________________ વિશિષ્ટ પ્રવૃત્તિ કરવાની છે. વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે આત્મકલ્યાણની પ્રવૃત્તિ. મનુષ્યગતિમાં તો આપણે તપ-ત્યાગ કરીને આહાર સંજ્ઞાને ઘસવાની છે, ઈન્દ્રિયો અને મનનું નિયંત્રણ કરીને મૈથુનસંજ્ઞાને ખતમ કરવાની છે, તારક તત્ત્વોનું શરણું સ્વીકારીને નિર્ભય બનવાનું છે, સંતોષ-દાન-ત્યાગ દ્વારા પરિગ્રહ છોડવાનો છે, કષાયોને કાઢવાના છે, વિષયોમાં સમતા કેળવવાની છે. | નવકારશીમાં જે ગણિત આપણે લગાવીએ છીએ તે જ ગણિત અહીં પણ લગાવવાનું છે. સાંસારિકપ્રવૃત્તિઓ તો અન્ય ગતિઓમાં કરી છે અને કરવાની છે. મનુષ્યગતિમાં તો આપણે બધી સાંસારિક પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને એકમાત્ર ધાર્મિકપ્રવૃત્તિઓ કરવામાં લાગી જવાનું છે. જો નવકારશીમાં ખાખરો-મગ વગેરે છોડીને આપણે દૂધીનો હલવોઈડલી વગેરે ઉપર જ પસંદગી ઉતારતા હોઈએ તો મનુષ્યગતિમાં આપણે સાંસારિક પ્રવૃત્તિઓ છોડીને ધાર્મિકપ્રવૃત્તિઓ ઉપર જ પસંદગી ઉતારવી જોઈએ. | નવકારશીમાં હલવો-ઈડલી વગેરેને છોડીને ખાખરો-મગ વગેરે ખાનારો જેમ મૂર્ણ ગણાય છે તેમ મનુષ્યગતિમાં આવ્યા પછી ધાર્મિક પ્રવૃત્તિ છોડીને સાંસારિક પ્રવૃત્તિઓમાં મશગૂલ રહેનારો પણ મૂર્ખ ગણાય છે. નવકારશીમાં માણસ ક્યારેય મૂર્ખાઈ નથી કરતો. તેમ મનુષ્યભવમાં પણ મૂર્ખાઈ કરવાની નથી. બહારગામ કે વિદેશમાં જનાર માણસ ત્યાંથી એવી વસ્તુ લાવે છે કે ત્યાં એવી વસ્તુ જુવે છે જે તે માણસ જ્યાં રહેતો હોય તે સ્થળે ભોગવવા કે જોવા ન મળતી હોય. પોતાને ત્યાં મળતી કે જોવાતી વસ્તુ લાવનાર કે જોઈ આવનાર મૂરખ ગણાય છે. | બસ એ જ રીતે અન્યભવમાં જે ધર્મારાધના નથી થઈ શકતી તેને મનુષ્યભવમાં કરવાની છે. અન્યભવમાં જે થઈ શકે છે તેવું મનુષ્યભવમાં કરનાર મૂરખમાં ખપે છે. આજસુધી મૂર્ખાઈ કરી. હવે ડાહ્યા બનીએ. .. 8 ... નવકારશીમાં તો વિશિષ્ટ આઈટમો જ ખવાય