________________ અનવસ્થા ટાળવા પ્રાયશ્ચિત્ત એક રાજા પર દુશ્મન રાજાએ આક્રમણ કર્યું. આ રાજાએ ત્રણ નગરોમાં પોતાના ત્રણ સુભટો મોકલ્યા અને તેમને કહ્યું કે, “નગરોની રક્ષા કરજો.” તે ત્રણે 1-1- નગરમાં રહ્યા. દુશ્મન રાજાએ નગરોને ઘેરો ઘાલ્યો. તેથી નગરમાં ભોજન-સામગ્રી ખૂટી ગઈ. તેથી તેમણે રાજાના કોઠારમાંથી 3030 ઘડા અનાજ લીધું. પછી દુશ્મન રાજાને હરાવીને તેઓ રાજા પાસે આવ્યા અને બધી વાત કરી. રાજા ખુશ થયો. અનાજ લીધાની વાત કરી. રાજાએ વિચાર્યું, ‘જો કે આમણે દુશ્મન રાજાને જીતવા માટે અનાજ લીધું હતું, એટલે એમનો ગુનો નથી. છતાં જો એમને દંડ નહીં આપું તો તેઓ વારંવાર પૂછ્યા વિના અનાજ લેતા થઈ જશે. વળી તેમને જોઈને બીજા પણ શીખશે.” | માટે તેમને અને બીજાને અનાજ લેવાનો ભય લાગે એટલે રાજાએ તેમને દંડ આપ્યો, ‘તમે 10-10 ઘડા અનાજ મને આપો. બાકીના ર૦ ઘડા અનાજ માફ કર્યા.' ઉપનય - રાજા = ગુરુ સુભટ = સાધુ કોઠાર = છ કાયના જીવો દુશ્મન રાજાની ચડાઈ = ઉપદ્રવ, દુકાળ વગેરે. ઉપદ્રવ, દુકાળ વગેરે આપત્તિઓમાં સાધુઓ છ કાયના જીવોની હિંસારૂપ દોષ સેવીને તેમાંથી પાર ઊતરે છે. ત્યારે ગુરુ વિચારે, “જો કે કારણે દોષ સેવ્યો હોવાથી આ સાધુઓ દંડપાત્ર નથી, છતાં જો દંડ નહીં અપાય તો તેઓ વારંવાર વિના કારણે, જયણા વિના, પ્રમાદથી દોષો સેવવા લાગશે. વળી, તેમને જોઈને બીજા પણ શીખશે. માટે તેમને અને બીજાને ફરી દોષો સેવતા ભય લાગે એટલા માટે તેમને પ્રાયશ્ચિત્ત આપવું જરૂરી છે.” ...16... અનવસ્થા ટાળવા પ્રાયશ્ચિત્ત