________________ ર મંદિર જેફ મંદિર એક પવિત્ર સ્થાન છે. તેમાં પરમાત્માનો વાસ હોય છે. બહારની દુનિયા કલુષિત હોય છે. બહાર ક્રોધની જ્વાળાઓ સળગતી હોય છે. મંદિરમાં ક્ષમાનીરની વૃષ્ટિ થતી હોય છે. બહાર અભિમાનના સર્પો પરેશાન કરે છે. મંદિરમાં નમ્રતાનો ગાર્ડીમન્ન તે સર્ષોથી આપણું રક્ષણ કરે છે. બહાર માયારાક્ષસી બધાનો કોળિયો કરે છે. મંદિરમાં સરળતાદેવી આપણા યોગક્ષેમ કરે છે. બહાર લોભતૃષ્ણા સતત આપણને પજવે છે. મંદિરમાં સંતોષજલ આપણને તૃપ્ત કરી દે છે. બહાર અશુભ વિચારો, અશુભ વચનો અને અશુભ વર્તનો ચાલતાં હોય છે. મંદિરમાં શુભ વિચારો, શુભ વચનો અને શુભ વર્તનોનું સામ્રાજ્ય હોય છે. મંદિરમાં પરમાત્મા બિરાજમાન હોવાથી તેમના ગુણો પ્રસારિત થાય છે. મંદિરનું વાતાવરણ શુભ હોય છે. બહાર દુષ્ટ તત્ત્વોનો વાસ હોવાથી દોષોનું પ્રસારણ ચાલુ હોય છે. બહારનું વાતાવરણ અશુભ હોય છે. મંદિરમાં પ્રવેશનારને શુભ તત્ત્વોના અસર અને અનુભવ થાય છે. પ્રસ્તુત પુસ્તક પણ એક મંદિર છે. તેમાં પરમાત્માની વાણીનો વાસ છે. તેમાં ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ વગેરે ગુણોના લાભોનો ઉપદેશ છે. તેમાં શુભ વિચાર-વચન-વર્તન કરવાની પ્રેરણા છે. તેમાં ગુણોનું પ્રસારણ ચાલુ છે. આ પુસ્તકના વાંચનથી આપણું માનસિક વાતાવરણ પવિત્ર અને શુભ બને છે, આપણું મન શુભ ભાવોથી તરબતર થઈ જાય છે, આપણા મુખથી શુભ વચનોના ફૂલો ખરે છે અને આપણી કાયા શુભ વર્તનથી ભાવિત બને છે. આ પુસ્તકના વાંચનથી શુભ તત્ત્વોના અસર અને અનુભવ આપણને થાય છે. જેમ માણસ દરરોજ મંદિરે જાય છે અને પ્રભુના આશીર્વાદ પામે છે તેમ દરરોજ આ પુસ્તક વાંચવું અને એમાંથી પ્રભુની પ્રેરણાઓ ઝીલવી. વાંચન, શ્રવણ, અવલોકન, ચિંતન, મનન, અનુભવ દ્વારા જે પદાર્થો