________________ બંધન એજ મુક્તિ (1) પતંગ દોર સાથે બંધાયેલી છે તો તેની સલામતી છે. જો પતંગ દોર સાથેનો સંબંધ કાપી નાખે તો તે અસલામત બની જાય. (2) ફલ ડાળીની સાથે બંધાયેલું હોય તો લાંબુ જીવી શકે છે. ડાળી પરથી પડી ગયેલું ફૂલ ધીમે ધીમે મૂરઝાવા લાગે છે. (3) ઢોર ખીલા સાથે બંધાયેલું હોય છે તો તે સલામત હોય છે. ખીલાના બંધનમાંથી મુક્ત થયેલું ઢોર સુરક્ષાકવચમાંથી પણ મુક્ત થાય છે, એટલે કે અસુરક્ષિત બને છે. (4) બેટ્સમેન ક્રિીસની અંદર હોય ત્યાં સુધી સલામત હોય છે. ક્રિીસની બહાર નીકળેલો બેટ્સમેન અસુરક્ષિત બને છે. (5) વાડની અંદર રહેલા ઝાડો-છોડો સુરક્ષિત હોય છે. વાડ વિનાના ઝાડો-છોડોને પશુઓ ખેદાનમેદાન કરી નાંખે છે. (6) વાહનમાં બ્રેક હોય છે તો એ સલામત હોય છે. બ્રેક વિનાનું વાહન જોખમકારક બને છે. (7) મકાનને કંપાઉંડવોલ હોય છે તો તે સુરક્ષિત હોય છે. કંપાઉડવોલ વિનાના મકાનમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પ્રવેશી શકે છે અને ગમે તે કરી શકે છે. તેથી તેવું મકાન જોખમી છે. (8) તાળાવાળી તિજોરી સલામત હોય છે. તાળા વિનાની તિજોરી લુટાતા વાર લાગતી નથી. (9) બે કિનારાના બંધનમાં રહેલું પાણી સલામત છે. કિનારાના બંધનને ઓળંગનારું પાણી તબાહી સર્જે છે. (10) અગ્નિને ગેસ, ચૂલાનું નિયંત્રણ હોય છે. તો તેનાથી રસોઈ બનાવી શકાય છે. જો અગ્નિ અનિયંત્રિત બને તો ભડકો થાય, દાવાનળ પ્રગટે અને ગામોના ગામો બળીને રાખ થઈ જાય છે. 98... બંધન એજ મુક્તિ