________________ બધા કાર્યો પછી. પહેલા શાસનનું કામ. જિનશાસને મારી ઉપર કરેલા ઉપકારોનો યત્કિંચિત્ બદલો વાળવાની આ સોનેરી તક છે. મારે એને ગુમાવવી નથી.” આપણામાં પણ આ યુવાન જેવું સત્વ આવે એવા પ્રયત્નો કરવા. જીવનમાં ઘણીવાર સંસારના કાર્યો અને શાસનના કાર્યો એકસાથે આવી જતા હોય છે. ત્યારે છટકી જવા માટે આપણે વિચારીએ છીએ કે, “સંસારનું કાર્ય મારા વિના બીજા કોઈથી થવાનું નથી. મારે જ કરવું પડશે. જ્યારે શાસનનું કાર્ય કરનારા તો ઘણાં છે.” આમ વિચારી આપણે છટકી જઈએ છીએ. પણ હવેથી આ યુવાનના પ્રસંગ પરથી બોધ લઈને આપણે નક્કી કરીએ કે, “શાસનના કાર્યો પહેલા કરવા, પછી સંસારના કાર્યો કરવા.” જે પહેલા કરાય તે મહત્ત્વનું કહેવાય. જે પછી કરાય તે ગૌણ બને. આજસુધી આપણે શાસનકાર્યોને ગૌણ બનાવીને સંસારકાર્યોને મહત્ત્વ આપ્યું. હવેથી આપણે સંસારકાર્યોને ગૌણ બનાવીને શાસનકાર્યોને મહત્ત્વ આપવાનું છે. સંસારે આપણું ભૂંડું જ કર્યું છે અને શાસને આપણું રૂડું જ કર્યું છે. છતાં જો આપણે સંસારને પ્રધાનતા આપીએ તો અપકારી પર ઉપકાર કર્યા જેવું થાય અને જો આપણે શાસનને ગૌણ બનાવીએ તો ઉપકારી પર અપકાર કર્યા જેવું થાય. માટે ઉપકારી અને અપકારીને બરાબર ઓળખીને સંસારને છેલ્લે રાખીએ અને શાસનને પહેલા રાખીએ. આપણે સંસારને પહેલા નંબરે રાખીશું તો સંસાર આપણને પહેલા નંબરે રાખશે. આપણે શાસનને પહેલા નંબરે રાખીશું તો શાસન આપણને પહેલા નંબરે રાખશે. સંસારમાં પહેલા નંબરે રહેવું એટલે સંસારમાં ભટકવાનું. શાસનમાં પહેલા નંબરે રહેવું એટલે સંસારથી તરી જવાનું. સંસારના કાર્યો નહીં કરવામાં કે મુલત્વી રાખવામાં કોઈ નુકસાન નથી, ...92... પહેલા કોણ - શાસન કે સંસાર ?