________________ જીવમાં ઘણા ગુણો છે. પણ રાગ-દ્વેષના કારણે તે ગુણો ગંધાય છે. જીવ નવા નવા ગુણો મેળવતો જાય છે. પણ રાગ-દ્વેષની દુર્ગધ ટળતી નથી. ગુરુદેવ જીવને કહે છે કે, “તારા આત્મામાં રાગ-દ્વેષના મડદા પડ્યા છે. તેથી તારા ગુણો ગંધાય છે. માટે એક વખત આ મડદાઓને કાઢી નાંખ પછી તારા ગુણો સુગંધી બની જશે.” જીવ ગુરુદેવની આજ્ઞાનું પાલન કરે છે. તે રાગ-દ્વેષને જડમૂળથી ઉખેડી નાખે છે. પછી તેના ગુણો ગંધાતા નથી. આપણા આત્મામાં આવા રાગ-દ્વેષના ઘણાં મડદાં પડ્યાં છે. ચાલો, તેમને દૂર કરીએ અને આત્મગુણોની સાચી સુવાસને માણીએ. * * * * * આરાધનાનું પ્લાનિંગ મુનિરાજશ્રી દેવસુંદર વિજયજી મહારાજને રાત્રે ઊંઘ ન આવે. દર 20 મિનિટે માત્ર જવું પડે. છતાં તેમને રાત્રે કંટાળો ન આવે. તેમને સ્નાત્રપૂજા, પંચકલ્યાણકપૂજા કંઠસ્થ હતી. તેથી રાત્રે ઊંઘ ન આવે ત્યારે સ્નાત્રપૂજા ગાય, પંચકલ્યાણકપૂજા ભણાવે અને જીવનમાં જુહારેલા બધા દેરાસરોની ભાવથી ચૈત્યપરિપાટી કરે. આમ સ્વસ્થતામાં આરાધનાનું પ્લાનિંગ કર્યું હતું તો પ્રતિકૂળતામાં આરાધના કરીને સ્વસ્થ રહી શક્યા. આપણે પણ આવું કંઈક પ્લાનિંગ કરીને તેનો અભ્યાસ કરીએ જેથી પ્રતિકૂળતામાં મસ્ત રહી શકીએ. આરાધનાનું પ્લાનિંગ ...97...