________________ એક વાર તેણે રત્નોથી ભરીને ઘર બાળ્યું. પ્રચંડ પવન ફૂંકાયો. આગ ફેલાઈ ગઈ. આખું નગર બળી ગયું. રાજાએ તેને દંડ કર્યો અને દેશમાંથી કાઢી નાંખ્યો. બીજા એક નગરમાં પણ એક રત્નોનો વેપારી રોજ આ જ પ્રમાણે રત્નોથી ઘર ભરીને બાળી નાંખતો. રાજાને ખબર પડી. રાજાએ તેને ઠપકો આપ્યો, ‘જંગલમાં જઈને કેમ રત્નો બાળતો નથી ?' રાજાએ તેનું બધું ધન લઈને તેને દેશની બહાર કાઢી નાંખ્યો. તે નગર બળતું બચી ગયું. આ ઉદાહરણ આપીને તે ગીતાર્થ-સંવિગ્ન સાધુએ અગીતાર્થ-સંવિગ્ન ગુરુને કહ્યું, “તમે આ વારંવાર દોષસેવન કરીને વિશુદ્ધ આલોચના કરનારા સાધુની પ્રશંસા કરીને બાકીના બધા સાધુઓને બગાડો છો.' છતાં તે ગુરુ અટકતા નથી. તેથી ગીતાર્થ-સંવિગ્ન સાધુએ તેમના સાધુઓને કહ્યું કે, “તમારા ગુરુ ધર્મરહિત છે, અગીતાર્થ છે. તેમની આજ્ઞા પાળવાથી સર્યું. જો તેમને રોકવામાં નહીં આવે તો તે બીજા બધાનો વિનાશ કરશે.” | દોષો પ્રત્યેની સૂગ વિના મજેથી વારંવાર દોષો સેવવા અને પછી તેની વિશુદ્ધ હૃદયે આલોચના કરવી તે દ્રવ્યાલોચના છે. શક્ય તેટલા પાપો છોડી દેવા જોઈએ. ન છૂટકે કરવા પડતા પાપોની વિશુદ્ધ હૃદયે આલોચના કરવી તે ભાવાલોચના છે. દ્રવ્યાલોચનાથી મનને આલોચના કર્યાનો સંતોષ થાય છે, લોકોમાં આલોચના કરનાર તરીકેનું સન્માન મળે છે, પણ વાસ્તવિક વિશુદ્ધિ થતી નથી. માટે ભાવાલોચના કરવી. પાપોનો ડર ઊભો કરવો. વારંવાર પાપો ન કરવા. બને તેટલા પાપો છોડી દેવા. જેના વિના ચાલે એવું જ નથી તેવા પાપો રડતા હૃદયે સેવીને તેની આલોચના લઈને વિશુદ્ધ થઈ જવું. * * * * * દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો ..101...