________________ સંસારી જીવ સંસારમાં રહે છે અને સંસારના કાર્યો કરે છે. જેટલા અંશે તે સંસારના કાર્યો કરે છે તેટલી તેની કર્મનિર્જરા કપાય છે. જો સંસારના બધા કાર્યો છોડી દે તો તેને સો ટકા નિર્જરા થાય. ભૌતિક જગતમાં સાચો વિદ્યાર્થી લેક્ટર એટેંડ કર્યા વિના સ્વબુદ્ધિના બળે પ્રગતિ સાધે છે. આધ્યાત્મિક જગતમાં સાચો સાધક સાંસારિક પ્રવૃત્તિઓ કર્યા વિના સ્વસાધનાના બળે પ્રગતિ સાધે છે. ટૂંકમાં, (1) ભૌતિક શિક્ષણથી બુદ્ધિનું દેવાળું નીકળે છે. માટે બુદ્ધિને સમૃદ્ધ બનાવવી હોય તો આધ્યાત્મિક શિક્ષણ મેળવવું જરૂરી છે. (2) સો ટકા કર્મનિર્જરાને સાધવા સાંસારિક પ્રવૃત્તિઓને સો ટકા તિલાંજલી આપવી જરૂરી છે. * * * * * વિવિધતા ક્યાં ? સંસારમાં માણસને વિવિધતા ગમે છે. પણ હકીકતમાં સંસારમાં વિવિધતા છે જ નહીં- એ જ ઘર, એ જ દુકાન, એ જ પરિવાર, એ જ લોકો, એ જ ઘરાકો, એ જ નગર. વાસ્તવિક વિવિધતા તો સંયમમાં જ છે - રોજ નવા નવા નગરો, નવા નવા લોકો, નવી નવી ભિક્ષા, નવા નવા જિનાલયો. માટે જેને વિવિધતા જોઈતી હોય તેણે સંસારમાં રહેવા જેવું નથી, પણ સંયમ લેવા જેવું છે. ...86.. વિવિધતા ક્યાં ?