્ધિમાને કહ્યું, “હું બરાબર ભાગ કરી આપું છું. ધીરજ રાખો, ઝઘડો નહીં.” તેણે 60 સોનામહોરની કિંમતનો એક ગધેડો પહેલા વાણિયાને આપ્યો, 30 સોનામહોરની કિંમતના બે ગધેડા બીજા વાણિયાને આપ્યા, 20 સોનામહોરની કિંમતના ત્રણ ગધેડા ત્રીજા વાણિયાને આપ્યા, 15 સોનામહોરની કિંમતના ચાર ગધેડા ચોથા વાણિયાને આપ્યા અને 12 સોનામહોરની કિંમતના પાંચ ગધેડા પાંચમા વાણિયાને આપ્યા. આમ તેણે બરાબર વહેંચણી કરી. તેથી વાણિયાઓ ખુશ થઈ ગયા. ઉપનય - બુદ્ધિમાન માણસ = ગુરુ વાણિયા = સાધુ ગધેડા = પ્રાયશ્ચિત્ત કિંમત = રાગ-દ્વેષ સાધુઓ તીવ્ર-મંદ અધ્યવસાયોથી દોષો સેવે છે. તીવ્ર રાગ-દ્વેષથી એક દોષ સેવનારને ગુરુ જેટલું પ્રાયશ્ચિત્ત આપે છે તેટલું જ પ્રાયશ્ચિત્ત મંદ રાગ-દ્વેષથી બે દોષ સેવનારને આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત અડધું થયું.) તેના કરતા મંદ રાગ-દ્વેષથી ત્રણ દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત ત્રીજો ભાગ થયો.) તેના કરતા મંદ રાગ-દ્વેષથી ચાર દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત ચોથો ભાગ થયો) તેના કરતા મંદ રાગ-દ્વેષથી પાંચ દોષ સેવનારને પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે. (તેમાં એક દોષનું પ્રાયશ્ચિત્ત પાંચમો ભાગ થયો). ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત્ત .18...
Page #28
--------------------------------------------------------------------------
________________ આમ દોષોની સંખ્યા જુદી જુદી છે અને રાગ-દ્વેષ પણ જુદા જુદા છે, છતાં ગુરુ બધાને સરખું પ્રાયશ્ચિત્ત આપીને બધાની શુદ્ધિ કરે છે. - ટૂંકમાં દોષ સેવતી વખતે જે તીવ્ર કે મંદ ભાવથી દોષ સેવ્યો હોય તેના આધારે પ્રાયશ્ચિત્ત અપાય છે. રાગ-દ્વેષના ભાવ વધુ તો પ્રાયશ્ચિત્ત વધુ. રાગદ્વેષના ભાવ ઓછા તો પ્રાયશ્ચિત્ત ઓછું. | માટે, પહેલા નંબરમાં દોષો સેવવા જ નહીં, કદાચ દોષો સેવવા પડે તો તીવ્ર રસથી ન સેવવા, પણ મંદ રસથી સેવવા, કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ થઈ જાય. પ્રાયશ્ચિત્ત માફ એક નગરમાં રાજા અપુત્રીયો મર્યો. રાજ્યના અધિકારીઓએ નવા રાજાને નીમવા અધિવાસિત હાથી અને ઘોડો નગરમાં છૂટા મૂક્યા. આ બાજુ મૂલદેવ ચોરી કરતા પકડાયો. રાજ્યના અધિકારીઓએ તેને ફાંસીની સજા ફરમાવી. તેને નગરમાં ભમાવીને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. ત્યારે મૂલદેવને જોઈને ઘોડાએ હષારવ કર્યો અને મૂલદેવને બેસવા માટે પોતાની પીઠ નમાવી, હાથીએ સૂંઢમાં પાણી લઈને તેનો અભિષેક કર્યો. સામુદ્રિક શાસ્ત્રના જાણકારોએ કહ્યું કે, “આ મૂલદેવ હવેથી રાજા છે. તેથી તેના ચોરી વગેરેના બધા અપરાધો માફ કરાયા અને તેને રાજગાદી અપાઈ. તે રાજા બન્યો. કોઈ બદ્યુત સાધુએ કોઈ દોષ સેવ્યો. ગુરુએ તેને મોટો દંડ આપ્યો. અચાનક આચાર્ય કાળ કરી ગયા. ગચ્છમાં બીજું કોઈ આચાર્યપદને યોગ્ય નથી. દંડ અપાયેલ બહુશ્રુત સાધુ આચાર્યપદ માટે યોગ્ય છે. તેથી તેને અલ્પ પ્રાયશ્ચિત્ત આપીને કે તેનું પ્રાયશ્ચિત્ત સર્વથા માફ કરીને તેને આચાર્યપદ પર આરૂઢ કરાય છે. પ્રાયશ્ચિત્ત માફ ...19...
Page #29
--------------------------------------------------------------------------
________________ આલોચના તરત કરવી એક વાણિયો પાન વેચતો હતો. તેને ટાલ હતી. એક સૈનિકે વાણિયાને મજાકમાં કહ્યું, “એ ટાલિયા ! મને પાન આપ.” વાણિયાને ગુસ્સો આવ્યો. તેણે પાન ન આપ્યું. સૈનિકે ગુસ્સે થઈને તેના માથે ટપલી મારી. - વાણિયાએ વિચાર્યું, “જો ઝઘડો કરીશ તો સૈનિક દુભાશે અને મને મારી નાખશે. તેથી ટપલી માર્યાનો બદલો ઉપાયથી વાળું.” આમ વિચારી તેણે સૈનિકનો હાથ મસળ્યો અને કહ્યું, ‘તમને વાગ્યું તો નથી ને ?' પછી તેણે તેને કપડાની જોડ આપી, તેના પગમાં પડ્યો અને તેને ઘણા પાન આપ્યા. સૈનિકે પૂછ્યું, “તને કેમ મારી ઉપર ગુસ્સો ન આવ્યો ? તું કેમ મારા પૂજા-સત્કાર કરે છે ?' જ રીતભાત છે.” સૈનિકે વિચાર્યું, “જો આવું હોય તો કોઈ શ્રીમંત ટાલિયાના માથે ટપલી મારું જેથી તે મને ઘણું ધન આપે. તેથી મારી દરિદ્રતા દૂર થાય.' આમ વિચારી તેણે એક ટાલિયા ઠાકોરના માથે ટપલી મારી. ઠાકોરે ગુસ્સે થઈને સૈનિકને મારી નાખ્યો. આમ વાણિયાએ બુદ્ધિથી વેરની વસુલાત કરી. ઉપનય : જે એમ વિચારે છે કે “વારંવાર આલોચના કરવાની શી જરૂર છે ? છેલ્લે એક જ વાર આલોચના કરવી જોઈએ. તેનાથી જ સંપૂર્ણ શુદ્ધિ થઈ જશે. નાની નાની આલોચનાઓ કર્યા પછી પાછા દોષો લાગે જ છે અને આત્મા મલિન થાય જ છે. એના કરતા છેલ્લે એક મોટી આલોચના *..20... આલોચના તરત કરવી
Page #30
--------------------------------------------------------------------------
________________ કરી લઈએ તો તેનાથી સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય અને ફરી મલિનતા ન આવે.' તે વ્યક્તિની દશા ઉપરના દષ્ટાંતમાં કહેલ સૈનિક જેવી થાય છે. સૈનિકે એકસાથે શ્રીમંત બનવાની ઈચ્છાથી ઠાકોરની ટાલ પર ટપલી મારી અને શ્રીમંતાઈ મળવાની બદલે તેને મરણ મળ્યું. તેમ છેલ્લી એક જ આલોચનાથી શુદ્ધિને ઈચ્છતા વ્યક્તિના જીવનમાં નાની નાની આલોચનાઓના અભાવમાં દોષો ખૂબ વધી જાય છે. તેથી છેલ્લે ઘણું પ્રાયશ્ચિત્ત તેણે કરવું પડે છે. જે તે કરી શકતો નથી અને દુર્ગતિમાં પડે છે અને અનંતા મરણોની હારમાળા તે સર્જે છે. વળી છેલ્લે એક આલોચના દ્વારા શુદ્ધિ કરવાનું કહેનાર તે વ્યક્તિ કદાચ અચાનક કોઈ કારણસર મરણ પામે તો આલોચના વિના મરણ પામવાથી તેની ગતિ બગડી જાય. આ વ્યક્તિ પોતાની જાતને જ છેતરે છે. માટે આલોચનાની ઉપેક્ષા ન કરવી. દોષ લાગે કે તરત આલોચના કરી લેવી. જેથી ફરી દોષો સેવવાનું ન થાય, આત્મા સતત જાગ્રત રહે અને ચોખ્ખો રહે. મોટામાં નાનું સમાઈ જાય એક ચોરે ઘણી ચોરીઓ કરી હતી. કોઈના વાસણો ચોર્યા હતા, કોઈના કપડા ચોર્યા હતા, કોઈનું સોનું ચોર્યું હતું, કોઈની ચાંદી ચોરી હતી. એકવાર તે ચોરે રાજાને ત્યાં ખાતર પાડ્યું અને રત્નો ચોર્યા. કોટવાલોએ તેને પકડી લીધો. તેને રાજા સામે લાવ્યા. ત્યારે નગરજનો કહેવા લાગ્યા કે અમારી આ આ વસ્તુ પણ આણે ચોરી છે. રાજાએ તેને રત્નો ચોરવાના દંડરૂપે ફાંસીની સજા આપી. બાકીની ચોરીઓના દંડો આ ફાંસીની સજામાં જ સમાઈ ગયા. જેણે નાના નાના ઘણા દોષો સેવ્યા છે તે વ્યક્તિ પછી મોટો એક દોષ સેવે છે તો તેને તે મોટા દોષનું એક મોટું પ્રાયશ્ચિત્ત અપાય છે અને તેમાં નાના દોષોનું પ્રાયશ્ચિત્ત સમાઈ જાય છે. મોટામાં નાનું સમાઈ જાય ...21...
Page #31
--------------------------------------------------------------------------
________________ સમતા સમતા થોડા જીવો પાસે જ હોય છે. તે આ રીતે દ્ર બધા જીવો કામને જાણે છે. બધા જીવોમાંથી મનવાળા જીવો ધનને જાણે છે. મનવાળા જીવોમાં પણ કેટલાક મનુષ્યો ખેતી વગેરે વેપારને જાણે છે. મનુષ્યોમાં પણ ધર્મને જાણનારા થોડા છે. ધર્મને જાણનારામાં પણ જેનધર્મને જાણનારા થોડા છે. જૈનધર્મને જાણનારામાં પણ સમ્યક્તને પામનારા થોડા છે. સમ્યક્ત પામેલામાં પણ મોક્ષ માટે પ્રયત્ન કરનારા થોડા છે. મોક્ષ માટે પ્રયત્ન કરનારામાં પણ સમતા પામનારા થોડા છે, કેમકે જેનો મોક્ષ નજીકમાં હોય એ જ સમતા પામે છે. આમ સમતા બહુ થોડા જીવો પાસે હોય છે. સમતા દુર્લભ છે. સમતા મહત્ત્વની પણ છે. માટે આપણે પણ સમતા પામવા માટે પ્રયત્ન કરીએ. સમતા પામીને આપણા મોક્ષને આપણે નજીક કરીએ. * * * * * શરીર કેદખાનું છે જ્યાં ગંદગી, ભૂખ, તરસ, પરાધીનતા વગેરે ઘણા દુઃખો છે એવા કેદખાનામાંથી મૂર્ખ માણસ પણ ખાતર પાડીને નીકળવા ઈચ્છે છે. શરીર એ તો દુનિયાના કેદખાના કરતા વધુ ભયંકર કેદખાનું છે. જીવને એના કર્મો આ કેદખાનામાં નાંખે છે. છતાં જીવ શરીરરૂપી કેદખાનામાંથી નીકળવાના પ્રયત્નો કરવાની બદલે ભોજન અને ટાપટીપ વડે એને દઢ કરવાના પ્રયત્નો કરે છે. કેવી વિચિત્રતા ! ...22... સમતા; શરીર કેદખાનું છે
Page #32
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિશાળી પરણે નહીં એક યુવતી ભગવાનના મંદિરમાં ગઈ. તેણીએ પ્રભુની ખૂબ ભક્તિ કરી. દરરોજ આવી ભાવભક્તિ તે કરવા લાગી. તેણીની ભક્તિથી ખુશ થઈને એક દિવસ પ્રભુએ તેણીને દર્શન આપ્યા અને કહ્યું, “તારી ભક્તિથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માંગ.” યુવતી ખુશ થઈને બોલી, “પ્રભુ ! જો ખરેખર આપ રીયા હો અને મને મનવાંછિત આપવાના હો તો એક બુદ્ધિશાળી યુવક સાથે મારા લગ્ન કરાવી દો.” યુવતીને એમ હતું કે હમણા પ્રભુ તથાસ્તુ કહેશે અને મને ઈષ્ટપ્રાપ્તિ થશે. પણ પ્રભુ કશું બોલ્યા વિના ચૂપચાપ બેસી રહ્યા. ઊલટું, તેઓ ઉદાસ થઈ ગયા. પ્રભુની આ દશા જોઈને યુવતીએ વિચાર્યું કે, “પ્રભુ મારી ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી લાગતા. માટે જ મૌન રહ્યા છે. પણ પ્રભુ તો સર્વશક્તિમાન છે. મારી ઈચ્છા પૂરવી એ તો તેમના માટે રમત વાત છે. તો પછી પ્રભુ કેમ બોલતા નથી ? કદાચ આ દુનિયામાં કોઈ બુદ્ધિશાળી યુવક નહીં હોય એટલે પ્રભુ મારી પ્રાર્થનાનો સ્વીકાર નહીં કરતા હોય. લાવ, પ્રભુને જ પૂછી જોઉં.” આમ વિચારીને તેણીએ પ્રભુને પૂછ્યું, “પ્રભુ ! શું આપે બનાવેલી આ દુનિયામાં કોઈ બુદ્ધિશાળી યુવક નથી ?' પ્રભુએ કહ્યું, “આ દુનિયામાં બુદ્ધિશાળી યુવકો તો છે જ.' યુવતી બોલી, “તો પછી આપ મારી ઈચ્છા પૂરી કેમ નથી કરતા? આપને ક્યાં વાંધો આવે છે ? પ્રભુ બોલ્યા, “તારી ઈચ્છા છે કે હું તારા લગ્ન બુદ્ધિશાળી યુવક સાથે કરાવું. પણ આ દુનિયામાં બુદ્ધિશાળી યુવકો લગ્ન કરતા નથી. લગ્ન કરનારા મૂરખ હોય છે. તું મૂરખ યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. બુદ્ધિશાળી બુદ્ધિશાળી પરણે નહીં ...23...
Page #33
--------------------------------------------------------------------------
________________ યુવકો લગ્ન કરવા ઈચ્છતા નથી. તું જ કહે આ પરિસ્થિતિમાં હું તારી ઈચ્છા શી રીતે પૂરી કરી શકું ?' યુવતી પ્રભુની લાચારી સમજી ગઈ. આ પ્રસંગ આપણને સુંદર પ્રેરણા આપે છે - બુદ્ધિશાળી યુવકે પરણવું ન જોઈએ. તેણે સંયમ લઈ આત્મસાધના કરવી જોઈએ. જે પરણે છે તે મૂરખ બને છે. તે હાથે કરીને પોતાની જાતને સંસારના બંધનમાં બાંધે છે. તે પરણીને એક પરિવાર ઊભો કરે છે અને પછી એ પરિવારના management માં પોતાનું પૂરું જીવન વ્યતીત કરે છે. તેની બધી શક્તિઓ સંસારમાં વેડફાઈ જાય છે. જે મનુષ્યભવ સાધના કરીને આત્મગુણોનો વિકાસ કરવા માટે મળ્યો હતો તેને તે નકામો ગુમાવે છે. સંસાર લાકડાના લાડવા જેવો છે. લાકડાનો લાડવો દેખાવમાં સુંદર હોય છે. તેની સુંદરતાથી મોહાઈને જે તેને મોઢામાં નાંખે છે તેના દાંત ભાંગી જાય છે. લાડવાનો સ્વાદ તો તેને મળતો નથી, ઊલટું દાંત તૂટી જવાનું નુકસાન થાય છે. પછી તે પસ્તાયા કરે છે, લાડવો મોઢામાં ન નાંખ્યો હોત તો સારું થાત.' પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ત્યારે તેના નસીબમાં માત્ર પીડા સહન કરવાનું જ બાકી રહે છે. જો લાડવો મોઢામાં નાંખતા પહેલા તેણે થોડો વિચાર કર્યો હોત કે, “આનું પરિણામ શું આવશે ?' તો પાછળથી તેને પસ્તાવું ન પડત. જે પહેલા વિચાર કરે છે તેને પછી પસ્તાવું નથી પડતું. જે પહેલા વિચાર નથી કરતો તેને પછી અવશ્ય પસ્તાવાનો વારો આવે છે. જે વ્યક્તિ લાકડાના લાડવાના દેખાવમાં મોહાતો નથી, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ વિચારે છે તેને તે લાડવો મોઢામાં નાખવાનું મન થતું નથી. પરિણામે તે દાંત તૂટવાની પીડાથી બચી જાય છે અને સુખી થાય છે. સંસાર પણ દેખાવમાં સુંદર લાગે છે. તેથી મોહવશ અજ્ઞાની જીવ તેમાં પડે છે. પણ પડ્યા પછી સંસારની તકલીફો અને વિટંબણાઓથી તે ત્રાસી જાય છે. તેને સંસારમાં સુખ તો મળતું નથી, ઊલટું, દુઃખના ડુંગરો તેની ઉપર તૂટી પડે છે. પછી તે પસ્તાય છે, “આના કરતાં તો સંસારમાં બુદ્ધિશાળી પરણે નહીં ...24...
Page #34
--------------------------------------------------------------------------
________________ ન પડ્યો હોત તો સારું થાત.' હવે તેની માટે પસ્તાવા સિવાય અને દુઃખોમાં રિબાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો સંસારમાં પડતા પહેલા તેણે થોડો વિચાર કર્યો હોત કે, “આનું result શું આવશે ?' તો તે બચી ગયો હોત. પણ ઉતાવળમાં તેણે વગર વિચાર્યું પગલું ભર્યું જેના ફળ તેણે જીવનભર કે અનેક ભવો સુધી) ભોગવવા પડે છે. સંસારમાં પડતા પહેલા જે વિચાર કરે છે તેને સંસારમાં પડવાનું મન થતું નથી. તેથી તેને પાછળથી પસ્તાવું પડતું નથી. જે વિચાર્યા વિના સંસારમાં ઝંપલાવે છે તે રોઈ રોઈને જીવન પૂરું કરે છે. જે વ્યક્તિ સંસારના મોહમાં ફસાતો નથી, પણ તેનું સાચું સ્વરૂપ વિચારે છે તેને સંસારમાં પડવાનું મન થતું નથી. પરિણામે તે ઘણા દુઃખોથી બચી જાય છે અને ઘણા સુખોનો સ્વામી બની જાય છે. આપણે બુદ્ધિશાળી છીએ કે મૂરખ ? જો આપણે બુદ્ધિશાળી હોઈએ તો પરણીને સંસારની ખીણમાં પડવાની મૂરખાઈ આપણે કદી કરવી ન જોઈએ. સંયમ લઈ નિર્મળ બ્રહ્મચર્યના પાલનપૂર્વક ઉત્તમ સંયમસાધના કરી આપણે આત્મકલ્યાણ કરવું જોઈએ. જો પરણીને સંસારમાં પટકાયા તો મૂરખામાં ખપવાનો વારો આવશે. માટે ચેતી જવા જેવું છે. “સાવધાન ! આગળ ખતરો છે !' આ વાક્યને હૃદયસ્થ કરવા જેવું છે. * * * * વિદ્વાનો ઐ પર્યપ્રિય હોય છે विपश्चितां न युक्तोऽय-मैदम्पर्यप्रिया हि ते / यथोक्तास्तत्पुनश्चारु, हन्ताऽत्रापि निरूप्यताम् // 309 // - યોવિન્દ વિદ્વાનોને માટે આ વક્રતા ભરેલો આગ્રહ યોગ્ય નથી, કેમકે સાચા વિદ્વાનોને ઔદંપર્ય (રહસ્યાર્થી પ્રિય હોય છે. કાલાતીતે (અન્ય દર્શનના એક વિદ્વાને) જે કહ્યું છે તેમાં પણ ઔદંપર્ય શુદ્ધ છે. આ બાબત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. વિદ્વાનો એદંપર્યપ્રિય હોય છે. ર૫,.,
Page #35
--------------------------------------------------------------------------
________________ છોડી દેવામાં મજા છે એક શહેરમાં ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણે સુખી અને સમૃદ્ધ હતા. એક દિવસ મોટા ભાઈ દેવલોક થયા. ત્રણે ભાઈઓના રહેવાના મકાન જુદા હતા. ધંધા-નોકરી પણ ત્રણેના જુદા હતા. શહેરમાં તેમનું એક જૂનું મકાન હતું જે બંધ પડ્યું હતું. તેની માલિકી ત્રણેની હતી. વચલા ભાઈની અને મોટાભાઈના દીકરાની ઈચ્છા હતી કે તે મકાન વેચીને તેની જે રકમ આવે તે ત્રણેએ સરખા ભાગે વહેંચવી. પણ નાનો ભાઈ આ બાબતમાં સંમત થતો ન હતો. તેથી તેની સાથે પેલા બેને તકરાર થતી, અબોલા થતા, સંબંધો બગડતા. મકાનના બધા કાગળો વચલા ભાઈ પાસે હતા. એક બાજુ વચલો ભાઈ અને મોટા ભાઈનો દીકરો અને બીજી બાજુ નાનો ભાઈ. આ ઝઘડો વરસો સુધી ચાલ્યો. વચલાભાઈએ નાના ભાઈને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ નાનો ભાઈ ન માન્યો તે ન જ માન્યો. મહાત્માઓના વચનો સાંભળીને વચલા ભાઈને એક દિવસ વિચાર આવ્યો, “ખેંચવા કરતા છોડી દેવામાં મજા છે. હું બધા કાગળો નાના ભાઈને આપી દઉં.” નાના ભાઈની દીકરીના લગ્નની કંકોત્રી લખવાની હતી. તે વચલા ભાઈને આમંત્રણ આપવા આવ્યો. તેને દહેશત હતી કે વચલો ભાઈ મારા પ્રસંગમાં નહીં આવે. વચલા ભાઈએ તેને ધરપત આપતા કહ્યું, “હું ચોક્કસ તારા પ્રસંગમાં હાજરી આપીશ.” વચલા ભાઈએ મકાનના કાગળો નાના ભાઈને આપી દેવાનો જે નિર્ણય કર્યો હતો તે પોતાના ભાભીને, ભત્રીજાને અને પુત્રને જણાવ્યો. બધાએ સંમતિ આપી. વચલો ભાઈ થેલીમાં કાગળો લઈને નાનાભાઈના પ્રસંગમાં ગયો. પ્રસંગ પૂર્ણ થયા બાદ તે નાના ભાઈ સાથે બેઠો અને પ્રેમથી બધા કાગળો તેણે તેને આપી દીધા. 26... છોડી દેવામાં મજા છે
Page #36
--------------------------------------------------------------------------
________________ તેણે નાનાભાઈને કહ્યું, “મકાનનો અમારે ભાગ જોઈતો નથી. આજથી આ કાગળો અને મકાન તને સોંપ્યા.' નાનો ભાઈ તો આ જોઈને આભો જ બની ગયો. તેને આશ્ચર્ય થયું. તેના હૃદયમાં વચલા ભાઈ પ્રત્યેની જે નફરત હતી તેનું સ્થાન સન્માને લીધું. તે વચેલાભાઈને છેક દરવાજા સુધી વળાવવા આવ્યો. વચલો ભાઈ ઘરે આવ્યો. તેને “હાશ' નો અનુભવ થયો. એક મોટું કામ કર્યાનો તેને આનંદ થયો. હારીને પણ જીતી જવાનો હર્ષ તેના ઉરે સમાતો નહોતો. તે કંઈક આપીને આવ્યો હતો, છતાં તેનો તેને વસવસો નહોતો, પણ તે કંઈક પામ્યો હોય તેમ તેના મનમાં આ પ્રસંગ પછી અનેરી પ્રસન્નતા છવાઈ ગઈ. પોતાનું હૈયું હળવું કરવા તે વચલો ભાઈ સાંજે મારી પાસે આવ્યો અને બધી વાત કરીને હૈયું ખાલી કરી ગયો. તેના શબ્દોમાં, તેના મોઢાના હાવભાવમાં જે આનંદ હતો તે કંઈક અલગ જ હતો. આજ સુધી તે ખેંચવામાં આનંદ માનતો હતો. તેથી તે ખેંચતો હતો, પણ તેને આનંદ મળતો નહોતો. હવે તેને સમજાયું હતું કે આપવામાં આનંદ છે અને એ વાત આજે તેણે સાક્ષાત્ અનુભવી હતી. આ પ્રસંગ આપણને પણ સુંદર બોધ આપે છે. જીવનમાં ડગલે ને પગલે તકરારો, ઝઘડાઓ, લડાઈઓ થાય છે. એ બધામાં લગભગ આપણે આપણા પક્ષને મજબૂત બનાવવા મથીએ છીએ અને જીતવા માંગીએ છીએ. ઉપરોક્ત પ્રસંગ આપણને શીખવે છે કે - હારમાં પણ જીત રહેલી છે, નમતું જોખવામાં ઘણા ગુણો છે, જતું કરવામાં ઘણો ફાયદો છે, આપવામાં આનંદ છે, ઉદાર બનવામાં ઉત્તમતા છે. મોટું મન રાખવાથી સંબંધો સુધરે છે. સંકુચિત મનોવૃત્તિથી સંબંધ બગડે છે. આ સારને આપણે જીવનમાં ઉતારીએ. આજ સુધી ઘણી બાબતોમાં ઘણું ખેંચ્યું. હવે બધી બાબતોમાં બધુ છોડતા જઈએ. આપણા નિજાનંદની સીમા નહીં રહે. * * * * * છોડી દેવામાં મજા છે ...27..
Page #37
--------------------------------------------------------------------------
________________ વધુ કષ્ટદાયક કોણ ? ઘણીવાર લોકો સંયમજીવનને અતિમુશ્કેલ અને અતિભયંકર વસ્તુઓ સાથે સરખાવીને સંયમજીવન ખૂબ જ કષ્ટમય છે એવું પ્રદર્શિત કરે છે. તેઓ સંયમજીવનને આવી ઉપમાઓ આપે છે - સંયમ લેવું એટલે (1) ગંગાનદીને સામા પ્રવાહે તરવા જેવું છે. (ર) તલવારની ધાર પર ચાલવા જેવું છે. (3) લોઢાના ચણા ચાવવા જેવું છે. (4) મેરુપર્વતને ત્રાજવામાં તોલવા જેવું છે. (5) ભયંકર દુશ્મનના સૈન્યને એકલપંડે જીતવા જેવું છે. (6) રાધાવેધ (ફરતી પૂતળીની ડાબી આંખ બાણથી વીંધવી) કરવા જેવું છે. (7) હાથથી મોટા સમુદ્રને તરવા જેવું છે. (8) રેતીનો કોળીયો ખાવા જેવું છે. (9) અગ્નિની જ્વાળાને પીવા જેવું છે. (10) વાયુના કોથળાને ભરવા જેવું છે. મારે એમને કહેવું છે કે જો સંયમજીવન કષ્ટદાયક લાગતું હોય તો સંસારમાં તો અનેકગણા કષ્ટો છે. સંયમજીવન જો ભયંકર લાગતું હોય તો સંસાર તો અતિશય બીહામણો છે. (1) સંયમ લેવું જો ગંગાનદીને સામા પ્રવાહે તરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ ગંગાનદીના વહેણમાં તરવા જેવું નથી. એ તો સીતાનદીના અતિશય ધસમસતા પ્રવાહની સામે તરવા જેવું છે. (2) સંયમ લેવું જો તલવારની ધાર પર ચાલવા જેવું લાગતું હોય તો સંસારમાં રહેવું કાંઈ ફૂલો પર ચાલવા જેવું નથી. એ તો અતિતીર્ણ અને ધારદાર તલવાર પર ચાલવા જેવું છે. સંયમ લેવું જો લોઢાના ચણા ચાવવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ રસગુલ્લા ખાવા જેવું નથી. એ તો પથ્થરના ચણા ચાવવા જેવું છે. (3) ..28... વધુ કષ્ટદાયક કોણ ?
Page #38
--------------------------------------------------------------------------
________________ (4) સંયમ લેવું જો મેરુપર્વતને ત્રાજવામાં તોલવા બરાબર હોય તો સંસારમાં રહેવું કાંઈ રૂને ત્રાજવામાં તોલવા જેવું નથી. એ તો દુનિયાના બધા પર્વતોને ત્રાજવામાં તોલવા જેવું છે. (5) સંયમ લેવું જો ભયંકર દુશ્મનના સૈન્યને એકલપંડે જીતવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ મિત્રની સાથે ફરવા જેવું નથી. એ તો એકસાથે બધા દુશ્મનસૈન્યોને શસ્ત્ર વિના એકલા હાથે જીતવા જેવું છે. સંયમ લેવું જો રાધાવેધ કરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ બીજાને ફૂલની માળા પહેરાવવા જેવું નથી. એ તો વગર આંખે એક જ બાણથી રાધાની (પૂતળીની) બન્ને આંખો વીંધવા જેવું છે. (7) સંયમ લેવું જો હાથથી મોટા સમુદ્રને તરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ પાણીમાં છબછબિયા કરવા જેવું નથી. એ તો હાથ ચલાવ્યા વિના સ્વયંભૂરમણસમુદ્રને તરવા જેવું છે. (8) સંયમ લેવું જો રેતીનો કોળીયો ખાવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ કેરી ખાવા જેવું થી. એ તો વિષ્ટા ખાવા જેવું છે. (9) સંયમ લેવું જો અગ્નિની જ્વાળા પીવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ સરબત પીવા જેવું નથી. એ તો દાવાનળને પીવા જેવું છે. (10) સંયમ લેવું જો વાયુનો કોથળો ભરવા જેવું હોય તો સંસારમાં રહેવું કાંઈ રમકડાનો કોથળો ભરવા જેવું નથી. એ તો આકાશને કોથળામાં ભરવા જેવું છે. આમ સંયમજીવનમાં જો તકલીફો દેખાતી હોય, તો સંસારમાં તો અનેકગણી તકલીફો છે, તે કેમ દેખાતી નથી ? સંયમજીવનમાં અલ્પ કષ્ટ છે અને ઘણો આનંદ છે, છતાં મૂર્ખ મનુષ્યને ઘણો આનંદ દેખાતો જ નથી અને અલ્પ કષ્ટ જોઈને તે સંયમ લેવાથી ગભારાયા કરે છે. સંસારમાં અલ્પ સુખ છે અને ઘણા કષ્ટો છે. છતાં મૂર્ખ મનુષ્યને ઘણા કષ્ટો દેખાતા જ નથી અને અલ્પ સુખને જોઈને તે સંસારમાં ગાંડો બને છે. આ માણસની મૂર્ખાઈ જ છે. વધુ કષ્ટદાયક કોણ ? ...29...
Page #39
--------------------------------------------------------------------------
________________ સંયમજીવનમાં અને સંસારમાં જેની અલ્પતા છે તે જોવું અને તેની બહુલતા છે તે ન જોવું એ મૂર્ખતા નહીં તો બીજું શું છે ? જેની બહુલતા હોય છે તેની જ મુખ્યતા હોય છે. જેની અલ્પતા હોય છે તે ગૌણ બને છે. જેમાં થોડા બીજા રંગો છે અને ઘણો સફેદ રંગ છે એવા કપડાને લોકો સફેદ કપડું જ કહે છે. તેમ જેમાં અલ્પ કષ્ટ અને ઘણું સુખ હોય તે સંયમ જીવનને સુખમય જ કહેવાય અને જેમાં અલ્પ સુખ અને ઘણું દુઃખ હોય તે સંસારીજીવન દુઃખમય જ કહેવાય. વાસ્તવિક્તા આવી હોવા છતાં જે સંયમજીવનને દુઃખમય માને છે અને સંસારીજીવનને સુખમય માને છે તે સંયમજીવનના સુખોથી વંચિત રહે છે અને સંસારીજીવનના દુઃખોનો શિકાર બને છે. વળી, સંયમજીવનમાં જો તમે કષ્ટને જોતા હો તો સંસારીજીવનમાં પણ તમે કષ્ટ જુઓ, બન્નેની તુલના કરો, ઘણા કષ્ટવાળા જીવનનો ત્યાગ કરી અલ્પ કષ્ટવાળા જીવનને સ્વીકારો. જો સંસારીજીવનમાં તમે સુખને જોતા હો તો સંયમજીવનમાં પણ તમે સુખને જુઓ, બન્નેની તુલના કરો, અલ્પ સુખવાળા જીવનનો ત્યાગ કરી ઘણા સુખવાળા જીવનનો સ્વીકાર કરો. સંયમજીવનમાં માત્ર કષ્ટ જ જોવું, સુખ હોવા છતાં ન જોવું, અને સંસારીજીવનમાં માત્ર સુખ જ જોવું, દુઃખ હોવા છતાં ન જોવું એ ન્યાય નથી, અન્યાય છે. તેનાથી તમે બીજાને નહીં તમારી જાતને જ છેતરો છો. સંયમજીવન ચિંતામુક્ત છે. સંસારીજીવન ચિંતાયુક્ત છે. સંયમજીવન સ્વાધીન છે. સંસારીજીવન પરાધીન છે. સંયમજીવન ધન વિના ચાલે છે. સંસારીજીવન ધન પર ચાલે છે. સમયજીવનમાં દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરવાપૂર્વક યોગોની સાધના કરીને આત્મગુણોનો વિકાસ કરવાનો છે. સંસારીજીવનમાં ડગલે ને પગલે આત્મગુણોની કતલ થાય છે, કેટલીય જાતની જવાબદારીઓ નીભાવવી પડે છે, કેટલીય જાતના ભય સતાવતા હોય છે, કેટલીય જાતની ચિંતાઓ મનને વધુ કષ્ટદાયક કોણ ? ...30...
Page #40
--------------------------------------------------------------------------
________________ કોરી ખાતી હોય છે. ઘર-પરિવાર-નોકરી-ધંધો-નોકર-ચાકર-માલ-મિલકત વગેરે કેટકેટલું સંભાળવું પડે છે. જો તટસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે તો ચોક્કસ લાગે કે સંયમજીવન એટલે મજાનું જીવન અને સંસારીજીવન એટલે સજાનું જીવન. આજસુધી મૂર્ખાઈ કરી. હવે ડાહ્યા બનીએ. આજસુધી સંયમજીવનને દુઃખમય માની તેનાથી ઘણા દૂર રહ્યા અને સંસારીજીવનને સુખમય માની તેમાં ગળાડૂબ રહ્યા. હવે સાચી વાસ્તવિક્તા જાણીને સંયમજીવનની અભિલાષા અને સંસારીજીવનનો કંટાળો પેદા કરીએ. સંયમજીવન અપનાવીએ અને સંસારીજીવન છોડીએ. સુખી બનીએ અને દુઃખોને તિલાંજલી આપીએ. બસ, હવે આપણા મનમાં બેસી જવું જોઈએ કે સંયમજીવન કરતા સંસારીજીવનમાં કષ્ટ વધુ છે અને સંસારીજીવન કરતા સંયમજીવનમાં સુખ વધુ છે. પછી આપણને લાગશે કે “આજ સુધી હું ખોટી ભ્રમણામાં હતો, સાચું તો હવે સમજાયું અને આપણા મુખમાંથી શબ્દો સરી પડશે “સંસાર કાળો નાગ છે, સંયમ લીલો બાગ છે.” માત્ર શબ્દો જ સરી પડશે એમ નહીં, પણ હકીકતમાં એવો અનુભવ પણ આપણને થશે. વધુ નિર્ભર સમતાપૂર્વક તપ કરવાથી જે નિર્જરા થાય છે તેના કરતા સમતાપૂર્વક રોગની પીડા સહન કરવાથી વધુ નિર્જરા થાય છે. સમતાપૂર્વક રોગની પીડા સહન કરવાથી જે નિર્જરા થાય છે તેના કરતા સમતાપૂર્વક બીજાના આપણી પ્રત્યેના પ્રતિકૂળ આચરણને સહન કરવાથી વધુ નિર્જરા થાય છે. વધુ નિર્જરા ...31...
Page #41
--------------------------------------------------------------------------
________________ સંકલ્પ કરે તેને સિદ્ધિ વરે એક વાર અમદાવાદમાં સાબરમતીમાં એક ઉપાશ્રયમાં પ.પૂ.ગચ્છાધિપતિશ્રી આચાર્ય વિજય જયઘોષસૂરીશ્વરજી મ. બિરાજમાન હતા. બીજા ઉપાશ્રયમાં પ.પૂ. પંન્યાસપ્રવરશ્રી વ્રજસેનવિજયજી મ. બિરાજમાન હતા. એક દિવસ અચાનક પ.વ્રજસેનવિજયજી મ. ની તબિયત બગડી ગઈ. તેમના શરીરમાંથી લોહી પડવાનું ચાલુ થઈ ગયું. ઘણા ઉપાયો કર્યા, છતાં લોહી પડવાનું બંધ ન થાય. ડોક્ટરોના ઉપાયો પણ નિષ્ફળ ગયા. તેમને હોસ્પિટલમાં એડ્મિટ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. પણ તેમની તબીયત એટલી બધી નાજુક હતી કે તેમને તે અવસ્થામાં હોસ્પિટલમાં પણ લઈ જઈ શકાય એમ ન હતા. - થોડી વાર પછી અચાનક લોહી પડવાનું બંધ થઈ ગયું. સૌને આશ્ચર્ય થયું. પં. વજસેનવિજયજી મ. બોલ્યા, “ચાલો, આપણે પૂઆ. જયઘોષસૂરિ મને વંદન કરી આવીએ.” ત્યારે પૂ. હેમપ્રભસૂરિ મ. બોલ્યા, “સાહેબ ! હોસ્પિટલમાં જઈ શકાય એવી આપની સ્થિતિ નથી અને આપને પૂ. આ. જયઘોષસૂરિ મ. ને વંદન કરવા જવું છે ?' પં. વજસેનવિજયજી મ. બોલ્યા, “જ્યારે મારું લોહી પડવાનું અટતું ન હતું ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે જો આ લોહી પડવાનું બંધ થઈ જાય તો પૂ. આ. જયઘોષસૂરિ મ. ને વંદન કરવા જવું. લોહી પડવાનું બંધ થઈ ગયું. માટે સંકલ્પ પૂરો કરવા પૂજ્યશ્રીને વંદન કરવા જવાનું મેં કહ્યું. એમાં વિચાર શું કરવાનો ? ચાલો, આપણે વંદન કરવા જઈએ.” પં. વજસેનવિજયજી મ. ની વાત સાંભળીને પૂ. હેમપ્રભસૂરિ મ. ને પણ આશ્ચર્ય સાથે અહોભાવ થયો. તરત તેઓ તેમને પૂજ્યશ્રીના વંદનાર્થે લઈ ગયા. ત્યાં પૂજ્યશ્રીને વંદન કર્યા પછી સ્વયં પૂ.હેમપ્રભસૂરિ મહારાજે ..૩ર.. સંકલ્પ કરે તેને સિદ્ધિ વરે
Page #42
--------------------------------------------------------------------------
________________ આ આખી વાત ઉપસ્થિત શ્રમણવૃંદ સમક્ષ કહી. સહુને પૂજ્યશ્રીના પ્રભાવ અને પં.વજસેનવિજયજી મ. ની દઢશ્રદ્ધા પ્રત્યે ભારોભાર અહોભાવ થયો. આ પ્રસંગમાંથી આપણને બે વસ્તુ જાણવા મળે છે - (1) સુવિશુદ્ધ સંયમ પાળવાથી એવી લબ્ધિઓ પ્રગટે છે કે તે વ્યક્તિનું નામ લેવા માત્રથી કે તેના વંદનનો સંકલ્પ કરવા માત્રથી રોગો દૂર થાય છે. (2) ધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધા હોય તો ધર્મના પ્રભાવે ભયંકર રોગો પણ દૂર થાય છે. આપણા જીવનમાં પણ સુવિશુદ્ધ સંયમ આવે અને દઢ શ્રદ્ધા આવે તે માટે પ્રયત્ન કરીએ. પૂ. ગચ્છાધિપતિશ્રી આ. જયઘોષસૂરિ મ. અને પૂ.પં. વજસેનવિજયજી મ. આ બન્ને ગુણિયલ મહાપુરુષોને કોટિશઃ નમન કરીએ અને એમના જેવા ગુણો આપણામાં આવે એવી કૃપા વરસાવવા એમને પ્રાર્થના કરીએ. * * * * * દવા જેવું પ્રાયશ્ચિત્ત દવાઓ ચાર પ્રકારની હોય છે - (1) એક દવાથી એક રોગ દૂર થાય. (2) એક દવાથી અનેક રોગો દૂર થાય. (3) અનેક દવાઓથી એક રોગ દૂર થાય. (4) અનેક દવાઓથી અનેક રોગો દૂર થાય. પ્રાયશ્ચિત્ત પણ ચાર પ્રકારના હોય છે - (1) એક પ્રાયશ્ચિત્તથી એક દોષની શુદ્ધિ થાય. (2) એક પ્રાયશ્ચિત્તથી અનેક દોષોની શુદ્ધિ થાય. (3) અનેક પ્રાયશ્ચિત્તોથી એક દોષની શુદ્ધિ થાય. (4) અનેક પ્રાયશ્ચિત્તોથી અનેક દોષોની શુદ્ધિ થાય. દવા જેવું પ્રાયશ્ચિત્ત ...33...
Page #43
--------------------------------------------------------------------------
________________ નંદિષણ મુનિ જેવી વૈયાવચ્ચ કરનારા આજે પણ છે એક વાર પાલિતાણામાં વાવપથકની ધર્મશાળામાં પૂ.પં. વજસેનવિજયજી મ. અને તેમનો શ્રમણ પરિવાર રોકાયેલા. પૂજ્યશ્રી વૃદ્ધ અને ગ્લાન મહાત્માઓની વૈયાવચ્ચમાં અને સમાધિદાનમાં ખૂબ જ હોંશિયાર છે. તેમના સાધુઓને પણ તેમણે એવી ટ્રેઈનિંગ આપી છે કે બધા સાધુઓ હંમેશા તૈયાવચ્ચ માટે તૈયાર હોય. એક વાર એક વૃદ્ધ મહાત્માને સ્પંડિલ જવું હતું. તેમનું આસન ઉપાશ્રયના એક છેડે હતું. ઉપાશ્રયના બીજા છેડાની બહાર વાડા હતા. મહાત્મા આસન પરથી ઊભા થઈ તરપણીમાં પાણી લઈ વાડા તરફ ચાલવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા. તેમણે શંકાને રોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ રોકી ન શક્યા અને ઉપાશ્રયમાં ઊભા ઊભા સ્પંડિલનું વિસર્જન થયું. આજુબાજુ બેઠેલા ર-૩ મહાત્માઓને વૃદ્ધ મહાત્માની પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા ચીલઝડપે તેઓ ઊભા થઈને વૃદ્ધ મહાત્મા પાસે આવ્યા અને બે હાથનો ખોબો ધરીને ઊભા રહ્યા, જેથી મહાત્માનું સ્પંડિલ ભૂમિ પર ન પડે પણ હાથમાં પડે. જરાય સૂગ વિના મહાત્માઓએ વૃદ્ધ મહાત્માનું શુદ્ધિકરણ કર્યું, તેમના કપડાનો કાપ કાઢ્યો, ઉપાશ્રય સાફ કર્યો અને મહાત્માને સ્વસ્થ કર્યા. લેશમાત્ર દુર્ગછા કર્યા વિના આનંદથી મહાત્માની વિષ્ટા સાફ કરવા સુધીની વૈયાવચ્ચ કરનારા તે મહાત્માઓને લાખ લાખ ધન્યવાદ છે ! વૈયાવચ્ચી નંદિષણમુનિની વાતો શાસ્ત્રોમાં સાંભળી છે. આજે પણ નંદિષણમુનિ જેવી વૈયાવચ્ચ કરનારા મહાત્માઓ આ પૃથ્વી પર વિચરી રહ્યા છે એ આ પૃથ્વીનું પરમ સોભાગ્ય છે. તેમના વૈયાવચ્ચગુણની અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ અને આપણામાં તે ગુણ આવે તેવા મનોરથ કરીએ. * * * * * ***34... નંદિષેણ મુનિ જેવી વૈયાવચ્ચ કરનારા આજે પણ છે
Page #44
--------------------------------------------------------------------------
________________ આપણે વફાદાર કે બેવફા ? એક ભાઈના ઘરે એક નોકર કામ કરતો હતો. કોઈએ ભાઈને પૂછ્યું, કેટલા વરસથી આ નોકર તમારે ત્યાં છે ?' ભાઈએ જવાબ આપ્યો, '30 વરસથી.” પૂછનારે પૂછ્યું, “આટલા બધા વરસથી એને કેમ રાખ્યો છે ?' ભાઈએ કહ્યું, “એ વફાદાર છે માટે અમે તેને પકડી રાખ્યો છે.” એક ભાઈના ઘરે એક નોકર કામ કરતો હતો. તે વફાદાર ન હતો. પગાર પૂરો લે, પણ કામ બરાબર ન કરે, અધૂરું કરે, ખાડા પાડે, ગુસ્સો કરે. તેથી ભાઈએ તે નોકરને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ બે પ્રસંગો આપણને ઘણું કહી જાય છે - પહેલા પ્રસંગનો સાર - જે વફાદાર હોય તેને શેઠ છોડે નહીં. બીજા પ્રસંગનો સાર - જે બેવફા હોય તેને શેઠ રાખે નહીં. સંસારથી પાર ઊતરવા આ બન્ને સાર ચાવીરૂપ છે. (1) જે સંસારને વફાદાર રહે છે તેને સંસાર છોડતો નથી. સંસારને વફાદાર રહેવું એટલે-સંસારની બધી પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક દિલ દઈને કરવી - નોકરી કરવી, ધંધો કરવો, ઘર ચલાવવું, ભણવું, હરવું ફરવું, મોજશોખ કરવા, ખાવું-પીવું, શરીરની માવજત કરવી, ગાડી-બંગલા વસાવવા, કષાયો કરવા, વિષયોમાં આસક્ત બનવું, દુર્બાન કરવું વગેરે. જો આ બધી પ્રવૃત્તિઓ perfect કરી, તન્મય બનીને કરી, જાન રેડીને કરી તો સંસાર તમારાથી ખુશ થશે. તેને આવો વફાદાર સેવક ક્યાંથી મળવાનો! તે તમને હંમેશા પાસે રાખશો. તે તમને ક્યારેય છોડશે નહીં. (2) જે સંસારને બેવફા રહે છે તેને સંસાર રાખતો નથી. સંસારને બેવફા રહેવું એટલે - જરૂર પૂરતું કમાઈને ધર્મારાધના કરવી, રસ વિના આપણે વફાદાર કે બેવફા ? 35...
Page #45
--------------------------------------------------------------------------
________________ પસ્તાવાપૂર્વક પાપ કરવા, સંસારના નીતિ-નિયમો ન પાળવા, શરીરની પંપાળ ન કરવી, શરીર પાસે ગધેડાની જેમ કામ લેવું, તપ-ત્યાગ કરવા, મોજશોખ ન કરવા, સંયમી બનવું, સંતોષી બનવું, સાદાઈથી રવું, અલ્પ સામગ્રી રાખવી, મૂચ્છ ન કરવી, કષાયો ન કરવા, વિષયોમાં આસક્ત ન થવું. રાગ-દ્વેષ ન કરવા, સંકલ્પ-વિકલ્પ ન કરવા વગેરે. જો આમ કરીશું તો સંસારને આપણા પરથી વિશ્વાસ ઊઠી જશે, કેમકે આ બધી પ્રવૃત્તિ તેને ગમતી નથી. તેથી તે આપણા પ્રત્યે તિરસ્કારની લાગણીવાળો થશે. આપણી આ પ્રવૃત્તિઓ વધતી રહી તો સંસારની આપણા પ્રત્યેની નફરત વધ્યા કરશે. એક દિવસ સંસાર આપણાથી કંટાળીને આપણને નોકરીમાંથી કાઢી નાંખશે. આપણે કાયમ માટે મુક્ત બની જઈશું. ટૂંકમાં, સંસારની વફાદારી સંસારમાં રખડાવે છે. સંસાર પ્રત્યેની બેવફાઈ સંસારથી છોડાવે છે. નક્કી આપણે કરવાનું છે કે શું કરવું ? સંસારને વફાદાર બનવું કે બેવફા. યોગ્ય નિર્ણય લઈ પ્રવૃત્તિ કરશો તો સુખી થશો. ગલત નિર્ણય કાયમ માટે દુઃખના ખાડામાં ધકેલશે. ક્ષમાશ્રમણ પહેલા ક્ષમા રાખવામાં ઘણો માનસિક શ્રમ પડે છે. માટે ક્ષમાશ્રમણ” કહેવાય છે (ક્ષમાં રાખવામાં જે શ્રમ પામે તે ક્ષમાશ્રમણ), કેમકે અનાદિકાળથી ક્રોધ કરવાના સંસ્કારો સહજ છે. પછી ક્ષમાના લાભો અને ક્રોધના નુકસાનો વિચારતાં વિચારતાં ક્ષમા સહજ બની જાય છે. માટે “ક્ષમાશ્રમણ” કહેવાય છે. (જે ક્ષમાના આશ્રમ છે, એટલે ક્ષમા જ્યાં સહજ રીતે રહે છે તે ક્ષમાશ્રમણ). ક્ષમાશ્રમણ
Page #46
--------------------------------------------------------------------------
________________ ધર્મ ફિક્કો લાગે કે મીઠો ? એક ભાઈએ મીઠાઈ ખાધી. તેની ઉપર તેણે ચા પીધી. તેને ચા ફિક્કી લાગી. ચા મીઠી જ હતી, પણ ભાઈએ મીઠાઈ ઉપર ચા પીધી હોવાથી તેને ચા ફિક્કી લાગી. એક ભાઈએ હરડેચૂર્ણ વાપર્યું. તેની ઉપર પાણી વાપર્યું. તેને પાણી એકદમ મીઠું લાગ્યું. પાણીમાં ખાંડ ન હતી, પાણી સાદુ જ હતું, પણ ભાઈએ તૂરા હરડેચૂર્ણ પર પાણી વાપર્યું હોવાથી તેને પાણી મીઠું લાગ્યું. પહેલા પ્રસંગનો સાર - મીઠી વસ્તુ પર મીઠી વસ્તુ વાપરો તો ફિક્કી લાગે. બીજા પ્રસંગનો સાર - હરડે પર પાણી વાપરો તો મીઠું લાગે. આના પરથી બોધ - (1) સંસાર આપણને મીઠો લાગે છે. ધર્મ મીઠો છે. પણ સંસારને મીઠો માનીને ધર્મ કરીએ છીએ માટે ધર્મ આપણને ફિક્કો લાગે છે. (2) સંસાર જો તૂરો લાગે તો થોડો પણ ધર્મ મીઠો લાગે. જ્યાં સુધી સંસાર મીઠો લાગશે ત્યાંસુધી ધર્મમાં સ્વાદ નહીં આવે. સંસાર નીરસ લાગશે તો ધર્મ સરસ લાગશે. આપણે સંસારનો રાગ ઘટાડવો નથી અને ધર્મ કરવાનું મન નથી થતું, ધર્મમાં મન નથી ચોંટતું. એવી ફરિયાદો કરવી છે. તેનો કોઈ અર્થ નથી. ધર્મમાં મન ચોંટાડવું જ હોય તો સંસારના રાગને ઘટાડો, નષ્ટ કરો. આજસુધી ભલે સંસારમાં રાગ કરવાની મૂર્ખાઈ કરી. હવે બુદ્ધિ વાપરી ધર્મમાં રસ પેદા કરવા સંસાર પ્રત્યે અણગમો પેદા કરીએ. * * * * * ધર્મ ફિક્કો લાગે કે મીઠો ? ...37..
Page #47
--------------------------------------------------------------------------
________________ થી તીખાશને મારે રાજસ્થાની લોકો શાકમાં મરચું ઘણું નાખે, તેમાં ગોળ કે સાકર ન નાખે. તે શાક તીખું ન લાગે એટલે તેને ઘીમાં વઘારે. ઘી મરચાની તીખાશને મારી નાંખે છે. તેથી ઘીમાં વઘારેલું ઘણા મરચાવાળું શાક પણ તીખું લાગતું નથી. ઝેર કાતિલ હોય છે. તે પ્રાણ હરી લે છે. તે મારી નાખે છે. પણ અમુક ઔષધો ઝેરની કાતિલતાને મારી નાંખે છે. તેથી ઝેરવાળી વસ્તુમાં તે ઔષધ નાંખી દેવાથી ઝેર મારતું નથી. ભોગો જીવને રાગ કરાવે છે, કર્મો બંધાવે છે, દુઃખો સહન કરાવે છે. વૈરાગ્ય ભોગના રાગને મારી નાંખે છે વૈરાગીને ભોગો ભોગવતા રાગ થતો નથી. જો વૈરાગ્ય નહીં હોય તો ભોગોમાં આસક્ત થઈને જીવ દુઃખી થશે. જો વૈરાગ્ય હશે તો અનાસક્તભાવે ભોગો ભોગવી જીવ દુઃખી થતો બચશે. પહેલા નંબરમાં તો ભોગોનો ત્યાગ જ કરવો. જો ભોગો પ્રત્યે વૈરાગ્ય હોય તો ત્યાગ કરવામાં શું વાંધો ? જો ભોગો ન જ છૂટી શકે અને ન છૂટકે ભોગવવા જ પડે તો પણ વૈરાગ્ય આત્મામાં હશે તો ભોગોનું ઝેર ચડવા નહીં દે. ખાવા, પીવા, બેસવા, ઊઠવા, પહેરવા, ઓઢવા, હાલવા-ચાલવા વગેરે દરેક બાબતમાં વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય છે તો આપણે safe છીએ. વૈરાગ્ય નથી તો ચોક્કસ મરી જવાના. માટે બધે વૈરાગ્ય પેદા કરવો. વૈરાગ્ય પેદા કરવા આત્માને બાર ભાવનાઓથી ભાવિત કરવો. * * * * * ...38... ઘી તીખાશને મારે
Page #48
--------------------------------------------------------------------------
________________ પ્રવર્તક શ્રીધર્મગુમવિજયજી મ.ની જીવન ઝરમર પ.પૂ. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.સા.ના ગુણાનુવાદ કરીએ - * બાળપણ H વિસનગર અને વાલમની વચ્ચે પૂગામના તેઓ વતની હતા. તેમનું સંસારી નામ કાંતિલાલ હતું. પૂજ્ઞામ રૂપેણી નદીના કિનારે વસેલું છે. પૂજ્ઞામથી વાલમ ચાર કિ.મી. દૂર છે. કાંતિલાલ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સપનામાં દેવવિમાન જોયું હતું. તેથી ગર્ભમાં સારો જીવ આવ્યાના સંકેત થયા હતા. બાળપણથી માતા-પિતાએ ધર્મના સારા સંસ્કાર નાખેલા. કાંતિલાલ ધર્મમાં દઢ હતા. * જિનપૂજા : તેમના ગામમાં જૈનનું ઘર એક જ હતું. તે એમનું પોતાનું બીજું કોઈ જૈનનું ઘર ગામમાં ન હતું. તેથી દેરાસર-ઉપાશ્રય પણ ગામમાં ન હતા. છતાં કાંતિલાલ દરરોજ 4 કિ.મી. ચાલીને વાલમ પૂજા કરવા જતા અને 4 કિ.મી. ચાલીને પાછા આવતા. પૂજામાં એક પણ દિવસ પાડવાનો નહીં અને રોજ પૂજા માટે 8 કિ.મી. ચાલવાનું - આ સૂચવે છે કે તેમના જીવનમાં પ્રભુભક્તિને કેવું ઊંચું સ્થાન હશે ! 8 વર્ષની ઉંમરે માતાજી દેવલોક થયા. કાંતિલાલના બીજા ચાર ભાઈઓ હતા. માતાના દેહાંત બાદ કાંતિલાલ વડાવલી ફઈને ત્યાં રહેવા ગયા. બાકીના ચાર ભાઈઓ મહેસાણા સ્થાયી થયા. * રાત્રિભોજનત્યાગ : ગામમાં સાધુમહાત્માઓ આવે કે વિહાર કરે ત્યારે ગામના છોકરાઓ-યુવાનો લેવા જાય-મૂકવા જાય. કાંતિલાલ પણ તેમાં જોડાય. 9 વર્ષના હતા ત્યારે કોઈ મહાત્માએ રાત્રિભોજનની ભયંકરતા અને રાત્રિભોજન ત્યાગની ભદ્રકરતા સમજાવતું હંસ-કેશવનું દૃષ્ટાંત કહ્યું. તે સાંભળીને કાંતિલાલે જીવનભર માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો. કંદમૂળ તો તેમણે જીવનમાં ક્યારેય ખાધું જ ન હતું. ગામડાની નિશાળનું ભણતર પૂર્ણ થતાં તેઓ ભણવા માટે ઉદ્ઘાડા ગયા. ત્યાં મેટ્રિક સુધી ભણ્યા. ત્યાર પછી તેઓ ધંધા માટે મુંબઈ ગયા. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ...39...
Page #49
--------------------------------------------------------------------------
________________ * યુવાવસ્થા : મુંબઈમાં તેઓ ગોડીજીમાં રોજ વ્યાખ્યાન સાંભળવા જતા. તેમની પડોશમાં હરગોવન મણિયાર નામના સુશ્રાવક રહેતા હતા. એક વાર તેમણે પ્રેરણા કરી કે, “લાલબાગમાં મુ. ભાનુવિજયજી મ. પધાર્યા છે. એક વાર તેમનું વ્યાખ્યાન સાંભળવા આવો.” કાંતિલાલ પ્રવચન સાંભળવા ગયા. એક જ પ્રવચન સાંભળીને એમણે મનોમન નક્કી કરી લીધું કે, હું ચારિત્ર તો લઈશ જ અને ગુરુ તો આમને જ બનાવીશ.' 18 વર્ષની ઉંમરે તેમણે પૂ. સુબોધસાગરસૂરિ મ. પાસે જીવનભરનું બ્રહ્મચર્યવ્રત લીધું. સ્વજનોના આગ્રહથી તેમની સગાઈ થઈ. લગ્નનું મુહૂર્ત નીકળ્યું. 4 વર્ષ લગ્ન ઠેલ્યા. ગુરુ તો યોગ્ય પસંદ કર્યા હતા, પણ ગુરુકુળ કેવું છે? તે તપાસવા તે પૌષધ કરતા અને ઉપાશ્રયમાં સાથે રહેતા. ગુરુકુળ પણ અતિઉત્તમ છે એવું જણાતા મુ. ભાનુવિજયજી મ. પાસે જ ચારિત્ર લેવાનું નક્કી કર્યું. * ધનને લાત મારી H તેમના સંસારી ફુવા શ્રીમંત હતા. તેમનું નામ હતું પોપટલાલ કેવળદાસ. તેમણે કાંતિલાલને ગોદ લીધેલા, કેમકે તેમને પોતાને સંતાન ન હતા. તેમણે કાંતિલાલને કહ્યું, “મારી બધી સંપત્તિ તને આપું.” કાંતિલાલે ના પાડી. તેમણે ફુવા પાસે ચારિત્રની રજા માંગી. * દીક્ષા માટે સ્વજનોનો વિરોધ : ફવા કહે, “ધર્મસૂરિજીસમુદાયમાં દીક્ષા લે તો જ રજા આપું, નહીંતર રજા ન આપું.” કાંતિલાલ કહે, “મેં મુ. ભાનુવિજયજી મ. ને ગુરુ નક્કી કર્યા છે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય.” ફુવા દીક્ષા માટે રજા ન આપે, વિરોધ કરે. મુ. ભાનુવિજયજી મ. ને ફવાએ ધમકી આપેલી કે, “જો કાંતિલાલને કે મૂલચંદને ભગાડીને દીક્ષા આપશો તો પોલીસમાં ફરિયાદ કરી જેલ ભેગા કરીશ.” તેમની ધમકીથી મુ. ભાનુવિજયજી મ. સહેજ ડરી ગયા. એટલે પહેલા નાના ભાઈ મૂલચંદને ભગાડીને દીક્ષા આપવાનું નક્કી કર્યું. ...40... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #50
--------------------------------------------------------------------------
________________ * વૈરાગ્યનું નિમિત્ત : કાંતિલાલના મોટા ભાઈ વિઠલભાઈએ લગ્ન કરેલા. લગ્નના એક વર્ષ પછી તેમના શરીરમાં માંદગી આવી. તેમણે ઉપચારો કર્યા, પણ નિષ્ફળ ગયા. તે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા. તેમની યુવાન પત્ની કલ્પાંત કરે. ભાભીનો કલ્પાંત જોઈને કાંતિલાલે નક્કી કરેલું કે, “મારે લગ્ન કરવા જ નથી. આવા ભયંકર સંસારમાં મારે પડવું જ નથી.” નાનાભાઈની દીક્ષા : નાના ભાઈ મૂલચંદ ખૂબ ફેશનેબલ હતા. તેમને ફિલ્મી લાઈનમાં જવું હતું. કાંતિલાલે તેમને સમજાવી ચારિત્ર માર્ગે વાળ્યા. મુ.ભાનુવિજયજી મ. સુરત હતા. તેમણે કાંતિલાલને કહ્યું, “મૂલચંદને ભગાડીને રાણપુરમાં પૂ. પ્રેમસૂરિ મ.ના હાથે દીક્ષા અપાવ.” કાંતિલાલે તેમ કર્યું. દીક્ષા થઈ. મૂલચંદભાઈ મુ. ભદ્રગુપ્તવિજયજી મ. બન્યા. તેઓ મુ. ભાનુવિજયજી મ. ના શિષ્ય બન્યા. * દીક્ષા : ફવાનો વિરોધ મૂલચંદની દીક્ષા માટે વધુ હતો. તેથી તેને ભગાડીને દીક્ષા આપી. પછી સુરતમાં મુ.ભાનુવિજયજી મ.ની નિશ્રામાં કાંતિલાલની દીક્ષા થઈ. તેઓ મુ. ભાનુવિજયજી મ. ના શિષ્ય મુ. ધર્મગુપ્તવિજયજી મ. બન્યા. તેમની સાથે બીજા બે મુમુક્ષુઓની પણ દીક્ષા થઈ, જેમનું નામ મુ. ધર્મજિત્ વિજયજી મ. અને મુ. તત્ત્વાનંદવિજયજી મ. પડ્યું. તેમની દીક્ષા વિ.સં. ૨૦૦૭માં મહા સુદ 6 ના દિવસે થઈ. ત્યારે મુ. ધર્મગુતવિજયજી ની ઉમર 21 વર્ષની હતી. તેમની દીક્ષા માટે સંસારી સ્વજનોનો વિરોધ હતો. છતાં તેમણે મજબૂત બનીને દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં તેમના કોઈ પણ સંસારી સ્વજનો આવ્યા ન હતા. - ત્યાગ H તેમની દીક્ષાની પૂર્વેના દિવસે દીક્ષાર્થીઓનો બહુમાન સમારંભ હતો. તે બહુમાનસમારંભની પહેલા મુ. ભાનુવિજયજી મહારાજે ત્રણે મુમુક્ષુઓને બોલાવ્યા અને પ્રેરણા કરી, “દીક્ષા લીધા પછી કોઈક વિશિષ્ટ સાધના કરવાનો અભિગ્રહ લો.” મુ. ભાનુવિજયજી મ.ની ટકોરથી તેમની ભાવનાઓ ઉલ્લસિત થઈ. મુ. ધર્મજિવિજયજી મહારાજે ત્યારે મુમુક્ષુઅવસ્થામાં પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ..41.*
Page #51
--------------------------------------------------------------------------
________________ એક લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય રચવાનો અભિગ્રહ લીધો. કાંતિલાલે જીવનભર 5 દ્રવ્ય (રોટલી, શાક, દાળ, ભાત અને દૂધ) થી વધુ નહીં વાપરવાનો અભિગ્રહ લીધો. સંસારી અવસ્થામાં પણ તેમને રોજના 6 દ્રવ્યથી વધુ નહીં વાપરવાનો અભિગ્રહ હતો. સંસારી અવસ્થામાં પણ તેમની સાધના સુંદર હતી. સ્કૂલમાં રીસેસ પડે ત્યારે તેઓ ઉપાશ્રયમાં આવી સામાયિક કરતા. * સમતાનું મૂળ : તેમણે સંસારી અવસ્થામાં અધ્યાત્મકલ્પદ્રુમના સમતાધિકારનો સેંકડો વાર પાઠ કર્યો હતો. તેમણે શાંતસુધારસનો સોથી વધુ વાર પાઠ કર્યો હતો. * નિઃસ્પૃહતા : તેમની વડી દીક્ષા મુંબઈમાં લાલબાગમાં વૈ.સ. 6 ના દિવસે થઈ. ત્યારે ગુરુદેવે કહ્યું કે, “મુ. ભદ્રગુમવિજયજી મ. ને તમારા શિષ્ય બનાવીએ.” નિઃસ્પૃહી મુ. ધર્મગુમવિજયજી મહારાજે કહ્યું, “મારે શિષ્યની જરૂર નથી. સંસારી અવસ્થામાં અમે બન્ને ભાઈ હતા તો સંયમજીવનમાં પણ ભલે અમે ગુરુભાઈ રહીએ.” આ પ્રસંગ જણાવે છે કે તેઓ શિષ્ય કરવાની બાબતમાં નિઃસ્પૃહ હતા. * સમતા : દીક્ષા લીધાના ચાર મહિના બાદ તેમને અચાનક માથાનો દુઃખાવો શરૂ થયો. ચોવીસ કલાક માથું દુઃખ્યા કરે. તેમના દીક્ષાવિરોધી કોઈક સંસારી સ્વજને કોઈ પ્રયોગ કરીને તેમને આ પીડા ઉપજાવી હોવાની સંભાવના છે. ઘણા ઉપચારો કર્યા પણ દુઃખાવો મટ્યો નહીં. ચાર વર્ષ સુધી તો તેમને દિવસે કે રાતે જરાય ઊંઘ આવી નહીં. દાદર (મુંબઈ)માં ડોક્ટરે સેફેક્સ નામની ઊંઘની પા ગોળી લેવાનું કહ્યું. તેનાથી ઊંઘ આવી જતી. પણ ધીમે ધીમે ગોળીનું પ્રમાણ વધતું ગયું. સાથે સાથે ગોળી લેવાની આડઅસર એ થઈ કે તેમના જ્ઞાનતંતુઓ નબળા પડતા ગયા. ...૪ર... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #52
--------------------------------------------------------------------------
________________ માથાની આટલી પીડા વચ્ચે પણ તેઓ સમતાસાગરમાં ઝીલતા અને સ્વસ્થ રહેતા. ગૃહસ્થાવસ્થામાં અનેકવાર સમતાધિકારનો પાઠ કરીને તેમણે જાણે કે સમતાને આત્મસાત્ કરી લીધી હતી. ગૃહસ્થાવસ્થામાં તેમને ખ્યાલ પણ નહોતો કે ભવિષ્યમાં આવી પીડા આવશે. છતાં કુદરતી રીતે જ તેમને સમતાધિકાર બહુ ગમતો. તેના કરેલા પાઠથી તેમને પીડામાં સમતા સહજ બની ગઈ. સતત આટલી પીડા હોવા છતાં ક્યારેય તેમના મુખ ઉપર ગ્લાનિ કે ઉદાસીનતા દેખાતી ન હતી. તેઓ સદા પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેતા હતા. માથાના સતત દુઃખાવા વચ્ચે પણ તેમણે અનેક આરાધનાઓ અને પ્રભાવનાઓ કરી. * શાસ્ત્રાભ્યાસ : તેમણે 45 આગમોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કરેલા ગ્રંથોની તેઓ નોટ પણ બનાવતા. 45 આગમોના ચૂંટેલા શ્લોકો-વાક્યો અને તેમના અર્થો તેમણે લખેલા જે “આગમ-અનુપ્રેક્ષા' પુસ્તક રૂપે છપાયા. * અવધાન : બીજા મહાત્માઓની સાથે તેઓ શતાવધાન શીખતા હતા. 40 અવધાન સુધી તેઓ પહોંચ્યા હતા. પછી માથાના દુઃખાવાના કારણે તેઓ તેમાંથી નીકળી ગયા હતા. * પ્રવચન : તેમનો દીક્ષાપર્યાય 7-8 વર્ષનો હતો ત્યારે પ્રેમસૂરિ મ. નું ચોમાસું સુરેન્દ્રનગરમાં હતું. ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. ત્યારે અમદાવાદ જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ ચોમાસા માટે સાધુ મોકલવાની વિનંતિ કરવા આવ્યા. પ્રેમસૂરિ મ. કહે, “જે સાધુ આવવા તૈયાર હોય તેને લઈ જાવ.' ટ્રસ્ટીઓએ બધા સાધુઓને એક પછી એક વિનંતિ કરી. પણ પ્રેમસૂરિ મ. નું વાત્સલ્ય, તેમનો પ્રેમ એવો હતો કે કોઈ સાધુ તેમને છોડીને ચોમાસા માટે જવા તૈયાર ન હતા. ટ્રસ્ટીઓએ પ્રેમસૂરિ મ. ને ફરી ફરી ભાવથી વિનંતિ કરી. પ્રેમસૂરિ મહારાજે વિચારીને મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને બોલાવ્યા અને પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર *..43.....
Page #53
--------------------------------------------------------------------------
________________ કહ્યું, ‘તમારે અમદાવાદ-જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે જવાનું છે. તમારી સાથે મુ. કીર્તિરત્ન વિ.મ. અને મુ. કીર્તિસેન વિ.મ. આવશે.' | મુ.ધર્મગુપ્તવિજયજી મ. બોલ્યા, “મને વ્યાખ્યાન આપતા આવડતું નથી. આજ સુધી એક પણ વ્યાખ્યાન મેં કર્યું નથી. હું ચોમાસું કેવી રીતે કરીશ?” પ્રેમસૂરિ મ. બોલ્યા, “તને વ્યાખ્યાનમાં જરાય વાંધો નહીં આવે. મારા તને આશીર્વાદ છે.” પ્રેમસૂરિ મ. ના આશીર્વાદ લઈને તેઓ જ્ઞાનમંદિરમાં ચોમાસા માટે ગયા. સરસ ચોમાસું થયું. વ્યાખ્યાન માટે તેમને ક્યારેય પણ તૈયારી કરવી પડતી ન હતી. તેમણે વ્યાખ્યાન માટેની કોઈ નોટ બનાવી ન હતી. પ્રેમસૂરિ મ. ને યાદ કરીને તેમનું નામ લઈને તેઓ પ્રવચન શરૂ કરતા અને અસ્મલિત પ્રવાહે તેમનું પ્રવચન સંપન્ન થતું. તેમના પ્રવચનો વૈરાગ્યવર્ધક હતા. તેઓ સ્કૂલો-કોલેજો માં પણ પ્રવચનો કરતા. માથાની પીડાના કારણે તેઓ અંદરમાં ઊતરી ગયેલા. તેથી તેમનો આધ્યાત્મિક વિકાસ ઘણો થયો હતો. માથાની પીડામાં રાહત રહે એ માટે ગુરુદેવે તેમને તેમના ધારેલા પાંચ દ્રવ્યો ઉપરાંત ચાની છૂટ આપી હતી. * અંતર્મુખતા તેઓ અંતર્મુખી હતા. તેથી તેમણે કોઈ ભગત બનાવ્યા ન હતા. તેઓ માનતા હતા કે, “વ્યક્તિના ભગત શાસનને નુકસાન પહોંચાડે છે. તેથી શાસનના ભગત બનાવવા જોઈએ, જેથી શાસનનું આપણી ઉપરનું ઋણ ઊતરે અને શાસનની ઉન્નતિ થાય.” ચોમાસું પૂરું થયા પછી તેઓ ક્યારેય કોઈ શ્રાવકને પત્ર લખતા ન હતા. આમ તેઓ ગૃહસ્થપરિચયથી અલિપ્ત હતા. * બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યના વિષયમાં પણ તેઓ ચુસ્ત હતા. કોઈ સ્ત્રી કે સાધ્વીનો તેઓ પરિચય કરતા ન હતા. વિજાતીયની સાથેની નકામી વાતોમાં તેમને રસ નહોતો. શિષ્યોના બ્રહ્મચર્યની પણ તેઓ ખૂબ કાળજી રાખતા. કોઈ શિષ્ય પાસે ક્યારેય સ્ત્રી બેસીને વાત ન કરી શકે એવી એમની કડકાઈ હતી. ...44... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #54
--------------------------------------------------------------------------
________________ * સાદાઈ : એક વાર તેઓ મુલુંડ (મુંબઈ) માં બિરાજમાન હતા. ત્યારે ઘાટકોપર સાંઘાણી એસ્ટેટના ટ્રસ્ટીઓ ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. તેમણે મ. ધર્મગુપ્તવિજયજી મ. ને પૂછ્યું, “ચોમાસામાં આપને શેની શેની જરૂર પડશે ?' | મુ. ધર્મગુમવિજયજી મ. બોલ્યા, “એક રાખનો ડબ્બો અને એક ચૂનાનો ડબ્બો જોઈશે. તે સિવાય કંઈ નહીં.” ટ્રસ્ટીઓ આશ્ચર્ય પામ્યા. તેમને ત્યાં ચોમાસું ખૂબ સુંદર વીત્યું. સંઘમાં બધાને તેમના પ્રત્યે ખૂબ બહુમાન થયું. ટ્રસ્ટીઓ તેમની સાદાઈ અને નિઃસ્પૃહતા પર ઓવારી ગયા. સંઘ પર બોજો પડે એવા કોઈ અનુષ્ઠાનો વગેરે તેઓ કરાવતા નહીં. સંઘની ભાવના અને શક્તિ પ્રમાણે તેઓ સંઘને આરાધના કરાવતા. * શાસ્ત્રબહુમાન : આગમો વાંચતા વાંચતા તેમને આગમોના પદાર્થો પ્રત્યે ખૂબ અહોભાવ થતો. તેથી વાંચતા વાંચતા તેઓ ઊભા થઈને આગમોને ખમાસમણા આપતા. તેમનું આગમ-બહુમાન અદ્વિતીય હતું. * પ્રભુભક્તિ : તેમની પ્રભુભક્તિ પણ બેજોડ હતી. વિ.સં. 201617 ની સાલથી તેઓ પ્રભુભક્તિમાં જોડાઈ ગયા હતા. દરરોજ સવારે અને એટલે દરરોજ પાંચ કલાક તેઓ પ્રભુભક્તિમાં તરબોળ બની જતા. તેઓ પ્રભુભક્તિમાં અનેક વિશેષણો દ્વારા પ્રભુને વંદન કરતા, ચાર શરણ સ્વીકારતા, દુષ્કતોની ગહ કરતા, સુકૃતોની અનુમોદના કરતા. પ્રભુભક્તિની મસ્તી હંમેશા તેમના મુખકમલ પર તરવરતી. * સ્વાધ્યાયઃ પ્રભુભક્તિ સિવાયનો દિવસનો લગભગ 8 કલાક જેટલો સમય તેઓ શાસ્ત્રવચનમાં વીતાવતા. તેથી તેમની આત્મપરિણતિ હંમેશા નિર્મળ રહેતી. તેમને નકામી વાતો કે ચર્ચામાં રસ નહોતો. તેથી સમય મળે કે તરત તેઓ સ્વાધ્યાય કરવા બેસી જતા. * પુસ્તકલેખન : તેમણે સ્વજીવનમાં 85 પુસ્તકો લખ્યા હતા. સરળ પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર * 45...
Page #55
--------------------------------------------------------------------------
________________ ભાષામાં લખાયેલા તેમના પુસ્તકો જીવનને ધર્મમય બનાવવા સુંદર પ્રેરણાઓ આપે છે. સૌથી પહેલું પુસ્તક તેમણે લખ્યું તેનું નામ “સંસ્કારધન’ છે. તેમાં તેમણે ધર્મના પ્રાથમિકજ્ઞાનને લગતા 180 પાઠો લખ્યા છે. તે વખતે તેમનું તે પુસ્તક બધી પાઠશાળાઓમાં ફરજિયાતપણે ભણાવાતું. તે પુસ્તકની લગભગ બે લાખ જેટલી નકલો છપાઈ હતી. * પ્રિય ગ્રંથ : “આચારાંગસૂત્ર' તેમનો પ્રિય ગ્રંથ હતો. તેથી આત્માને તે ગ્રંથથી ભાવિત કરવા તેમણે “આચારાંગસૂત્ર સટીક સો વાર વાચેલું. * સંયમનિષ્ઠા : ચારિત્રપાલનમાં પણ તેઓ કટ્ટર હતા. દક્ષિણમાં સોનાની ખાણોના પ્રદેશ કેજ્યફ થી ર૦૦ કિ.મી. દૂર મદ્રાસ તેમને જવાનું હતું. મદ્રાસના સંઘે તેમના માટે કેજ્યફમાં સાથે રાખવા માટે રસોડું વગેરે વ્યવસ્થા મોકલી. મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે તે વ્યવસ્થા રાખવાની “ના” પાડી. તેમણે તે વ્યવસ્થા પાછી મોકલી દીધી. આગળ-પાછળના ગામવાળા બધી વ્યવસ્થા સંભાળી લેતા. તેમની સંયમનિષ્ઠા જોઈને મદ્રાસનો સંઘ ખૂબ પ્રભાવિત થયો. મદ્રાસના સંઘે મદ્રાસમાં તેમનું ઠાઠ-માઠથી ભવ્ય સામૈયું કરીને તેમનો પ્રવેશ કરાવ્યો. સંઘજનોના હૃદયમાં તેમની એક ભવ્યછાપ અંકિત થઈ. * તપ : માથાના દુઃખાવાના કારણે તેઓ વિશેષ તપ કરી શકતા ન હતા. તેમનો ત્યાગ મહાન હતો. જીવનભર પાંચ દ્રવ્યોનો અભિગ્રહ એ જ એમનો મોટો તપ હતો. મોટા મોટા તપસ્વીઓ માટે પણ આવો અભિગ્રહ દુષ્કર છે. માથાની પીડા વચ્ચે સહન કરીને પણ તેઓ સંવત્સરીનો ઉપવાસ અવશ્ય કરતા. * પ્રભાવના : રાજસ્થાનમાં પલ્લીવાલ પ્રદેશમાં ઘણી તકલીફો વેઠીને પણ તેઓ એક વર્ષ રહ્યા. ત્યાં નદબઈ વગેરે શહેરોમાં તેમણે 5 દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી. * માંદગી : એક વાર નડિયાદથી તેઓ અમદાવાદ તરફ આવતા હતા. વિહારમાં વચ્ચે મેદાનમાં તેઓ સ્પંડિલ ગયા. ત્યાં ચક્કર આવતા ...46.... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #56
--------------------------------------------------------------------------
________________ તેઓ પડી ગયા. શિષ્યો પકડીને જેમ-તેમ કરી મહેમદાવાદ લાવ્યા. ત્યાંથી તેમને વીલચેરમાં અમદાવાદ લાવ્યા. ચેકિંગ કરાવતા ડોક્ટરોએ કહ્યું કે, “તેમના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા છે.” ટ્રીટમેન્ટથી તેમને સારું થઈ ગયું. ડોક્ટર સુધીરભાઈએ તેમને કહેલું કે, “અમદાવાદની બહાર જશો નહીં. અમદાવાદમાં તાત્કાલિક સારવાર મળી શકશે, બીજે નહીં મળે.' તેમણે 4-5 વર્ષ અમદાવાદમાં પસાર કર્યા. * પેરેલિસિસનો એટેક : એક વાર તેઓ બોડેલી બાજું જતા હતા. તેઓ નિઝામપુરા (વડોદરા) ચોમાસું રહ્યા. પર્યુષણ સુધી તેમની તબિયત સારી હતી. સંવત્સરીના દિવસે તેમને સવારે પેરેલિસિસનો એટેક આવ્યો. સારવાર કરતા સારું થયું. પણ સંવત્સરી પ્રતિક્રમણમાં ફરી પેરેલિસિસનો એટેક આવ્યો. તેમાં તેમના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા. સંવત્સરી પ્રતિક્રમણ ઝડપથી પૂરું કરાવી તેમની ટ્રીટમેન્ટ કરાવી. બીજા દિવસે સવારે તેમની વાચા જતી રહી. તે વખતે વડોદરામાં તેમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તેવી વ્યવસ્થા ન હતી. તેથી તેમને અમદાવાદ લાવ્યા. ભા. સુદ 8 ના દિવસે આંબાવાડી ઉપાશ્રયમાં તેમને લવાયા. ત્યારે ત્યાં ઉપા. વિમલસેનવિજયજી મ. નું ચોમાસું હતું. મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને હોસ્પિટલમાં એડ્મિટ કર્યા. 20 દિવસ તેમની સારવાર ચાલી. ભા.વદ 30 ના દિવસે તેમને આંબાવાડી ઉપાશ્રયમાં પાછા લાવ્યા. શરૂઆતમાં આંબાવાડી સંઘે કહેલું કે, “ચોમાસું પૂરું થાય ત્યાં સુધી રહેવું.” પણ પછી સંઘે સામે ચાલીને આંબાવાડીમાં જ સ્થિરતા કરવાની વિનંતિ કરી. તેથી તેમને આંબાવાડી ઉપાશ્રયમાં જ રાખવામાં આવ્યા. તેઓ જોઈ શકતા હતા, સાંભળી શકતા હતા, પણ બોલી શકતા ન હતા, હાથ-પગ ચલાવી શકતા ન હતા, પડખું ફેરવી શકતા ન હતા, પોતાના હાથે ગોચરી-પાણી વાપરી શકતા ન હતા. * શિષ્યોએ કરેલ વૈયાવચ્ચઃ તેમની આવી અવસ્થામાં મુ. જિનવલભવિજયજી મ. અને મુ. આત્મદર્શનવિજયજી મહારાજે તેમની અજોડ વૈયાવચ્ચ કરી. તેમના શરીરના પાછળના ભાગમાં ચાઠું ન પડી જાય એટલા માટે પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ,,
Page #57
--------------------------------------------------------------------------
________________ શરૂઆતમાં તેમને વોટરબેડ પર સુવડાવતા. બન્ને શિષ્યોએ 10 વર્ષ સુધી ગુરુની અપ્રમત્ત વૈયાવચ્ચ કરી. મુ. જિનવલભવિજયજી મહારાજે પહેલી વખતની 94 મી ઓળીથી બીજી વખતની 64 મી ઓળી સુધીની તપશ્ચર્યા કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ કરી. તેઓ દિવસમાં દોઢ-દોઢ કલાકે તેમને વપરાવતા. તેમને વપરાવવામાં 4 કલાક નીકળી જતા. ગુરુદેવની દસ વર્ષની માંદગીમાં મુ. જિનવલ્લભવિજયજી મહારાજે એક નવકારવાળી ગણી નથી કે એક પાનું વાંચ્યું નથી. તેઓ કોઈ પણ પ્રસંગમાં જતા નહીં. તેમની માટે ગુરુદેવની સેવા એ જ સર્વસ્વ હતું. ગુરુદેવના શરીરના પાછળના ભાગમાં ચાઠું ન પડે તે માટે તેઓ તેમના શરીરને સ્પચ કરી એકદમ સ્વચ્છ રાખતા, તલના તેલનું માલીશ કરતા, નાઈસીલ પાવડર છાંટતા, રાતે દોઢ-દોઢ કલાકે પડખું બદલાવતા, દિવસે 6 થી 7 વાર તેમને ખુરસીમાં બેસાડતા-પાછા પથારીમાં સુવડાવતા. દસ વર્ષ સુધી પથારીવશ અવસ્થામાં રહેવા છતાં તેમના શરીરમાં એક ચાઠું પડ્યું ન હતું. શિષ્યોએ ગજબની વૈયાવચ્ચ કરી હતી. રાતે દોઢદોઢ કલાકના એલારામ મૂકી મુ. જિનવલ્લભ વિજયજી મ. જાગતા અને ગુરુદેવનું ધ્યાન રાખતા. ગુરુદેવને રાતે દોઢ વાગે, સાડા ચાર વાગે અને છ વાગે સ્પંડિત જવાનું થતું. બધુ પથારીમાં જ થતું. ગુરુદેવ સ્પંડિલ જાય કે તરત તેમનું શુદ્ધિકરણકપડાનું શુદ્ધિકરણ શિષ્યો તાત્કાલિક કરતા. જરાય ગંદગી રહેવા ન દેતા. રૂમનું વાતાવરણ પવિત્ર અને સુગંધી રાખતા કે જેથી ગુરુદેવના શરીરમાં કોઈ ઈન્વેક્શન ન લાગી જાય. શિષ્યો પ તિથિએ ગુરુદેવને ખુરસીમાં બેસાડીને દેરાસર દર્શન કરવા લઈ જતા. આટલી બીમારીમાં પણ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ક્યારેય હતાશ થયા ન હતા. ...48... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #58
--------------------------------------------------------------------------
________________ * ગુરુદેવને વફાદાર H તેઓ તેમના ગુરુદેવ આ. ભુવનભાનુસૂરિ મ. ને પૂર્ણ વફાદાર હતા. માથાના દુઃખાવાના કારણે તેઓ જોગ કરી શક્યા ન હતા અને તેથી તેમની પદવી થઈ ન હતી. છતાં તેમને ક્યારેય ઓછું આવ્યું ન હતું કે પદવી ન આપવા બદલ ગુરુદેવ પ્રત્યે દુર્ભાવ થયો ન હતો. આ. ભુવનભાનુસૂરિ મહારાજે તેમને પત્રમાં લખ્યું કે, “જોગ વિના તમને આચાર્યપદવી આપી શકાય, પણ પૂર્વે અન્ય મહાત્માને જોગ વિના આચાર્યપદવી અપાઈ ત્યારે મેં વિરોધ કરેલો. એટલે અત્યારે હું તમને આચાર્યપદવી આપી શકું તેમ નથી.” ગુરુદેવનો પત્ર વાંચીને તેમનું ગુરુદેવ પ્રત્યેનું બહુમાન ઘટ્યું નહીં. તેમને જરાય ખોટું લાગ્યું નહીં. આ જ તેમની મહાનતા હતી. ગુરુદેવે જે કર્યું તેમાં તેઓ પ્રસન્ન હતા. તેમના ગુરુસમર્પણભાવની આ પરાકાષ્ઠા હતી. આસન્નમુક્તિગામી : વિ.સં. ૨૦૩ર માં તેઓ ઉજ્જૈનમાં હતા. ત્યાં રાજમલભાઈ નામના શ્રાવક હતા. તેમના પિતાજી મૃત્યુ પામી દેવયોનિમાં ગયા હતા અને સ્વપુત્રને અવારનવાર પ્રત્યક્ષ થતા-સહાય કરતા. મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે રાજમલજીને કહ્યું કે, “તમે પ્રત્યક્ષ પરચો બતાવો તો માનું.” રાજમલજી અને મહાત્માઓ એક રૂમમાં બેઠા. મુ. ધર્મગુમવિજયજી મ. થી પ-૭ ડગલા દૂર થોડા કાગળો રખાયા. તેમની ઉપર વજન રખાયું. પછી રાજમલજીએ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને કહ્યું, “તમારે જે પ્રશ્નો હોય તે મનમાં વિચારી લો. તેમનો જવાબ આ કાગળોમાં આવી જશે.” મુ. ધર્મગુમવિજયજી મહારાજે વિચાર્યું, “મારો મોક્ષ ક્યારે થશે ?' રાજમલજીએ ક્રિયા કરી. રૂમમાં પુષ્પવૃષ્ટિ થઈ. કાગળમાં જવાબ લખાઈ ગયો. રાજમલજીએ મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને તે વાંચવા આપ્યો. તેમાં કેસરથી લખ્યું હતું, “આવતા ભવે મહાવિદેહક્ષેત્રમાંથી તમારી મુક્તિ થશે.” આ પ્રસંગ પરથી એવું નક્કી થાય છે કે તેઓ નિકટમુક્તિગામી જીવ હતા. અત્યારે તેઓ મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ આરાધના કરતા હશે. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ...49...
Page #59
--------------------------------------------------------------------------
________________ એક વખત સૂર્યોદય પૂર્વે તેમને સપનું દેખાયું કે, “મને કેવળજ્ઞાન થઈ ગયું છે. આનાથી પણ તેમની મુક્તિ નિકટમાં હોય તેવું જણાય છે. * વૈરાગ્ય : જ્યારે તેઓ સાજા હતા ત્યારે એક વાર કુંભોજમાં આ. ભુવનભાનુસૂરિ મ. મળ્યા. ઘણા વર્ષે ભેગા થયા હોવાથી ગોચરી માંડલીમાં ગુરુદેવે તેમને વાપરવા કેરીનો રસ આપ્યો. તેમની આંખમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, “જીવનભર આ વાપર્યું નથી. આપ ન વપરાવો તો સારું.” ગુરુદેવે કહ્યું, ‘તને દુઃખ થતું હોય તો નથી વપરાવતો.” આવો જ્વલંત વૈરાગ્ય તેમના હૃદયમાં ઝળહળતો હતો. * નિર્લેપતા : પોતાની નિશ્રામાં થયેલા અનુષ્ઠાનોની જાહેરાતો તેઓ ક્યારેય છાપાઓ-મેગેઝીનોમાં આપતા ન હતા. ફોટા ન પડાવવાનો તેમનો નિયમ હતો. મદ્રાસમાં એક ભાઈના અઠાઈના મહોત્સવમાં પૂજનમાં તેઓ ગયા હતા. ત્યાં વિડિયો ચાલુ થતા તેઓ ત્યાંથી નીકળી ગયા. આમ પ્રસિદ્ધિથી તેઓ નિર્લેપ હતા. * નિર્દોષ ગોચરી : તેઓ નિર્દોષ ગોચરી-પાણીના આગ્રહી હતા. કારણ વિના દોષિત ગોચરી-પાણી પોતે વાપરતા નહીં અને શિષ્યોને પણ ન વાપરવા માટે પ્રેરણા કરતા. એક વાર મુ. જિનવલ્લભવિજયજી મ. ને વર્ષીતપ કરવાની ભાવના થઈ. તેમણે ગુરુદેવને ભાવના જણાવી. ગુરુદેવે તેમની ચકાસણી કરવા તેમની પાસે બે મહિના ઉપવાસના પારણે એકાસણા કરાવ્યા. પછી જ તેમને વર્ષીતપ કરવાની રજા આપી. તેમાં પણ બિઆસણાના દિવસે કોઈ દોષિત વસ્તુ વાપરવા ન દેતા. સહજ જે મળ્યું હોય તેના દ્વારા બિઆસણું કરવાની પ્રેરણા કરતા. * શિષ્યપાલન H તેઓ શિષ્યોના સંયમપાલનની પણ ખૂબ કાળજી કરતા. શિષ્યને ઓળીનું પારણું થયાને 15 દિવસ થાય એટલે તેઓ તેને તરત પૂછે, “ઓળી ક્યારથી શરૂ કરવાની છે ?' ગુરુદેવ 5 દ્રવ્ય વાપરતા હોય પછી શિષ્યોમાં એ સંસ્કાર આવે તે ...50... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #60
--------------------------------------------------------------------------
________________ સહજ છે. મુ. મતિગુમવિ. મ., મુ. જિનવલ્લભ વિ. મ. અને મુ. આત્મદર્શન વિ. મ. પણ 5 દ્રવ્યો જ વાપરતા. * અંતિમ દિવસ : મુ. ધર્મગુપ્તવિજયજી મ. ને પ્રસન્ન રાખવા મુ. જિનવલ્લભવિજયજી મ. તેમને અવાર-નવાર હસાવવાના પ્રયત્ન કરે. જીવનના છેલ્લા દિવસે તેઓ ખૂબ હસ્યા. તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં એડ્મિટ કરવાના હતા. પણ બધી હોસ્પિટલો ફૂલ હતી. છેવટે હોસ્પિટલમાં લઈ જવાનું માંડી વાળી ઉપાશ્રયમાં જ સારવાર કરવાનું નક્કી કર્યું. નિખિલભાઈ, કીર્તિભાઈ, સુધીરભાઈ વગેરે ડોક્ટરો આવી ગયા. ડોક્ટરોએ જોતા જ કહ્યું, “હવે અંતિમ આરાધના કરાવો.” * સમાધિમરણ : ચતુર્વિધ સંઘ ભેગો થઈ ગયો. બધાએ નવકારની ધૂન લગાવી. ડોક્ટર સુધીરભાઈએ છેલ્લો નવકાર સંભળાવ્યો. મુ. ધર્મગુમવિજયજી મ. પૂર્ણ સ્વસ્થ હતા. તેમની દૃષ્ટિ છતમાં ચોંટાડેલા શ્રી સીમંધરસ્વામીના ફોટા સન્મુખ હતી. તેમના દર્શન કરતા કરતા રાતે 11.05 વાગે તેઓ દેહપિંજરને છોડીને મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તેમની પાસે જવા માટે નીકળી પડ્યા. વિ.સં. 2066, મહા સુદ 2, તા.૧૭-૧-૨૦૧૭, રવિવારે તેઓ કાળધર્મ પામ્યા. તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વાસણામાં ધર્મરસિકતીર્થવાટિકામાં થયો. * શુદ્ધિ : આલોચના કરવાની બાબતમાં પણ તેઓ ખૂબ કાળજીવાળા હતા. તેમના ગુરુદેવ જીવિત હતા ત્યાં સુધી તેમની પાસે અને પછી આ.જયઘોષસૂરિ મ. પાસે તેઓ આલોચના કરતા અને પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ થિતા. * ઓલિયાપણું. તેમનો નંબર સમુદાયમાં ઘણો આગળ હતો, છતાં સમુદાયની બાબતોથી તેઓ તદ્દન નિર્લેપ રહેતા. ગુરુદેવ કંઈ સોપે કે પૂછે તો તેઓ કરતા કે કહેતા. બાકી સામે ચાલીને તેઓ કોઈ બાબતમાં ચંચૂપાત કરતા નહીં. પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર 51...
Page #61
--------------------------------------------------------------------------
________________ * પ્રેરણા : તેમણે મુ. જિનવલ્લભવિ.મ. ને દીક્ષા વખતે અભિગ્રહ આપેલો કે, “તારે 25 વર્ષમાં સો ઓળી પૂરી કરવાની.” મુ. જિનવલ્લભવિ. મહારાજે એક વર્ષીતપ કર્યો. તેથી ર૬ વર્ષમાં સો ઓળી પૂરી કરી. * સંયમચુસ્તતા : મુ. ધર્મગુમવિજયજી મ. જરા ય અસંયમ ચલાવે નહીં. વિહારમાં કોઈ માણસ રાખવાનો નહીં. બધી ઉપાધિ સાધુઓ પોતે જ ઊંચકે. તેમની તબિયત બગડ્યા પછી વીલચેરમાં ન છૂટકે વિહાર કરવા પડ્યા ત્યારે પણ વીલચેરમાં જરૂર પૂરતી જ ઉપાધિ રાખવાની, બાકીનું સાધુઓએ ઊંચકવાનું. તેઓ શિષ્યોને મોજાનો ઉપયોગ ન કરતા ઊઘાડા પગે ચાલવાની પ્રેરણા કરતા. આવી હતી તેમની સંયમકટ્ટરતા. * ભાવાંજલિ : જીવનભર માથાની પીડા અને છેલ્લા દસ વર્ષ પથારીવશપણું સમતાપૂર્વક તેમણે સહન કર્યું. તેમની આ સાધના સામે મસ્તક ઝૂકી જાય છે. તેઓ એક મહાન, ઉમદા, આદર્શરૂપ સંયમજીવન જીવી ગયા કે જે આ કાળમાં બહુ મુશ્કેલ લાગે. આપણા જીવનમાં પણ તેમના જેવી સાધના, ગુણો અને સમતા આવે એવી પ્રભુને પ્રાર્થના. સમતાનિધિ તે મહાપુરુષના ચરણોમાં કોટિ કોટિ વંદન. તેમના સંયમજીવનની ખૂબ ખૂબ અનુમોદના. * વિનંતિ : તેમને ભાવભરી વિનંતિ કે મહાવિદેહક્ષેત્રમાંથી આપણી ઉપર એવી કૃપા વરસાવે કે આપણે પણ તેમના જેવા બનીએ. આંબાવાડી જૈન શ્વે. મૂ. સંઘે દસ વર્ષ સુધી ઊછળતા ભાવ સાથે તેમની જે વૈયાવચ્ચ કરી છે તેની પણ ખૂબ ખૂબ અનુમોદના. * શિષ્ય પર કૃપાઃ મુ. જિનવલ્લભવિજયજી મહારાજે સંસારી અવસ્થામાં આયંબિલ કર્યા ન હતા. એક વાર ગુરુદેવે એક શ્રાવક સાથે આયંબિલ કરવા તેમને મોકલ્યા. આયંબિલનું ભોજન કેવું હોય ? તેની મુમુક્ષુને ખબર નહીં. તેની ઉમર ત્યારે 13 વર્ષની હતી. મુમુક્ષુએ થાળીમાં બધી વસ્તુ લઈ લીધી. પછી ચાખતા ખબર પડી કે આ બધુ તો બાફેલું છે, ફિક્યું છે. તેમને કંઈ પણ પર... પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર
Page #62
--------------------------------------------------------------------------
________________ ગળે ઊતરતું ન હતું. બાજુમાં બેઠેલા ભાઈએ કહ્યું, “એઠું ન મૂકાય.” મુમુક્ષુ તો સંકટમાં પડ્યો, “પેટમાં જતું નથી, એઠું મૂકાય તેમ નથી. શું કરવું? તેણે થાળીની વસ્તુઓ વાટકીમાં નાંખી પાટલા નીચે મૂકી દીધી. પછી થાળી ધોઈને તે ઊભો થઈ ગયો. આ જ મુમુક્ષુ કે જેનાથી એક આયંબિલ પણ થતું ન હતું તેને મુ. ધર્મગુપ્તવિજયજી મહારાજે પ્રેરણા કરીને તેની પાસે પાયો નંખાવ્યો અને દીક્ષા પછી ઓળીઓ કરાવી. આજે મુ. જિનવલભવિજયજી મ.ને 100 + 83 ઓળી પૂરી થઈ ગઈ છે. એક આયંબિલ પણ ન કરી શકનાર આટલી બધી ઓળીઓ કરી જાય એ ગુરુકૃપાનું જ ફળ છે. | મુ. જિનવલ્લભવિજયજી મ. ના જીવનમાં પણ ગુરુદેવનો પ્રભુભક્તિનો ગુણ ઊતર્યો છે. તેઓ દરરોજ જિનાલયમાં સવારે બે કલાક અને સાંજે એક કલાક પ્રભુભક્તિ કરે છે. ગુરુદેવ તરફથી મળેલ પ્રભુભક્તિનો વારસો તેમણે સાચવી રાખ્યો છે. ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય ! ધન્ય જિનશાસન ! * * * * * મૂર્ખાઈ ધનથી આ ભવમાં થોડા સમય માટે થોડું સુખ મળે છે. એ ધનને કમાવા માટે કરેલા પાપોથી તિર્યંચગતિ અને નરકગતિમાં લાંબા સમય સુધી ભયંકર દુઃખો સહન કરવા પડે છે. થોડા સમયના થોડા સુખ માટે ઘણા સમયના ઘણા દુઃખને સ્વીકારવું એમાં બુદ્ધિમત્તા નથી પણ મૂર્ખાઈ છે. મૂર્ખાઈ 53...
Page #63
--------------------------------------------------------------------------
________________ પ્રતિબંધકને અપનાવી, ઉત્તેજકને છોડો અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, દઝાડવાનો છે અને તાપ આપવાનો છે. જે અગ્નિની નજીક જાય છે તેને અગ્નિ તપાવે છે. જે અગ્નિને અડે છે તેને અગ્નિ દઝાડે છે. જે અગ્નિમાં ઝંપલાવે છે તેને અગ્નિ બાળીને રાખ કરી નાખે છે. આમ અગ્નિનું કાર્ય બાળવાનું, દઝાડવાનું અને તાપ આપવાનું છે. ચન્દ્રકાન્તમણિ એ પ્રતિબંધક છે. પ્રતિબંધક એટલે કાર્યને અટકાવનાર. ચન્દ્રકાન્ત મણિ અગ્નિના કાર્યને અટકાવે છે. જ્યાં અગ્નિ હોય ત્યાં જો ચન્દ્રકાન્ત મણિને મૂકી દેવાય તો એ ચન્દ્રકાન્ત મણિની હાજરીમાં અગ્નિ બાબતો નથી, દઝાડતો નથી અને તાપ આપતો નથી. આમ ચન્દ્રકાન્ત મણિના પ્રભાવથી અગ્નિનો સ્વભાવ ઢંકાઈ જાય છે. ચન્દ્રકાતમણિની ઉપસ્થિતિમાં અગ્નિ કંઈ પણ કરી શકતો નથી. આ સૂર્યકાન્તમણિ એ ઉત્તેજક છે. ઉત્તેજક એટલે તેજ વધારનાર, પ્રભાવ વધારનાર. સૂર્યકાન્ત મણિ અગ્નિના પ્રભાવને વધારે છે. જ્યાં અગ્નિ હોય ત્યાં જો સૂર્યકાંત મણિને મૂકી દેવાય તો તેનાથી અગ્નિની બાળવાની, દઝાડવાની અને તાપ આપવાની શક્તિ વધી જાય છે. આમ સૂર્યકાન્ત મણિથી અગ્નિના કાર્યમાં અનેકગણી વૃદ્ધિ થાય છે. સૂર્યકાન્ત મણિની ઉપસ્થિતિમાં અગ્નિ વધુ શક્તિશાળી બની જાય છે. અગ્નિ = સંસારની તકલીફો ચન્દ્રકાન્ત મણિ = પરમાત્મા સૂર્યકાન્ત મણિ = સંસારી સ્વજનો, સંસારી લોકો. તકલીફોનો સ્વભાવ છે જીવોને હેરાન કરવાનો, પીડિત કરવાનો, દુઃખી કરવાનો. તકલીફ આવવાની હોય તે પહેલા જ જીવ તેની કલ્પનાથી સંતાપ પામે છે. તકલીફ આવતા તે દુઃખી થાય છે. તકલીફોથી ઘેરાઈ જતા તે હેરાન-પરેશાન થઈ જાય છે. પરમાત્મા પ્રતિબંધક છે એટલે કે તકલીફોના કાર્યને અટકાવનાર છે. તકલીફો તો પૂર્વના અશુભકર્મોના ઉદયે આવવાની જ છે. પણ ત્યારે જો ...54... પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો
Page #64
--------------------------------------------------------------------------
________________ પરમાત્માનું સાન્નિધ્ય હોય તો તકલીફો જીવને સંતાપ પમાડી શકતી નથી, દુઃખી કરી શકતી નથી અને હેરાન-પરેશાન કરી શકતી નથી. પરમાત્માનું સાન્નિધ્ય બે રીતનું હોય છે - બહારથી અને અંદરથી. પરમાત્માની ભક્તિ કરવી, તેમણે બતાવેલ ધર્મારાધનાઓ કરવી તે પરમાત્માનું બાહ્ય સાન્નિધ્ય છે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાબહુમાન રાખવા તે પરમાત્માનું અંદરથી સાન્નિધ્ય. પરમાત્માના સાન્નિધ્યના પ્રભાવથી તકલીફોનો સ્વભાવ ઢંકાઈ જાય છે. પરમાત્માના સાન્નિધ્યમાં તકલીફો જીવને કંઈ પણ કરી શકતી નથી. સંસારી લોકો ઉત્તેજક છે, એટલે કે તકલીફોના કાર્યને વધારનારા છે. તકલીફો આવે ત્યારે જો સંસારી લોકોનું સાન્નિધ્ય હોય તો તકલીફોની શક્તિ વધી જાય છે. ત્યારે તકલીફો જીવને વધુ સંતાપ આપે છે, વધુ દુઃખી કરે છે અને વધુ હેરાન-પરેશાન કરે છે. સંસારી લોકોનું સાન્નિધ્ય પણ બે રીતનું છે - બહારથી અને અંદરથી. સંસારી લોકોની વચ્ચે રહેવું તે તેમનું બાહ્ય સાન્નિધ્ય છે. સંસારી લોકો ઉપર મમત્વ રાખવું, વિશ્વાસ રાખવો તે તેમનું અંદરથી સાન્નિધ્ય છે. સંસારી લોકોના સાન્નિધ્યમાં તકલીફો અનેકગણી વધી જાય છે. સંસારી લોકોના સાન્નિધ્યમાં તકલીફોની તાકાત વધી જાય છે. ટૂંકમાં, તકલીફો વખતે જો પરમાત્માનું સાન્નિધ્ય હોય તો જીવને તકલીફોની કોઈ અસર થતી નથી અને તકલીફો વખતે જો સંસારી લોકોનું સાન્નિધ્ય હોય તો તકલીફો જીવને બેહાલ કરી નાંખે છે. માટે જો તકલીફોમાં પણ સ્વસ્થ રહેવું હોય તો સંસારી લોકોનું સાન્નિધ્ય છોડીને પરમાત્માનું સાન્નિધ્ય સ્વીકારવું જરૂરી છે. બહારથી પણ સંસારી લોકોના પરિચયને ટાળીને પરમાત્માની ભક્તિમાં તરબોળ બની જવું જોઈએ અને અંદરથી પણ સંસારી લોકો ઉપરનો રાગ છોડીને પરમાત્મા પ્રત્યે તીવ્ર બહુમાન અને સમર્પણભાવ ઊભો કરવો જોઈએ. આમ સંસારી લોકોનું સાન્નિધ્ય છૂટી જશે અને પરમાત્માનું સાન્નિધ્ય પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો ...55...
Page #65
--------------------------------------------------------------------------
________________ પ્રાપ્ત થશે. પછી ગમે તેવી તકલીફોમાં પણ જીવ સદા પ્રસન્ન રહી શકશે, તકલીફોની તેને કંઈ ખબર પણ નહીં પડે. સંસારી લોકોના સાન્નિધ્યમાં મચ્છર જેવી તકલીફો પણ સિંહ જેવી લાગશે. પરમાત્માના સાન્નિધ્યમાં સિંહ જેવી તકલીફો પણ કોઈ વિસાતમાં નહીં લાગે. માતાના સાન્નિધ્યમાં બાળક સદા હસતું-ખીલતું રહે છે. તેમ પરમાત્માના સાન્નિધ્યમાં આપણે સદા હસતા-ખીલતા રહી શકીશું. જેમ એનેસ્થેટિક ઔષધ લેવાથી માણસને શસ્ત્રક્રિયાની કોઈ અસર વર્તાતી નથી, જેમ પેઈનકિલર દવા લેવાથી માણસને દુઃખાવાનો અનુભવ થતો નથી તેમ પરમાત્માની કૃપાથી જીવને તકલીફોની કોઈ અસર કે કોઈ અનુભવ થતો નથી. જેમ ટી.વી. જોવામાં એકાગ્ર બનેલ માણસને મચ્છર કરડ્યાની ખબર પડતી નથી, તેમ પરમાત્મામાં તન્મય બનેલ જીવને આધિ-વ્યાધિ-ઉપાધિની ખબર પડતી નથી. જેમ સુગરકોટેડ કડવી દવાની કડવાશનો અનુભવ થતો નથી, તેમ પરમાત્માની કૃપાના કોટિંગથી તકલીફોની કડવાશનો અનુભવ થતો નથી. જેમ હિટરની હાજરીમાં ઠંડી અનુભવાતી નથી તેમ પરમાત્માની કૃપાથી તકલીફોની ઠંડક લાગતી નથી. જેમ એરકંડિશન અને કૂલરની હાજરીમાં ગરમી લાગતી નથી તેમ પરમાત્માની કૃપાથી તકલીફોની ગરમી લાગતી નથી. જેમ છત્રી અને રેઈનકોટની હાજરીમાં વરસાદના પાણીથી ભીના થવાતું નથી તેમ પરમાત્માની કૃપાના બળે તકલીફો જીવને દુઃખના પાણીથી ભીંજવી શકતી નથી. જેમ બારી-બારણા બંધ હોય તો બહારના પવન, ધૂળ અને અવાજ રૂમમાં પેસી શકતા નથી, તેમ પરમાત્માની કૃપાથી તકલીફોનો પવન, દુઃખની ધૂળ અને પીડાનો અવાજ જીવનમાં પેસી શકતા નથી. ...56.. પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો
Page #66
--------------------------------------------------------------------------
________________ જેમ બખ્તર પહેરેલા માણસને ગોળી વીંધી શકતી નથી તેમ પરમાત્માની કૃપાનું બખ્તર આત્માને પહેરાવવાથી તકલીફોની ગોળીઓ આત્માને વીંધી શકતી નથી. જેમ સિગ્નલ અને પોલીસની હાજરીમાં એક્સિડંટ થતા નથી તેમ પરમાત્માના સાન્નિધ્યમાં તકલીફોને લીધે દુર્થાન કે સંક્લેશોનો કોઈ અકસ્માત થતો નથી. આમ પરમાત્માના સાન્નિધ્યનું માહાભ્ય સમજીએ અને સંસારી લોકોના સાન્નિધ્યમાં હાનિકારકપણે સમજીએ. પરમાત્માનું સાનિધ્ય અપનાવીએ. સંસારી લોકોનું સાન્નિધ્ય છોડીએ. કાયમ માટે સુખી, સુખી અને સુખી બનીએ. * * * * * દુષ્કર-દુષ્કર આંબાવાડી સંઘમાં મુનિરાજશ્રી સંયમબોધિ વિજયજી મ. સા. ની નિશ્રામાં ઉપકરણવંદનાવલીનો કાર્યક્રમ ચાલતો હતો. એક એક ઉપકરણના ચઢાવા આરાધનામાં બોલાતા હતા. ઓઘાનો ચઢાવો આવ્યો. ચઢાવો બ્રહ્મચર્યપાલનમાં બોલવાનો હતો. બધાને એમ કે બ્રહ્મચર્યપાલન મુશ્કેલ હોવાથી આ ચઢાવો ફેલ જશે. ચઢાવો શરૂ થયો. બે ભાગ્યશાળી સામસામે બોલવા લાગ્યા. પંચધારા પાર્કમાં રહેનારા ભાવિનભાઈ જીવનભર બ્રહ્મચર્ય બોલ્યા. ધર્મપત્નીને પૂછ્યા વિના તે ખૂબ ઉલ્લાસથી આ ચઢાવો બોલ્યા. ઓઘો તેમને અપાયો. ભાવિનભાઈએ ઘરે આવી ધર્મપત્નીને વાત કરી. તેણીએ કોઈ પ્રતિકાર કે ગુસ્સો ન કર્યો. પતિની વાત સ્વીકારી લીધી. ભરયુવાનીમાં 35 વર્ષ આસપાસની વયમાં બન્નેએ જીવનભરનું બ્રહ્મચર્ય સ્વીકાર્યું એ ખૂબ ખૂબ અનુમોદનીય છે. સંસારમાં એક ઘરમાં સાથે રહીને અતિદુષ્કર એવા આ વ્રતનું પાલન કરવું એ વિરલાઓનું કામ છે. બીજાઓએ પણ તેમની જેમ મક્કમ બનવું અને યથાશક્તિ બ્રહ્મચર્યપાલનમાં આગળ વધવું. દુષ્કર-દુષ્કર 57...
Page #67
--------------------------------------------------------------------------
________________ હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ મુંબઈમાં એક ભાઈ રહેતા હતા. તેમનું એક પ્રિન્ટિંગ પ્રેસ હતું. રોજ સવારે પૂજા કરીને ભાઈ પ્રેસમાં જાય. એક દિવસ કોઈક કારણસર તેમને મોડું થઈ ગયું. તેમને પ્રેસમાં સમયસર જવાનું હતું. ભાઈએ વિચાર્યું કે, “જલ્દીથી પૂજા કરીને પ્રેસમાં જતો રહીશ.' પૂજાના કપડા પહેરીને તે એક ઘરદેરાસરમાં ગયા. ત્યાં પૂજાની લાઈન હતી. ભાઈઓની લાઈમાં વીસેક ભાઈઓ હતા અને બહેનોની લાઈનમાં પચીસેક બહેનો હતી. ભાઈને ઉતાવળ હતી. જો પૂજા કરવા લાઈનમાં ઊભા રહે તો અડધા-પોણા કલાકે પૂજાનો નંબર લાગે અને પ્રેસમાં જવામાં મોડું થાય. તેથી પૂજાની લાઈન જોઈને ભાઈ દૂરથી જ રવાના થયા. પૂજા તો કરવી જ હતી પણ જલ્દીથી કરવી હતી. તેથી તેમણે ત્રીજા માળના એક ઘરદેરાસરમાં જવાનું વિચાર્યું. પેલું ઘરદેરાસર ભોયતળિયે હતું. તેથી પૂજાની લાઈન ઘણી હતી. ત્રીજા માળનું ઘરદેરાસર ઉપર હોવાથી ત્યાં પૂજાની લાઈન નહીં હોય અને પૂજા જલ્દીથી થઈ જશે - એવી ભાવનાથી ભાઈએ ત્રીજા માળના ઘરદેરાસર તરફ જવા ડગ માંડ્યા. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં તેમને વિચાર આવ્યો, “જો હું કોઈ ડોક્ટર પાસે ગયો હોત અને ત્યાં પેશન્ટોની લાઈન હોત તો હું તે લાઈનમાં અવશ્ય બેસત. જો હું દૂધ લેવા ગયો હોત અને ત્યાં દૂધ લેનારાની લાઈન હોત તો હું તે લાઈનમાં અવશ્ય ઊભો રહ્યો હોત. જો વાહનમાં બહાર ગયો હોત અને ટ્રાફિકમાં વાહનોની લાઈન હોત તો હું અવશ્ય તે લાઈનમાં ઊભો રહેત. જો હું પ્રિન્ટિંગનો ઓર્ડર લેવા ગયો હોત અને ત્યાં ઘરાક પાસે બેચાર જણા બીજા કામ માટે બેઠા હોત તો હું અવશ્ય રાહ જોત. આમ સંસારના કાર્યો માટે હું અવશ્ય લાઈનમાં ઊભો રહ્યો હોત, કેમકે લાઈનમાં ઊભા રહેવાથી મારો કોઈક સ્વાર્થ સધાતો હોત. તો પછી ...58... હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ
Page #68
--------------------------------------------------------------------------
________________ પૂજાની લાઈનમાં ઊભા રહેવા માટે હું શા માટે તૈયાર નથી થતો ? “પ્રેસમાં જવાનું મોડું થાય છે.” એ તો એક બહાનું છે. બાકી ઉપર કહેલા બધા પ્રસંગોમાં પણ જો પ્રેસમાં જવાનું મોડું થતું હોત તો પણ હું લાઈનમાં ઊભો રહેતા અને કામ પતાવીને પછી જ પ્રેસમાં જાત. જો સંસારના કામ માટે મારી આવી નિષ્ઠા છે તો પૂજા માટે આવી નિષ્ઠા કેમ નથી ? હું પૂજાની લાઈનમાં પણ ઊભો રહીશ. ભલે પ્રેસમાં જવાનું મોડું થાય.” આમ પોતાની જાતને હિતશિક્ષા આપીને મજબૂત સંકલ્પ કરીને ભાઈ અડધા રસ્તેથી પાછા વાળ્યા અને પાછા ભોયતળિયાના ઘરદેરાસરમાં ગયા. 10-15 મિનિટ પસાર થઈ ગઈ હોવાથી પૂજાની લાઈનમાં પ-૧૦ જણાની વૃદ્ધિ થઈ હતી. છતાં તે ભાઈ લાઈનમાં ઊભા રહ્યા. પોણા કલાકે નંબર લાગ્યા પછી પૂજા કરી. - ઘરે જઈ કપડા બદલાવીને પ્રેસમાં ગયા. રોજ કરતા પ્રેસમાં પહોંચવામાં આજે મોડું થયું હતું. તેથી ધંધો ઓછો થવાથી નુકસાનીની સંભાવના હતી. છતાં તે ભાઈને પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા હતી. માટે જ ધંધાને ગૌણ કરીને તેમણે પૂજાને મુખ્ય બનાવી હતી. પ્રેસમાં પહોંચ્યા ત્યારે પ્રેસમાં કામ કરનારા નોકરે કહ્યું, “શેઠ, આજે સવારથી પાવર નથી. તેથી પ્રેસ ચાલુ થઈ શક્યું ન હોવાથી કંઈ કામ થયું નથી.” આ સાંભળીને તે ભાઈને પોતે સાચો નિર્ણય કર્યો તે બદલ આનંદ થયો. તે વહેલા પ્રેસમાં આવ્યા હોત તો બે ય બાજુ નુકસાન થાત-પૂજા જેમ-તેમ ફટાફટ પતાવવાનું થાત અને પ્રેસમાં પાવર ન હોવાથી કામ ન થાત. તેમણે સાચો નિર્ણય કર્યો તેથી તેમને બન્ને બાજુ લાભ થયો. પૂજા નિરાતે થઈ અને પ્રેસમાં મોડા પહોંચવાથી કોઈ નુકસાન ન થયું. તે પ્રેસમાં પહોંચ્યા અને પાંચ મિનિટમાં પાવર આવી ગયો અને પ્રેસ ચાલુ થઈ ગયું. આ જોઈને ભાઈના હૃદયમાં રહેલી પરમાત્મા પ્રત્યેની આસ્થા વધુ મજબૂત થઈ ગઈ. પ્રભુભક્તિનો સાક્ષાત્ પરચો આજે તેમને મળ્યો હતો. પ્રભુપૂજાથી તેમને ધંધામાં કોઈ નુકસાની ન થઈ અને સમયસર પાવર આવી ગયો. હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ ...29...
Page #69
--------------------------------------------------------------------------
________________ આ પ્રસંગ આપણને સરસ બોધ આપે છે - પ્રભુ પર જે શ્રદ્ધા રાખે છે તેની ઉપર પ્રભુની કૃપા વરસે છે. આપણા જીવનમાં પણ અનેક પ્રસંગો બનતા હોય છે જેમાં આપણે પ્રભુને, ગુરુને કે ધર્મને ગૌણ બનાવી દેતા હોઈએ છીએ. તેમ કરવાથી આપણે બમણી નુકસાનીમાં ઊતરીએ છીએ. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા મંદ પડે છે અને સંસારમાં પણ કોઈ લાભ થતો નથી. ઉપરના પ્રસંગમાંથી પ્રેરણા લઈને હવે આપણે નક્કી કરવાનું છે કે, આપણા જીવનમાં ગમે તેવી ઉથલપાથલો આવે તો પણ દેવ-ગુરુ-ધર્મને તો આપણે મુખ્ય જ રાખીશું, ક્યારેય તેમને ગૌણ નહીં બનાવીએ.” આવા સંકલ્પથી આપણને બમણો લાભ થશે- દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા અકબંધ રહેશે - મજબૂત બનશે અને સંસારની ઉથલપાથલો થાળે પડી જશે. આપણે જેને વફાદાર રહીએ તે આપણું ધ્યાન રાખે. આપણે જેને બેવફા બનીએ તે આપણું ધ્યાન ક્યાંથી રાખે ? દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહેવાથી સૌ સારા વાના થાય છે. | દેવ-ગુરુ-ધર્મને બેવફા બનવાથી પાયમાલી થાય છે. દેવ-ગુરુ-ધર્મનું આપણા જીવનમાં એવું સ્થાન હોવું જોઈએ જે બીજું કોઈ લઈ ન શકે. દેવ-ગુરુ-ધર્મની કૃપા તો બધે વરસે છે. આપણે જો દેવ-ગુરુ-ધર્મને વફાદારસમર્પિત રહીએ તો આપણને તેમની કૃપા પ્રાપ્ત થાય. જો આપણે તેમને બેવફા રહીએ તો આપણને તેમની કૃપા પ્રાપ્ત ન થાય. તેમાં દેવ-ગુરુધર્મનો કોઈ દોષ નથી, આપણો જ દોષ છે. વરસાદ બધે વરસે છે. જે પોતાનું વાસણ સીધું રાખે તેનું વાસણ પાણીથી ભરાય અને જે પોતાનું વાસણ ઊંધું રાખે તેનું વાસણ ખાલી રહે. તેમાં વરસાદનો દોષ નથી. તે વ્યક્તિનો જ તેમાં દોષ છે. ચાલો, આપણે દેવ-ગુરુ-ધર્મને સમર્પિત બનીએ અને સર્વસમૃદ્ધિના આસામી બનીએ. * * * * * ...60... હું પૂજાની લાઈનમાં ઊભો રહીશ
Page #70
--------------------------------------------------------------------------
________________ ભોજન = દવા, ભાડું માણસને અસતાવેદનીય કર્મના ઉદયથી માથું દુઃખે છે. માથું દુઃખવું એ રોગ છે. તેને દૂર કરવા તે દવા લે છે. સુધાવેદનીય કર્મના ઉદયથી ભૂખ લાગે છે. તેથી ભૂખ એ રોગ છે. તેને દૂર કરવા માણસ ભોજન લે છે. તે દવા છે. માથાના દુઃખાવાનો રોગ દૂર કરવા લેવાતી ગોળી પણ દવા છે અને ભૂખનો રોગ દૂર કરવા લેવાતું ભોજન પણ દવા છે. છતાં ગોળી પ્રત્યેનું માણસનું વલણ જુદું હોય છે અને ભોજન પ્રત્યેનું માણસનું વલણ જુદું હોય છે. તે કઈ રીતે તે આપણે વિચારીએ - (1) ડોક્ટર એક ટાઈમ ગોળી લેવાનું કહે તો માણસ ર કે 3 ટાઈમ ગોળી લેતો નથી. જ્યારે એક ટાઈમ ભોજન કરવાથી ભૂખ શાંત થઈ જવા છતાં માણસ 2, 3 કે વધુ ટાઈમ ભોજન કરે છે. (2) ડોક્ટર એક ગોળી લેવાનું કહે તો માણસ 1 થી વધુ ગોળી લેતો નથી. જ્યારે ઓછા દ્રવ્યોથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વધુ ને વધુ દ્રવ્યો ખાય છે. (3) ડોક્ટરે નાની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ મોટી ગોળી લેતો નથી. જ્યારે ઓછા ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વધુ ભોજન કરે છે. (4) ડોક્ટરે સફેદ રંગની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ રંગબેરંગી ગોળી લેતો નથી. જ્યારે સાદા ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોવા છતાં માણસ વિવિધ રંગના અને વિવિધ ફ્લેવરના ભોજન કરે છે. (5) ડોક્ટરે ટેસ્ટલેસ કે કડવી ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ તેની બદલે સુગરકોટેડ દવા લેતો નથી. જ્યારે નીરસ ભોજનથી ભૂખ શાંત થઈ શકતી હોવા છતાં માણસ ટેસ્ટી અને ચટાકેદાર ભોજન કરે છે. (6) ડોક્ટરે ગોળી પાણી સાથે લેવાનું કહ્યું હોય તો માણસ તેને દૂધ સાથે લેતો નથી. જ્યારે રોટલી ઊતારવા શાકથી ચાલતું હોય અને ભોજન = દવા, ભાડું 61...
Page #71
--------------------------------------------------------------------------
________________ ભાત ઊતારવા દાળથી ચાલતું હોય છતાં માણસ સાથે ચટણી, પાપળ, મસાલા, સરબત, મુખવાસ વગેરે ખાય છે. (7) ડોક્ટરે ગોળી લેવાની સાથે જે પરેજી પાળવાનું કહ્યું હોય તે બધી પરેજી માણસ પાળે છે. જ્યારે ભોજનની બાબતમાં માણસ કોઈ પરેજી પાળતો નથી. તે બધું જ ખાય છે. (8) ડોક્ટરે સસ્તી ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ મોંઘી ગોળી લેતો નથી. જ્યારે સસ્તા ભોજનથી પેટ ભરાઈ જતું હોવા છતાં માણસ મોંઘામાં મોધું ભોજન કરે છે. (9) ડોક્ટરે ઓછા પાવરની ગોળી લેવાનું કહ્યું હોય તો માણસ વધુ પાવરવાળી ગોળી લેતો નથી. જ્યારે સાદા ખોરાકથી પેટ ભરાઈ જતું હોય અને શક્તિ મળી જતી હોય, છતાં માણસ મીઠાઈ અને ફરસાણથી ભારેખમ ખોરાક લે છે. (10) ડોક્ટરે જે ગોળી લેવાનું કહ્યું હોય તે માણસ મેડિકલની દુકાનમાંથી જ લે છે, પણ ગમે ત્યાંથી બનાવટી ગોળી લેતો નથી. જ્યારે ઘરના ભોજનથી ભૂખ શાંત થઈ જતી હોય અને સ્વાથ્ય સુંદર રહેતું હોય છતાં માણસ હોટલો, લારીઓ, રેકડીઓ વગેરેનું ભોજન કરે છે. (૧૧)ડોક્ટરે જે ગોળી લેવાનું કહ્યું હોય તેની expiry date વીતી ગયા પછી માણસ તે દવા લેતો નથી. જ્યારે તાજા ભોજનથી ભૂખ શાંત થઈ શકતી હોવા છતાં માણસ વાસી ભોજન લે છે. (૧૨)ગોળીને માણસ પીપરમેંટની જેમ મોઢામાં ચગળતો નથી પણ સીધી પેટમાં ઉતારી દે છે. જ્યારે ભોજન કરતી વખતે માણસ ટેસ્ટ લેતાં લેતાં અને સબડકા મારતાં મારતાં મજેથી ભોજન કરે છે. (૧૩)ગોળી લીધા પછી તેના સ્વાદની માણસ પ્રશંસા કે નિંદા કરતો નથી. જ્યારે ભોજન કર્યા પછી માણસ તેની પ્રશંસા-નિંદા કરે છે. (૧૪)ગોળી લેતી વખતે માણસની ભાવના એવી હોય છે કે, “રોગ આવ્યો છે, માટે ન છૂટકે ગોળી લેવી પડે છે. સાજો થઈ જાઉં તો તરત ...62... ભોજન = દવા, ભાડું
Page #72
--------------------------------------------------------------------------
________________ ગોળી છોડી દઉં. જ્યારે ભોજન કરતી વખતે, “ભોજન ન છૂટકે લેવું પડે છે. ભોજન કરવાની આ લપથી ઝટ છૂટું.” એવી કોઈ ભાવના માણસના મનમાં હોતી નથી. ઊલટું, ખાવું એ તેનો સ્વભાવ છે અને જીવનભર તેણે ખાવાનું ચાલુ જ રાખવાનું છે - એવું જ માણસ માને છે. (૧૫)ગોળીની બાબતમાં “આ મારી favourite ગોળી છે, આ ગોળી મને દીઠી ય ગમતી નથી.' - આવી choice માણસને નથી હોતી. જે પણ ગોળી લેવાની હોય તેને તે choice વિના લઈ લે છે. જ્યારે ભોજનની બાબતમાં “આ મારી મનગમતી વાનગી છે. આ શાક મને ભાવતું નથી.' - એવી choice માણસ રાખે છે. અને મનગમતી વાનગીઓ ખાય છે અને અણગમતી વાનગીઓને તિરસ્કારે છે. ઉપરના પંદરે મુદ્દાથી નક્કી થાય છે કે ભોજન એ દવા છે એવું માણસ હજી સમજ્યો જ નથી. ભોજનની બાબતનું વલણ જો માણસ ગોળીની બાબતમાં લગાવી દે તો માણસનું શરીર ક્યારેય સ્વસ્થ ન રહે. ગોળીની બાબતનું વલણ જો માણસ ભોજનની બાબતમાં લગાવી દે તો માણસનું શરીર, મન અને આત્મા ત્રણે હંમેશા સ્વસ્થ રહે. હવેથી ભોજનને દવા સમજીને દવા પ્રત્યેનું વલણ ભોજન પ્રત્યે પણ રાખવા પ્રયત્ન કરવો. દવાખાનામાં માણસ વધુ સમય બેસતો નથી. તેમ રસોડામાં કે ભોજનશાળામાં વધુ સમય ન બેસવું, ઓછા સમયમાં ભોજન કરીને બહાર નીકળી જવું. દવાખાનામાં દર્દી ડોક્ટરની સલાહ માને છે, તેની સાથે તકરાર કે ઝઘડો કરતો નથી. તેમ રસોડામાં રસોઈ બનાવનાર પત્ની કે ભોજનશાળામાં રસોઈ બનાવનાર મહારાજ જે ભોજન પીરસે તે ખાઈ લેવું, પત્ની કે મહારાજ સાથે ભોજનની બાબતમાં તકરાર કે ઝઘડો ન કરવો. ભોજન = દવા, ભાડું 63...
Page #73
--------------------------------------------------------------------------
________________ રસોડું = દવાખાનું રસોઈ બનાવનાર (પત્ની) = ડોક્ટર ભોજન = દવા ભોજન કરનાર = દર્દી ભૂખ = રોગ ભૂખ શાંત થવી = રોગ દૂર થવો. જો આ વાત મગજમાં બેસી જાય તો ભોજન પ્રત્યેના રાગ-દ્વેષના તોફાન ઘણા ઓછા થઈ જાય. મકાનમાં રહેવા માટે માણસ મકાનમાલિકને મકાનનું ભાડું ચૂકવે છે. શરીર પાસેથી કામ લેવા માણસ શરીરને ભોજનનું ભાડું આપે છે. ભાડા પ્રત્યેનું માણસનું વલણ અને ભોજન પ્રત્યેનું માણસનું વલણ જુદું છે. તે વિચારીએ - (1) ભાડું માણસ ઓછામાં ઓછું ભરે છે. જ્યારે ભોજન માણસ વધુમાં વધુ કરે છે. (2) ભાડું માણસ સમયસર જ આપે છે. તે પહેલા નહીં. ભોજન માણસ ગમે ત્યારે કરે છે, સમય પૂર્વે પણ કરે છે. (3) ભાડાની સાથે માણસ કોઈ પહેરામણી આપતો નથી. ભોજનની સાથે માણસ મીઠાઈ-ફરસાણ આરોગે છે. (4) ભાડું માણસ ન છૂટકે આપે છે. ભોજન માણસ હોંશે હોંશે કરે છે. (5) માણસની ભાવના એવી હોય છે કે, પોતાનું મકાન થઈ જાય તો ભાડું આપવું ન પડે.” ભોજન માટે માણસને ક્યારેય એવી ભાવના થતી નથી કે, “શરીર ભાડાનું મકાન છે, માટે ભોજનનું ભાડું આપવું પડે છે. જો આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપી પોતાનું મકાન થઈ જાય તો ભોજનનું ભાડું આપવું ન પડે.” ભોજન પ્રત્યેનું વલણ જો માણસ ભાડા પ્રત્યે લગાડે તો તેને દેવાળું ...64.... ભોજન = દવા, ભાડું
Page #74
--------------------------------------------------------------------------
________________ કાઢવાનો વારો આવે. ભાડા પ્રત્યેનું વલણ જો માણસ ભોજન પ્રત્યે રાખે તો તેની ભોજન પ્રત્યેની આસક્તિ ઘણી ઓછી થઈ જાય. આમ ભોજનની લાલસા ઘટાડવાના અને તપ-ત્યાગની ભાવના વધારવાના ઘણા ઉપાયો અહીં બતાવ્યા છે. આ ઉપાયો દ્વારા ભોજનની લાલસા ઘટાડીએ અને તપ-ત્યાગમાં ઉદ્યમશીલ બનીએ. * * * * * નેગેટિવ પોલ વીજળી પોઝિટિવ પોલથી નેગેટિવ પોલ તરફ વહે છે. જો બન્ને પોલ પોઝિટિવ હોય તો વીજળી વહે નહીં, પણ ભડકો થાય. પ્રભુ પોઝિટિવ પોલ છે, કેમકે અનંતગુણના ભંડાર છે. જો આપણે પ્રભુ પાસે નેગેટિવ થઈને જઈએ, એટલે કે હું દોષોથી ભરેલો છું.” એવા ભાવથી જઈએ તો પ્રભુની કૃપા આપણી ઉપર વહે. જો આપણે પ્રભુ પાસે પોઝિટિવ પોલ બનીને જઈએ, એટલે કે હું વિદ્વાન છું, હું તપસ્વી છું, હું અનેક ગુણોનો સ્વામી છું.” એમ માનીને જઈએ તો પ્રભુની કૃપા આપણી ઉપર ન વહે અને પ્રભુની આશાતના રૂપી ભડકો થવાથી આપણે દુર્ગતિમાં પડી જઈએ. ટૂંકમાં, પ્રભુકૃપા જોઈતી હોય તો પ્રભુ પાસે નેગેટિવ બનીને જવું, પોઝિટિવ બનીને નહીં. પ્રભુ પાસે પોતે દોષવાન હોવાની લાગણીપૂર્વક જવું, પોતે ગુણવાન હોવાની લાગણીપૂર્વક નહીં. સુણો શાંતિ નિણંદ સોભાગી..” શાંતિનાથ પ્રભુના આ સ્તવનમાં પ્રભુની પોઝિટિવિટિ બતાવી છે અને આપણી નેગેટિવિટિ બતાવી છે. નેગેટિવ પોલ *.65...
Page #75
--------------------------------------------------------------------------
________________ બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ માણસ પોતાના જીવનમાં ઘણી વસ્તુઓની શુદ્ધિ કરે છે - (1) સવાર પડે અને દાતણ કે બ્રશ કરીને તે મુખશુદ્ધિ કરે છે. (2) ટોઈલેટ-બાથરૂમમાં જઈ તે મળ-મૂત્રની શુદ્ધિ પણ કરે છે. (3) સ્નાન કરીને તે દેહશુદ્ધિ કરે છે. (4) કપડા ધોઈને કે ધોવડાવીને તે વસ્ત્રશુદ્ધિ કરે છે. (5) વાસણ ધોઈને કે ધોવડાવીને તે વાસણની શુદ્ધિ કરે છે. (6) ઝાપટ-ઝપટ કરીને કે કરાવીને તે ફર્નિચરની શુદ્ધિ કરે છે. (7) ઝાડું-પોતા કરીને તે કરાવીને તે ઘરની શુદ્ધિ કરે છે. (8) જાતે કે મોચી પાસે જઈને તે બૂટ-ચંપલની શુદ્ધિ (પોલીશ) કરે છે. (9) પાણીથી કે તેવા પ્રવાહીથી તે ચશ્માની શુદ્ધિ કરે છે. (10) નોકર પાસે તે પોતાના સાઈકલ, સ્કુટર, બાઈક, ગાડી વગેરે વાહનોની શુદ્ધિ કરાવે છે. (11) દિવાળી વગેરે પર્વો આવે ત્યારે તે ધોઈને અને નકામી વસ્તુઓ કાઢી નાંખીને ઘરની વિશેષ રીતે શુદ્ધિ કરે છે. (12) કિર્તિ ફેલ થઈ ગઈ હોય તો ડાયાલીસીસ કરાવીને તે લોહીની શુદ્ધિ કરાવે છે. (13) નેહી-ધોતી વગેરે દ્વારા તે કફની અને શરીરમાં રહેલ બીજા બગાડની શુદ્ધિ કરે છે. (14) કબજિયાત હોય તો એનિમા લઈને તે આંતરડાની શુદ્ધિ કરે છે. (15) નવું વર્ષ આવે એટલે તે હિસાબ (એકાઉન્ટ) ની શુદ્ધિ કરે છે. (16) એન્ટિવાયરસ દ્વારા તે સીડી, ડીવીડી, પેનડ્રાઈવ, કોમ્યુટર, હાર્ડડિસ્ક વગેરેમાં લાગેલા વાયરસની શુદ્ધિ કરે છે. (17) અવસરે અવસરે તે મોબાઈલમાં સ્ટોર થયેલ નકામા નંબરો અને મેસેજોને ડિલીટ કરીને મોબાઈલની શુદ્ધિ કરે છે. બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ ...66...
Page #76
--------------------------------------------------------------------------
________________ (18) ચાર-છ મહિને પોતાનું વાહન સર્વિસિંગમાં આપીને તે વાહનની અંદરથી વિશેષ શુદ્ધિ કરાવે છે. (19) નકામું ઘાસ, સૂકા પાંદડા, કચરો વગેરે કાઢીને તે બગીચાની શુદ્ધિ કરે છે. (20) પૂફચેકિંગ કરીને તે પુસ્તકની શુદ્ધિ કરે છે. (ર૧) પર્વો આવતા તે મંદિર, ઉપાશ્રય વગેરે ઘાર્મિક સ્થાનોની શુદ્ધિ કરે છે. (22) જમતા પહેલા અને જાજરૂ ગયા પછી તે હાથની શુદ્ધિ કરે છે. (23) માંગલિક અને પવિત્ર વિધાનો દ્વારા તે વિઘ્નો, અપશુકનો, અપમંગળોને દૂર કરીને તેમની શુદ્ધિ કરે છે. (24) આઈટોન વગેરે ટીપા નાખીને તે આંખની શુદ્ધિ કરે છે. (25) રૂમાલ દ્વારા તે નાકમાંથી શ્લેષ્મ અને મેલ કાઢી નાકની શુદ્ધિ કરે છે. (26) ટીપા, તેલ વગેરે કાનમાં નાંખીને કાનનો મેલ કાઢીને તે કાનની શુદ્ધિ કરે છે. (27) તે ટોઈલેટ-બાથરૂમની રોજ શુદ્ધિ કરે છે. (28) તે ચૂલા, ગેસની રોજ શુદ્ધિ કરે છે. (29) તે પોતાના કંપાઉન્ડ, ફળિયાની શુદ્ધિ કરે છે. (30) તે રોડ, શેરી, ગલી, હાઈવે, એક્સપ્રેસવે વગેરેની શુદ્ધિ કરે છે. (31) તે ગામ, નગર, દેશ અને વિશ્વની શુદ્ધિ કરે છે. (32) તે ગટરની શુદ્ધિ કરે છે. (33) તે તળાવ, નદી, સમુદ્ર વગેરેની શુદ્ધિ કરે છે. (34) તે જંગલોની શુદ્ધિ કરે છે. (35) તે પર્વતોની શુદ્ધિ કરે છે. (36) તે પર્યાવરણની શુદ્ધિ કરે છે. (37) તે ખોટા લખાણને ભૂસીને તેની શુદ્ધિ કરે છે. (38) તે ઘામાં ભરાયેલ ધૂળ વગેરેની સ્પિરિટ, ડેટોલ વગેરેથી શુદ્ધિ કરે છે. બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ ...67...
Page #77
--------------------------------------------------------------------------
________________ (39) શિક્ષક બ્લેકબોર્ડ પર નવું લખાણ કરતા પૂર્વે ડસ્ટરથી બોર્ડની શુદ્ધિ કરે છે. (40) માણસ અનાજ દળાવતા પૂર્વે કાંકરા વીણીને અને ચાળીને અનાજની શુદ્ધિ કરે છે. (41) ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીઝ, ટી.વી. વગેરે યાત્રિક સાધનોની અવસરે અવસરે તે શુદ્ધિ કરે છે. (42) સ્કૂલો, કોલેજો, દુકાનો, ઓફિસો, સભાગૃહો, કોમ્યુનિટિ હોલ વગેરેની તે શુદ્ધિ કરે છે. આમ અનેક વસ્તુઓની માણસ અનેક રીતે શુદ્ધિ કરે છે. પણ તે વસ્તુઓ ફરી મેલી થાય છે. માણસ ફરી તેમને સાફ કરે છે. આમ વારંવાર મેલી થતી વસ્તુઓને વારંવાર શુદ્ધ કરવામાં તે પોતાનું જીવન પૂરું કરે છે. આશ્ચર્યની વાત એ છે કે બાકી બધી વસ્તુઓની શુદ્ધિ કરનારો માણસ પોતાની જ શુદ્ધિ કરતો નથી. પોતાની એટલે આત્માની. આત્મા કર્મો, દોષો, કુસંસ્કારો, પાપો, ભૂલો વગેરેથી મેલો છે એની એને ખબર પણ નથી. આલોચના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, દુષ્કતગ, પ્રતિક્રમણ, ધર્મારાધના વગેરેથી આત્મા પર લાગેલી અશુદ્ધિ દૂર થઈ જાય છે અને આત્મા શુદ્ધ બની જાય છે એ તે જાણતો નથી. એક વાર સંપૂર્ણ રીતે શુદ્ધ બનેલા આત્માને ફરી આ મેલો લાગતા નથી. માટે આત્માને વારંવાર શુદ્ધ કરવો પડતો નથી. એક વાર મહેનત કરીને આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવી દેવાય તો કાયમની નિરાંત થઈ જાય. પણ આ બધું જાણતો ન હોવાના કારણે અથવા જાણતો હોવા છતાં મોહ, પ્રમાદ, ઉપેક્ષા વગેરેના કારણે માણસ આત્માને શુદ્ધ કરતો જ નથી. પરિણામે તે સંસારમાં ભટક્યા કરે છે અને તેનો આત્મા વધુ ને વધુ મેલો થતો જાય છે. માણસ બાહ્યશુદ્ધિ ઘણી કરે છે, પણ આંતરશુદ્ધિ તરફ તેનું લક્ષ્ય જ નથી. વસ્તુઓ ક્યારેય કાયમ માટે શુદ્ધ થતી નથી. છતાં માણસ વારંવાર ...68... બધાને શુદ્ધ કરનારો પોતે અશુદ્ધ
Page #78
--------------------------------------------------------------------------
________________ તેમને શુદ્ધ કરવાની મહેનત કર્યા કરે છે. આત્મા કાયમ માટે શુદ્ધ થઈ શકે છે. છતાં માણસ આત્માને શુદ્ધ કરવાની ઉપક્ષા કરે છે. આ તેનું ગાંડપણ જ છે. આજ સુધી આપણે પણ આવા જ ગાંડપણના કારણે સંસારમાં ભમતા રહ્યા છીએ. માટે હવે ડાહ્યા બનીએ. આત્માની શુદ્ધિ મહત્ત્વની છે એવું હૃદયમાં બરાબર બેસાડી દઈએ. આત્માને શુદ્ધ કરવાની તનતોડ અને મનમોડ મહેનત કરીએ. વહેલી તકે આત્માને સંપૂર્ણ શુદ્ધ બનાવીએ. * * * * * પ્રભુની માન્યતા પ્રમાણે ચાલવું સામો ગાળ આપે ત્યારે ગુસ્સો કરીને તેને ચૂપ કરનારને દુનિયા બુદ્ધિશાળી અને શક્તિશાળી માને છે. સામો ગાળ આપે ત્યારે ગુસ્સો નહીં કરીને પોતે ચૂપ રહેનારને દુનિયા મૂરખ અને નબળો માને છે. આપણે દુનિયાની માન્યતા મુજબ ન ચાલવું. આપણે દુનિયાથી અલગ પ્રભુની માન્યતા મુજબ ચાલવું. સામો ગાળ આપે ત્યારે ગુસ્સો કરનારને પ્રભુ મૂરખ અને કાયર કહે છે. સામો ગાળ આપે ત્યારે શાંત રહેનારને પ્રભુ હોંશિયાર અને સત્ત્વશાળી કહે છે. દુનિયાની માન્યતા મુજબ ચાલીશું તો આપણે દુનિયામાં રહીશું. દુનિયાથી અલગ રીતે ચાલશું તો આપણે દુનિયાથી અલગ થઈ શકીશું. (મોક્ષમાં જઈ શકીશું.) પ્રભુની માન્યતા પ્રમાણે ચાલવું
Page #79
--------------------------------------------------------------------------
________________ સિમકાર્ડને સાચવી મોબાઈલ કરતા સિમકાર્ડ વધુ મહત્ત્વનું હોય છે. સિમકાર્ડ વિનાનો મોબાઈલ નકામો છે. સિમકાર્ડ એક મોબાઈલની બદલે બીજા મોબાઈલમાં પણ નાખી શકાય છે. સિમકાર્ડમાં બધું સ્ટોર કરેલું હોય છે. જે સ્ટોર કરેલું છે તે એમને એમ જણાતું નથી, પણ જ્યારે બટન દબાવાય ત્યારે સ્ટોર કરેલું પ્રત્યક્ષ થાય છે. મોબાઈલમાં માણસ સારું અને ઉપયોગી સ્ટોર કરે છે. નકામું જે હોય તેને તે સ્ટોર કરતો નથી. કદાચ સ્ટોર થઈ ગયું હોય તો તે તેને ડિલીટ કરી નાખે છે. ટેપરેકોર્ડ કરતા કેસેટ વધુ મહત્ત્વની છે. કેસેટ વિનાનું ટેપરેકોર્ડ નકામું છે. કેસેટ એક ટેપરેકોર્ડની બદલે બીજા ટેપરેકોર્ડમાં નાંખી શકાય છે. કેસેટમાં ઘણું રેકોર્ડ કરેલું હોય છે. તે બટન દબાવવાથી પ્રગટ થાય છે, તેના વિના નહીં. માણસ કેસેટમાં પોતાને ગમતું જ રેકોર્ડ કરે છે. કેસેટમાં કંઈક અણગમતું રેકોર્ડ થઈ ગયું હોય તો પણ તે તેને કાઢી નાખે છે. કોમ્યુટર કરતા હાર્ડડિસ્ક વધુ મહત્ત્વની છે. હાર્ડડિસ્ક વિનાનું કોમ્યુટર એટલે ખાલી ખોખું. તેનો કોઈ ઉપયોગ નથી. હાર્ડડિસ્કમાં સ્ટોર કરેલું બટન દબાવ્યા પછી પ્રગટ થાય છે, તે વિના નહીં. હાર્ડડિસ્કમાં માણસ બધું મનગમતું જ નાખે છે, અણગમતું નહીં. કદાચ અણગમતું કંઈક આવી ગયું હોય તો તેને તે કાઢી નાખે છે. મોબાઈલ, ટેપરેકોર્ડ, કોમ્યુટર = શરીર સિમકાર્ડ, કેસેટ, હાર્ડડિસ્ક = આત્મા સ્ટોર કરેલ મેમરી = સંસ્કારો બટન = નિમિત્ત શરીર કરતાં આત્માનું મહત્ત્વ વધુ છે. આત્મા એક શરીર છોડીને બીજા શરીરને સ્વીકારે છે. આત્મામાં સારા-ખરાબ સંસ્કારો સ્ટોર થયેલા છે. તે એમને એમ બહાર આવતા નથી. નિમિત્ત મળતા તે સંસ્કારો પ્રગટ થાય છે. માટે હંમેશા સારા નિમિત્તોનું સેવન કરવું જેથી શુભ સંસ્કારો ...70... સિમકાર્ડને સાચવો
Page #80
--------------------------------------------------------------------------
________________ જાગ્રત થાય અને આત્માને શુભ કાર્ય કરાવે. ખરાબ નિમિત્તોની નજીક પણ ન જવું, કેમકે ખરાબ નિમિત્તો ખરાબ સંસ્કારોને જાગ્રત કરી આત્માને અશુભ કાર્યમાં પ્રેરે છે અને તેથી તે ખૂબ નુકસાનીમાં ઉતારે છે. જે ખરાબ સંસ્કારો ભૂતકાળમાં આત્મામાં પડી ગયા છે તેમને પ્રતિપક્ષી ભાવના અને આરાધના દ્વારા કાઢી નાખવા. આમ શુભકાર્યમાં આગળ વધેલો અને અશુભકાર્યથી અટકેલો આત્મા ધર્મારાધના વેગથી કરે છે અને પાપોને છોડી દે છે. ચાલો, શરીરની બદલે આત્માનું જતન કરીએ, શુભ નિમિત્તોનું સેવન કરીએ અને અશુભ નિમિત્તોથી અળગા રહીને અશુભ સંસ્કારોને ડિલીટ કરીએ. * * * * * વિદેશમાં કંદમૂળત્યાગ ભારતના એક જૈન ભાઈ કેનિયામાં વસેલા. તેમને ક્રિકેટ રમવાનો શોખ. કેનિયાની ક્રિકેટમાં ઈન્ટરનેશનલ ટીમમાં તેમની પસંદગી થઈ. ઘણા વર્ષો સુધી તે ક્રિકેટ રમ્યા. ક્રિકેટ રમવા વિદેશ પણ જતા. લગભગ અડધું વિશ્વ તેમણે ફરી લીધેલું. તેમનો એક નિયમ હતો. કંદમૂળ ન ખાવું. વિદેશોમાં જવા છતાં તેમણે ક્યારેય આ નિયમ તોડ્યો નહોતો. આખો દિવસ મેદાનમાં ક્રિકેટ રમવાનું અને ખાવાનું શુદ્ધ શાકાહારી અને તે પણ કંદમૂળ વિનાનું. વિદેશની ભૂમિ પર રહીને આ કંદમૂળત્યાગનો નિયમ પાળવો અઘરો છે. છતાં તે ભાઈએ અડગપણે તે નિયમ પાળ્યો હતો. ઘણીવાર તો તેઓ દૂધ અને ફૂટ દ્વારા ચલાવી લેતા. એક વાર તેઓ ન્યૂઝીલેન્ડ ગયા. ત્યાં બધી વસ્તુમાં નોનવેજ આવે. તેમણે તપાસ કરી. ર૦૦ કિ.મી. દૂરના સ્થાને કંદમૂળ વિનાનું શાકાહારી ભોજન મળતું હતું. દરરોજ સાંજે તે 200 કિ.મી. દૂર તે સ્થાને ભોજન કરવા જતા. આમ તેમણે અખંડપણે નિયમ પાળ્યો હતો. ભારતમાં તો કંદમૂળ વિનાનું ભોજન બહુ જ સુલભ છે. આ ભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ કંદમૂળત્યાગ નો નિયમ લઈએ અને તેને અખંડપણે પાળીએ. વિદેશમાં કંદમૂળત્યાગ ...71...
Page #81
--------------------------------------------------------------------------
________________ તિજોરીની કાળજી રાખો (1) (1) માણસ તિજોરીમાં કિંમતી વસ્તુ રાખે છે, કચરો નહીં. (2) માણસ તિજોરી હંમેશા બંધ રાખે છે, ખુલ્લી નહીં. જરૂર પડે ત્યારે જ તે તિજોરી ખોલે છે. કામ પતે કે તરત તે તિજોરી બંધ કરી દે છે. (3) માણસ તિજોરીનું ખૂબ રક્ષણ કરે છે, કેમકે તિજોરી સલામત હોય તો તેનું જીવન સલામત છે. જો તિજોરી લુટાઈ જાય તો માણસ બરબાદ થઈ જાય છે. માણસ તિજોરીને જાહેરમાં નથી રાખતો, પણ ગુપ્ત સ્થાનમાં રાખે છે. માણસ તિજોરીમાં રહેલ મિલકત કોઈને બતાવતો નથી, તેની જાહેરાત કરતો નથી. તિજોરીની બાબતમાં માણસ ઉપરના નિયમોનું કડક રીતે પાલન કરે છે. પેટની બાબતમાં માણસના નિયમો આનાથી વિપરીત છે - પેટમાં માણસ કચરો ભરે છે, સારી વસ્તુ નહીં. મોટું એ પેટનો દરવાજો છે. માણસ પેટના આ દરવાજાને હંમેશા ખુલ્લો રાખે છે. જરૂર વગર પણ તે તેમાં ભોજન પધરાવે છે. પેટ ભરાઈ ગયા પછી પણ તે હદઉપરાંત ખાય છે. માણસ પેટનું જરાય રક્ષણ કરતો નથી. તેથી તેનું પેટ બગડે છે. પેટ બગડવાથી તેનું શરીર બગડે છે. શરીર બગડવાથી તેનું જીવન બગડે છે. માણસ ઘરમાં નથી ખાતો, પણ બહાર હોટેલ, રેંકડી, લારી વગેરેમાં ખાય છે. (5) માણસ પોતે કેટલું ખાધું અથવા પોતે કેટલું ખાઈ શકે છે ? તેના જાહેરાત અને પ્રદર્શન કરે છે. આમ પેટને માણસ કચરાપેટી સમજે છે. તેથી જ ઉપરના નિયમોનું પાલન કરવાથી તેનું આરોગ્ય બગડે છે અને શરીરની માવજતમાં તેની જિંદગી અને મૂડી બે ય પૂરા થઈ જાય છે. (2) (3) ...72... તિજોરીની કાળજી રાખો
Page #82
--------------------------------------------------------------------------
________________ જો માણસ પેટને તિજોરી સમજે અને તિજોરીના નિયમો પેટને લગાડે તો તેનું શરીર, મન અને આત્મા બધા સ્વસ્થ રહે. પેટ માટેના નવા નિયમો આ પ્રમાણે છે - (1) પેટમાં જરૂર પૂરતું ભોજન જ પધરાવવું, નકામો કચરો નહીં. (2) મોટું વારંવાર ખુલ્લુ ન કરવું, પણ દિવસમાં જરૂર પૂરતા બે કે ત્રણ ટંક જ ભોજન કરવું. ભોજનમાં નિયમિત રહેવું. પ્રમાણસરનું જ ભોજન કરવું. વધુ પડતો ખોરાક ન લેવો. પેટને ખૂબ સાચવવું. પેટ ન બગડે તે માટે ખૂબ સાવધાન રહેવું. પેટ જો સ્વસ્થ હશે તો આરોગ્ય જળવાશે, શરીર તંદુરસ્ત રહેશે અને જીવન સુખ-શાંતિમય બનશે. (4) મોટું ઘરમાં જ ખોલવું. પેટ ઘરમાં જ ભરવું. બહાર ગમે ત્યાં મોટું ખોલવું નહીં અને ગમે તે વસ્તુથી પેટ ભરવું નહીં. (5) પોતાની ખાવાની કે પચાવવાની શક્તિની જાહેરાત કે પ્રદર્શન ન કરવા. તિજોરીને બરાબર સાચવનાર જેમ સમૃદ્ધ અને સુખી બને છે તેમ પેટને બરાબર સાચવનાર સ્વસ્થ અને સુખી બને છે. આજસુધી ભલે પેટની સાથે કચરાપેટી જેવો વ્યવહાર કર્યો, હવેથી પેટને તિજોરી માનીએ, તિજોરીની જેમ તેની સારસંભાળ રાખીએ અને શારીરિક, માનસિક અને આત્મિક સ્વસ્થતાને પામીએ. તિજોરીની સાથે કચરાપેટી જેવો વ્યવહાર કરનાર માણસ દરિદ્ર બન્યા વિના રહેતો નથી. પેટને કચરાપેટી માનનાર માણસ રોગી બન્યા વિના રહેતો નથી. ' તિજોરીને માણસ તિજોરી જ માને છે, તિજોરીને કચરાપેટી માનવાની મૂર્ખાઈ તે કરતો નથી. એમ પેટને પણ તિજોરી માનીને માણસે પોતાની બુદ્ધિમત્તા પુરવાર કરવી જોઈએ, તેને કચરાપેટી માનીને પોતાની મૂર્ખાઈનું પ્રદર્શન ન કરવું જોઈએ. તિજોરીની કાળજી રાખો *..73...
Page #83
--------------------------------------------------------------------------
________________ નિયમ નાની, લાભ મોટો એક ચોર હતો. ચોરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ચલાવતો હતો. એક વાર તેને એક સંત મળ્યા. સંત તેને ઓળખી ગયા. સંતે તેને કહ્યું, “ચોરી બહુ મોટું પાપ છે. માટે તું ચોરી કરવાનું છોડી દે.” ચોર બોલ્યો, “મહારાજ ! ચોરી કરવાનું છોડી દઉં તો હું અને મારો પરિવાર ભૂખે મરીએ, કેમકે આ ગામમાં મને ચોર તરીકે બધા ઓળખે છે. તેથી મને કોઈ નોકરીએ નહીં રાખે. તેથી મારી આજીવિકા નહીં ચાલે. માટે ચોરી તો મારી આજીવિકાનું સાધન છે. તેને હું છોડી નહીં શકું. હું સ્વીકારી શકું એવી કોઈ બીજી વાત હોય તો કહો.” - સંતે થોડો વિચાર કરીને તેને કહ્યું, “ચોરી ન છોડી શકે તો કંઈ નહીં, તું જૂઠ બોલવાનું છોડી દે.” ચોર બોલ્યો, “મહારાજ ! પ્રતિજ્ઞા આપો કે આજથી હું સત્ય જ બોલીશ.” સંતે ચોરને પ્રતિજ્ઞા આપી. એક વાર રાત્રે ચોર ચોરી કરવા નીકળ્યો. નગરનો રાજા પણ તે જ રાત્રે ગુપ્તવેષમાં નગરચર્યા જોવા માટે નીકળ્યો. રસ્તામાં તેને ચોર મળ્યો. રાજાએ તેને પૂછયું, “ક્યાં જાય છે ?' ચોરને સત્ય બોલવાની પ્રતિજ્ઞા હોવાથી તે બોલ્યો, “રાજાના ઘરે ચોરી કરવા જાઉં છું.” રાજા આગળ ચાલ્યો. ચોર રાજમહેલમાં પેઠો. તિજોરીમાં 5 રત્નો હતા. ચોરે ત્રણ રત્નો લીધા. તે ઘરે પાછો આવ્યો. સવાર થઈ. મંત્રી તિજોરી પાસે આવ્યા અને જોયું કે ત્રણ રત્નો ચોરાઈ ગયા છે. મંત્રીએ વિચાર્યું, “બાકીના બે રત્નો હું લઈ લઉં. ચોરીનો આરોપ તો ચોર પર લાગશે.” મંત્રીએ બે રત્નો ચોરી લીધા અને ઘરભેગા કર્યા. નિયમ નાનો, લાભ મોટો
Page #84
--------------------------------------------------------------------------
________________ રાજાએ તિજોરી જોઈ. પાંચે રત્નો ચોરાઈ ગયા હતા. રાજાએ ચોરને બોલાવ્યો. તેને પૂછ્યું, “કેટલા રત્નો ચોર્યા હતા ?' ચોર બોલ્યો, “ત્રણ.” રાજાને તેની સત્યવાદિતા પર વિશ્વાસ હતો. રાત્રે રાજાના પ્રશ્નના જવાબમાં તે સાચું બોલ્યો હતો કે, હું રાજાને ત્યાં ચોરી કરવા જાઉં છું.” રાજાએ વિચાર્યું કે, “બાકીના બે રત્નો કોણ લઈ ગયું ?' સૈનિકોને પૂછ્યું, “સવારે તિજોરી પાસે સૌથી પહેલા કોણ આવ્યું હતું? સૈનિકોએ કહ્યું, ‘મંત્રી આવ્યા હતા.” રાજાએ મંત્રીને બોલાવ્યા, બીજી બાજુ મંત્રીના ઘરે સૈનિકો મોકલી તેના ઘરની તપાસ કરાવી. મંત્રીને રાજાએ પૂછ્યું, “તમે બે રત્નો લીધા છે ?' મંત્રીએ “ના” પાડી. એટલામાં સૈનિકો મંત્રીના ઘરેથી બે રત્નો લઈ આવ્યા અને રાજાને આપ્યા. રાજાએ મંત્રીને રત્નો બતાવ્યા. મંત્રીની ચોરી પકડાઈ ગઈ. રાજાએ મંત્રીને નોકરીમાંથી કાઢી નાખ્યો અને કેદખાનામાં પૂર્યો. રાજાએ ચોરની સત્યવાદિતાથી પ્રભાવિત થઈ તેને મંત્રી બનાવ્યો. નવા મંત્રીની સલાહ-સૂચનથી રાજા અને પ્રજા સુખી અને સમૃદ્ધ બની. નવા મંત્રીએ હવે ચોરી કરવાનું કાયમ માટે છોડી દીધું. આમ સત્ય બોલવાની એક નાની પ્રતિજ્ઞાથી ચોરના જીવનમાં ચોરીનું મહાપાપ દૂર થાય છે અને તે મંત્રીપદ પામે છે. વર્તમાનમાં બનેલો એક પ્રસંગ - એક મહાત્માએ પ્રવચનમાં રાત્રી ભોજનની ભયંકરતા સમજાવી તેનો ત્યાગ કરવાની પ્રેરણા કરી. ઘણાએ રાત્રીભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી. તેમાં કેટલાક યુવાનો પણ હતા. 2-3 વરસ પછી તે યુવાનો તે મહાત્મા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “સાહેબ ! આપ અમને મરતા બચાવી લીધા.” નિયમ નાનો, લાભ મોટો ..75...
Page #85
--------------------------------------------------------------------------
________________ મહાત્માએ પૂછ્યું, “કેવી રીતે ?' યુવાનો બોલ્યા, “સાહેબ 2-3 વરસ પૂર્વે આપની પાસે અમે રાત્રીભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. અમારા બધાની દુકાન ઝવેરી બજારમાં છે. પ્રતિજ્ઞાનું પાલન કરવા અમારે સાંજે ચઉવિહાર કરવા મસ્જિદબંદરના ચઉવિહારહાઉસમાં જવાનું થાય. ગઈકાલે સાંજે અમે ચઉવિહારહાઉસમાં જમવા ગયા અને પાછળથી ઝવેરી બજારમાં બોમ્બવિસ્ફોટ થયો. તેમાં ઘણા લોકો મરી ગયા. અમે જો દુકાનમાં હોત તો કદાચ અમારી પણ એ દશા થાત. પણ ચઉવિહાર કરવા ગયેલા એટલે અમે આબાદ ઊગરી ગયા. ધન, માલ અને દુકાન નષ્ટ થયા, પણ જીવન બચી ગયું. જો આપે પ્રતિજ્ઞા ન આપી હોત તો આજે અમે મરી ગયા હોત. આપે પ્રતિજ્ઞા આપીને અમને માત્ર રાત્રીભોજનના પાપમાંથી જ નહીં પણ મૃત્યુમાંથી ઉગારી લીધા. એટલે આપના ઉપકારને યાદ કરી આભાર વ્યક્ત કરવા આપની પાસે આવ્યા છીએ.” પ્રતિજ્ઞાપાલનનો આવો મહિમા સાંભળીને મહાત્માને પણ આનંદ થયો. આ બન્ને પ્રસંગો-એક જૂનો અને બીજો નવો - આપણને શિખામણ આપે છે કે નાનકડા પણ નિયમનું પાલન કરવાથી આપણને અગણિત લાભ થાય છે. નિયમ, પ્રતિજ્ઞા, બાધા, વ્રત, પચ્ચખાણ વગેરેથી ડરતા આપણને આ બન્ને પ્રસંગો સરસ બોધ આપે છે. | માટે નિયમ પ્રત્યેની સૂગ, ભય, અણગમો દૂર કરી હોશે હોશે નિયમ લેવા. એક નાનકડો પણ નિયમ આપણું જીવન પરિવર્તિત કરી શકે છે. ગુણાનુરાગ-દોષાનુવાદ પોતાનામાં ગુણો હોય તેના કરતા બીજા પ્રત્યે ગુણાનુરાગ હોય તે ચડે. પોતાનામાં દોષો હોય તેના કરતા બીજાના દોષાનુવાદ કરે તે વધુ ખરાબ. ...76... ગુણાનુરાગ-દોષાનુવાદ
Page #86
--------------------------------------------------------------------------
________________ લગ્નવિધિના રહસ્યો લગ્નવિધિના કેટલાક રહસ્યો સમજવા જેવા છે. જો આ રહસ્યો સમજાઈ જાય તો લગ્નની હોનારતથી માણસ બચી જાય. આ રહસ્યો જાણ્યા વિના માણસ લગ્નમાં ઝંપલાવે છે અને જીવનભર તેના નુકસાનોને વેઠે છે. (1) વરરાજા જાન લઈને કન્યાને પરણવા જાય ત્યારે સાસુ જમાઈને પોંખવા આવે છે. પહેલા તે હળથી જમાઈને પોંખે છે. તેના દ્વારા સૂચિત કરે છે કે, “લગ્ન પછી તમારે અને તમારી પત્નીએ જીવનભર સંસારરૂપી ખેતરમાં હળ ચલાવવાની મજૂરી કરવાની છે. હળને ચલાવવા બે બળદો જોઈએ, તેમ જીવનના હળને ચલાવવા તમે અને તમારી પત્ની બળદ જેવા બની જશો. માટે સમજુ હો તો હજી પાછા જતા રહો. લગ્નમાં પડવા જેવું નથી.” (ર) છતાં જમાઈ પાછા ફરતા નથી એટલે સાસુ રવૈયાથી જમાઈને પોંખે છે. તેનાથી સૂચિત કરે છે કે, “આ રવૈયો જેમ દહીંને વલોવી નાંખે છે તેમ લગ્ન કર્યા પછી તમે વલોવાઈ જશો. તમારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડશે. માટે હજી સમજીને પીછેહઠ કરી લો.” છતાં જમાઈરાજ હલતા નથી એટલે સાસુ તેમને તકલીથી પોંખે છે. તકલી એક સાધન છે જે રૂમાંથી દોરો બનાવવા ઉપયોગી બને છે. તેનાથી સાસુ સૂચિત કરે છે કે, “લગ્ન કર્યા પછી તકલી જેવો સંસાર તમને કાંતી નાખશે. તમને પીંખી નાંખશે. ત્યારે સાચું સમજાશે. માટે અગમચેતી વાપરી હજી સાવધાન થઈ જાવ.' (4) છતાં જમાઈ નથી સમજતા ત્યારે સાસુ જમાઈનું નાક ખેચે છે. તેનાથી સૂચિત કરે છે, “આટલું સમજાવવા છતાં નકટા થઈને શું મારી દીકરીને પરણવા આવ્યા છો હજી પાછા વળી જાવ.” (5) છતાં જમાઈ આગળ વધે છે અને સીધા કોડીયા પર મૂકેલા ઊંધા કોડીયા પર પગ મૂકીને તે બન્નેને ફોળીને આગળ વધે છે. તેનાથી એવું સૂચિત થાય છે કે, “લગ્ન કર્યા પછી તમારું નસીબ ફૂટી જવાનું છે.” લગ્નવિધિના રહસ્યો ...77...
Page #87
--------------------------------------------------------------------------
________________ (6) છતાં જમાઈ આગળ ચાલી માંડવામાં આવે છે. ચારે બાજુ ચાર ચોરી હોય છે. તે સૂચિત કરે છે કે, “ચાર કષાયોના માંડવામાં તમારે બંધાયેલા રહેવાનું છે.” (7) ચોરીના માટલા ઉપર નાના અને નીચે પહોળા હોય છે. તે સૂચિત કરે છે કે, “હવે લગ્ન પછી દિવસે દિવસે તમારો પરિવાર અને આધિ, વ્યાધિ, ઉપાધિ વધ્યા કરશે.” હસ્તમેળાપ વખતે વરના હાથમાં કન્યાનો હાથ રખાય છે. તેનાથી સૂચિત થાય છે કે, “કુસ્તી કરતા પહેલા બે મલો હાથ મિલાવે છે અને પછી કુસ્તી કરે છે. તેમ તમે અને આ કન્યા આજે હાથ મિલાવો છો, હવે જીવનભર તમારે કુસ્તી કરવાની છે,' (9) લગ્નવેળાએ અગ્નિની ચારે તરફ ચાર ફેરા ફરવામાં આવે છે. તે સૂચવે છે કે, “હવે તમારે ચાર ગતિના ફેરા ફરવાના છે.' (10) ત્રણ ફેરામાં વર આગળ અને કન્યા પાછળ હોય છે, પણ ચોથા ફેરામાં કન્યા આગળ અને વર પાછળ હોય છે. તે સૂચવે છે કે, આખરે તો તમારા ઘરમાં પત્નીનું જ રાજ ચાલવાનું છે. તમારે તેની પાછળ પાછળ ચાલવું પડશે, તેનું કહ્યું કરવું પડશે. તમે કાયમ માટે પત્નીના ગુલામ બની જશો.” (11) ફેરા ફરાય છે તેમાં વચ્ચે અગ્નિ હોય છે. તે સૂચવે છે કે, “હવેથી તમારો સંસાર ભડકે બળશે. તમારા જીવનમાં ચિંતાઓ, ટેન્શનો, સંક્લેશો વગેરેની હોળી સળગશે.” (12) ગોરમહારાજ કહે છે, “કન્યા પધરાવો, સાવધાન.” તે સૂચવે છે કે, “આ છેલ્લી ચેતવણી છે. હજી સાવધાન થાવ. હજી ચેતી જાવ. હજી ભાગી છૂટો. તો સુખી થશો. નહીંતર કાયમ માટે દુઃખી થશો.” આટઆટલી સૂચનાઓ મળવા છતાં માણસ તેને અવગણીને હોંશે હોંશે લગ્ન કરે છે અને પછી જીવનભર પસ્તાય છે. આ સૂચનાઓથી જે ચેતી જાય છે તે બચી જાય છે. માટે હજી જેમના લગ્ન ન થયા હોય, જેમને ..78.. લગ્નવિધિના રહસ્યો
Page #88
--------------------------------------------------------------------------
________________ લગ્ન કરવાના અભરખા હોય તેમણે લગ્નવિધિનું રહસ્ય બરાબર જાણવું જોઈએ, એક એક વિધિના સૂચનને લક્ષ્યમાં લેવું જોઈએ અને લગ્ન કરવાના વિચાર માંડી વાળવા જોઈએ તથા ચારિત્રપંથે પ્રયાણ કરવું જોઈએ. લગ્નજીવનમાં જીવનભર અશાંતિ છે, જ્યારે ચારિત્રજીવનમાં જીવનભર શાંતિ છે. ચારિત્રવિધિના પણ કેટલાક રહસ્યો છે. તે જાણી લઈએ તો ચારિત્ર લેવાના ઉમળકા જાગે - (1) ચારિત્રવિધિમાં દેવવંદન અને ગુરુવંદન કરવાનું હોય છે. તે સૂચવે છે કે, હવેથી મારે જીવન દેવ-ગુરુને સમર્પિત કરવાનું (2) ત્રણ પ્રદક્ષિણા પરમાત્માને અપાય છે. તે સૂચવે છે કે, જીવનભર મારે દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણ રત્નોની આરાધના કરવાની છે.” (3) વચ્ચે પરમાત્મા બિરાજમાન હોય છે. તે સૂચવે છે કે, “મારે પરમાત્મા બનવાનું છે.” (4) વેષપરિવર્તન કરાય છે. તે સૂચવે છે કે, “મેં સંસારના બધા સંબંધ હવે કાપી નાંખ્યા છે. મેં એક નવું શુદ્ધ અને પવિત્ર જીવન શરૂ કર્યું છે.' (5) કરેમિ ભંતે’ ઉચ્ચરાય છે. તે સૂચવે છે કે, “હવેથી હું ચોદ રાજલોકના બધા જીવોને અભયદાન આપું છું. હવેથી હું કોઈ પાપ નહીં કરું.” (6) માથાના વાળનો લોચ કરાય છે. તે સૂચવે છે કે, હું કષાયો અને કર્મોનો લોચ કરી મારા આત્મામાંથી તેમને કાઢી નાખીશ.” (7) નામકરણ થાય છે. તે સૂચવે છે કે, “સંસારી અવસ્થાની છેલ્લી ઓળખાણરૂપ જે નામ હતું તે પણ હવે મેં છોડી દીધું. હવે મારે સંસાર સાથે કોઈ સંબંધ નથી.” લગ્નવિધિના રહસ્યો ...79...
Page #89
--------------------------------------------------------------------------
________________ આમ ચારિત્રવિધિના રહસ્યો જણાશે તો ચારિત્રનો ભય ભાગી જશે. ચાલો, લગ્નવિધિના રહસ્યો જાણીને લગ્નજીવનનો ભય ઊભો કરીએ અને ચારિત્રવિધિના રહસ્યો જાણીને ચારિત્રજીવનનો પ્રેમ ઊભો કરીએ. લગ્ન ટળશે, ચારિત્ર મળશે. આગળ કલ્યાણ જ કલ્યાણ થશે. * * * * * લાઈટ ડિમ કરવાથી અકસ્માત અટકે રાત્રે હાઈવે પર સામેથી આવતી ટ્રકની લાઈટ ફૂલ હોય ત્યારે જતી ટ્રકની લાઈટ પણ જો ફૂલ હોય તો બન્ને ડ્રાઈવરોની આંખો અંજાઈ જાય, બન્નેને કંઈ દેખાય નહીં અને ભયંકર એક્સિડન્ટ થાય, જેમાં બન્ને મોતને ઘાટ ઊતરી જાય. જો બન્ને ટ્રકોની કે બન્નેમાંથી એક ટ્રકની લાઈટ ડિમ હોય તો બન્ને ડ્રાઈવરોને કે બન્નેમાંથી એક ડ્રાઈવરને બરાબર દેખાય અને અકસ્માત થતો અટકી જાય. પરિણામે બન્ને બચી જાય. જીવનમાં પણ આ ફોર્મ્યુલા લગાડવા જેવો છે. બે વ્યક્તિ સામસામે આવી જાય અને બન્ને ગુસ્સામાં આવી જાય તો બન્નેને પોતાનું હિત ન દેખાય, બન્ને ઝઘડી પડે, મારામારી સુધી પહોચે અને અશુભકર્મો બાંધી દુર્ગતિમાં પટકાય. જો બન્ને વ્યક્તિઓ ગુસ્સાને ડિમ કરી નાંખે અથવા બન્નેમાંથી એક વ્યક્તિ ગુસ્સાને ડિમ કરી નાખે, તો બન્નેને કે એકને પોતાનું હિત દેખાય અને ઝઘડો, મારામારી થતા અટકી જાય. પરિણામે બન્ને દુર્ગતિપતનથી બચી જાય. જીવનમાં અખતરા ઘણા કર્યા. આ પણ એક અખતરો કરી જોઈએ તો ઘણો ખતરો દૂર થઈ જશે. ...80... લાઈટ ડિમ કરવાથી અકસ્માત અટકે
Page #90
--------------------------------------------------------------------------
________________ કસમાંથી કોઈ પણ આઠ તપાસો એક વિદ્યાર્થી પરીક્ષા આપવા ગયો. પ્રશ્નપત્ર હાથમાં આવ્યું. તેણે તે વાંચ્યું. એક જગ્યાએ લખ્યું હતું, “દસમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબો લખો.” બીજા વિદ્યાર્થીઓ આ વાંચી ખુશ થયા, કેમકે પોતાને ન આવડતા બે પ્રશ્નોને છોડીને પોતાને આવડતા બાકીના આઠ પ્રશ્નોના જવાબો લખીને તેઓ માર્ક મેળવી શકતા હતા. આ વિદ્યાર્થીને ઉપરનું વાક્ય વાંચીને આનંદ ન થયો, પણ પોતાની મજાક જેવું લાગ્યું. તેણે વિચાર્યું, “શિક્ષક એમ સમજે છે કે અમને બધું નહીં આવડતું હોય એટલે આવો વિલ્પ આપ્યો. પણ આ તો મારી મજાક ઉડાવી કહેવાય, કેમકે મને તો બધા જવાબો આવડે છે. ખેર, કંઈ વાંધો નહીં. હું શિક્ષકની મજાક ઉડાવીશ.” આમ વિચારીને તેણે દસે દસ પ્રશ્નોના જવાબ લખી નાંખ્યા અને પછી ઉપર લખ્યું. “દસ જવાબો લખ્યા છે, કોઈ પણ આઠ તપાસો.” શિક્ષક તેનું પેપર તપાસતા આશ્ચર્ય પામ્યા. તેને ફૂલ માર્કસ આપ્યા. કહેવાની જરૂર નથી કે તે વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થયો. કર્મસત્તા આપણી પરીક્ષા કરે છે. તે જાતજાતના ઉપસર્ગો અને પરિષહો ઊભા કરીને આપણને ડરાવે છે. તે આપણને કહે છે, “આમાંથી એંસી ટકા તારે સહન કરવાનું છે, વીસ ટકા માફ કરીશું.' ત્યારે ઠોઠ વિદ્યાર્થી જેવા જીવો આનંદ પામે છે કે, “હાશ ! વીસ ટકા માફ થયા.” પણ હોંશિયાર વિદ્યાર્થી જેવા પરાક્રમી જીવો કર્મસત્તાની વાત સાંભળીને નારાજ થાય છે. તેમને તેમાં પોતાનું અપમાન લાગે છે. દસમાંથી કોઈ પણ આઠ તપાસો
Page #91
--------------------------------------------------------------------------
________________ તેઓ વિચારે છે, “કર્મસત્તા એમ સમજે છે કે હું નમાલો છું, ડરપોક છું, કાયર છું માટે વીસ ટકા માફ કરે છે. પણ હું તો બધું સહન કરવા તૈયાર છું. મારે કોઈ માફી જોઈતી નથી. હું પણ કર્મસત્તાની મજાક ઉડાવું.” આમ વિચારીને તેઓ કર્મસત્તાની સામે પડકાર ફેકે છે, હું સોએ સો ટકા સહન કરવા તૈયાર છું. તારે તપાસવું હોય તો તપાસી લેજે. મારી સમતા ક્યાંય ખંડિત નહીં થાય. મારી સમતા હંમેશા અકબંધ રહેશે.” શૂરવીર જીવના આ પડકારથી કર્મસત્તા ખુશ થાય છે અને તેને પૂરા માર્ક્સ આપે છે એટલે કે મોક્ષે મોકલી દે છે. આપણે કેવા - ઠોઠ વિદ્યાર્થી જેવા કે હોંશિયાર વિદ્યાર્થી જેવા ? કાયર કે શૂરવીર ? ઠોઠ વિદ્યાર્થી જેવા કે કાયર બનવામાં આપણી મજાક ઊડે છે, આપણે હાંસીપાત્ર બનીએ છીએ અને સંસારમાં આપણું પરિભ્રમણ ચાલુ રહે છે. હોંશિયાર વિદ્યાર્થી જેવા કે શૂરવીર બનવામાં આપણે કર્મસત્તાની મજાક ઉડાવી શકીએ છીએ, તેના પાશોમાંથી છૂટી શકીએ છીએ અને કાયમ માટે મુક્ત બની શકીએ છીએ. એક મહત્ત્વની વાત સમજવા જેવી છે - પ્રશ્નપત્રમાં લખ્યા મુજબ દસમાંથી કોઈપણ આઠ પ્રશ્નોનો જવાબ લખનાર વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થઈ જાય છે પણ કર્મસત્તાની પરીક્ષામાં પાસ થવા માટે બધા પ્રશ્નોના જવાબો આવડવા જરૂરી છે, એક પણ પ્રશ્ન છોડી શકાય તેમ નથી. એટલે કે બધી પ્રતિકૂળતાઓને સમભાવે સહન કરવાની તૈયારી જરૂરી છે. * * * * * દસમાંથી કોઈ પણ આઠ તપાસો
Page #92
--------------------------------------------------------------------------
________________ નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય એક ધાર્મિક પ્રસંગમાં સવારે સામૂહિક નવકારશીનું આયોજન થયું હતું. નવકારશીની વ્યવસ્થામાં બે કાઉંટર રાખ્યા હતા. એક કાઉંટર ઉપર ખાખરો, મગ, પૂરી, મેથીનો મસાલો, સેવ, ચા, ઉકાળો રાખ્યા હતા. બીજા કાઉંટર પર દૂધીનો હલવો, ઈડલી, મેંદુવડા, ઢોસા, ચટણી, સાંભાર, કેસર-બદામ-પિસ્તાવાળું દૂધ, મસાલા વાળી ચા રાખ્યા હતા. મોટા ભાગના લોકો બીજા કાઉંટર પર જતા હતા. બહુ ઓછા લોકો પહેલા કાઉંટર પર જતા હતા. કારણ એ હતું કે લોકો એમ વિચારતા હતા કે, “પહેલા કાઉંટરની આઈટમો તો આપણે રોજ નવકારશીમાં ઘરે ખાઈએ છીએ. બીજા કાઉટરની આઈટમો આપણા ઘરમાં રોજ બનતી નથી. તેથી આજે નવકારશીમાં વિશિષ્ટ આઈટમો ખાઈ લઈએ. સામાન્ય આઈટમો તો રોજ ઘરમાં ખાઈએ જ છીએ અને ખાવાના જ છીએ.'' નવકારશી = સંસાર ઘર = અન્યગતિઓ ધાર્મિક પ્રસંગ = મનુષ્યગતિ પહેલા કાઉંટરની આઈટમો ખાખરો, મગ, વગેરે = સાંસારિક પ્રવૃત્તિઓ બીજા કાઉંટરની આઈટમો હલવો, ઈડલી વગેરે = ધાર્મિક પ્રવૃત્તિઓ. સંસારમાં ભમતા આપણે અન્યગતિઓમાં સાંસારિક પ્રવૃત્તિઓ જ મોટા ભાગે કરી છે, કેમકે ત્યાં ધર્મ બહુ ઓછો હોય છે. તેથી તે ગતિઓમાં આપણે ખાવા-પીવામાં મશગૂલ રહ્યા, ભોગવિલાસો ભોગવવામાં મસ્ત રહ્યા, ધન-સાધન-સામગ્રી ભેગી કરવામાં વ્યસ્ત રહ્યા, ઘર-પરિવારની પળોજણમાં ગળાડૂબ રહ્યા. મનુષ્યગતિમાં આવ્યા પછી આપણે એ બધુ કરવાનું નથી, પણ અહીં નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય 83...
Page #93
--------------------------------------------------------------------------
________________ વિશિષ્ટ પ્રવૃત્તિ કરવાની છે. વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે આત્મકલ્યાણની પ્રવૃત્તિ. મનુષ્યગતિમાં તો આપણે તપ-ત્યાગ કરીને આહાર સંજ્ઞાને ઘસવાની છે, ઈન્દ્રિયો અને મનનું નિયંત્રણ કરીને મૈથુનસંજ્ઞાને ખતમ કરવાની છે, તારક તત્ત્વોનું શરણું સ્વીકારીને નિર્ભય બનવાનું છે, સંતોષ-દાન-ત્યાગ દ્વારા પરિગ્રહ છોડવાનો છે, કષાયોને કાઢવાના છે, વિષયોમાં સમતા કેળવવાની છે. | નવકારશીમાં જે ગણિત આપણે લગાવીએ છીએ તે જ ગણિત અહીં પણ લગાવવાનું છે. સાંસારિકપ્રવૃત્તિઓ તો અન્ય ગતિઓમાં કરી છે અને કરવાની છે. મનુષ્યગતિમાં તો આપણે બધી સાંસારિક પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને એકમાત્ર ધાર્મિકપ્રવૃત્તિઓ કરવામાં લાગી જવાનું છે. જો નવકારશીમાં ખાખરો-મગ વગેરે છોડીને આપણે દૂધીનો હલવોઈડલી વગેરે ઉપર જ પસંદગી ઉતારતા હોઈએ તો મનુષ્યગતિમાં આપણે સાંસારિક પ્રવૃત્તિઓ છોડીને ધાર્મિકપ્રવૃત્તિઓ ઉપર જ પસંદગી ઉતારવી જોઈએ. | નવકારશીમાં હલવો-ઈડલી વગેરેને છોડીને ખાખરો-મગ વગેરે ખાનારો જેમ મૂર્ણ ગણાય છે તેમ મનુષ્યગતિમાં આવ્યા પછી ધાર્મિક પ્રવૃત્તિ છોડીને સાંસારિક પ્રવૃત્તિઓમાં મશગૂલ રહેનારો પણ મૂર્ખ ગણાય છે. નવકારશીમાં માણસ ક્યારેય મૂર્ખાઈ નથી કરતો. તેમ મનુષ્યભવમાં પણ મૂર્ખાઈ કરવાની નથી. બહારગામ કે વિદેશમાં જનાર માણસ ત્યાંથી એવી વસ્તુ લાવે છે કે ત્યાં એવી વસ્તુ જુવે છે જે તે માણસ જ્યાં રહેતો હોય તે સ્થળે ભોગવવા કે જોવા ન મળતી હોય. પોતાને ત્યાં મળતી કે જોવાતી વસ્તુ લાવનાર કે જોઈ આવનાર મૂરખ ગણાય છે. | બસ એ જ રીતે અન્યભવમાં જે ધર્મારાધના નથી થઈ શકતી તેને મનુષ્યભવમાં કરવાની છે. અન્યભવમાં જે થઈ શકે છે તેવું મનુષ્યભવમાં કરનાર મૂરખમાં ખપે છે. આજસુધી મૂર્ખાઈ કરી. હવે ડાહ્યા બનીએ. .. 8 ... નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય
Page #94
--------------------------------------------------------------------------
________________ એક લક્ઝરથી 95 % માર્ક એક યુવાન કોલેજમાં ભણતો હતો. તે લેક્ટરોમાં બેસતો ન હતો. આખા વરસમાં તેણે માત્ર એક જ લેક્ટર એટેંડ કરેલું. પરીક્ષા આવી. તેણે પરીક્ષા આપી. પરિણામ આવ્યું. તેને 95 % માર્ક મળેલા. તેના મિત્રને ખબર પડી. તેને આશ્ચર્ય થયું. તેણે તેને પૂછ્યું, “તેં તો માત્ર એક જ લેક્ટર એટેંડ કર્યું હતું. છતાં તને 95 % માર્ક મળ્યા. આ કેવી રીતે ?' યુવાન બોલ્યો, “એક લેક્ટર એટંગ કર્યું એટલે જ 95 % માર્ક મળ્યા.” મિત્રને સમજણ ન પડી. એટલે તેણે ફરી પૂછ્યું, પણ કેવી રીતે ?' યુવાન બોલ્યો, “જો એકેય લેક્યર એટેંડ ન કર્યું હોત તો 100 % માર્ક મળત. આ તો એક લેક્ટર એટેંડ કર્યું એટલે પ % માર્ક કપાઈ ગયા.' તેનો કહેવાનો આશય એવો હતો કે એક પણ લેક્યર એટેંડ કર્યા વિના તે જો માત્ર તેની બુદ્ધિના આધારે ભણ્યો હોત તો તેને ચોક્કસ સો ટકા માર્ક મળત. તેણે એક લેક્ટર એટેંડ કર્યું તેનાથી તેની બુદ્ધિ વધી નહીં પણ કુંઠિત થઈ ગઈ. તેથી તેને 95 % માર્ક મળ્યા. આ પ્રસંગનો સાર બે રીતે નીકળે છે - (1) સ્કૂલ-કોલેજોમાં અપાતા શિક્ષણનો ઉપહાસ થાય છે. ભણવાની સામગ્રી વધી પણ જ્ઞાન ઘટ્યું. શિક્ષણ વધ્યું પણ જ્ઞાન ઘટ્યું. જેમ જેમ વિદ્યાર્થી ભૌતિકશિક્ષણ મેળવે છે તેમ તેમ તેનું જ્ઞાન નિર્મળ બનવાની બદલે મલિન બનતું જાય છે. શિક્ષણ વધવાની સાથે તેની બુદ્ધિનો વિકાસ થતો નથી પણ વિનાશ થાય છે. આમ ઉપરોક્ત પ્રસંગ ભૌતિક શિક્ષણ ઉપર એક વ્યંગ્ય કટાક્ષ કરે છે. (2) કોલેજ = સંસાર લેક્ટર = સંસારના કાર્યો માર્ક = કર્મનિર્જરા વિદ્યાર્થી = સંસારી જીવ એક લેકચરથી 95% માર્ક .85...
Page #95
--------------------------------------------------------------------------
________________ સંસારી જીવ સંસારમાં રહે છે અને સંસારના કાર્યો કરે છે. જેટલા અંશે તે સંસારના કાર્યો કરે છે તેટલી તેની કર્મનિર્જરા કપાય છે. જો સંસારના બધા કાર્યો છોડી દે તો તેને સો ટકા નિર્જરા થાય. ભૌતિક જગતમાં સાચો વિદ્યાર્થી લેક્ટર એટેંડ કર્યા વિના સ્વબુદ્ધિના બળે પ્રગતિ સાધે છે. આધ્યાત્મિક જગતમાં સાચો સાધક સાંસારિક પ્રવૃત્તિઓ કર્યા વિના સ્વસાધનાના બળે પ્રગતિ સાધે છે. ટૂંકમાં, (1) ભૌતિક શિક્ષણથી બુદ્ધિનું દેવાળું નીકળે છે. માટે બુદ્ધિને સમૃદ્ધ બનાવવી હોય તો આધ્યાત્મિક શિક્ષણ મેળવવું જરૂરી છે. (2) સો ટકા કર્મનિર્જરાને સાધવા સાંસારિક પ્રવૃત્તિઓને સો ટકા તિલાંજલી આપવી જરૂરી છે. * * * * * વિવિધતા ક્યાં ? સંસારમાં માણસને વિવિધતા ગમે છે. પણ હકીકતમાં સંસારમાં વિવિધતા છે જ નહીં- એ જ ઘર, એ જ દુકાન, એ જ પરિવાર, એ જ લોકો, એ જ ઘરાકો, એ જ નગર. વાસ્તવિક વિવિધતા તો સંયમમાં જ છે - રોજ નવા નવા નગરો, નવા નવા લોકો, નવી નવી ભિક્ષા, નવા નવા જિનાલયો. માટે જેને વિવિધતા જોઈતી હોય તેણે સંસારમાં રહેવા જેવું નથી, પણ સંયમ લેવા જેવું છે. ...86.. વિવિધતા ક્યાં ?
Page #96
--------------------------------------------------------------------------
________________ Reservation, RAC, Cancellation (1) સંસારી માણસને બહારગામ જવાનું થાય ત્યારે તે રિઝર્વેશનવાળી ટિકિટ લે છે, જેથી તેનું જવાનું પાકું થઈ જાય. (2) કદાચ રિઝર્વેશનવાળી ટિકિટ ન મળે તો તે RAC ની ટિકિટ લે છે. તેમાં તેનું જવાનું તાત્કાલિક નક્કી થતું નથી, પણ કોઈની ટિકિટ કેન્સલ થઈ જાય તો તેની ટિકિટ confirm થઈ જાય. પછી તેનું જવાનું પાકું થાય. (3) કોઈ કારણસર બહારગામ જવાનું બંધ રહે તો છેવટે તે ટિકિટ કેન્સલ કરાવે છે. આમ માણસ રિઝર્વેશનને પહેલા નંબરે રાખે છે. RAC ને બીજા નંબરે રાખે છે અને cancellation ને છેલ્લો નંબર આપે છે. આ થઈ ટિકિટની વાત. ધર્મની બાબતમાં માણસનું વલણ આનાથી તદ્દન વિપરીત હોય છે. (1) કોઈ ધર્મ કરવાની તેને લાલસા થાય એટલે તરત પ્રતિસ્પર્ધી ખરાબ વિચારો આવીને તેની ભાવનાઓ તોડી નાંખે અને તે ધર્મ કરવાનું cancel se. (2) ધર્મ કરવાની પોતાની ભાવના પડી ગઈ હોવા છતાં કોઈ ગુરુભગવંત કે કલ્યાણમિત્ર પ્રેરણા કરે ત્યારે તે ધર્મ કરવા રાજી થાય ખરો પણ હજી સો ટકા ધર્મ કરવો જ છે એવો મક્કમ નિર્ધાર એના મનમાં ન હોય. “જોઈશું.” “થશે તો કરશું.” જેવી માયકાંગલી વાતો તે કરે. એટલે હજી તેનું ધર્મ કરવાનું RAC ની અવસ્થામાં હોય છે, confirm થયું હોતું નથી. (3) બીજાની વારંવારની પ્રેરણા અને પોતાની વારંવારની ભાવના-આ બન્નેથી છેવટે તેનું ધર્મ કરવાનું confirm થાય છે. એટલે કે ધર્મ કરવાનું તેનું reservation થઈ જાય છે. સંસારના ક્ષેત્રે મોટા ભાગે માણસને રિઝર્વેશનવાળી ટિકિટ જ મળે Reservation, RAC, Cancellation .87...
Page #97
--------------------------------------------------------------------------
________________ છે. બહુ ઓછા પ્રસંગોમાં તે RAC ની ટિકિટ લે છે. cancellation તો ક્યારેક જ કરાવવાનું થાય છે. ધર્મક્ષેત્રે તે માણસ મોટા ભાગે ધર્મને cancel કરી નાંખે છે. બહુ ઓછા પ્રસંગોમાં તે ધર્મને RAC માં રાખે છે. ક્યારેક જ તે ધર્મનું રિઝર્વેશન કરાવે છે. આમ સંસારના ક્ષેત્રે માણસનું વલણ જુદું છે અને ધર્મક્ષેત્રે માણસનું વલણ જુદું છે. તેથી જ તેનો સંસાર હયોભર્યો છે અને ધર્મ સુકાયેલો છે. જો હવે વલણ બદલી નાખવામાં આવે, એટલે કે સંસારના ક્ષેત્રનું વલણ ધર્મક્ષેત્રમાં લગાવી દેવાય અને ધર્મક્ષેત્રનું વલણ સંસારક્ષેત્રમાં લગાવી દેવાય તો માણસનો ધર્મ હયોભર્યો થઈ જાય અને તેનો સંસાર સુકાઈ જાય. સંસારના ક્ષેત્રનું વલણ આ રીતે બદલીએ - (1) બહારગામ જવાની ટિકિટ પહેલા કેન્સલ કરાવવી. સંસારના કાર્યો પણ બને ત્યાં સુધી પહેલા કેન્સલ કરવા. * (ર) બહુ ઓછી ટિકિટો RAC માં લેવી. બહુ ઓછા સાંસારિક કાર્યો RAC માં રાખવા. (3) જવું જ પડે તેવા કોઈક જ પ્રસંગમાં ટિકિટ રીઝર્વ કરાવવી. ન છૂટકે કરવું પડે તેવાં કોઈક જ સાંસારિક કાર્યનું રિઝર્વેશન કરાવવું. આમ કરવાથી સાંસારિક કાર્યો ધીમે ધીમે ઘટતા જશે. ધર્મક્ષેત્રનું વલણ આ રીતે બદલીએ - (1) જે ધર્મ કરવાની ભાવના થાય તેનું તરત રિઝર્વેશન કરાવી લેવું, એટલે કે તે ધર્મ કરવાનું નક્કી કરી લેવું. (2) બહુ ઓછા ધર્મકાર્યોને RAC માં રાખવા. કાળ, ક્ષેત્ર, સંયોગો પ્રતિકૂળ હોય તો જ ધર્મકાર્યને RAC માં રાખવું. તેનું પણ વહેલી તકે reservation કરાવી લેવું. (3) ન જ થઈ શકે એવું અતિ મુશ્કેલ કોઈક ધર્મકાર્ય જ કેન્સલ કરવું. આમ કરવાથી ધર્મ ધીમે ધીમે પુષ્ટ થશે. જે દિવસે ધર્મ સો ટકા પુષ્ટ થશે અને સંસાર સો ટકા સુકાશે તે દિવસે આપણો મોક્ષ થઈ જશે. * * * * * ...88... Reservation, RAC, Cancellation
Page #98
--------------------------------------------------------------------------
________________ છડી તૌ દાદાની જ પોકારીશ પાલિતાણામાં એક ડોળીવાળો રહે. તેનું નામ કરસન. યાત્રાળુઓને તે ખૂબ સારી રીતે યાત્રા કરાવે. યાત્રાળુઓને તે ક્યાંય કોઈ પણ રીતે પજવે નહીં. કરસનની વિશેષતા એ હતી કે તે શત્રુંજય પર આદીશ્વર દાદાના દરબારમાં દાદના નામની સુંદર છડી પોકારતો હતો. તેનો અવાજ મધુર અને બુલંદ હતો. તેથી તેની છડી સાંભળવી લોકોને ગમતી. વળી ઉપરના પરિસરમાં ચારે તરફ તેની છડી સંભળાતી. કરસનના મોઢે દાદાની છડી સાંભળીને લોકો ખુશ થઈ જતા. એક વાર એક રાજા શત્રુંજયની યાત્રાએ આવ્યો. તે દાદાના દરબારમાં પહોંચ્યો. તેણે કરસન વડે પોકારાતી છડી સાંભળી. તે ખુશ થયો. તેને વિચાર આવ્યો, “મારા રાજદરબારમાં આવી છડી પોકારનાર કોઈ નથી. જો આ કરસન મારા દરબારમાં મારા નામની છડી પોકારે તો ચારેતરફ મારી વાહવાહ થાય.' તેણે પોતાનો વિચાર કરસનને કહ્યો. કરસને ‘ના' પાડી. તેણે કહ્યું, “છડી તો દાદાની જ પોકારીશ, બીજા કોઈની નહીં. જીભ કચડીને મરી જઈશ પણ ત્રણ લોકના નાથ સિવાય કોઈની છડી આ જીભથી નહીં નીકળે.” રાજાએ કરસનને ધનથી લલચાવ્યો. કરસનની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. ડોળી ઊંચકવાની મજૂરી કરીને માંડ માંડ તેનું ગુજરાન ચાલતું હતું. તેને ધનની જરૂર હતી. છતાં તે ન લલચાયો. તેણે રાજાને “ના' પાડી. રાજાએ તેને અમુક ગામો આપવાની વાત કરી. લોકો કરસનને સમજાવવા લાગ્યા, “રાજાની વાત માની જા, તું કાયમ માટે સુખી થઈ જઈશ.' કરસન અડગ રહ્યો અને “ના' પાડી. છડી તો દાદાની જ પોકારીશ , ,,,,
Page #99
--------------------------------------------------------------------------
________________ રાજાએ તેને અડધું રાજ્ય આપવાની વાત કરી. છતાં કરસન એક નો બે ન થયો. સ્વજનોએ કરસનને ખૂબ સમજાવ્યો. પણ તે અચળ રહ્યો. છેવટે લોકોએ કહ્યું, “કરસન ! આવો વીર ફરી તને નહીં મળે.” કરસન બોલ્યો, “આવા વીરો તો ઘણા મળશે, પણ મારા જેવો ભડવીર નહીં મળે.' કરસનની ખુમારી અદ્વિતીય હતી. દાદાની છડી તે વિના મૂલ્ય ભક્તિથી પોકારતો હતો. રાજાની છડી ધન લઈ પોકારવા પણ તે તૈયાર ન હતો. ભક્તિ ભાવથી થાય છે, વેચાતી નથી. કરસન ન માન્યો તે ન જ માન્યો. રાજાની મનની મનમાં રહી ગઈ. કરસન જેવી ખુમારી આપણામાં પણ હોવી જોઈ. સંસારના થોડા, તુચ્છ સ્વાર્થ ખાતર આપણે આપણી ધાર્મિકતા, પવિત્રતા, ગુણો, ભક્તિ વગેરે વેચી નથી નાંખવાના. ગમે તેવી લોભામણી ઓફરો આવે તો ય આપણે આપણી ધાર્મિકતા ટકાવી રાખવાની છે. કરસન ભલે નાનો માણસ હતો, પણ તેની ખુમારી ઘણી મોટી હતી. આપણે પણ એ નાના માણસનો મોટો ગુણ અપનાવીએ અને ખુમારીવાળા બનીએ. * * * * * ચાત્રિ શા માટે લેવાનું ? ચારિત્રની ભાવનાવાળાને લોકો કહે છે, “ઘરમાં રહીને પણ ધર્મ થઈ શકે છે. તો પછી શા માટે ચારિત્ર લેવું જોઈએ ? તેમને મુમુક્ષુ જવાબ આપે છે, “ચારિત્રમાં બિલકુલ પાપ કરવું પડતું નથી, માટે ચારિત્ર લેવું છે.” ...90... ચારિત્ર શા માટે લેવાનું ?
Page #100
--------------------------------------------------------------------------
________________ પહેલા કોણ - શાસન કે સંસાર ? પદ્ધ વાતાવ. ગિરિરાજની સેવા માટે 3-3 દિવસ આવીને ગિરિસેવાનો લાભ લેવા ભારતભરમાંથી યુવાનો આવે છે. એક યુવાનને પણ આવી ભાવના થઈ. તેણે ફોર્મ ભરીને મોકલ્યું. તેનું ફોર્મ પાસ થયું. પેઢીનો કાગળ આવ્યો. કાગળમાં 3 દિવસોની તારીખો લખી હતી. જોગાનુજોગ બન્યું એવું કે યુવાનના લગ્ન જે દિવસે નક્કી થયેલા તેના બીજા જ દિવસથી ગિરિસેવા શરૂ થતી હતી. તેથી લગ્નના દિવસે રાતે જ ઘરેથી નીકળીને તેણે પાલિતાણા પહોંચી જવું પડે. યુવાને પેઢીવાળાને તારીખો આગળ-પાછળ કરવાનું જણાવ્યું. પેઢીવાળાએ જણાવ્યું કે એ શક્ય નથી. હવે યુવાન પાસે બે જ વિકલ્પો હતા - કાં તો ગિરિસેવા જતી કરીને પહેલી રાત પત્ની સાથે વિતાવે અથવા તો પત્નીને છોડી પહેલી રાત ગિરિસેવા માટે વિતાવે. યુવાનના હૃદયમાં તીર્થભક્તિ કૂટી ફૂટીને ભરી હતી. તીર્થસેવાના અવસરને તે આવી પડેલું અણગમતું કામ કે જવાબદારી નહોતો સમજતો પણ પોતાની ફરજ અને પોતાનો લાભ માનતો હતો. તેથી એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેણે લગ્નની પહેલી રાતે ગિરિસેવા માટે જવાનો નિર્ણય કરી લીધો. લગ્ન થયા અને તે રાતે તે પાલીતાણા પહોંચી ગયો. ભાવથી તેણે ગિરિસેવા કરી. તે એમ વિચારી શક્યો હોત કે, “બીજા ઘણા જનારા છે, હું નહીં જાઉં તો શું વાંધો આવશે ?' અથવા, “આ વરસે જવાનું રહેવા દઉં, આવતા વરસે જઈશ.' પણ તેણે આવો વિચાર ન કર્યો, કેમકે આવા વિચારો એ બહાના છે. તેણે એમ જ વિચાર્યું, “જો હું નહીં જાઉં તો હું લાભથી વંચિત રહીશ. ઘરે રહીશ તો પાપ બાંધીશ. ગિરિસેવા માટે જઈશ તો નિર્જરા થશે. સંસારના પહેલા કોણ - શાસન કે સંસાર ? ...91...
Page #101
--------------------------------------------------------------------------
________________ બધા કાર્યો પછી. પહેલા શાસનનું કામ. જિનશાસને મારી ઉપર કરેલા ઉપકારોનો યત્કિંચિત્ બદલો વાળવાની આ સોનેરી તક છે. મારે એને ગુમાવવી નથી.” આપણામાં પણ આ યુવાન જેવું સત્વ આવે એવા પ્રયત્નો કરવા. જીવનમાં ઘણીવાર સંસારના કાર્યો અને શાસનના કાર્યો એકસાથે આવી જતા હોય છે. ત્યારે છટકી જવા માટે આપણે વિચારીએ છીએ કે, “સંસારનું કાર્ય મારા વિના બીજા કોઈથી થવાનું નથી. મારે જ કરવું પડશે. જ્યારે શાસનનું કાર્ય કરનારા તો ઘણાં છે.” આમ વિચારી આપણે છટકી જઈએ છીએ. પણ હવેથી આ યુવાનના પ્રસંગ પરથી બોધ લઈને આપણે નક્કી કરીએ કે, “શાસનના કાર્યો પહેલા કરવા, પછી સંસારના કાર્યો કરવા.” જે પહેલા કરાય તે મહત્ત્વનું કહેવાય. જે પછી કરાય તે ગૌણ બને. આજસુધી આપણે શાસનકાર્યોને ગૌણ બનાવીને સંસારકાર્યોને મહત્ત્વ આપ્યું. હવેથી આપણે સંસારકાર્યોને ગૌણ બનાવીને શાસનકાર્યોને મહત્ત્વ આપવાનું છે. સંસારે આપણું ભૂંડું જ કર્યું છે અને શાસને આપણું રૂડું જ કર્યું છે. છતાં જો આપણે સંસારને પ્રધાનતા આપીએ તો અપકારી પર ઉપકાર કર્યા જેવું થાય અને જો આપણે શાસનને ગૌણ બનાવીએ તો ઉપકારી પર અપકાર કર્યા જેવું થાય. માટે ઉપકારી અને અપકારીને બરાબર ઓળખીને સંસારને છેલ્લે રાખીએ અને શાસનને પહેલા રાખીએ. આપણે સંસારને પહેલા નંબરે રાખીશું તો સંસાર આપણને પહેલા નંબરે રાખશે. આપણે શાસનને પહેલા નંબરે રાખીશું તો શાસન આપણને પહેલા નંબરે રાખશે. સંસારમાં પહેલા નંબરે રહેવું એટલે સંસારમાં ભટકવાનું. શાસનમાં પહેલા નંબરે રહેવું એટલે સંસારથી તરી જવાનું. સંસારના કાર્યો નહીં કરવામાં કે મુલત્વી રાખવામાં કોઈ નુકસાન નથી, ...92... પહેલા કોણ - શાસન કે સંસાર ?
Page #102
--------------------------------------------------------------------------
________________ લાભ જ છે. શાસનના કાર્યો નહીં કરવામાં કે મુલતવી રાખવામાં સો ટકા નુકસાન છે, લાભ છે જ નહીં. ચાલો, “શાસનકાર્યો પહેલા, સંસારકાર્યો પછી.” આ સૂત્ર મુજબ જીવન જીવીએ. ક્રોધનું ભયંકર ફળ કુટ અને ઉત્કર્ટ નામના બે બ્રાહ્મણ અધ્યાપકો હતા. તેમણે દીક્ષા લીધી. તેઓ કુણાલા નગરમાં નાળા પાસે કાઉસ્સગ્નમાં રહ્યા. તેમના તપના પ્રભાવથી આકર્ષાયેલ દેવ ચોમાસામાં તેમને પાણીનો ઉપદ્રવ ન થાય તે માટે નગરીમાં વરસાદ વરસાવતો નહોતો, નગરીની બહાર વરસાદ વરસાવતો હતો. લોકો મુનિઓને વારંવાર કહેતા, “તમારા તપના પ્રભાવથી નગરીમાં વરસાદ પડતો નથી. માટે તમે બીજે પધારો.” લોકોએ મુનિઓને આમ કહીને નગરીની બહાર મોકલવાના પ્રયત્નો કર્યા. તેથી મુનિઓ ગુસ્સે થઈ ગયા. કુર્ટે કહ્યું, “હે દેવ ! કુણાલામાં વરસ.' ઉત્કર્ટે કહ્યું, "15 દિવસ સુધી.” કુર્ટે કહ્યું, “મુશળધારાએ વરસ.' ઉત્કર્ટે કહ્યું, “જેમ રાત્રે તેમ દિવસે.' આમ કહી તે બન્ને નગરીની બહાર નીકળી ગયા. કુણાલામાં 15 દિવસ સુધી મુશળધાર વરસાદ પડ્યો. સંપૂર્ણ નગરી પાણીમાં ડૂબી ગઈ. આ બનાવ પછી ત્રીજા વરસે સાકેતનગરમાં બન્ને મુનિઓ કાળ કરીને સાતમી નરકના “કાલ' નરકાવાસમાં રર સાગરોપમની સ્થિતિવાળા નારક તરીકે ઉત્પન્ન થયા. આમ ક્રોધને લીધે બન્ને મુનિઓ સાતમી નરકમાં ગયા. ક્રોધનું આવું ભયંકર સ્વરૂપ જાણીને ક્રોધને દૂરથી તજવો. ક્રોધનો સંગ કરનાર ભયંકર ફળને ભોગવે છે. ક્રોધનું ભયંકર ફળ
Page #103
--------------------------------------------------------------------------
________________ પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ સ્વામી વિવેકાનંદ પશ્ચિમી સંસ્કૃતિ પર ખૂબ આકરા પ્રહારો કરતા. કોઈક વિદેશીએ તેમને તેનું કારણ પૂછ્યું. સ્વામીજીએ જવાબ આપ્યો - (1) સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. તેથી પૂર્વ દિશા એટલે ઊગમણી દિશા અને પશ્ચિમ દિશા એટલે આથમણી દિશા. તે જ રીતે પૂર્વની સંસ્કૃતિ એટલે ઊગતી સંસ્કૃતિ, એટલે કે પ્રગતિશીલ સંસ્કૃતિ, વિકાસશીલ સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ એટલે આથમતી સંસ્કૃતિ, એટલે કે વિનાશશીલ સંસ્કૃતિ. પૂર્વની સંસ્કૃતિ પુરુષપ્રધાન છે. માટે જ તેનો કોઈ પણ વક્તા ભાષણની શરૂઆતમાં “ભાઈઓ અને બહેનો' એવું સંબોધન કરે છે. પશ્ચિમની સંસ્કૃતિ સ્ત્રીપ્રધાન છે, માટે જ તેનો કોઈપણ વક્તા ભાષણની શરૂઆતમાં "Ladies and Gentlemen" એવું સંબોધન કરે છે. (3) પૂર્વની સંસ્કૃતિમાં પરસ્પર ભ્રાતૃભાવના છે. તેથી ભાષણમાં “ભાઈઓ અને બહેનો' એવું સંબોધન થાય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં પરસ્પર વૈરભાવના છે. તેથી ભાષણમાં "Ladies and Gentlemen' એવું સંબોધન થાય છે. (4) પૂર્વની સંસ્કૃતિ પરાર્થપ્રધાન છે. તેથી જ ચા પીવા માટે કપ-રકાબી વપરાય છે. રકાબીથી અડધી ચા પિવાય છે અને કપમાં અડધી ચા ચોખ્ખી રખાય છે જેથી અચાનક કોઈ આગંતુક આવી જાય તો કપની ચા ધરીને તેનું સ્વાગત કરી શકાય. પશ્ચિમી સંસ્કૃતિ સ્વાર્થપ્રધાન છે. તેથી ચા પીવા માટે મગ વપરાય છે. તેને મોઢે માંડીને ચા પિવાય છે. ત્યારે કોઈ આગંતુક આવે તો મગની બધી ચા એઠી હોવાથી કંઈ ધરી શકાતું નથી. (5) પૂર્વની સંસ્કૃતિમાં ધોતીયું પહેરાય છે. તેથી પેટના વિકાસ-સંકોચ પ્રમાણે ધોતીયું ઢીલું કે ટાઈટ કરી શકાય. પશ્ચિમી સંસ્કૃતિમાં પેન્ટ પહેરાય છે. તેથી પેટના વિકાસમાં પેન્ટ ટાઈટ થઈ જાય અને પેટના પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ ...94...
Page #104
--------------------------------------------------------------------------
________________ સંકોચમાં પેન્ટ ઢીલું થઈ જાય. પેન્ટને બરાબર ટકાવવા પટ્ટાનો ઉપયોગ કરવો પડે. કોઈએ સ્વામીજીને પૂછ્યું, “જો તમે પશ્ચિમી સંસ્કૃતિનો આટલો વિરોધ કરો છો તો પશ્ચિમી સંસ્કૃતિનાં બૂટ કેમ પહેરો છો ?' સ્વામીજીએ જવાબ આપ્યો. “પશ્ચિમી સંસ્કૃતિનું સ્થાન અમારા જીવનમાં પગના તળીયે છે એ બતાવવા હું બૂટ પહેરું છું.” આમ પૂર્વની સંસ્કૃતિ ખૂબ જ ગૌરવવંતી છે. અને પશ્ચિમી સંસ્કૃતિ કસ વગરની છે. માટે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરવું. * * * * * કોણ છે આ હરામજાદી ? ઓરંગઝેબની શાહજાદી એક વાર દરબારમાં આવી. તેણીએ ઢાકાની મલમલના સાત પડ શરીર પર વીંટ્યા હતા. તેથી તેના અંગો દેખાતા ન હતા, માત્ર અંગોનો આકાર ઉપસી આવતો હતો. તેણીને જોઈને ઓરંગઝેબ લાલચોળ થઈને બોલ્યો, “કોણ છે આ હરામજાદી ? એને બહાર કાઢો.” " એક મુસલમાન બાદશાહ પણ ઈચ્છતો હતો કે સ્ત્રીઓએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા જોઈએ અને તેવી શિસ્તનું તે પાલન કરાવતો હતો. આ દૃષ્ટાંત પરથી બોધ લઈને વર્તમાનકાળની નારીજાતિએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા જોઈએ. ઘર, સમાજ, સંઘ, રાજ્ય, દેશ વગેરેના આગેવાનોએ કડક નિયમો ઘડીને આ શિસ્તનું પાલન કરાવવું જોઈએ. તો જ આ દેશનું આર્યપણું ટકશે. નહીંતર આ દેશને અનાર્ય બનતા વાર નહીં લાગે. કોણ છે આ હરામજાદી ? ...95..
Page #105
--------------------------------------------------------------------------
________________ હોજમાં મડદું એક જગ્યાએ એક મોટો હોજ હતો. તેમાં ઘણું પાણી હતું. પણ એ ગંધાતું હતું. તેથી લોકોએ બધું પાણી ખાલી કરી નાખ્યું અને નવું પાણી ભર્યું. છતાં રોજનું પાણી ગંધાતું હતું. લોકોએ બીજી વાર હોજનું પાણી ખાલી કરીને નવું પાણી ભર્યું. પણ હોજનું પાણી પૂર્વેની જેમ જ ગંધાતું હતું. લોકોને આશ્ચર્ય થયું, “હોજમાં નવું ચોખ્ખું પાણી ભરીએ છીએ છતાં કેમ ગંધાય છે ?' . લોકોએ ત્રીજી વાર હોજનું પાણી ખાલી કરીને નવું પાણી ભર્યું. પણ હોજનું પાણી તો પૂર્વેની જેમ જ ગંધાતું હતું. લોકોને કંઈ સમજણ પડતી ન હતી. પાણી ગંધાવાનું કારણ મળતું ન હતું. ગામમાં એક અનુભવી વૃદ્ધ કાકા હતા. ' તેમણે કહ્યું કે, “હીજનું પાણી ખાલી કરો.” લોકોએ કહ્યું કે, “ત્રણવાર તો પાણી ખાલી કર્યું. હજી કેટલીવાર પાણી ખાલી કરીશું. વળી પાણી ખાલી કરવાથી અને નવું પાણી ભરવાથી પાણીની ગંધ જતી પણ નથી.” વૃદ્ધ કાકાએ કહ્યું, “હવે પાણીની ગંધ જતી રહેશે. હું કહું એમ કરો.” કાકાની વાત માનીને લોકોએ ચોથી વાર હોજ ખાલી કર્યો. કાકાએ ખાલી હોજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. હોજમાં એક જગ્યાએ એક મડદું પડ્યું હતું. તેની ગંધ ચારે બાજુ પસરતી હતું. કાકાની નજરમાં મડદું આવ્યું. કાકાએ લોકોને કહીને મડદું બહાર કઢાવ્યું. હોજનું શુદ્ધિકરણ કરાવ્યું. તેમાં નવું પાણી ભરાવ્યું. હવે પાણીમાં વાસ આવતી ન હતી. મડદાના કારણે વાસ આવતી હતી. મડદું બહાર જવાથી વાસ જતી રહી હતી. હોજ = જીવ પાણી = ગુણો મડદું = રાગ-દ્વેષ વૃદ્ધ કાકા = ગુરુદેવ હોજમાં મડદું ..96..
Page #106
--------------------------------------------------------------------------
________________ જીવમાં ઘણા ગુણો છે. પણ રાગ-દ્વેષના કારણે તે ગુણો ગંધાય છે. જીવ નવા નવા ગુણો મેળવતો જાય છે. પણ રાગ-દ્વેષની દુર્ગધ ટળતી નથી. ગુરુદેવ જીવને કહે છે કે, “તારા આત્મામાં રાગ-દ્વેષના મડદા પડ્યા છે. તેથી તારા ગુણો ગંધાય છે. માટે એક વખત આ મડદાઓને કાઢી નાંખ પછી તારા ગુણો સુગંધી બની જશે.” જીવ ગુરુદેવની આજ્ઞાનું પાલન કરે છે. તે રાગ-દ્વેષને જડમૂળથી ઉખેડી નાખે છે. પછી તેના ગુણો ગંધાતા નથી. આપણા આત્મામાં આવા રાગ-દ્વેષના ઘણાં મડદાં પડ્યાં છે. ચાલો, તેમને દૂર કરીએ અને આત્મગુણોની સાચી સુવાસને માણીએ. * * * * * આરાધનાનું પ્લાનિંગ મુનિરાજશ્રી દેવસુંદર વિજયજી મહારાજને રાત્રે ઊંઘ ન આવે. દર 20 મિનિટે માત્ર જવું પડે. છતાં તેમને રાત્રે કંટાળો ન આવે. તેમને સ્નાત્રપૂજા, પંચકલ્યાણકપૂજા કંઠસ્થ હતી. તેથી રાત્રે ઊંઘ ન આવે ત્યારે સ્નાત્રપૂજા ગાય, પંચકલ્યાણકપૂજા ભણાવે અને જીવનમાં જુહારેલા બધા દેરાસરોની ભાવથી ચૈત્યપરિપાટી કરે. આમ સ્વસ્થતામાં આરાધનાનું પ્લાનિંગ કર્યું હતું તો પ્રતિકૂળતામાં આરાધના કરીને સ્વસ્થ રહી શક્યા. આપણે પણ આવું કંઈક પ્લાનિંગ કરીને તેનો અભ્યાસ કરીએ જેથી પ્રતિકૂળતામાં મસ્ત રહી શકીએ. આરાધનાનું પ્લાનિંગ ...97...
Page #107
--------------------------------------------------------------------------
________________ બંધન એજ મુક્તિ (1) પતંગ દોર સાથે બંધાયેલી છે તો તેની સલામતી છે. જો પતંગ દોર સાથેનો સંબંધ કાપી નાખે તો તે અસલામત બની જાય. (2) ફલ ડાળીની સાથે બંધાયેલું હોય તો લાંબુ જીવી શકે છે. ડાળી પરથી પડી ગયેલું ફૂલ ધીમે ધીમે મૂરઝાવા લાગે છે. (3) ઢોર ખીલા સાથે બંધાયેલું હોય છે તો તે સલામત હોય છે. ખીલાના બંધનમાંથી મુક્ત થયેલું ઢોર સુરક્ષાકવચમાંથી પણ મુક્ત થાય છે, એટલે કે અસુરક્ષિત બને છે. (4) બેટ્સમેન ક્રિીસની અંદર હોય ત્યાં સુધી સલામત હોય છે. ક્રિીસની બહાર નીકળેલો બેટ્સમેન અસુરક્ષિત બને છે. (5) વાડની અંદર રહેલા ઝાડો-છોડો સુરક્ષિત હોય છે. વાડ વિનાના ઝાડો-છોડોને પશુઓ ખેદાનમેદાન કરી નાંખે છે. (6) વાહનમાં બ્રેક હોય છે તો એ સલામત હોય છે. બ્રેક વિનાનું વાહન જોખમકારક બને છે. (7) મકાનને કંપાઉંડવોલ હોય છે તો તે સુરક્ષિત હોય છે. કંપાઉડવોલ વિનાના મકાનમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પ્રવેશી શકે છે અને ગમે તે કરી શકે છે. તેથી તેવું મકાન જોખમી છે. (8) તાળાવાળી તિજોરી સલામત હોય છે. તાળા વિનાની તિજોરી લુટાતા વાર લાગતી નથી. (9) બે કિનારાના બંધનમાં રહેલું પાણી સલામત છે. કિનારાના બંધનને ઓળંગનારું પાણી તબાહી સર્જે છે. (10) અગ્નિને ગેસ, ચૂલાનું નિયંત્રણ હોય છે. તો તેનાથી રસોઈ બનાવી શકાય છે. જો અગ્નિ અનિયંત્રિત બને તો ભડકો થાય, દાવાનળ પ્રગટે અને ગામોના ગામો બળીને રાખ થઈ જાય છે. 98... બંધન એજ મુક્તિ
Page #108
--------------------------------------------------------------------------
________________ (11) પવન જો નિયંત્રણમાં હોય તો શ્વાસોચ્છાસ લેવા-મૂકવા વગેરે દ્વારા આશીર્વાદરૂપ બને છે. પવન જો નિયંત્રણને છોડી દે છે તો શ્વાસ ચઢવો, વાવાઝોડા વગેરે દ્વારા ખૂબ નુકસાન કરે છે. (12) અંકુશમાં રહેલ હાથી ઘણો ઉપયોગી બને છે. નિરંકુશ બનેલ હાથી કેટલાયના જાન લે છે. (13) ઘડામાં રહેલું પાણી સુરક્ષિત છે. ઘડો ફૂટી જાય તો પાણી ઢોળાઈ જાય અને આજુબાજુમાં રહેલું બધું પલળી જાય. (14) વાડમાં રહેલ ઘેટું સુરક્ષિત છે. વાડની બહાર નીકળેલા ઘેટાને જંગલી પશુઓ ફાડી ખાય છે. આ બધા દષ્ટાંતોથી એક વાત નક્કી થાય છે કે જ્યાં બંધન છે ત્યાં સુરક્ષા છે, જ્યાં મુક્તિ છે ત્યાં જોખમ છે. જ્યાં નિયંત્રણ છે ત્યાં સલામતી છે. જ્યાં નિરંકુશતા છે ત્યાં બરબાદી છે. અધ્યાત્મજગતમાં પણ આ નિયમ લાગુ પડે છે. જ્યાં સુધી જીવનો પ્રભુ સાથે સંબંધ છે, ત્યાં સુધી તે સુરક્ષિત છે. પ્રભુ સાથેનો સંબંધ તૂટતા જીવ જોખમમાં મુકાય છે. પ્રભુઆજ્ઞાનું નિયંત્રણ જીવને સલામત રાખે છે. પ્રભઆજ્ઞામાંથી છટકી જનાર જીવ કર્મોની જાળમાં ફસાઈ જાય છે. સાર આટલો છે - (1) બંધન એ જ મુક્તિ છે, એટલે કે પ્રભુઆજ્ઞાનું બંધન કર્મોના બંધનમાંથી મુક્તિ અપાવે છે. (ર) મુક્તિ એ જ બંધન છે, એટલે કે પ્રભુઆજ્ઞામાંથી છૂટી જનાર કર્મોના બંધનમાં સપડાઈ જાય છે. માટે હંમેશા પ્રભુના બંધનમાં અને પ્રભુએજ્ઞાના બંધનમાં રહેવું. બંધન એજ મુક્તિ 99...
Page #109
--------------------------------------------------------------------------
________________ દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો વસંતપુર નામનું નગર હતું. ત્યાં એક સાધુસમુદાય વિચરતો હતો. તેમાં બધા સાધુઓ અગીતાર્થ અને સંવિગ્ન હતા. અગીતાર્થ એટલે ઉત્સર્ગઅપવાદને નહીં જાણતા, લાભાલાભને નહીં જાણતા, કયા અવસરે શું કરવું? તે નહીં જાણતા. સંવિગ્ન એટલે પાપભીરું. તે સમુદાયમાં એક સાધુ દરરોજ ભીના હાથે અપાતું વહોરવું વગેરે દોષવાળી ગોચરી વહોરીને પછી ગુરુ પાસે ખૂબ ભાવપૂર્વક આલોચના કરતો હતો. ગુરુ પણ અગીતાર્થ હતા. તેથી તે પ્રાયશ્ચિત્ત આપીને તે સાધુની પ્રશંસા કરતા, “આ સાધુ ધન્યવાદને પાત્ર છે. તેને ધર્મમાં કેટલી બધી શ્રદ્ધા છે ! પાપ કરવું સહેલું છે, પણ આલોચના કરવી મુશ્કેલ છે. આ સાધુ કંઈ પણ છુપાવ્યા વિના વિશુદ્ધ આલોચના કરે છે તે ખરેખર અનુમોદનીય છે.' ગુરુ દ્વારા થતી આવી પ્રશંસા સાંભળીને તે સાધુએ દોષો સેવવાનું ચાલુ રાખ્યું અને અન્ય સાધુઓએ તેનું અનુકરણ કર્યું. બીજા સાધુઓ માનવા લાગ્યા કે, “આલોચના લેવી એ જ મુખ્ય વસ્તુ છે, દોષસેવનમાં કોઈ વાંધો નથી.' આમ તે ગચ્છમાં દોષસેવન વધતું ગયું. દોષો પ્રત્યે કોઈને સૂગ ન રહી. દોષો સેવી સેવી બધા આલોચના લઈ લેતા. એક વાર એક ગીતાર્થ અને સંવિગ્ન સાધુ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. ગીતાર્થ એટલે ઉત્સર્ગ-અપવાદના જાણકાર, લાભાલાભના જાણકાર, ક્યારે શું કરવું ? તે જાણનાર. તે સમુદાયમાં થતી રોજની અવિધિ જોઈને તે ગીતાર્થસંવિગ્ન સાધુએ તે સાધુઓને સુધારવા એક ઉદાહરણ આપ્યું - ગિરિનગર નામના નગરમાં એક રત્નોનો વેપારી રહેતો હતો. તે રોજ લાલ રત્નો વડે ઘરને ભરીને બાળી નાંખતો. લોકો તેની પ્રશંસા કરતા, “આ અગ્નિદેવતાનો ભક્ત રોજ આ રીતે અગ્નિદેવતાને ખુશ કરે છે તે ધન્યવાદને પાત્ર છે.” ..100.. દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો
Page #110
--------------------------------------------------------------------------
________________ એક વાર તેણે રત્નોથી ભરીને ઘર બાળ્યું. પ્રચંડ પવન ફૂંકાયો. આગ ફેલાઈ ગઈ. આખું નગર બળી ગયું. રાજાએ તેને દંડ કર્યો અને દેશમાંથી કાઢી નાંખ્યો. બીજા એક નગરમાં પણ એક રત્નોનો વેપારી રોજ આ જ પ્રમાણે રત્નોથી ઘર ભરીને બાળી નાંખતો. રાજાને ખબર પડી. રાજાએ તેને ઠપકો આપ્યો, ‘જંગલમાં જઈને કેમ રત્નો બાળતો નથી ?' રાજાએ તેનું બધું ધન લઈને તેને દેશની બહાર કાઢી નાંખ્યો. તે નગર બળતું બચી ગયું. આ ઉદાહરણ આપીને તે ગીતાર્થ-સંવિગ્ન સાધુએ અગીતાર્થ-સંવિગ્ન ગુરુને કહ્યું, “તમે આ વારંવાર દોષસેવન કરીને વિશુદ્ધ આલોચના કરનારા સાધુની પ્રશંસા કરીને બાકીના બધા સાધુઓને બગાડો છો.' છતાં તે ગુરુ અટકતા નથી. તેથી ગીતાર્થ-સંવિગ્ન સાધુએ તેમના સાધુઓને કહ્યું કે, “તમારા ગુરુ ધર્મરહિત છે, અગીતાર્થ છે. તેમની આજ્ઞા પાળવાથી સર્યું. જો તેમને રોકવામાં નહીં આવે તો તે બીજા બધાનો વિનાશ કરશે.” | દોષો પ્રત્યેની સૂગ વિના મજેથી વારંવાર દોષો સેવવા અને પછી તેની વિશુદ્ધ હૃદયે આલોચના કરવી તે દ્રવ્યાલોચના છે. શક્ય તેટલા પાપો છોડી દેવા જોઈએ. ન છૂટકે કરવા પડતા પાપોની વિશુદ્ધ હૃદયે આલોચના કરવી તે ભાવાલોચના છે. દ્રવ્યાલોચનાથી મનને આલોચના કર્યાનો સંતોષ થાય છે, લોકોમાં આલોચના કરનાર તરીકેનું સન્માન મળે છે, પણ વાસ્તવિક વિશુદ્ધિ થતી નથી. માટે ભાવાલોચના કરવી. પાપોનો ડર ઊભો કરવો. વારંવાર પાપો ન કરવા. બને તેટલા પાપો છોડી દેવા. જેના વિના ચાલે એવું જ નથી તેવા પાપો રડતા હૃદયે સેવીને તેની આલોચના લઈને વિશુદ્ધ થઈ જવું. * * * * * દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો ..101...
Page #111
--------------------------------------------------------------------------
________________ વર્ગીકરણથી ગૂંચવણ દૂર એક નગરમાં એક શેઠ રહેતો હતો. તેની પાસે ઘણી બધી ગાયો હતી. તે ગાયોને સાચવવા તેણે ઘણા બધા ગોવાળો રાખ્યા હતા. ગોવાળો પોતાને સોંપાયેલી ગાયો ઓળખી શકતા નહીં. તેથી પરસ્પર ઝઘડતા. શેઠને ખબર પડી. ઝઘડાનું નિવારણ કરવા શેઠે ગાયોના રંગ પ્રમાણે તેમનું જુદું જુદું વર્ગીકરણ કર્યું. પછી એક એક વર્ણની ગાય એક એક ગોવાળને આપી દીધી. તેથી ગાયો બરાબર સચવાવા લાગી અને ગોવાળોનો પરસ્પરનો ઝઘડો શાંત થઈ ગયો. ગાયો = પુદ્ગલાસ્તિકાયની વર્ગણાઓ શેઠ = તીર્થકર ગોવાળો = શિષ્યો ઝઘડો = ગૂંચવણ પુદ્ગલાસ્તિકાયની અનેક પ્રકારની વર્ગણાઓ છે. તે સમજવી મુશ્કેલ બને છે. શિષ્યો ગૂંચવણમાં પડી જાય છે. તેથી તીર્થંકરપ્રભુએ તે વર્ગણાઓનું જુદું જુદું વર્ગીકરણ કર્યું છે. તેથી શિષ્યોને તે વર્ગણાઓ સમજવી સહેલી પડે છે. તેમના મનની ગૂંચવણો ઉકેલાઈ જાય છે. આપણા જીવનમાં આપણે અનેક પ્રકારની આરાધના કરવાની છે. તેથી આપણે ઘણીવાર મૂંઝાઈ જતા હોઈએ છીએ કે, મારે સ્વાધ્યાય કરવો કે વૈયાવચ્ચ કરવી ? મારે આરાધના કરવી કે પ્રભાવના કરવી ? મારે મૌન રાખવું કે ઉપદેશ આપવો ? મારે પૂજા કરવી કે સામાયિક કરવું ? મારે જાપ કરવો કે ધ્યાન કરવું ? મારે ભણવાનું કે ભણાવવાનું ?' આવી મૂંઝવણો થાય ત્યારે આપણે ગૂંચવાઈ જઈએ છીએ. પણ જો .102.. વર્ગીકરણથી ગૂંચવણ દૂર
Page #112
--------------------------------------------------------------------------
________________ આપણે આરાધનાઓનું વર્ગીકરણ કરી નાંખીએ તો આ ગૂંચવણો ઉકેલાઈ જાય. આરાધનાઓનું વર્ગીકરણ એટલે કયા સમયે કઈ આરાધના કરવી એવું વિભાગીકરણ કરવું. આ રીતે વર્ગીકરણ થઈ જશે એટલે મૂંઝવણો દૂર થશે અને પ્રસન્નતાપૂર્વક આરાધના થશે. પચ્ચખાણના બે વિષય એક સાધુએ આયંબિલનું પચ્ચક્માણ કર્યું. તેણે એક ઘરમાંથી ભાત વહોર્યા. બીજા ઘરમાંથી તેણે દૂધ વહોર્યું. ગુરુને બતાવીને તે વાપરવા લાગ્યો. ગુરુએ તેને કહ્યું, “તારે તો આજે આયંબિલ છે.' સાધુ બોલ્યો, “હા'. ગુરુએ પૂછ્યું, “તો પછી આજે દૂધ કેમ વાપરે છે ?' સાધુ બોલ્યો, “મારે આજે આયંબિલ છે એટલે જ દૂધ વાપરું છું. હિંસાનું પચ્ચખ્ખાણ એટલે હિંસા ન કરવી. તેમ આયંબિલનું પચ્ચક્માણ એટલે આયંબિલ ન કરવું, વિગઈઓ વાપરવી, તેથી દૂધ વાપરું છું.” ગુરુએ તેને સમજાવ્યો, “પચ્ચક્કાણના બે વિષય છે - પ્રવૃત્તિ અને નિવૃત્તિ. હિંસાનું પચ્ચક્માણ નિવૃત્તિવિષયક છે. તેથી તેનો અર્થ “હિંસા ન કરવી” એવો થાય. આયંબિલનું પચ્ચક્કાણ પ્રવૃત્તિવિષયક છે. તેથી તેનો અર્થ “આંબિલ કરવું એટલે કે “વિગઈઓ ન વાપરવી” એવો થાય.' સાધુ સમજી ગયો. તેણે ગુરુની ક્ષમા માંગી. ભાતનું પચ્ચખ્ખાણ' આના બે અર્થ થાય - (1) ભાત ન વાપરવા, તે સિવાયની વસ્તુ વાપરવી. (2) ભાત જ વાપરવો, તે સિવાયની વસ્તુઓ ન વાપરવી. આપણી જે ભાવના હોય તે પ્રમાણેનો અર્થ મનમાં રાખી પચ્ચક્માણ લેવું અને તે યથાર્થ રીતે પાળવું. બીજાના પચ્ચખ્ખાણની બાબતમાં તેને પૂછીને કે બીજી કોઈ રીતે યોગ્ય અર્થનો નિર્ણય કરવો. પચ્ચશ્માણના બે વિષય ...103...
Page #113
--------------------------------------------------------------------------
________________ બે રસ્તા બાહલ દેશમાં એક ઘોડો હતો. તેનું દમન કરવા માટે આગલી રાતે તેને અધિવાસિત કર્યો. સવારે તેની ઉપર લગામ મૂકાઈ. તેણે સ્વયં લગામ લીધી. રાજા સ્વયં ઘોડા પર ચડ્યો. ત્યારે ઘોડાને પકડવાની જરૂર ન પડી. રાજા ઈચ્છા મુજબ ઘોડા ઉપર ફર્યો. પછી ઘોડા પરથી ઊતરીને રાજાએ આહારાદિ આપીને તેની સારસંભાળ કરી. તે યોગ્ય હોવાથી રાજા રોજ તેની ઉપર બેસીને ફરવા જાય છે. તે ઘોડાને પરાણે ચલાવવો પડતો નથી. મગધ દેશમાં એક ઘોડો હતો. તેનું દમન કરવા માટે આગલી રાતે તેને અધિવાસિત કર્યો. તેણે તેની માતાને પૂછ્યું, “આ શું કરે છે ?' માતાએ કહ્યું, “આવતી કાલે રાજા તારા પર બેસીને ફરશે. તું જાતે જ લગામ લઈને રાજાને ખુશ કરજે.' તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ આહાર વગેરેથી તેની સાર-સંભાળ કરી. ઘોડાએ માતાને વાત કરી. માતાએ કહ્યું, “આ તારા વિનયગુણનું ફળ છે. આવતી કાલે તું લગામ લેતો નહીં અને રાજાને ફેરવતો નહીં.” તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ તેને ચાબુકથી મારીને પરાણે લગામ લેવડાવી. રાજાએ તેને ચાબુક મારીને ફેરવ્યો. રાજાએ તેને આહાર વગેરે ન આપ્યા. ઘોડાએ માતાને વાત કરી. માતાએ કહ્યું, “આ તારા અવિનયનું ફળ છે. મેં તને બે રસ્તા બતાવ્યા. તને જે ગમે તે રસ્તો સ્વીકાર.” - ઘોડાએ પહેલો રસ્તો (વિનયનો) સ્વીકાર્યો અને તે સુખી થયો. - આપણી પાસે પણ બે રસ્તા છે - વિનયનો અને અવિનયનો. વિનયનો રસ્તો મોક્ષે લઈ જાય છે. અવિનયનો રસ્તો સંસારમાં રખડાવે છે. રસ્તાની પસંદગી આપણે કરવાની છે. જેવો રસ્તો પકડીશું તેવા સ્થાને પહોંચીશું. અનાદિકાળથી અવિનયનો રસ્તો પકડ્યો. તેથી સંસારમાં રખડતા રહ્યા. હવે વિનયનો રસ્તો પકડીએ, જેથી જલદી મોક્ષે જઈએ. ...104... બે રસ્તા
Page #114
--------------------------------------------------------------------------
________________ * સુકૃતની કમાણી ક૨ના૨ પુણ્યશાળી . મુનિરાજશ્રી ૨cતબોઘવિજયજી મ.સા.ની ગણ-પંન્યાસ પદવી અને વર્ધમાન તપની 100 ઓળીની અનુમોદનાર્થે મુનિરાજશ્રી ૨ctબોઘિવિજયજી મ.સા.ની પ્રેરણાથી પ. પૂ. પિતાશ્રી હીરજીભાઈ તેજસીભાઈ શાહ તથા પ. પૂ. માતુશ્રી ઝવેરબેન હીરજીભાઈ શાહ પરિવાર હ, અ. સ. શ્રીમતી નિશાબેન મહેન્દ્રભાઈ શાહ અ. સૌ. શ્રીમતી ફાલ્યુની પ્રીતેશ, હૃદય અ. સૌ. શ્રીમતી રીના ભદ્રેશ, કવિત, ધ્રુવ અ.સૌ. શ્રીમતી પુષ્પાબેન શૈલેષભાઈ, પારસ, નિરવ અ.સૌ. શ્રીમતી રંજનબેન કિરણભાઈ, અંકિત, કુશ રાસંગપુર, હાલ વાપી, મુંબઈ. માતુશ્રી મંજુલાબેન ભગવાનજીભાઈ ગાલા પરિવાર હ. અ. સૌ. શ્રીમતી કિંજલ મિત્તલ ગાલા, યાસી, દીયા આ સૌ. શ્રીમતી પ્રીતિ કેતન ગોસરાણી જોગવડ-હાલાર, હાલઃ મુલુંડ, મુંબઈ. શ્રીમતી જયાબેન કિશોરભાઈ ગાલા પરિવાર દ. ચિ. કિંજલ, અ. સ. શ્રીમતી ભૈરવી મૃગેશ જોગવડ-હાલાર, હાલઃ મુલુંડ, મુંબઈ. MULTY GRAPHICS (022) 23873222823884222