________________ (11) પવન જો નિયંત્રણમાં હોય તો શ્વાસોચ્છાસ લેવા-મૂકવા વગેરે દ્વારા આશીર્વાદરૂપ બને છે. પવન જો નિયંત્રણને છોડી દે છે તો શ્વાસ ચઢવો, વાવાઝોડા વગેરે દ્વારા ખૂબ નુકસાન કરે છે. (12) અંકુશમાં રહેલ હાથી ઘણો ઉપયોગી બને છે. નિરંકુશ બનેલ હાથી કેટલાયના જાન લે છે. (13) ઘડામાં રહેલું પાણી સુરક્ષિત છે. ઘડો ફૂટી જાય તો પાણી ઢોળાઈ જાય અને આજુબાજુમાં રહેલું બધું પલળી જાય. (14) વાડમાં રહેલ ઘેટું સુરક્ષિત છે. વાડની બહાર નીકળેલા ઘેટાને જંગલી પશુઓ ફાડી ખાય છે. આ બધા દષ્ટાંતોથી એક વાત નક્કી થાય છે કે જ્યાં બંધન છે ત્યાં સુરક્ષા છે, જ્યાં મુક્તિ છે ત્યાં જોખમ છે. જ્યાં નિયંત્રણ છે ત્યાં સલામતી છે. જ્યાં નિરંકુશતા છે ત્યાં બરબાદી છે. અધ્યાત્મજગતમાં પણ આ નિયમ લાગુ પડે છે. જ્યાં સુધી જીવનો પ્રભુ સાથે સંબંધ છે, ત્યાં સુધી તે સુરક્ષિત છે. પ્રભુ સાથેનો સંબંધ તૂટતા જીવ જોખમમાં મુકાય છે. પ્રભુઆજ્ઞાનું નિયંત્રણ જીવને સલામત રાખે છે. પ્રભઆજ્ઞામાંથી છટકી જનાર જીવ કર્મોની જાળમાં ફસાઈ જાય છે. સાર આટલો છે - (1) બંધન એ જ મુક્તિ છે, એટલે કે પ્રભુઆજ્ઞાનું બંધન કર્મોના બંધનમાંથી મુક્તિ અપાવે છે. (ર) મુક્તિ એ જ બંધન છે, એટલે કે પ્રભુઆજ્ઞામાંથી છૂટી જનાર કર્મોના બંધનમાં સપડાઈ જાય છે. માટે હંમેશા પ્રભુના બંધનમાં અને પ્રભુએજ્ઞાના બંધનમાં રહેવું. બંધન એજ મુક્તિ 99...